STORYMIRROR

Gaurang Desai

Inspirational

3  

Gaurang Desai

Inspirational

લક્ષ્મીના પગલાં

લક્ષ્મીના પગલાં

2 mins
238

સાંજના સમયે,

એક છોકરો ચપ્પલની દુકાનમાં જાય છે,ટિપિકલ ગામડા નો.

આ નક્કી માર્કેટિંગવાળો હશે,એવો જ હતો પણ બોલવામાં...સહેજ ગામડાની બોલી હતી,પણ એકદમ કોન્ફિડન્ટ.૨૨-૨૩ વર્ષ નો હશે.

દુકાણદારનું તો ધ્યાન પગ આગળ જ જાય,

એના પગમાં લેધર ના બુટ હતા,

એ પણ એકદમ ચકાચક પોલિશ કરેલા...

દુકાનદાર

"શુ મદદ કરું આપને...?"

છોકરો

" મારી માં માટે ચપ્પલ જોઈએ છે,

સારા અને ટકાઉ આપજો..."

દુકાનદાર "એ પોતે આવ્યા છે ?

એમના પગનું માપ..?"

છોકરાએ વોલેટ બહેર કાઢી,

એમાંથી ચાર ઘડી કરેલ એક કાગળ્ કાઢ્યો.

એ કાગળ પર પેનથી બે પગલાં દોરયા હતા...

દુકાનદાર

"અરે મને પગનો માપનો નંબર આપત તોય ચાલત...!"

એમજ એ છોકરો એકદમ બાંધ છૂટે એમ બોલવા લાગ્યો...

"શેનું માપ આપું સાહેબ..?

મારી માં એ આખી જિંદગીમાં ક્યારેય ચપ્પલ પહેર્યા નથી.

મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી.

કાંટા મા ક્યાય પણ જાતી.

વગર ચપ્પલની ઢોર હમાલી અને મહેનત કરી અમને શિખાવ્યું.

હું ભણ્યો અને નોકરીએ લાગ્યો.

આજે પહેલો પગાર મળ્યો.

દિવાળી માં ગામડે જાઉં છું.

માં માટે શું લઈ જાઉં એ પ્રશ્ન જ આવતો...

મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ."

દુકાનદારે સારી અને ટકવાવાલા ચપ્પલ દેખાડ્યા અને કીધું આઠસો ના છે,

છોકરાએ કીધું ચાલશે...

એવી તૈયારી એ કરીને જ આવ્યો હતો.

દુકાનદાર

"એમ જ પુછુ છું કે કેટલો પગાર છે તને.?"

છોકરો

"હમણાં તો બાર હજાર છે.

રહેવાનું, ખાવાનું પકડીને સાત-આઠ હજાર ખર્ચો થાય."

"બે-ત્રણ હજાર માંને મોકલાવું છું..."

દુકાનદાર

"અરે તો આ આઠસો થોડાક વધારે થાશે..."

છોકરાએ દુકાનદારને અધવચ્ચે જ રોકયો

અને બોલ્યો રહેવા દ્યો ચાલશે... દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બહાર નીકળ્યો.

મોંઘું શું એ ચપ્પલની કોઈ કિંમત થાય એમ જ નહતી...

પણ દુકાનદારના મનમાં શુ આવ્યું કોને ખબર,

છોકરાને અવાજ આપ્યો

અને ઉભુ રેહવા નું કીધું.

દુકાનદારે હજી એક બોક્સ છોકરાના હાથમાં આપ્યું

અને દુકાનદાર બોલ્યો

'આ ચપ્પલ માંને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'.

પેહલા ચપ્પલ ખરાબ થઈ જાય,

તો બીજા વાપરવાના.

તારી માં ને કહેજે કે હવે વગર ચપ્પલ નું નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાની...

દુકાનદાર અને એ છોકરાના એમ બેવની આંખોમાં પાણી ભરાય ગયા.

શુ નામ છે તારા માં નું.?

દુકાનદારે પૂછ્યું.

લક્ષ્મી એટલુંજ બોલ્યો.

દુકાનદાર તરતજ બોલ્યો

' મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને અને એક વસ્તુ આપીશ મને..?

પગલાં દોરેલો પેલો કાગળ જોઈએ છે મને...!'

એ છોકરો પહેલો કાગળ દુકાનદારના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો.

પહેલો ગડીદાર કાગળ દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો...

દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાનદાર ના દીકરીએ જોયો અને પૂછ્યું,

બાપુજી આ શું છે...?

દુકાનદારે એક લાંબો શ્વાસ લીધો અને દીકરી ને બોલ્યો

લક્ષ્મીના પગલાં છે બેટા...

એક સચ્ચા ભક્તે દોરેલા છે...

આનાથી બરકત મળે ધંધામાં.

દીકરીએ દુકાનદારે અને બધાએ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational