Dr.Riddhi Mehta

Drama Romance

5.0  

Dr.Riddhi Mehta

Drama Romance

સફરના સાથી -૩

સફરના સાથી -૩

4 mins
644


(વિવાન અને સુહાની ની દોસ્તી હવે ગાઢ બની ગઈ છે. બંને એક બીજા સાથે બહુ જ સારૂ ફીલ કરે છે.)

એક્ઝામ નજીક હતી. ઈન્ટરન્લ એક્ઝામ હતી પણ તેના માકસૅ ફાઈનલ માં ગણાતા હતા તેથી બધાં મન લગાવી ને મહેનત કરવા લાગ્યા હતા.

બંને લાયબ્રેરી માં બેસી વાંચતા એકબીજા ને ના આવડે તો શીખવતા. વિવાન ને મેથ્સ માં થોડી તકલીફ પડતી. જયારે સુહાની નુ મેથ્સ પાવરફુલ હતું.

તેથી તે વિવાન ની સાથે બેસી ને તેને શીખવતી.

એક વાર સુહાની એને એક દાખલો શીખવાડતી હતી ત્યારે વિવાન તેને એકીટશે જોઈ રહ્યો હતો. જાણે આખો તેના માં ખોવાઈ જ ગયો હતો. સુહાની એ તેને હલાવી ને પુછ્યું કે શુ થયું?

વિવાન વિચાર તો હતો કે સુહાની એની સર્વસ્વ બની ગઈ છે. તે એના વિના કેવી રીતે રહી શકશે એને તો જાણે સુહાની ની આદત જ પડી ગઈ હતી.

તેના વિનાની તો દુનિયા પણ તે વિચારી શકતો ન હતો. પણ તેની સુહાની ને કહેવાની કોઈ જ હિંમત નહોતી થતી. આથી તેણે સુહાની ને એક્ઝામની ચિંતા છે ને આમ તેમ કહી વાત ટાળી દીધી.

આમ તો વિવાન ના ગૃપ માં છ જણા હતા. મનન, કશ્યપ, શિવાની, સુહાની, અક્ષત અને વિવાન. બધા આમ તો સાથે જ રહેતા પણ મનન અને શિવાનીનુ સેટિંગ થઈ ગયું હતું. તે લોકો એકબીજા માં ખોવાયેલા હોય ને સાથે જ હોય .

કશ્યપ અને અક્ષત તો બે જણા અલમસ્ત ફરતારામ... ના કોઈ ની ચિંતા કોઈ ને મનાવવાની કે ઝઘડવાની. કારણ કે તે બંને ને કોઈ છોકરી સાથે સેટિંગ નહોતુ. આખી કોલેજ ની બધી વાતો ને સસ્પેન્સ તેમને ખબર હોય.

પણ કોણ જાણે સુહાની અને વિવાન ના રિલેશનમાં એ કાંઈ કંઈ જ નહોતા શકતા.

બંને એકબીજાને પસંદ કરે છે એવું જાણતા હોવા છતાં કોઈ તેનો સ્વીકાર નહોતું કરતું. સુહાની તો જાણે જાણી જોઈ ને મગનું નામ મરી નહોતી પાડતી.

હવે તો એક્ઝામ પણ પતી ગઈ અને બંને ના રિઝલ્ટ પણ સરસ આવી ગયા. પછી તો દિવાળી વેકેશન હતું એટલે બધા ઘરે ગયા.

બંને ફોન પર વાત કરતા પણ ઘરે હોય એટલે બહુ વાત નહોતી થતી. બંને એકબીજાને દૂર રહેવાથી વધારે મિસ કરતાં.

વેકેશન પછી તો થોડા ટાઈમ માં ડિસેમ્બર માં ડેયઝ સેલિબ્રિટ થવાના હતા.સાથે એન્યુઅલ ડે સેલિબ્રેશન પણ હતું. તેમાં સુહાની એ પાર્ટ લીધો હતો. અને વિવાન ને પણ તેના માટે કહ્યું પણ તે થોડો અચકાતો હતો કારણ કે તેને ક્યારેય આ બધા માં પાટૅ ન લીધો હતો. છતાં સુહાની ની જીદ સામે તેનુ કાઈ ના ચાલ્યું.

બંને એ એક કપલ ડાન્સમાં પાટૅ લીધો. જેમાં બીજી જોડી હતી મનન અને શિવાની. બધા સાથે પ્રેકટિસ્ કરતાં.ત્યાં એક ઓડિટોરિયમ હતું ત્યાં બધા પ્રેક્ટિસ કરતાં હોય છે.

એક દિવસ કોલેજ પછી બધાં પ્રેક્ટિસ કરીને જતાં રહે છે. વિવાન ને થોડું શીખવાનુ હોવાથી બંને હજુ ત્યાં હોય છે , ત્યાંથી બંને નીકળે છે તો થોડું અંધારું થઈ ગયું હોય છે.

વિવાન ને કોઈ નો ફોન આવે છે તો એ વાત કરતો કરતો ત્યાંથી નીકળી જાય છે.

ત્યાં સુહાની ની પાછળ બે છોકરા તેને ફોલો કરે છે તેને થોડો શક થાય છે એટલે ધીમે થી તે વિવાન ને ફોન લગાવી દે છે કારણ કે તે ત્યાંથી નીકળી ગયો હોય છે.

સામે સુહાની નો ફોન આવતા વિવાન ફોન ઉપાડી લે છે કારણ કે બંને હજુ હમણાં જ છુટા પડ્યા હતા.

પણ કોઈ સામે થી બોલતુ નથી.

હેલ્લો ....હેલ્લો ..કરીને ફોન મુકવા જાય છે ત્યાં જ તેને કોઈ છોકરાઓનો અવાજ સંભળાય છે જે સુહાનીની છેડતી કરતા હોય છે.

એ સાભળતા જ વિવાન ફોન ચાલુ રાખી ને ભાગે છે. ત્યાં જોવે છે તો બે તેમના ત્રીજા વર્ષ ના સિનિયર હોય છે.

તે વિવાન ને જોઈને તેની સાથે લડાઈ કરે છે અને કહે છે કે તારા લીધે સુહાનીનુ અમારા સાથે સેટિંગ ના થયું આજે પણ તુ વચ્ચે આવી ગયો તને નહિ છોડીએ.પણ વિવાન પછી એ લોકોને સબક શીખવાડી ને ભગાડી દે છે. આ બાજુ સુહાની તો ગભરાઈ ને સાઈડમાં ઉભી હોય છે.

પછી વિવાન તેની પાસે આવે ત્યારે તે તેને હગ કરી લે છે અને રડતી હોય છે.

તે રડતા રડતા કહે છે કે આજે તે ના આવ્યો હોત તો એનુ શું.. થાત...

વિવાન એ કહ્યું તું ચિંતા ના કર હુ તારી સાથે છું. તને કોઈ કાઈ જ નહીં કરી શકે... તને જ્યારે પણ મારી જરૂર હોય બસ મને યાદ કરજે એટલે બંદા હાજર!!!

આ સાંભળી બંને હસી પડ્યા અને આ ઘટના વિશે કોઈ ને કાઈ ન કહેવા અને ભુલી જવા સુહાનીને કહ્યુ.


શું આ ઘટના પછી સુહાની ને વિવાન માટે પ્રેમ જાગશે કે નહિ કે આમ જ તેમની દોસ્તી જ ચાલ્યા કરશે????

જાણવા માટે આગળ નો ભાગ વાચો....સફરના સાથી ભાગ-4

આપનો અભિપ્રાય જરૂર આપજો આ સ્ટોરી કેવી લાગી??Rate this content
Log in

Similar gujarati story from Drama