Dr.Riddhi Mehta

Drama Romance

5.0  

Dr.Riddhi Mehta

Drama Romance

સફરના સાથી -૧૧

સફરના સાથી -૧૧

3 mins
642


હવે સુહાની ના દીદી ને લાગ્યું કે હવે સુહાનીની બાબતમાં રાહ જોવા જેવી નથી. નહી તો બાજી હાથમાંથી જતી રહેશે તો સુહાની આખી જિંદગી ખુશ નહિ રહી શકે.

એટલે તે તરત જ તેની મમ્મીને ફોન કરે છે અને તેના પપ્પા તેમની પાસે નથીને એવું કન્ફર્મ કરીને તેને સુહાની અને વિવાનની બધી જ વાત કરે છે.

બધી વાત સાંભળીને તેની મમ્મી કહે છે તેના પપ્પા કદાચ નહિ માને પણ આપણે સાથે મળીને સુહાનીની ખુશી માટે મનાવવા જ પડશે.

આ બધી વાત થતી હોય છે ત્યારે સુહાનીનો ભાઈ તેની મમ્મીની પાછળ ઉભો હોય છે તે બધું સાભળી જાય છે પહેલાં તો તે ગુસ્સે થઈ જાય છે પણ પછી તેની મમ્મી તેને શાંત પાડે છે અને શાંતિથી બધી જ વાત કરે છે એટલે તે પણ માની જાય છે.

હવે બાકી છે બસ સુહાનીના પપ્પાને મનાવવાનું કામ !!

* * * * *

સુહાની વિવાનને અત્યાર સુધીની બધી વાત કરે છે. એટલે વિવાન તેના ઘરે સુહાનીની વાત કરે છે. તેના ઘરે તો માની જાય છે અને ખુશ થઇ જાય છે.

* * * * *

રાતે સુહાની ના મમ્મી તેના પપ્પા જમીને રૂમ માં સુવા આવે છે એટલે સુહાની ના બાળપણની વાતો કરે છે અને તે હવે કેટલી મોટી થઈ ગઈ એવું કહે છે.

એટલે સુહાની ના પપ્પા કહે છે આપણા બંને બાળકો સેટ થઈ ગયા છે સુહાની પણ આમ તો સેટલ જ છે પણ એક વાર તેના સારી જગ્યાએ મેરેજ થઈ જાય કે જ્યાં તે હંમેશાં ખુશ રહી શકે.

આ વાત સાંભળીને તેના મમ્મી કહે છે તમે જો આમ જ ઈચ્છતા હોય તો મારી વાત સાંભળો શાંતિથી. પ્લીઝ આપણી દીકરીની ખુશી માટે ગુસ્સો ન કરતાં. પહેલા પ્રોમિસ આપો.

પછી તેના મમ્મી બધી વાત કરે છે સુહાનીની. તેમણે પ્રોમિસ આપ્યું હોવાથી તે ગુસ્સો તો નથી કરતા પણ કહે છે સુહાની અહિયાં આટલા લાડકોડમાં અને પૈસાની ઝાકમઝોળ વચ્ચે મોટી થઈ છે તે વિવાન ના મિડલ ક્લાસ ફેમિલી માં કેમ સેટ થશે?? તે કેવી રીતે ખુશ રહેશે?

સુહાનીના મમ્મી : સુખી થવા માટે પ્રેમ જરૂરી છે એકબીજા માટે અને બંનેના ફેમિલી વચ્ચે.

જ્યારે આપણા મેરેજ થયા ત્યારે આપણે પણ સામાન્ય સ્થિતિમાં જ હતાને. એતો તમારી મહેનત અને આપણા નસીબથી આપણી પાસે અત્યારે કોઈ વસ્તુની કમી નથી.

સુહાનીના જીવનમાં પણ આવા દિવસો જલ્દી આવી જશે.

અને આમ પણ આપણી સુહાની ભલે આટલા લાડમા ઉછરી હોવા છતાં તે સમજુ, ઠરેલ, અને સંસ્કારી છે.

આ બધું સાભળીને સુહાનીના પપ્પા પહેલાં વિવાન અને તેના ફેમિલી ને મળવાની વાત કરે છે અને પછી નિર્ણય લેશે એવું કહે છે.

એટલે સુહાનીના મમ્મી ખુશ થઈને સુહાનીને બધી વાત કરે છે. બધા ખુશ થઈ જાય છે.

* * * * *

ચાર મહિના પછી...

વિવાન, સુહાની, અને તેના દીદી અને જીજાજી બધા ઈન્ડિયા આવે છે.

વિવાન અને તેનું ફેમિલી સુહાનીના ફેમિલીને મળે છે. સુહાનીના પપ્પા ને તે લોકો ભલે મિડલ ક્લાસના હતા પણ સરળ, સમજુ અને સંસ્કારી લાગ્યા.

અને રહી વાત વિવાનની તો એ તો હતો જ એવો એને સૌના દિલમાં જગ્યા બનાવી લીધી એટલે હવે તો વિવાનના હિટલર સસરાજી પણ માની ગયા.

થોડા દિવસમાં ધામધૂમથી સગાઈ અને એક મહિના પછી મેરેજ પણ નક્કી થઈ ગયા.

* * * * *

આજે મેરેજનો દિવસ છે. બધા સરસ તૈયાર થયા છે. એકપછી એક બધી હિંદુ વિધિ પ્રમાણે રસમ થાય છે. સુહાની અને વિવાન તેમના ફ્રેન્ડસ મનન અને શિવાનીનો ખૂબ આભાર માને છે કે તેમના મેરેજ વખતે વિવાન અને સુહાનીને સરપ્રાઈઝ આપવાના પ્લાનને કારણે જ તેઓ એકબીજાને ફરી મળી શક્યા. અને આજે સૌની સંમતિ અને ખુશી સાથે લગ્નના એક પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

લગ્નની વિધિ પતે છે. બધી વિધિ અને અંતે બધાના દુઃખ સાથે સુહાનીની વિદાય થાય છે.

* * * * *

ચાંદની રાતની શીતળતા, મંદ મંદ વહેતો પવન અને ફુલોની મનમોહક સુવાસ વચ્ચે આજે આ સુહાની અને વિવાન બે યુવા હૈયાઓ લગ્નની પહેલી રાતે હંમેશા માટે એકબીજાના થઈ રહ્યા છે.......!!!

(સંપૂર્ણ)



Rate this content
Log in

Similar gujarati story from Drama