STORYMIRROR

Gaurang Desai

Tragedy Inspirational Children

3  

Gaurang Desai

Tragedy Inspirational Children

સ્ત્રી

સ્ત્રી

1 min
156

એક સ્ત્રી હતી.

સ્ત્રી તે વળી કેવી હોય ? મારા તમારા જેવી !

બે આંખ, બે કાન, એક મોઢું ને એક મન.!

એ નાની હતી, માતા પિતાને લાડકી હતી,

એ કહેતી, હું તમને છોડીને કયાંય નહીં જાઉં..

ને જવાબ મળતો, "સ્ત્રીનું સાચું ઘર એની સાસરી કેવાય, પિયર નહીં !" 

એ વિચારતી, જ્યાં જન્મ્યા, મોટા થયા, એ ઘર મારુ નહી, એ કેવું ? 

પછી, એ મોટી થઈ, મનનો માણીગર મળ્યો, ને રૂમઝૂમ કરતા સાસરે આવી..

હાશ ! હવે હું મારા સાચા ઘરે આવી.

ને એક દિવસ સાંભળ્યું.." વહુ, આ તમારું પિયર નથી, સાસરી છે. તમારા ઘરે કરતાં એવું વર્તન મારા ઘરમાં નહીં ચાલે, હો..'

"ઓહ ! તો પતિનું ઘર પણ મારું નહીં" એ વિચારતી.

સમય વહેતો રહ્યો, ને પોતાનામાં એક પિંડ પાંગર્યો. ઘરમાં પુત્ર જન્મની ખુશી અને કિલકારી છવાઈ ગઈ.

ચાલો, હવે નિરાંત ! મારા લોહીથી સીંચેલો, મારો પુત્ર. 

પણ, "માં, મારા ઘરમાં આ રીતે અસ્તવ્યસ્ત ના રહો" 

એ સ્ત્રી વિચારતી રહી, કે આ બધા ઘર સાચવવામાં, સજાવવામાં, ધબકતું રાખવામાં એક પુત્રી તરીકે, પત્ની તરીકે ને માં તરીકે જીવતી રહી, પણ મારું કે'વાય એવું ઘર કયું ? એક સ્ત્રીના મનને વિસામો મળે એવું ઘર ક્યાં ? ઘરનો પ્રાણ કહેવાય પણ એ પ્રાણ માટેનું ઘર ક્યાં ? 

એ વિચારતી, પણ જવાબ મળ્યો નહીં...

એક સ્ત્રી હતી.

સ્ત્રી તે વળી કેવી હોય ? મારા તમારા જેવી !

બે આંખ, બે કાન, એક મોઢું ને એક મન.!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy