જીવન
જીવન


કડકડતી ઠંડીનો મહિનો ડિસેમ્બર, શનિવારની ગુલાબી ઢડતી સાંજે છ ને ત્રીસ મીનીટે એક બાળકીનો જન્મ થાય છે. બીજી બાજુ એજ સમયે નાનાજીના નવા ઘરમાં કુંભ ઘડો મુકાય છે. ચારેય બાજુ ખુશીની લહેર ફેલાયેલી હોય છે. બાળકીની માતા તો હર્ષઘેલી થઈ જાય છે, કારણ કે આકરી પરિસ્થિતિને અને સહી ના શકાય તેવા દુઃખ સહન કરેલા હોય છે. પરંતુ બાળકી મુખ પર વ્હાલ ભર્યુ હાસ્ય જોતા બધુ જ ભૂલી જઈ બાળકી ને સુંદર નામ આપે છે નિકી, નિકી જાદવ.
નિકી જન્મ થી જ જીદી, નટખટ અને ચંચલ હતી. સુુુખદ અને સંસ્કારી પરિવારમાં નિકીનો ઉછેર થયો હતો. જન્મ થયા પછી છ મહીના સુુુધી નિકી એમના નાના નાની સાથે જ મોટી થઈ. ઘરમાં મામા મામીની લાડકવાઈ અને નાના નાનીની હેવાઈ હતી. મમ્મી નો શ્વાસ તો જાણે નિકીમાં જ વસતો. પરિવારમાં સૌનુ પ્રિય પાત્ર એટલે નિકુ, હા બધા વ્હાલથી નિકુ કઇ બોલાવતા. આમ તો ઘણા હુલામણા નામ છે.
પરંતુ એમના પિતા એ નિકીતા નામ આપ્યુ હતું. કહે છે ને વ્યક્તિ એક નામ અનેક...વ્યક્તિની ઓળખાણ ભલે નામ પરથી થાય પરંતુ વ્યક્તિની ઓળખ એના કામ પરથી જ થાય છે. નિકીના પપ્પા તો જાણે ઘર માં માતાજી પધાયૉ હોય એવા ગાડાં થાય.
મમ્મી નિકીને લઈ ને એના સાસરે જાય છે. નિકી ના દાદા અને દાદી ને નિકી પ્રત્યે અણગમો હોય છે, કારણ કે તેઓને એક દિકરાની અપેક્ષા હોય છે. છતા નિકીનો અસ્વીકાર કરતા તેને ઘરમાં રાખે છે. કાકા, ફઈ ઘરમાં બધાં જ જાણે પારકા જેેવો વ્યવહાર કરે છે. નિકી પરિવાર ના પ્રેમ અને હુંફ વંંચિત રહે છે. આ વાત મમ્મીને ખબર હોવા છતાં સંજોગોને સહન કરતાં, ગૃહસ્થ જીવન સારું પસાર થાય તેવી કોશીશ કરે છે. આમ પરિસ્થિતિના ઉતાર ચઢાવ સાથે નિકીના મમ્મી ઉફૅ પારૂલબેન નિકીને જોઈને જીવન પસાર કરે છે અને એ દિવસો યાદ કરે છે જ્યારે સગભૉ અવસ્થામાં પોતાની નિકી સાથે વાતો કરી મમ્મી સ્વસ્થ દિવસો પસાર કરતાં હોય છે.
,,,,,,,,,,,,,
आज की दुनिया का सार है , लड़की होना एक भार है।
माँ तुमतो सब जानती हो , कष्ट सारे पहचानती हो।
माँ तुमने क्या कम सहा , सब सहकर कुछ भी ना कहा।
किसमे ज्यादा झोर है , भुजाए मेरी कमजोर है ।
मन मे तेरा भी जिक्र है , मुझको तेरी भी फिक्र है ।
दुनिया के ताने खाएगी , तु सुन-सुन कर मर जाएगी ।
,,,,,,,,,,,,,,,,,
कहेंगें की जन सकती थी एक सपूत,
बुढ़ापे मे जो बनता दूत ।
जन सकती थी तनुज को और जन्म दिया है बोज को ।
घर बैठे बस खाएगी , घर का ख़र्च बढायेगी।
हाथ सहेज देना होगा , न जाने कितना दहेज देना होगा।
,,,,,,,,,,,
समज मां तुम पर बोज ना बन जाऊ,
दुवैधा बन कर ना तन जाऊ।।।
तेरे लिए कुछ करने दे ,
मां मुजको तू मरने दे।।।
,,,,,,,,,
बेटी ऐसी क्या बात कही , न है इसमें एक सब्द सही।
तेरी प्रतिभा में जानुंगी , बेटे से कम ना मानुंगी।
अरे बोल-बोल यें मरजाये, संसार कु
छ भी करजाये ।
एक रोटी कम खाऊगी , अपना हिस्सा खिलाऊगी।
संसार का जोर कहा तक है, दुध पर मेरे किसका हक है ।
छाती से तूझे लगाऊँगी , अपना अमृत तूझे मे पिलाऊगी।
सुन ले जगत ये अपलापी , जो मांगे दहेज है वे पापी।
तू बोज नही तू अंश होगी , तू मेरा गौरव वंश होगी।
लोग कहेंगे की घर-घर की कुल देवी बनी है,
बेटी नही देवी जनी है।
तू भी एक दिन माँ बनेगी , खुद जैसी एक बेटी जनेगी।
,,,,,,,,,
लेकिन माँ मेरी चूडियां महेंदी है हाथों मे ,
ससुराल सवरना बातों मे ।
युद्ध भूमी मे कैसे पडुं , तलवार ढाल से कैसे लडुं।
,,,,,,,,,
बेटी चंडी का रूप तेरे खुले बाल ,
हीना की लाली हो या लहुँ लाल।
संसार दृष्टि की फांसी बनेगी, तु रानी जैसी झांसी बनेगी।
जब क्रोध मे कंठ तू फाडेगी, भीतर की शेरनी दहाडेगी।
तलवार ढाल सब फेकेंगे, ये दुष्ट माथा टेकेंगे।
मे कमजोर तू शक्तीशली बनेगी, मे सीता तू काली बनेगी।
मुझ जैसी काफी तड़प रही , हक के लिए झड़प रही।
सबकी ताकत बन जाएगी, बेटी तू संसार मे आएगी।
,,,,,,,,,,,,
સમય પસાર થાય છે, જોત જોતાંમાં નિકી અઢી વષૅની થઈ જાય છે. પરિસ્થિતિ અને સંજોગો એવા ઊભા થાય છે કે દાદા દાદી પારૂલબેનને ઘરમાંથી નીકળી જવા કહે છે. પાાારૂલબેન પોતાની બાળકી નિકીનેલઈ તેેેેમના પિયર જતા રહે છે, અને સારુ ભણેલા ગણેલા હોવાથી તેને સારી એવી શાાળમાં શિક્ષકની નોકરી મેેળવે છે.
નિકીને પિતાા શબ્દ શું છે એ ખબર પડતા પહેેેલા જ તેનાથી છૂટી પડી ગયેલી, નિકીના મનમાં પિતા પ્રત્યે નફરત પેદા થાય છે. મારા મમ્મી ની સ્થિતિ આજે આ વ્યક્તિ ના લીધે જ છે. નિકીને પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી જાય છે, પ્રેમ પ્રત્યે ઘૃૃૃૃણા કરે છે. બાાળપણમાં જ નિકી એ એમના મનમા ગાંઠ બાંધી લીધી હતી કે પ્રેમ સાવ વાહિયાત વસ્તુ છે. એમને લગ્ન ન કરવાની જીદ પકડી લીધી કારણ કે પિતા, દાદા, કાકા, મામા, નાના કે અન્ય...
ટૂંકમાં નિકી જેેમ જેમ મોટી થતી બધાના અનુભવો અને જીવનની પરિસ્થિતિઓને નિહાળીને પોતના મનમા રહેલી નફરત વધારે ગાઢ થતી જતી. નિકીને એમ જ લાગતુ હતુ કે દુનિયામાં બધાં જ લોકો સરખા હોય છે.
નિકી એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મા સારા ગુણ મેેેળવીને માતાપિતાને ગવૅ અપાવતા કોલેેજમાં પ્રવેશ મેેળવ્યો. નિકીએ પોતાના જીવનમા પ્રથમ મિત્રો બનાવ્યા જે એમના ઘરની પાસે જ રહેતા હતા. આ બે મિત્રો એ એમના પ્રેમની સમજણ આપી કે બધા સરખા હોતા નથી. ત્યારે નિકીને સમજાયુ કે જીવનમાં પ્રેમનુ શું મહત્વ છે.
હાલ નિકી એના માતા પિતા સાથે રહે છે અને હા એના પ્રેમ પ્રત્યે પ્રેમ છે એવુ તો ના કહી શકાય, પરંતુ નિકીના વિચારોમા ઘણો બદલાવ આવ્યો છે. છેલે એટલૂ સમજાયું કે સમય જ અનુભવ કરાવે છે.. સમય જ સાચો શિક્ષક છે. પ્રેમની ધરી ઉપર જ પૃથ્વી ટકેલી છે.