આશીર્વાદ અને દુઆ
આશીર્વાદ અને દુઆ


એક ખુબજ જૂનાં સમયનો પ્રસંગ છે. એક ગામડા ગામનો અભણ યુવાન ઉનાળાનાં દિવસોમાં સેવાનાં ભાવ સાથે વગડામાં પાણીનું પરબ ખોલે છે. રસ્તામાં આવતાં જતા મુસાફરો પાણી પીને તરસ છીપાવે છે. આ પરબ ઉપર રોજ ચાર જણા આવે છે. પાણી પીવે, થાક ઊતરે ત્યાં સુધી પેલા યુવાન સાથે વાતો કરે અને વળી જતા રહે. આ રોજ નો ક્રમ બની ગયો. એક દિવસ પેલો યુવાન પૂછે છે કે મિત્રો તમે રોજ મારે ત્યાં આવો છો. પાણી પીવો વાતો કરો અને જતા રહો છો. તો મને એટલું બતાવો કે તમે કોણ છો.? ક્યાં થી આવો છો અને ક્યાં જાવ છો?. પેલા ચારે જણ ક્હે છે કે દોસ્ત અમારી ઓળખાણ કાઢવી રહેવા દે. પેલો યુવાન આગ્રહ કરે છે કે નાં તમે તમારી ઓળખાણ આપો. પેલા લોકો ક્હે છે કે દોસ્ત કાળજું કઠણ કરી ને સાંભળ અમે યમના દૂતો છીએ. હે..? તો કે હા અમે યમનાં દૂતો છીએ. અને રોજ જીવને લેવા જઈએ છીએ. વાત સાંભળતા યુવાન ક્હે છે કે ભાઈ તમે મારૂં એક કામ કરશો.? દૂતો કહે છે કે ભાઈ રોજ તારૂ પાણી પીઈએ. તારી સાથે વાતો કરીએ. તારૂ કામ કેમ નાં કરીએ..? યુવાન કહે છે કે દોસ્તો મારે મારૂ મૃત્યુ જાણવું છે. તમે કાલે આવો ત્યારે મારૂ મૃત્યુ જાણતા આવજો. ભલે કહીને દૂતો જતા રહયા. બીજા દિવસે દૂતો આવી ને કહે છે કે દોસ્ત તારૂ મૃત્યુ તારી પરણ્યા ની પહેલી રાત્રીએ સર્પ દંશ થી થશે. આટલું બોલતાં દૂત રડી પડ્યો. પેલો યુવાન ક્હે છે. ભાઈ તુ કેમ રડે છે?. દૂત ક્હે છે મિત્ર તને કરડવા માટે નો સાપ બનવાનો મારો વારો છે.! યુવાન પૂછે છે કે મિત્રો મૃત્યુ થી બચવું હોય તો કઈ રીતે બચી શકાય. દૂતો કહે છે કે ભાઈ મૃત્યુ એ દુનિયા નો અટલ નિયમ છે. વિધાતા નાં લેખ ને કોઈ રોકી ના શકે.! તેમ છતા તું લગ્ન નાં કરે તો કદાચ બચી શકાય.
આ બાજુ યુવાનનાં લગ્નની વાતો ચાલે છે. યુવાન લગ્ન કરવાની ના ક્હે છે. પરંતુ માની મમતા અને પિતા નાં પ્રેમ આગળ યુવાન ને ઝુકવું પડે છે. ટૂંકમાં યુવાન નાં લગ્ન થયાં. પરણ્યા ની પહેલી રાત્રિ એ પોતાની દુલ્હન ને મળવા જાય છે. નવોઢા અન્ન નાં થાળ રાંધી ને મેડી ઉપર પોતાના પતિ ની આવવાની રાહ જોઈને બેઠી છે. યુવાન અડધો દાદર ચડ્યો. ત્યાં પેલો દૂત સાપ બની ને બેઠો છે. યુવાને આવીને દૂત ને કીધું તુ મને જલ્દી ડંખ મારી ને તારી ફરજ પૂરી કર. સાપ ક્હે છે ભાઈ તારા મૃત્યુ ને હજી અડધા કલાક ની વાર છે. હું તને અત્યારે કરડીશ તો તારે અડધો કલાક દુઃખી થવું પડશે. એનાં કરતા હું અડધા કલાક પછી તને ડંખ મારૂં જેથી કરીને તારે દુઃખી નાં થવું પડે. આ બન્ને ની વાત પેલી નવોઢા ઉપરનાં ઓરડામાં સાંભળે છે. નવોઢા જાણી ગઈ કે મારો પતિ ઓરડા સુધી પહોંચ
વાનો નથી..!
આ બાજુ ગામનાં પાદરમાં કોઈ ગરીબ મજૂરો આવીને પડેલા છે. અડધી રાત્રિ એ મજૂર ની સ્ત્રી ને પ્રસુતિ ની પીડા ઉપડે છે. બાળકનો જન્મ થયો. પેલી ઔરત પોતાના પતિ ને ક્હે છે કે મને જલ્દી ખાવાનું લાવી આપો. મને પેટમા વાઢ ઉપડી છે. તમે જલ્દી ખાવાનું લાવો. નહિતર હું આ બાળકને ખાઈ જઈશ. પુરૂષ કહે છે કે આ અજાણ્યા ગામમાં અડધી રાત્રી એ મને ખાવાનું કોણ આપશે.? સ્ત્રી આશ્વાસન આપે છે કે તમે જાવ તો ખરાં કોઈ દયાળુ મળી જશે. પુરુષ ઊભી બજારે અડધી રાત્રિ એ પોકાર કરે છે. કે છે કોઈ દયાળુ. છે કોઈ હરિનો લાલ કે મારી ઔરત નું અન્ન થી પેટ ઠારે. આ પોકાર મેડી ઉપર નવોઢા નાં કાને પડે છે. નવોઢા ને થાય છે કે થોડી વારમાં પતિ મૃત્યુ પામવાનો છે. આ અન્ન નાં થાળ આ શણગાર થોડી વાર મા રોળાઈ જવાના છે. સાડી વાટે પેલું અન્ન એ પુરુષ ને આપે છે. પુરુષ પોતાની સ્ત્રી ને આપે. સ્ત્રી નાં પેટનો ખાડો પુરાણો. નાભીમાંથી આશીર્વાદ નીકળ્યા કે હે પરમાત્મા મારૂ પેટ ઠારનારનું પેટ ઠારજો. એનો ચુડેલો અમર રાખજો. એનું સૌભાગ્ય અખંડ રાખજો. આશીર્વાદ નો ધોધ યમરાજા ના ચોપડામાં કંડારાઈ ગયો સાહેબ..!
આ બાજુ સમય પુરો થયો સાપ ડંખ મારે છે. પરંતુ યુવાન ને કાઈ થતું નથી. દૂત અનેક પ્રયાસ કરે છે. છતા યુવાન ને ઝેર ચડતું નથી. દૂત દોડતો યમરાજ પાસે આવી ને ક્હે છે કે માલિક આપણી કાંઈક ભૂલ થાય છે. પેલા યુવાન ને ઝેર ચડતું નથી. અને નથી એનું મૃત્યુ થતું.! યમરાજ ચોપડો ખોલી ને જુવે છે. દૂત ને ક્હે છે તારે માત્ર એક સેકન્ડનો ફેર પડી ગયો. તારા ડંખની પહેલા ગરીબ બાઈનાં આશીર્વાદ પહોંચી ગયા. તું કે હું હવે એને મારી નહીં શકીએ..!
સાહેબ કોઈની સેવા કોઈ ભૂખ્યા માણસ નાં આશીર્વાદ અને દુઆ શું નાં કરી શકે.? કોઇના આત્મા ને ઠારવાનું કામ વિધાતા નાં વિધાન ને ખોટા પાડી શકે છે. જીવનમાં જ્યારે મોકો મળે ત્યારે કોઈની દુઆ લેવાનું ચૂકવું નાં જોઈએ. દુઆ અને આશીર્વાદમાં તાકાત છે સાહેબ. ગમે તેવા સંકટો અને મુસીબતો આશીર્વાદ થી ટળી જાય છે. અને કોઈની બદ દુઆ કે કોઇના આત્મા ને બાળવાનું કામ તમારાં ગમે તેવા સુખ કે સામ્રાજ્ય ને ઘડી નાં છઠા ભાગમાં હતાં નહોતા કરી શકે છે. માટે જીવન મા કોઇના દીલ ને બાળશો નહી અને કોઇની બદદુઆ લેતા નહી હમેશા ભલાઈ કરવી અને બીજાનુ ભલું ચાહવુ ભલાઈ ભલભલા સંકટ ને દૂર કરે છે. વિધિના વિધાન અને ઇશ્વરનાં ચોપડા ને પણ ખોટા પાડી શકે છે...!