સફરના સાથી-૪
સફરના સાથી-૪


ફાઈનલી આજે એન્યુઅલ ડે નો દિવસ આવી ગયો છે.બધા બહુ જ ખુશ છે.બધા સ્ટુડન્ટસ અને લેક્ચરરસ પણ આવી ગયા છે. અને બધા પાર્ટીસિપન્ટ પણ લગભગ તૈયાર થઈ ગયા છે.
ત્યાં જ માઈક માં હેલ્લો... હેલ્લો... નો અવાજ આવે છે અને પ્રોગ્રામ શરૂ થાય છે!!
પહેલા પ્રેયર ને શરૂ થાય છે અને વારાફરતી એક એક બધા પ્રોગ્રામ શરૂ થાય છે.
.......હવે બે ઈવેન્ટ પછી વિવાન એ લોકોનો કપલ ડાન્સ હોય છે એટલે બધા બહાર આવે છે.ત્યાં વિવાન સુહાની ને જુએ છે તો તેનું દિલ જાણે એક મિનિટ માટે ધડકવા નુ બંધ થઈ જાય છે. તેની આંખો એક પલકારો પણ મારતી નથી.કારણ કે આજે સુહાની બહુ જ સરસ લાગતી હોય છે.
આમ તો એ હંમેશાં સરસ જ લાગે છે પણ આજે તો ગોલ્ડન કલરની વકૅ વાળી ચોલી સાથે તેને મેચિંગ કાન ના ડુલ્સ , લાઈટ મેકપ ને લાબા સિલ્કી થોડા હેરસ્ટાઇલ કરેલા વાળ માં તો જાણે કોઇ અપ્સરા પૃથ્વી પર ઉતરી આવી હોય એવુ લાગતું હતું!!
વિવાન તો તેનામાં જ ખોવાઈ જાય છે.ત્યાં મનન તેની પાસે આવીને તેને બોલાવે છે એટલે તે સપનાંમાંથી બહાર આવે છે.એટલે મનન તેની સામે જોઈને હસે છે કારણ કે તે વિવાન ક્લોઝ મિત્ર હોય છે તેને બધું જ ખબર હોય છે સુહાની વિશે પણ...!
ત્યાં જ સુહાની અને શિવાની પણ તેમની ઈવેન્ટ નુ અનાઉન્સ થતા વિવાન અને મનન પાસે આવે છે. સુહાની વિવાન પાસે આવી ને ધીમે થી કહે છે...વૉવ.. ઓસમ લુકિંગ...!! કારણ કે આજે વિવાન પણ ગોલ્ડન એન્ડ બ્લુ કોટી એન્ડ શટૅ મા જરા હટકે લાગતો હતો.
પણ વિવાન કાઈ કહે એ પહેલાં તો તેમને સ્ટેજ પર જવાનું થાય છે અને ઈવેન્ટ શરૂ થાય છે.
બોલીવુડ ફિલ્મો ના થોડા સોન્ગસ ના ફ્યુઝન ડાન્સ સાથે તેમની ઈવેન્ટ પુરી થઈ બધા એ બહુ જ તાળી ઓ પાડી વન્સ મોર...વન્સ મોર... ની બુમો પાડવા લાગ્યા.
એકપછી એક બધા પ્રોગ્રામ પતી ગયા. અને છેલ્લે ઈવેન્ટ ના નંબર આપવાના ચાલુ થયા અને ખરેખર વિવાન & ગૃપ નો પહેલો નંબર આવ્યો. કારણ કે તેમનુ પરફોર્મન્સ બહુ જ મસ્ત હતું.
બધા બહુ જ ખુશ થઈ જાય છે ત્યારે વિવાન એ ખુશીમાં સુહાની ને હગ કરી દે છે પણ કાઈક યાદ આવતા ફટાફટ તેને છોડી દે છે અને સોરી કહે છે.
પણ સુહાની ને પણ આ ગમ્યું હોય એમ તેને સહજતાથી લઈ લે છે.
હવે પ્રોગ્રામ પુરો થતાં બધા હોસ્ટેલ જાય છે. અને ફરી બીજા દિવસ થી બધા ની રુટીન કોલેજ લાઈફ શરૂ થઈ જાય છે.
* * * * *
.....એક મહિના પછી ,
વેલેન્ટાઈન ડે નજીક હોવાથી બધા ને બહુ ઉત્સાહ હતો. ત્યારે મનન આજે વિવાન ને સુહાની ને પ્રપોઝ કરી ને તેમના સંબંધો ને દોસ્તી થી વધારે કાઈ નામ આપવા માટે કહે છે.
....તે સુહાની થી ક્યારેય દુર થવા ઈચ્છતો નથી એ વાત પર થોડી વાર વિચારી ને અંતમાં વિવાન એક નિર્ણય લે છે .
શું હશે વિવાન નો નિર્ણય??? ...દોસ્તી કે પ્રેમનો એકરાર??