સ્ત્રીશક્તિ
સ્ત્રીશક્તિ
ભારતની નારી સૌ કોઈ પર ભારી,
તુલના ન કરી શકાય તેવી એ શક્તિરૂપી જગદંબા.
ભારતની "નારી "ખૂબ પ્રેમાળ "પત્ની "
પતિને સૌની સાથે સફળતાના શિખર સુધી પહોંચાડતી.
ભારતની નારી મમતાની નિ:સ્વાર્થ મૂર્તિ.
"માં "એવી સંતાનોને સિંચતી, શિક્ષણના પાઠ આપતી.
ભારતની નારી એક લાગણીશીલ "બહેન"
ભાઈને આપતી પ્રેમ અને વિશાળ આશીર્વાદનો દરિયો.
ભારતની નારી અપાર શક્તિનો ભંડાર.
સમયે આવતા ધરતી "રણચંડી "બની કરતી સહાય..
ભારતની નારી અમૂલ્ય સંસ્કારનો દરિયો.
પૃથ્વી પર એની તુલના ન કરતા વંદન કરીએ.
આપણી ભારતીય નારીમાં સંસ્કારોનો અમૂલ્ય ખજાનો ભરેલો છે. આપણી ભારતીય નારી લક્ષ્મી, સરસ્વતી અને રણચંડી દુર્ગાનો અવતાર છે. "ભારતીય નારી ક્યારે પણ ન હારી."
"નારી તું નારાયણી"
ભારતીય સંસ્કૃતિમાં દરેક અભિયાનમાં નારીને ઉચ્ચકક્ષાએ બિરદાવવામાં આવે છે, પરંતુ ખરેખર નારીને પૂરેપૂરી આઝાદી પ્રાપ્ત થઇ છે ? ક્યારેય નહીં ?
હું મારી ડાયરીમાં મારા પોતાના વિચારો રજુ કરી રહી છું. મે મારી નજરે બધું જોયું છે, મેં મારી સખીઓને અભ્યાસ માટે ખૂબ જ વિનંતી કરતા જોઈ છે, કારણકે દીકરીની ઉંમર થઈ જાય એટલે તરત જ લગ્નના મંડપમાં બેસાડી દેવામાં આવે છે. મેં પણ ઘણો સંઘર્ષ કરીને અભ્યાસ કર્યો છે એ વખતે 1990 ના વર્ષમાં દીકરી ને બહાર ભણવા ન મોકલાય. લોકોનો ડર, સમાજનો ડર, શું નારી ને ઘરમાં પુરાવા માટે જન્મ લીધો છે. એ વખતે ૧૮ વર્ષની ઉંમરે મને વિચારો આવતા કે શું! છોકરીઓ બહાર અભ્યાસ માટે ન જઈ શકે! કેમ! એમને કયો ગુનો કર્યો છે, કે દીકરીને અને દીકરાને સમાન તુલ્ય શિક્ષણ આપી શકાતું નથી.
લોકો વાતો તો ઘણી કરે છે કે; દીકરી બે કુળને તારે છે વાત સાચી છે ,દીકરી બે કુળને તારે છે, પરંતુ પોતાની આઝાદીને એ ક્યારે પણ બહાર લાવી શકી નથી. સો ટકા સ્ત્રીઓમાં ફક્ત ૨૦ ટકા સ્ત્રીઓ આઝાદીથી જીવે છે. હાલ ઘણી સ્ત્રીઓ અભ્યાસ કરી રહી છે એ બધીભલે વાતો ઘણી થતી હોય છે પરંતુ,સ્ત્રી ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળીને કોલેજ સુધી નથી જઈ રહી,શહેરમાં શક્ય બન્યું છે.ગામડામાં હજુ નહિ...
શહેરની વાત કરીએ તો સ્ત્રી બહાર તો નીકળે છે, જોબ પણ કરે છે, પરંતુ ઘરે આવીને એને ઘણી બધી જવાબદારીઓ હોય છે. જોબ પર જાઓ ત્યારે ઘરમાંથી ટકોર હોય છે કે આવા કપડા ન પહેરવા. પગાર આવે ત્યારે એ. ટી.એમ.તેની પાસે હોય જ નહીં. પગાર તો એના ખાતામાં જમા થાય પરંતુ એને ઉપાડવા વાળું તો બીજું કોઈ હોય. નાણામાં ક્યારે સ્ત્રીને ઘરની પ્રધાનમંત્રી નથી બનાવી. રસોડાની પ્રધાનમંત્રી બનાવી દીધી છે. કરિયાણાની પ્રધાનમંત્રી બનાવી દીધી છે. ઘર કેમ ચલાવવું એ આર્થિક જવાબદારી સોંપી દીધી છે. પરંતુ નાણા ને કેવી રીતે વાપરવા પોતાના એ.ટી.એમ.નો પોતે જાતે જઈને બેંકમાં જઈને પોતાના નાણા ઉપાડી નથી શકતી. હા,કોઈ ક્યારેક સો ટકા માંથી ચાલીસ ટકા કરતી હશે પરંતુ એ સત્ય છે, કારણકે મેં મારી આંખે જોયું છે કે; સ્ત્રીઓ ગવર્મેન્ટ જોબ કરે છે. એમના ખાતામાં પગાર જમા થાય છે પરંતુ એટીએમ માંથી પૈસા કેવી રીતે ઉપાડવા એમને ખબર નથી. કેમ નથી! એનો જવાબદાર નારી પોતે જવાબદાર છે.
સમાજના પરિવર્તને સ્ત્રીને ચાર દિવાલમાંથી તો બહાર કાઢી છે પરંતુ મનના વિચારોમાં સ્ત્રી હંમેશા ગુલામીમાં જીવી રહી છે. નારીની કયા સમયે કઈ રીતે જીવવું !કયા ટાઇમે, કયા કપડાં પહેરવા! હોટલમાં જવું કે ના જવું, લગ્ન પ્રસંગમાં કોણ જશે! દરેક ક્ષણે નિર્ણય લેવાનો હોય ત્યારે સ્ત્રી પોતે લઈ શકતી નથી. જોબ પરથી ટૂર જવાનું હોય તો પણ એ તરત નિર્ણય નથી લઈ શકતી નથી. ભલે બધા કહેતા હોય કે" દીકરો, દીકરી એક સમાન છે. "
"ઘરની વહુ એક છોકરી સમાન છે "પરંતુ એ ફક્ત કહેવા પૂરતું જ છે કારણ કે સત્ય તો એ છે કે સ્ત્રીઓ હજુ પુરેપુરી આઝાદ થઈ નથી અને એનું કારણ પણ સ્ત્રી જ છે કારણ કે સ્ત્રીને સહન કરવાની આદત પડી ગઈ છે એને આઝાદ થવું ગમતું જ નથી હોશિયાર તો ખૂબ જ છે પણ એક આદત પડી ગઈ છે જેમ ચાલે છે એમ ચાલ્યા જવાનું મને પણ ઘણી વખત જ્યારે જોવું છું ત્યારે દુઃખ થાય છે. શા માટે ? નારી પોતાના પગ પર ઊભી છે અને તો પણ ત્વરિત નિર્ણય લેવામાં આટલી બધી વાર કરી રહી છે, છતાં પણ હું કહું છું કે;" નારી એક નારાયણનું સ્વરૂપ છે "ડગલેને પગલે સહન કરતી, સંતાનોને લાગણી અને હૂંફ અને મમતાથી સિંચતી, નારીના તુલ્ય તો કોઈ પણ આવી શકે નહીં. આઝાદીની વાત કરીએ સ્ત્રીઓની તો ૬૦ ટકા સ્ત્રીઓ ધીમે ધીમે પગ પર થઈ રહી છે. પરંતુ હજી નારીને પોતાના મનમાં રહેલા ડરને દૂર કરી એક નારાયણી રૂપે જીવનની સફર શરૂ કરવાની જરૂર છે.
