Rayththa Viral ( R V )

Drama

5.0  

Rayththa Viral ( R V )

Drama

સફરમાં હમસફર

સફરમાં હમસફર

49 mins
768


અમેરિકાથી મુંબઈનું વિમાન આજે એક કલાક મોડુ છે આ સૂચનાની સાથે નિર્ભય એ એરપોર્ટમાં ચેક ઇન કર્યું. નિર્ભય એટલે બજાજ ગ્રુપ ઓફ કંપની ના ચેરમેન એવા નિખિલ બજાજ નો એક નો એક છોકરો.આમ તો બજાજ ગ્રુપની હેડ ઓફિસ અમેરિકા માં હતી , પરંતુ નિખિલ બજાજ મૂળ ગુજરાત ના અહેમદાબાદ ના હતા. આમ તો નિર્ભયનું પ્રાથમિક શિક્ષણ પણ અહેમદાબાદ માં જ થયું હતું પણ ત્યારબાદ નિખિલ બજાજ ને પોતાના વ્યપાર ને દેશ વિદેશ માં ફેલાવો હતો એટલે એમને પોતાના પરિવાર ની સાથે પહેલા મુંબઈ અને પછી અમેરિકા શિફ્ટ થવાનું ઉચિત લાગીયુ.આજે તેમણે જે પણ સપનું ધારિયું હતું એ દરેક સપના પૂર્ણ કરી ને સુખી નું જીવન જીવી રહ્યા હતા. આમતો ગુજરાતી આજે વિશ્વના દરેક ખૂણે જોવા મળે છે , અને કહેવાઈ છે કે વ્યાપાર ની અંદર ગુજરાતી ને પોહચવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકિન છે અને જો વ્યાપાર માં ગુજરાતીને કોઈ પહોચી શકે તો તે ગુજરાતી જ છે. કારણ ગુજરાતીના ખૂન માં જ વ્યાપાર હોય છે. પરંતુ ગુજરાતી વિશ્વના કોઈ પણ ખૂણે જતો રહે પરંતુ તે પોતાના ગુજરાતને તો ના જ ભૂલી શકે , એવુ જ કઇંક હતું નિખિલ બજાજ નું પણ. તેવો લગભગ ૨૦ વર્ષથી અમેરિકા માં રહેતા હતા પરંતુ પોતાના અહેમદાબાદ ને તેવો જરા પણ ભૂલીયા ન હતા , અને સાથે પોતાના પરિવાર ને પણ તેવો અહેમદાબાદ ભૂલવા નહતા દેતા. એટલે જ તેઓ કોઈક ને કોઈક બહાના થી પોતે , તેમની પત્ની અથવા તેમના પુત્ર નિર્ભય ને ત્રણ ચાર મહિનામાં એકાદી વખત અહેમદાબાદ ની મુલાકાત લેવાનો આગ્રહ રાખતા.

               આ વખતે અહેમદાબાદ ની મુલાકાત લેવાનો વારો હતો નિર્ભયનો અને કારણ હતું સૌથી મોટું કોન્ટ્રાક્ટ લેવાનું. બજાજ ગ્રુપ ઓફ કંપનીનુ કાર્ય હતું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાનું અને આ વખતે ડીલ કરવાની હતી રોયલ ગ્રુપ ઓફ મેમ્બર જોડે. રોયલ ગ્રુપ ઓફ મેમ્બરનો કોન્ટ્રાક્ટ લેવા દરવર્ષે લોકો પડાપડી કરતાં પરંતુ દરવખતે આ કોન્ટ્રાક્ટ કોહલી બ્રધર ને જ મળતો. કોહલી બ્રધરના કરતાં ધરતા એટલે  અભય કોહલી અને આકાશ કોહલી હતા. કોહલી બ્રધર એ અહેમદાબાદની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટની લાઇન માં બહુ મોટું નામ હતું. આમતો આ બિજનેસ બને ભાઈઓ સાથે મળી ની ચાલુ કરીયો હતો , પરંતુ થોડા જ વર્ષો પહેલા આકાશ કોહલી નું હદયરોગ ના હુમલા ના કારણે દેહાંત થઈ ગયું હતું અને હવે આ બિજનેસ અભય કોહલીની સાથે આકાશ કોહલી ની એક ની એક દીકરી પ્રિયા જોડાયેલા હતા. અભય કોહલી ને કોઈ સંતાન નહતું એટલે એમને પ્રિયા ને પોતાની દીકરીની જેમ જ રાખતા હતા. અને પ્રિયા પણ અભય ને એના પપ્પા જેટલું અથવા તેનાથી પણ વધારે માન-સન્માન આપતી.

               અભય કોહલી પ્રિયા ને વધુ પડતી ડીલ કરવાનું કહેતા કારણ હતું પોતાની લથડતી તબિયત.કોહલી બ્રધર ના આટલા નામ અને અભય કોહલીની શાખના લીધે દરવખતે રોયલ ગ્રુપ ઓફ મેમ્બર નો કોન્ટ્રાક્ટ કોહલી બ્રધર ને સહેલાઈ થી મળી જતો હતો પરંતુ આ વખતે અભય કોહલી એ પ્રિયા ને જણાવી દીધું કે પોતે આ કોન્ટ્રાક્ટમાં તેને જરા પણ મદદ નહીં કરે અને એને એકલે હાથે જ આ ડીલ કરવાની છે.

               દરેક ચેક ઇન ફોર્મલિટી પૂરી કરી ને નિર્ભય વિમાનની અંદર બેઠો , અમેરિકાની અંદર તેને ઘણી બધી ડીલ પોતાના એકલા હાથે લઈ લીધી હતી. આમ તો નિર્ભય અમેરિકા ની બહાર ઘણી વખત બિજનેસ મીંટિંગ માં જતો હતો અને ઘણી ડીલ તો તેને એકલે પોતાના હાથે લઈ લીધી હતી ,પરંતુ ભારત અને એમાં પણ અહેમદાબાદ( પોતાની માતૃભૂમી ) ની કંપની જોડે ડીલ કરવા પ્રથમ વખત તે એકલો જઈ રહિયો હતો. આમ તો દરેક વખતે જ્યાં કોઈ મોટી ડીલ કરવાની હોય ત્યાં નિર્ભય જોડે તેના પપ્પા નિખિલ બજાજ અથવા તેમનો ખાસ માણસ એવા રસીક કોહલી સાથે રહેતા જ પરંતુ આ વખતે નિખિલ બજાજ ની બગડેલી તબિયત ના લીધે નિર્ભય ને આ ડીલ ક્રેક કરવાનું કામ આપવામાં આવ્યું. પણ નિર્ભય માટે એક વાત એ સારી હતી કે રસીક કોહલી નિર્ભય જોડે હતો.રસીક કોહલી આમ તો નિખિલ બજાજ નો લંગોટિયો મિત્ર હતો. નિખિલ બજાજ અને રસીક કોહલી બને સાથે અહેમદાબાદ ની ગલિયું માં ગીલી દંડા રમી ને મોટા થયા હતા. અહેમદાબાદ થી અમેરિકા સુધી ના સંપૂર્ણ સફર માં નિખિલ બજાજ જોડે રસીક કોહલી એક પડછાયા ની જેમ ઊભો હતો.એને એટલે નિખિલ બજાજ રસીક કોહલી ને પોતાનો ભાઈ માનતા હતા અને નિર્ભય તેને રસીક કાકા.રસીક નું બિજનેસમાં દિમાગ જોરદાર ચાલતું અને ફક્ત બિજનેસ જ નહીં વ્યવહાર માં પણ રસીક કોહલી એટલા જ પારંગત હતા.એટલે જ આ વખતે નિખિલ બજાજએ રસીક ને એક ખાસ સૂચન સાથે નિર્ભય જોડે અહેમદાબાદ મુક્યા હતા.

               રોયલ ગ્રુપ ઓફ મેમ્બર નો કોન્ટ્રાક્ટ લેવા હરવર્ષે લાખો લોકો પડાપડી કરતાં હોય છે પરંતુ દરવખતે આ કોન્ટ્રાક્ટ કોહલી બ્રધર ને જ મળે છે. રસીક કોહલીએ વિમાન ની બહાર જોઈ રહેલા નિર્ભય ને કહ્યું. કોહલી બ્રધર કાકા તમારા કોઈ સગાવાહલા છે કે શું તે લોકો ..?? નિર્ભય એ કહ્યું.ના બેટા લાગતું તો નથી કારણકે હું તો તારા બાપા જોડે વર્ષોથી અમેરિકા માં રહું છું અને મને તો યાદ પણ નહીં આવતું કોઈ મારૂ કોઈ સગું વહાલું છે.પણ હા હમણાં મળતા સમાચાર મુજબ કોહલી બ્રધર ના માલિક એવા અભય કોહલી હવે બિજનેસમાં એટલો ધ્યાન આપતા નથી એમના સ્થાને તેના ભાઈ આકાશ કોહલી ની એક ની એક છોકરી આ બિજનેસ સંભાળે છે અને એ જ આ વખતે આ ડીલ લેવા માટે તત્પર છે.

               આમ તો રોયલ ગ્રુપ ઓફ મેમ્બર નો કોન્ટ્રાક્ટ દરવખતે કોહલી બ્રધર ને મળતો હતો એટલે લોકો ને હવે આ કોન્ટ્રાક્ટમાં એટલો રસ નહતો , પરંતુ જ્યારથી ખબર પડી કે બજાજ ગ્રુપ ઓફ કંપની આ કોન્ટ્રાક્ટ માટે પોતાની દાવેદારી આપવા આવી રહી છે એટલે બધા ની ઉત્સુકતા વધી ગયી કારણ હતું બજાજ ગ્રુપ ઓફ કંપનીનું નામ. અને એટલે જ પ્રિયા ને પણ વધુ ટેન્શન થઈ રહિયું હતું કારણકે આટલા વર્ષો થી આ કોન્ટ્રાક્ટ એમની કંપની ને મળતો હતો અને આ વખતે પોતે પ્રથમ વખત આ ડીલ ક્રેક કરવા જઈ રહી હતી.

               મુંબઈ એરપોર્ટ ની બાહર નીકળતા રસીક એ નિર્ભય ને કહ્યું ,બેટા તું મુંબઈથી અહેમદાબાદ ટ્રેનમાં જતો રહેજે અને હું બીજા દિવસે સવારે આવીશ મારે મુંબઈ માં થોડું કામ છે એ પતાવીને પણ કાકા હું પણ રોકાઈ જાઉં છું બેઉ સાથે જ જઇશું , નિર્ભય એ કહ્યું. ના બેટા તું જા આરામથી અને વહેલો પહોચી કોન્ટ્રાક્ટ ની માટે પ્રેજેંટેશની તૈયારી કર , હું સમયસર પહોચી જઈશ.રસીક એ કહ્યું.

       ઠીક છે પણ કાકા તમે સમયસર પહોચી જજો આ કોન્ટ્રાક્ટ બહુ મહત્વનો છે અને મારે કોઈ પણ ભોગે આ કોન્ટ્રાક્ટ ને લેવો છે કોઈ પણ ભોગે .નિર્ભય એ કહ્યું..

               બેટા તું ચિંતા ના કર કોન્ટ્રાક્ટ આપણી કંપની ને જ મળશે.તું આરામ થી અહેમદાબાદ જા અને પ્રેજેંટેશન ની તૈયારી કર.રસીક એ નિર્ભયથી છૂટા પડતાં કહ્યું..      

               આમ તો નિર્ભય વિમાન માં જ મુંબઈ થી અહેમદાબાદ જવાનો હતો પરંતુ મુશળધાર વરસાદ ના લીધે ઘણા વિમાન કેન્સલ થયા અને નિર્ભય ને ભારત ની જીવાદોરી એવા રેલગાડી ની સફર કરવાનો અવસર મળીયો. કદાચ આ વરસાદી સફર જ એને એના જીવસફર ને મેળવવા લઈ જવાનો હતો.

               આમ તો નિર્ભય ની ટ્રેન નો સમય સાંજે ૬ વાગીયા નો હતો પરંતુ વરસાદ ના લીધે ટ્રેન પણ મોડી ચાલી રહી હતી એટલે નિર્ભય પોતાના મોબાઇલ ની સાથે મુંબઈ ના બાંદ્રા ટેર્મિનલના પ્લૅટફૉર્મ પર આટા મારી રહીયો હતો. આટા મારતા મારતા એની નજર સામેના બાકડા પર બેઠેલી એક યુવતી પર પડી એના હાવભાવ પરથી લાગી રહીયું હતું કે કઇંક શોધી રહી છે.નિર્ભય એ થોડી વાર તેની સામે જોયું એટલે એને વધુ ઉત્સુકતા આવી કે આ યુવતી શું શોધી રહી છે , એક ધારૂ નિર્ભય એ યુવતી સામે જોઇ રહીયો હતો એવા માં એ યુવતી ની પણ નજર નિર્ભય સામે પડી અને બંનેની નજર એક થઈ. નિર્ભય તો બસ એ યુવતી ને જોતો જ રહીયો કેટલી સુંદર છે આ યુવતી ખુલા વાળ,આંખનું કાજળ,પીળા કલર નો એ કુર્તો હાથમાં મોટી બેગ એને જોઈ ને લાગી રહીયું હતું કે એ કોઈક મોટી કંપની માં કામ કરે છે.બે જ પળ માટે બંનેની આંખ એક થઈ જેવુ જ એ યુવતી એ નિર્ભય સામે જોયું એટલે નિર્ભયએ તરત જ આંખ ફેરવી લીધી પણ હજુ એને એ ઉત્સુકતા હતી કે આ યુવતી શોધી શું રહી છે.

               નિર્ભય એ થોડી વાર પછી પાછું તે યુવતી તરફ જોયું તે હજુ પેલા ની જેમજ કઇંક શોધી રહી હતી.નિર્ભય એ આમતેમ આજુબાજુ જોયું તો તેની નજર કાળા રંગ ના એક પર્સ પર પડી જે તે યુવતીથી થોડે દૂર પડેલું હતું તેને થયું નક્કી આ યુવતી એ પર્સ શોધી રહી છે.તેને થયું આ બહુ જ સારો મોકો છે પર્સ એને આપી અને વાતચીત શરૂ કરવાનો,અને શકય થાય તો નામ,કામ અને નંબર વગેરે પૂછવાનો.એ આ બધા ખાયલો માં ખોવાયેલો હતો એટલા માં એને જોયું કે તે યુવતીની નજર પેલા કાળા રંગ ના પર્સ પર પડી ગયી અને એને એ પર્સ ઉપાડી લીધું.નિર્ભય ને થયું આટલા વિચારો કરીયા વગર તેને તે પર્સ ઉપાડી ને આપી દીધું હોત તો બંને હમણાં સાથે એક બાકડા પર બેસી ને વાતો કરી રહીયા હોત.પછી તેને થયું થવાનું હતું તે થઈ ગયું ભગવાને એને એક મોકો આપીયો હતો પણ પોતે એ મોકાનો ફાયદો ના ઉઠાવી શકીયો.થોડી વાર થઈ એટલે નિર્ભય એ પાછું પેલી યુવતી ની સામે જોયું તે યુવતી કઇંક મોબાઇલ ની અંદર કરી રહી હતી.હજુ તો નિર્ભય એની સામે જોવે એટલી વાર માં પાછું પેલી યુવતી એ નિર્ભય ની સામે જોયું એટલે તરત નિર્ભય એ આંખો ફરાવી લીધી.નિર્ભય ને થયું હવે જો તે યુવતી સામે જોશે તો તકલીફ ઊભી ના થઈ જાય કારણકે બે વખત તે યુવતી એ નિર્ભય ને તેને જોતાં પકડી લીધો હતો.

       વરસાદના લીધે પ્લૅટફૉર્મ નંબર ૩ પર આવવાળી ભુજ – બાંદ્રા પ્લૅટફૉર્મ નંબર ૬ પર આવશે આ સૂચના સંભાળતા નિર્ભય પ્લૅટફૉર્મ નંબર ૬ તરફ ચાલી નીકળીયો થોડે ચાલ્યા પછી એને થયું ચલ ને છેલ્લી વખત પેલી યુવતી ને જોઈ લઉં આમ પણ પોતે હમણાં ટ્રેન માં બેસી જશે પછી તે કદાચ ના દેખાઈ .તો તેને તે યુવતી ને જોવા માટે પાછળ જોયું તો ત્યાં તે બાકડા પર કોઈ નહતું બેઠું,તેને આજુબાજુ પણ જોયું પણ તે ત્યાં આસપાસ ક્યાય દેખાઈ નહોતી રહી. તેને થયું તે અહિયાં થી જતી રહી હશે,હવે તેને જોવા માં તેની ટ્રેન ના છૂટી જાય એટલે તરત જ તે પાછો પ્લૅટફૉર્મ નંબર ૬ તરફ જવા ચાલી નીકળીયો.

       એ.સી. ક્લાસ નો ડબ્બો શોધતા શોધતા નિર્ભય પોતાની સીટ સુધી પહોચીયો , ત્યાં તેને જોયું કે તેની સીટ પર પેલા થી જ કોઈક બેઠું છે જેવુ તેને ત્યાં ધ્યાન થી જોયું તે જોતો જ રહી ગયો કારણકે તે વ્યક્તી બીજું કોઈ નહીં પરંતુ પ્લૅટફૉર્મ પર તેની સામે બેઠેલી પીળા રંગ ના કુર્તા વાળી તે જ યુવતી હતી.નિર્ભય કઈ પણ બોલીયા વગર તે યુવતી ની સામે વાળી સીટ પર જઇ ને બેસી ગયો.થોડી વાર તો નિર્ભય તેને જોતો જ રહીયો તેને થયું ભગવાનએ પર્સ નો મોકો છીનવિયો અને ટ્રેનમાં એક જ ડબ્બામાં સીટ રાખી ને પાછો તે જ મોકો આપી દીધો.હજુ તો તે આ બધુ વિચારી જ રહીયો હતો ત્યાં તો એક કાકા પાછળ થી રાડો પાડતા પાડતા તેના ડબ્બામાં પ્રવેશીયા કાકા કોઈક જોડે મોબાઇલ માં વાત કરી રહીયા હતા અને એ ઉમર માં પણ બહુ મોટા લાગતા હતા,એટલે નિર્ભય કઈ બોલીયા વગર તેમની સામે જોઈ રહીયો પેલી યુવતી પણ તે જ કાકા ને જોઇ રહી હતી.

       બી-૧૨ મારી સીટ નો નંબર છે કાકા ફોન મૂકી અને નિર્ભય ની સામે જોઈને બોલીયા.બી-૧૩ મારી સીટ નો નંબર છે નિર્ભય પેલા કાકા સામે અને પછી પેલી યુવતી સામે જોઈ ને બોલીયો.જેવુ નિર્ભય બી-૧૩ પેલી યુવતી સામે જોઈને બોલીયો એટલે પેલી યુવતી ને થયું કે તે નિર્ભય ની સીટ પર બેઠી લાગે એટલે તે તરત ચેક કરવા ઊભી થઈ અને એને પોતે બેઠેલી સીટનો નંબર જોયો.એટલે તેને જોયું કે તે નિર્ભય ની સીટ પર બેઠી છે અને નિર્ભય પેલા કાકા ની સીટ પર બેઠો છે.એટલે તરત તે પોતાનો સમાન લઈ ને ઊભી થઈ અને બોલી સોરી સોરી હું તમારી સીટ પર બેસી ગઈ.એટલે નિર્ભય બોલીયો નો પ્રોબ્લેમ થાય.

               ટ્રેન ચાલી અને બધા પોત પોતાની સીટ પર સેટ થઈ ને બેસી ગયા , નિર્ભય તેની સામે પેલા કાકા અને તે કાકા ની બાજુ માં પેલી પીળા રંગ ના કુર્તા વાળી યુવતી.કાકા પોતાની સાથે લાવેલા છાપા વાચવામાં પડીયા હતા ,પેલી યુવતી પોતાની સાથે લાવેલી પુસ્તક વાચી રહી હતી અને નિર્ભય પોતાના મોબાઇલ માં તો ક્યારેક પેલા કાકા સામે તો ક્યારેક પેલી યુવતી સામે જોઈ રહીયો હતો.નિર્ભય ને ગમે તેમ કરી ને પેલી યુવતી સાથે વાત કરવી હતી તેનું નામ પૂછવું હતું તે શું કરે છે ક્યાં જઈ રહી છે ક્યાથી આવી છે આવા અનેક સવાલ ના જવાબ પૂછવા હતા , પરંતુ તેને કોઈ કારણ નહતું મળી રહીયું જેનાથી તે પેલી યુવતી સાથે વાત કરી શકે. સ્ટેશન પર સ્ટેશન જઈ રહીયા હતા પરંતુ નિર્ભયની પેલી યુવતી સાથે વાત કરવાની હિમત નહોતી કરી રહીયો.તેને થયું આમ ને આમ તો અહેમદાબાદ આવી જશે અને પોતે ખાલી તેને જોવામાં ને જોવામાં પડીયો રહશે.આ બધા વચ્ચે તેને જોયું કે તે યુવતી જે પુસ્તક વાચી રહી છે તે બિજનેસ ( વ્યાપાર ) ને લગતી છે.એટલે તેને થયું નક્કી આ કોઈ બિજનેસમેન ની છોકરી છે અથવા પોતે જ બિજનેસ કરે છે.

       વાપી આવીયું એટલે પેલા કાકા એ પેલી યુવતી ને કહિયું કે બેટા તું સામે ની સીટ પર જતી રહીશ મારે થોડી વાર અહી આડું પડવું છે. ઉમરલાયક કાકા ના આ શબ્દો સાંભળી પેલી યુવતી પોતાની નાની બેગ અને પોતાની પુસ્તક લઈ ને નિર્ભય ની બાજુની સીટ પર આવીને બેઠી.નિર્ભય ને થયું હાશ હવે ચાન્સ છે કે તે યુવતી જોડે વાત કરી શકે.થોડી વાર થઈ એટલે પેલી યુવતી પોતાના બેગ ની અંદર કઇંક શોધવા લાગી , નિર્ભય પણ આ જોઈ રહીયો હતો તેને જોયું કે પેલી યુવતી ના હાથ માં હવે પુસ્તક ના બદલે મોબાઇલ હતો.તેથી તેને લાગીયું નક્કી તે મોબાઇલ ને લગતું જ કઇંક શોધી રહી છે,બની શકે તે ઇયરફોન હોય અથવા તો મોબાઇલ નું ચાર્જિંગ . અથાક શોધખોળ પછી પણ પેલી યુવતી ને તેના બેગ માથી કઈ ના મળીયું હોય તેવું નિર્ભયને એના હાવભાવ પરથી લાગી રહીયું હતું.

       પેલી યુવતી નિર્ભય ની સામે જોઈને બોલી તમારી પાસે મોબાઇલ નું ચાર્જિંગ હશે...?? એટલે નિર્ભય એ મનમાં માં કહિયું ભગવાન ખરેખર તું અદભૂત છે આજે તો તું મારા પર મહેરબાન છે.નક્કી આજે તું મારાથી ખુશ લાગે છે હજુ તો નિર્ભય આ બધા ખયાલોમાં ખોવાયેલો હતો , ત્યાં તો પેલા કાકા બોલીયા બેટા મારે પાસે એક ચાર્જિંગ છે જો કદાચ તને કામ લાગે.કિસ્મત પાછી નિર્ભયથી રૂઠી ગઈ તે પાછો વિચારવામાં પડીયો રહીયો અને કાકા ફાવી ગયા . નિર્ભય કાકા સામે જોઈને બગડીયો તેને થયું ભગવાને આ કાકા ને આ ડબ્બામાં મૂકી ને સૌથી મોટી ભૂલ કરી છે.નિર્ભય ને થયું બને વખત મોકો મળીયો અને પોતે વિચારવામાં અને વિચારવામાં પડીયો રહીયો હવે તેને નક્કી કરી લીધું જેવો કોઈ અવસર મળે એટલે તરત પોતે તે અવસર ને બે હાથે સ્વીકારી લેશે.

       વરસાદી માહોલ માં ટ્રેન પણ પોતાની ગતિ થી આગળ વધી રહી હતી ક્યારેક કોઈક વિસ્તાર માં ઠંડી તો કોઈક વિસ્તાર માં ગરમી લાગી રહી હતી.કાકા હવે લગભગ સૂઈ ગયા છે તેવું નિર્ભયને લાગીયુ , પેલી યુવતી હજુ એમની એમ પોતાની સાથે લાવેલી બિજનેસ ની પુસ્તક વાચી રહી હતી નિર્ભય પણ આખા દિવસ ની મુસાફરી ના લીધે થાકી ગયો હતો એટલે એને પણ ઊંઘ આવવાની તૈયારી હતી.નિર્ભય ને ઊંઘ આવવાની જ હતી ત્યાંતો પેલી યુવતી નો ફોન વાગીયો. હેલો પપ્પા હું સુરત પહોચી ગયી છું , સવાર સુધી અહેમદાબાદ પહોચી જઈશ તમે આરામથી સૂઈ જાવ , પેલી યુવતી એ આટલું કહી ને ફોન મૂકી દીધો . જેવુ તે યુવતી અહેમદાબાદ બોલી એટલે નિર્ભય ચમકી ગયો તેને થયું તે પણ અહેમદાબાદ જવાનો છે અને આ યુવતી પણ અહેમદાબાદ જ જવાની છે એટલે બંનેની મંજીલ એક જ છે , અને અહેમદાબાદ સુધી તો આ યુવતી સાથે આપણે કઇંક ને કઇંક તો ગોઠવી જ લેશું . આખા દિવસ નો નિર્ભય નો થાક જાણે તે યુવતી ના મોઢામાં થી અહેમદાબાદ શબ્દ સાંભળીયા માત્ર થી જ ઉતરી ગયો.ફોન રાખી પેલી યુવતી પાછું પોતે જે પુસ્તક વાચી રહી હતી તે વાચવા લાગી અને નિર્ભય હવે વિચારવા લાગીયો કઈ રીતે તે આ યુવતી જોડે વાત કરે.

       સુરત ના રેલ્વે સ્ટેશન પર ટ્રેન ઘણી વાર ઊભી રહી એટલે ઘણી વખત થી ટ્રેન માં બેસી-બેસી ને કંટાળેલા નિર્ભયને થયું કે ચલ થોડી વાર બારે પ્લૅટફૉર્મ પર ચકર લગાવી આવું આમ પણ આ યુવતી તો હવે જોતી પણ નથી અને એમાં પણ પેલા કાકાએ ચાર્જિંગ આપવાનો મોકો પણ છીનવી લીધો.નિર્ભય ઊભો થયો અને ટ્રેનની નીચે ઉતરી ને પ્લૅટફૉર્મ પર ચકર લગવા લાગીયો.થોડી વાર થઈ એટલે તેને જોયું કે એક ઉમર લાયક વડીલ પોતાનો ઘણો સમાન લઈ અને એક પ્લૅટફૉર્મ થી બીજા પ્લૅટફૉર્મ તરફ જઈ રહીયા હતા રાતનો સમય હતો એટલે એટલા કુલી પણ દેખાઈ નહતા રહીયા.નિર્ભય ને થયું ટ્રેન આમ પણ ઘણી વખત થી ઊભી છે પોતે તે વડીલ ની મદદ કરી અને જલ્દીથી ટ્રેન ચાલુ થાય તે પહેલા પાછો આવી જશે. આમ પણ તે વડીલ ની ઉમર કરતાં તેમની પાસે રહેલો સામાન ઘણો હતો , એટલે નિર્ભયે વિચારવા માં સમય ના વેડફતા તરત જ તેમની મદદ કરવાનું નક્કી કરીયું.નિર્ભય ભાગી ને તે વડીલ પાસે ગયો અને બોલીયો કાકા લાવો તમારો થોડો સામાન મને આપો હું તમને જ્યાં જવું છે ત્યાં સુધી મૂકી જાઉં.આમ પણ કાકા ક્યારના આજ રાહ જોઈ ને બેઠા હતા તેવું લાગીયુ કારણકે જેવુ નિર્ભયે આવું કહીયું એટલે તરત પેલા કાકા એ તેને પોતાનો ખાસો એવો સામાન આપી દીધો.હવે નિર્ભય અને પેલા કાકા ધીરે ધીરે કાકાને જે પ્લૅટફૉર્મ પર જવું હતું ત્યાં ચાલવા લાગીયા , થોડે સુધી તેવો ચાલીયા એવામાં પાછળ થી ટ્રેન નો અવાજ સંભળાયો.નિર્ભયે પાછળ ફરી ને જોયું તો તે તેની જ ટ્રેન નો અવાજ હતો , નિર્ભય ને થયું કે હવે તેની ટ્રેન ઉપાડવા જઈ રહી છે તે જલ્દી થી કાકા ને જે પ્લૅટફૉર્મ પર જવું હતું ત્યાં દોડવા લાગીયો.

       ડબ્બા ની અંદર બેઠેલી પેલી પીળા રંગ ના કુર્તા વાળી યુવતી ને પણ થયું કે અહીયાં બેઠેલો યુવાન હજુ સુધી આવીયો નહીં કારણકે તેને નિર્ભય ને ટ્રેન ની નીચે ઉતરતા જોયો હતો.

       નિર્ભય જલ્દી થી કાકા નો સામાન પ્લૅટફૉર્મ પર છોડી અને ટ્રેનની તરફ ભાગીયો , ટ્રેન થી ઉતરતા સમયે તેને નહતો પોતાનો મોબાઇલ સાથે લીધો હતો અને નહતો પોતાનું પાકીટ જેમાં તેને પોતાના કાર્ડ અને પૈસા રાખ્યા હતા.ટ્રેન હવે ધીરે ધીરે ચાલવા લાગી હતી એટલે નિર્ભયે પોતાની ગતી વધુ તેજ કરી.નિર્ભય જલ્દીથી ટ્રેન તરફ ભાગીયો પણ ટ્રેન હવે પોતાની ગતિ વધારી રહી હતી. નિર્ભય નો ડબ્બો નિર્ભય થી ઘણો દૂર થતો હતો એટલે નિર્ભય હવે તે ડબ્બા ની પાસે પહોચવા માટે વધુ ઝડપ થી ભાગી રહીયો હતો , પરંતુ નિર્ભય ની ઝડપ કરતાં તે ટ્રેન ગતિ વધારે હતી અને નિર્ભય ની ટ્રેન છૂટી ગઈ.

       સુરત ના રેલ્વે સ્ટેશન પર નિર્ભય પરસેવે રેબજેબ થઈ ને બાકડા પર બેસી ગયો , તેને કઈ સમજાઈ નહતું રહીયું કે હવે તે શું કરે કારણકે ના તો તેની પાસે મોબાઇલ હતો નહતો તેની પાસે પૈસા હતા કે તે અહેમદાબાદ સુધી જઈ શકે.અને ઉપર થી તે સુરત ની અંદર કોઈ ને જાણતો પણ નહતો.અને તેને એમ પણ થઈ રહિયું હતું કે તેનો સમાન તેના પૈસા તેનો મોબાઇલ તેનું તે લેપટોપ જેમાં તેને કોન્ટ્રાક્ટ માટે થઈ ને જે પ્રેજેંટેશન બનાવીયું હતું આ બધુ જ તે ટ્રેન માં જ રહી ગયુ.અને પેલી યુવતી જેને તે મુંબઈ ના સ્ટેશન થી જોતો આવતો હતો તે પણ તે જ ટ્રેન ની સાથે જતી રહી , તે યુવતી ક્યાથી આવી રહી છે ક્યાં જવાની છે શું કરે છે અરે એનું નામ પણ શું છે એ પણ તે નહતો જાણતો,હવે તે કઈ રીતે અને ક્યાં તેને શોધશે.આ બધા સવાલો એના મગજ માં એક પછી એક આવી રહીયા હતા તેને કઈ સમજાઈ નહતું રહીયું કે હવે તે શું કરે ક્યાં જાઈ..??

       એવા માં પાછળ થી અવાજ આવીયો કે આ પાણી પીયો અને આ રાખો રૂમાલ અને પોતાની પરસેવા થી ભરેલું મોઢું લૂછી લો , તમારી ચાલી ગયેલી ટ્રેન તમને પાછી મળી જશે.તમે કોઈ ની મદદ કરો તો ભગવાન પણ તમારી મદદ કરે જ. નિર્ભયે મોઢું ઊચું કરી ને જોયું તો એક યુવતી પાણીની બોટલ હાથ માં રૂમાલ અને પોતાની મોટી કાળા રંગ ની બેગ લઈ ને તેની સામે ઊભી હતી.નિર્ભય ભાગી ને બહુ થાકી ગયો હતો એટલે તરત જ તેને તે યુવતી ના હાથ માથી પાણી ની બોટલ લઈ લીધી અને ગટગટાગટ પી ગયો. રૂમાલ લઈ અને તેને પોતાનું મોઢું લૂછિયું.અને થોડી વાર ક્ષ્વાસ લઈ અને પેલી યુવતી ને સામે જોઈ અને પૂછીયું કે તમે કોણ છો અને તમને કેમ ખબર મારી ટ્રેન છુટ્ટી ગઈ છે અને મને એ હવે મળી પણ જશે.

       ચિંતા નહીં કરો તમે જ્યારે ટ્રેન થી નીચે ઉતરીયા અને પેલા કાકા ની મદદ કરી રહીયા હતા હું આ બધુ જોઇ રહી હતી.અને જ્યારે તમારી ટ્રેન ચાલતી થઈ ત્યારે હું તમને બૂમો પાડીને બોલાવી રહી હતી , પણ બની શકે ટ્રેન ના અવાજ ના લીધે તમે મને સાંભળી નહોતા શકતા.

તમારું નામ ..? નિર્ભયે તે યુવતી ને સામે જોઈ ને કહીયું.

મારૂ નામ પ્રિયા કોહલી છે.... પેલી યુવતી એ કહીયું.

તમે ક્યાંથી આવીયા છો અને ક્યાં જવાના છો , તમે ટ્રેન ની નીચે શા માટે ઉતરીયા,અને તમારું નામ શું છે..? પ્રિયા એ નિર્ભય ની બાજુ માં રહેલી ખાલી જગીયા પર બેસતા નિર્ભય ને પૂછીયું.

               મારૂ નામ નિર્ભય બજાજ છે હું મુંબઈ થી અહેમદાવાદ જઈ રહીયો હતો.ટ્રેન ઘણી વાર થી સુરતના સ્ટેશન પર ઊભી હતી એટલે મને થયું થોડી વાર પ્લૅટફૉર્મ પર ચકર લગાવીને ફ્રેશ થઈ જાઉં.એવામાં પેલા કાકા દેખાયા , કાકા ઉમરલાયક હતા અને એમની પાસે સમાન ઘણો હતો,એટલે મને થયું એમની મદદ કરું પરંતુ મને નહતી ખબર કે એમની મદદ કરવામાં મારી ટ્રેન છૂટી જશે અને મને જ મદદ ની જરૂર પડી જશે . નિર્ભયે પ્રિયા ને રૂમાલ પાછો આપતા કહિયું.

તમે અહેમદાવાદ જહી રહીયા છો ..?? પ્રિયાએ નિર્ભય ને ઉત્સુકતા થી પૂછીયું.

હા હું અહેમદાવાદ જ જહી રહીયો છું કેમ ..? નિર્ભયે કહિયું.

સરસ તો તો કોઈ પ્રોબ્લેમ જ નથી . હું પણ અહેમદાવાદ જ જહી રહી છું તમે મારી જોડે અહેમદાવાદ ચાલો આમ પણ મારી ટ્રેન હમણાં આવશે.

તમારી સાથે કઈ રીતે ચાલી શકું તમારી પાસે તો તમારી ટિકેટ હશે અને મારી પાસે તો હમણાં પૈસા પણ નથી કે હું ટિકિટ લઈ શકું.

અરે ટિકિટ લેવાની જરૂર જ નથી મારી પાસે એક ટિકિટ એકસ્ટ્રા છે.પ્રિયાએ કહિયું

એકસ્ટ્રા ટિકિટ છે હું કઈ સમજીયો નહીં , તમે બે ટિકિટ લઈ ને મુસાફરી કરો છો.નિર્ભયે આશ્ચર્યથી પ્રિયાને પૂછીયું.

       ના એવું નથી હું મૂળ તો અહેમદાવાદ ની જ છું અને વર્ષો થી ત્યાં જ રહું છું.અહેમદાવાદમાં મારા બાપા(પપ્પા ના મોટા ભાઈ) નો બહુ મોટો બિજનેસ છે જે આખા ભારત અને ખાસ કરીને ગુજરાત માં બહુ ફેલાયેલો છે.હમણાં એમની તબિયત બરાબર રહેતી હોવાથી હવે હું આ બિજનેસ એમના માર્ગદર્શન હેઠળ સંભાળું છું.આજે સુરત માં એક કામ માટે થઈ ને હું અને મારા ઓફિસનો એક માણસ આવીયા હતા.કામ તો થઈ ગયું પરંતુ ઓફિસ ના માણસ ના કોઈ સબંધી જે મુંબઈમાં રહે છે એમની તબિયત અચાનક બહુ બગડી ગઇ એટલે તેને મુંબઈ જવું પડીયું.અમે ટિકિટ પેલા થી જ બૂક કરાવી લીધી હતી અને એમનું છેલ્લી ઘડીએ જવાનું નક્કી થયું એટલે અમે ટિકિટ કેન્સલ ના કરાવી શકીયા.હું મારી ટ્રેન ની રાહ જોતી હતી ત્યાં મે તમને પેલા કાકા ની મદદ કરતાં જોયા અને જોયું કે એમની મદદ કરવામાં તમારી ટ્રેન છૂટી ગઈ.પ્રિયા એ નિર્ભયને પોતાની ટિકિટ બતાવતા કહીયું.

       તમારો ખૂબ ખૂબ આભાર મને તો બહુ ચિંતા થઈ હતી કે હું કઈ રીતે અને કેમ કરીને અહેમદાબાદ પહોચીશ,નહતો હું સુરતમાં કોઈ ને ઓળખું છું નહતો અમારા કોઈ સબંધી મિત્ર કે સાગવાહલા સુરત માં રહે છે.ખરેખર તમે મારી અડધી ચિંતા દૂર કરી દીધી.બસ હવે એક જ ચિંતા છે કે મને મારો સમાન મારો મોબાઇલ અને લેપટોપ મળી જાય તો સારું.નિર્ભય નિરાશ થતાં થતાં બોલીયો.

       તમારો સમાન , લેપટોપ અને મોબાઇલ ક્યાય પણ નહીં જાય તમે મને તમારી સીટ નો નંબર આપો એટલે હું અહેમદાબાદના રેલ્વે સ્ટેશન પર તમારો સમાન ઉતરાવી દઇશ.પ્રિયાએ નિર્ભય ને આશ્વાસન આપતા કહીયું . બી-૧૩ મારી સીટ નો નંબર છે , અને મારૂ બેગ બ્લેક કલર નું છે.નિર્ભયે પોતાના સમાન ની બધી વીગત પ્રિયા ને જણાવી પ્રિયાએ તરત જ અહેમદાબાદમાં પોતાના માણસ ને ફોન કરિયો અને એને જણાવી દીધું કે અહેમદાબાદ ના સ્ટેશન પર જઇને આ સમાન ઉતારવાનો છે અને એને એ પણ જણાવી દીધું કે સ્ટેશન પર જઇને તે ટ્રેન માં જે ટી.સી. છે તેમના જોડે સંપર્ક કરી ને આ સમાન બરોબર રીતે અહેમદાબાદ સુધી પહોચાડી દે.

       આ બધુ નિર્ભય જોઈ રહીયો હતો એટલે એને થઈ ગયું નક્કી આ અહેમદાબાદ ની અંદર નામી વ્યક્તિ છે.એટલે જેવો પ્રિયા નો ફોન પતયો એટલે તરત નિર્ભય બોલિયો કે તમારૂ શેનું કામકાજ છે અહેમદાબાદ ની અંદર.હજુ તો પ્રિયા પોતાના બિજનેસ વિષે જણાવે ત્યાંતો સૂચના થઈ કે પ્લૅટફૉર્મ નંબર ૪ પર આવવા વાડી ટ્રેન જે અહેમદાબાદ જવાની છે તે વરસાદ ના લીધે પ્લૅટફૉર્મ નંબર ૬ પર આવશે.આ સૂચન થતાં બને જણા ઊભા થયા અને પ્લૅટફૉર્મ નંબર ૬ તરફ ચાલી નિકળીયા.ચાલતા ચાલતા નિર્ભય ને એક જ સવાલ મગજમાં આવીયો કે સમાન , ટ્રેન , લેપટોપ તો મળી જશે પરંતુ પેલી પીળા રંગ ના કુર્તા વાળી એ યુવતી કદાચ હવે તેને ક્યારે નહીં મળે.

       સુરત ના સ્ટેશન માથી ટ્રેન ધીરે ધીરે હવે અહેમદાબાદ તરફ ચાલી રહી હતી , બારી ની બહાર જોતાં જોતાં નિર્ભય ગાઢ નિંદ્રા માં સૂતેલા સુરત ને જોઈ રહીયો હતો.વરસાદ ના લીધે રસ્તા ભીના હતા ક્યાક ભીની રેતી ની સુંગંધ તો ક્યાક રોડ લાઇટ ના લીધે ભીના થઈ ગયેલા રસ્તા ચમકી રહીયા હતા.આ બધા વચ્ચે નિર્ભયે જોયું કે પ્રિયા લેપટોપ ની અંદર ક્યારની કઇંક કરી રહી હતી અને એના લીધે એના ચહેરા પર કઇંક અજીબ જ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી અને એના હાવભાવ પર થી લાગી રહીયું હતું કે લેપટોપ માં કોઈ એવી વસ્તુ કરી રહી છે જે એને સમજ નથી આવી રહી , કારણકે એને જ્યારથી લેપટોપ ચાલૂ કરીયું હતું તેને ૪ થી ૫ વખત કોઈ ને ફોન કરી અને પૂછી રહી હતી કે કઈ ફાઇલ ક્યાં રાખવાની છે , પ્રેજેંટેશની અંદર ક્યાં કઈ વસ્તુ રાખવાની છે આવા અનેક સવાલો વારે ઘડીએ ફોન કરી અને પૂછી રહી હતી .એટલે નિર્ભયે પ્રિયા ને કહીયું કે કોઈ ચિંતા જેવી વાત હોય જે તમને સમજ ના આવતી હોય તો મને કહેજો મે કમ્પ્યુટર માં જ અભ્યાસ કરેલો છે અને મને ખાસું એવું કમ્પ્યુટર નું જ્ઞાન પણ છે.આ જોઈ પ્રિયાએ નિર્ભયને પોતાનું લેપટોપ આપીયૂ અને જેવુ નિર્ભયે લેપટોપ હાથ માં લીધું એની આંખ મોટી થઈ ગઈ.

       નિર્ભયે લેપટોપ માં જોયું કે પ્રેજેંટેશની અંદર પહેલું જ નામ મોટા અક્ષર થી લખેલું હતું “ કોહલી બ્રધર “ . નિર્ભયને તરત જ યાદ આવીયું કે તેના રસીકકાકા એ એને જણાવીયુ હતું કે રોયલ ગ્રુપ ઓફ મેમ્બરનો કોન્ટ્રાક્ટ દરવખતે કોહલી બ્રધર ને જ મળે છે. એટલે તરત નિર્ભયે પ્રિયા ને પૂછીયું કે તમે કોહલી બ્રધર કંપની માં કામ કરો છો.એટલે પ્રિયા થોડી હસી અને પછી કહીયું ના હું કોહલી બ્રધરની માલકીન છું.મારા પપ્પા અને બાપાએ જ આ કોહલી બ્રધર ને ચાલુ કરી હતી અને આજે આ કંપની ફકત અહેમદાબાદ માં જ નહીં પરંતુ ગુજરાત ના અરે ગુજરાત શું ભારત ના દરેક ખૂણે ફેલાયેલી છે.આજે હું આ કંપની ની જે શાખ વર્ષો થી ફેલાયેલી છે એને ટકાવી રાખવા અને એને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહી છું.નિર્ભય આ બધુ સાંભળીને સાવ સ્તબદ્ધ થઈ ગયો હતો તેને સમજાય નહતું રહીયું એ શું કરે..! જો એ પ્રિયા ને સાચું કહેશે કે તે એની જ પ્રતિસ્પર્ધી કંપની જે તેની સામે માર્કેટ માં તેની વિરુદ્ધ દાવેદારી આપવા આવી રહીયું છે એનો માલિક છે તો કદાચ એ એની મદદ નહીં લેશે.

       અને પ્રિયા જેણે તેને કોઈ પણ ઓળખાણ વગર આટલી મદદ કરી પોતાનો સમાન એને પાછો અપાવિયો જે ટ્રેન એની છૂટી ગઈ હતી એને પોતાની ટિકિટ થી અહેમદાબાદ સુધી પહોચાડીયો આટલી સારી રીતે માન-સન્માન આપીયૂ જો તે એની મદદ નહીં કરે એ પણ એક મામૂલી કોન્ટ્રાક્ટ માટે થઈને તો કદાચ પોતે ક્યારે પોતાને માફ નહીં કરી શકે.એટલે નિર્ભયે નિર્ણય લીધો કે તે પ્રિયા ને કહી પણ નહીં જણાવે અને તેની મદદ કરશે.

       નિર્ભય પ્રેજેંટેશન બનાવવામાં વ્યસ્ત થઈ ગયો એને ધ્યાન જ ન રહીયું કે ક્યારે અહેમદાબાદ પોહચવા આવી ગયા.આખું પ્રેજેંટેશન નિર્ભયે પ્રિયા ને બનાવી આપીયૂ પ્રિયાએ જ્યારે આ પ્રેજેંટેશન જોયું તે તો સ્ત્ભદ જ થઈ ગયી.કારણકે તેને આટલા કોન્ટ્રાક્ટ પોતે લીધા પરંતુ આટલું સરસ અને આટલું આકર્ષણ વાળું પ્રેજેંટેશન તેને ક્યારે જોયું નહતું.જેવુ તેણે આખું પ્રેજેંટેશન જોયું એટલે તેણે વિશ્વાસ થઈ ગયો કે હવે આ વખતે કોઈ ની તાકાત નથી કે રોયલ ગ્રુપ ઓફ મેમ્બરનો કોન્ટ્રાક્ટ કોહલી બ્રધર પાસેથી લઈ શકે.

       બહુ જ સુંદર જબરદસ્ત અરે તમે તો પ્રેજેંટેશન બનવામાં માસ્ટર લાગો છો , ખરેખર મારી આખી જિંદગીમાં મે આટલા કોન્ટ્રાક્ટ આટલી ડીલ ક્રેક કરી છે પરંતુ આવું પ્રેજેંટેશન મે ક્યારે નથી જોયું ખરેખર તમે અદભૂત છો.પ્રિયા બહુ જ ખુશ થતાં થતાં નિર્ભયને આ જણાવી રહી હતી.અને નિર્ભય ખુબ જ ટેન્શન માં જહી રહીયો હતો તેને સમજાઈ નહતું રહીયું કે તેને આ પ્રેજેંટેશન બનાવીને યોગ્ય કરીયું છે કે નહીં.

       આ બધા સવાલો માં નિર્ભય ખોવાયેલો હતો ત્યાં પ્રિયાએ એક સવાલ પૂછીયો અને નિર્ભય ચોકી ગયો.સવાલ હતો તમે કઈ કંપની ના માલિક છો..?

       નિર્ભય થોડી વાર વિચારમાં પડી ગયો તેને સમજાઈ નહતું રહીયું કે તે શું કરે સાચું જણાવે તો પણ તકલીફ અને ખોટું બોલશે તો આજે નહીં તો કાલે જ્યારે પણ પ્રિયા ને સાચું ખબર પડશે ત્યારે તે એને માફ નહી કરે.હજુ નિર્ભય આ બધુ વિચારી રહીયો હતો ત્યાં પ્રિયા નો ફોન વાગીયો.

       સમાન,લેપટોપ અને મોબાઇલ અમે ટ્રેન માથી બરાબર રીતે લઈ લીધા છે અમે સ્ટેશન પર ઊભા છીએ ,કોઈએ ફોન પર પ્રિયાને આ વાત જણાવી.સારું બસ અમે પણ હમણાં અહેમદાબાદ પોહચી જઈશું. પ્રિયાએ આટલું કહી ને ફોન મૂકીયો.

       બસ હવે નિર્ભય ને એક જ ચિંતા થઈ રહી હતી કે જ્યારે પ્રિયાને એના વિષે ખબર પડશે ત્યારે શું થશે.નિર્ભય વિચારી રહીયો હતો કે તેની હમણાં સુધીની જિંદગી માં આવો અદભૂત સફર ક્યારે પણ નહતો કરીયો. આ સફરમાં તેણે ઘણા બધા અનુભવ થયા અને એક મહત્વની વાત જાણવા પણ મળી કે ગુજરાતી લોકો એકબીજા માટે કેટલું કરી શકે છે ઓળખાણ ન હોવા છતાં પ્રિયા તરફથી આટલી મદદ અને પોતે જાણતો હતો કે પ્રિયા એની પ્રતિસ્પર્ધી છે છતાં એના તરફ થી પ્રિયા ને મદદ એને એની જિંદગી નો બહુ જ યાદગાર અનુભવ થયો હતો , જે એને આખી જિંદગી યાદ રહેવાનો હતો.પરતું આ સફર માં હજુ ઘણું જોવાનું બાકી હતું જે નિર્ભય માટે અહેમદાબાદ માં રાહ જોઈ ને બેઠું હતું.



       પોતાના સમાનની સાથે નિર્ભયે અહેમદાબાદની હોટેલ માં ચેક ઇન કરીયું , આખા દિવસ ના થાક ના કારણે નિર્ભય હવે સાવ થાકી ગયો હતો જતાં ની સાથે જ તેણે ઊંઘી જવાનું નક્કી કરીયું.પરતું એટલી સહેલાઇથી ક્યાં તેણે ઊંઘ આવવાની હતી.સ્ટેશન પર થી છૂટી પર થી વખતે પ્રિયાએ નિર્ભય ને પોતાનું કાર્ડ આપીયૂ અને કહીયું કે જો પોતે અહેમદાબાદ માં હજુ થોડા દિવસ રોકાયેલો હોય તો મળવાનું અને સાથે સમય પસાર કરવાનું ગોઠવે . નિર્ભય હવે એક જ ચિંતા માં હતો કે કાલે જ્યારે રોયલ ગ્રુપ ઓફ મેમ્બરના કોન્ટ્રાક્ટ ની મીંટિંગ માં પ્રિયા તેણે જોશે ત્યારે શું થશે કઈ રીતે એની આંખ ની સાથે આંખ મીલાવી શકશે.આ બધા વિચારો માં તેણે એક એ પણ વિચાર આવી રહીયો હતો કે પેલી પીળા રંગ ના કુર્તા વાળી યુવતી હવે તેણે તે કદાચ ક્યારે પણ નહીં મળે શકે.જો પોતે સુરત ના સ્ટેશન પર ન ઉતરિયો હોત તો આ બધી મગજમારી જ ઊભી ન થાત નહતો પ્રિયા સાથે મુલાકાત થાત નહતો પેલી પીળા રંગ ના કુર્તા વાળી યુવતીથી છૂટા પડત.આ બધા વિચારો વચ્ચે આખા દિવસ માં સફર કરી ને આવેલો નિર્ભય સૂઈ ગયો.

       બેટા મુંબઈ માં બહુ જ વરસાદ છે હું આજે કોઈ પણ ભોગે અહેમદાબાદ નહીં પોહચી શકું..!!! રસીક એ નિર્ભય ને ફોન પર આ જણાવીયુ.

       કાકા તમે નહીં આવો તો આ કોન્ટ્રાક્ટ આપણે કઈ રીતે મેળવીશું.તમારા વગર હું કહી રીતે આ ડીલ કરીશ કાકા તમે કહી પણ કરી ને આજે અહેમદાબાદ આવી જાઓ બસ. નિર્ભયે રસીક ને કહીયું.

       બેટા હું સમજુ છું પણ મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે જે રીતે તું બીજી બધી ડીલ સહેલાઈ થી મેળવી લે છે એમ આ ડીલ આ કોન્ટ્રાક્ટ પણ આપણી કંપની ને અપાવીને જ રહીશ.અને મે તારું પ્રેજેંટેશન જોયું છે આપણાં આ પ્રેજેંટેશન અને આ કિમત ની સાથે રોયલ ગ્રુપ ઓફ મેમ્બર આપણને જ આ કોન્ટ્રાક્ટ આપશે એ નક્કી છે . તું ખાલી હીમત રાખ અને ચિંતા ના કરીશ અને ફોન તો છે જ , જો કઈ પણ એવું લાગે તો તું મને ફોન કરી લેજે.રસીકએ નિર્ભય ને આશ્વાસન આપતા ફોન મૂકીયો.

       નિર્ભય માટે હવે તકલીફ વધી રહી હતી કારણકે તેને પ્રિયાની કંપનીના ભાવ જોયા હતા , અને એ જાણતો હતો કે એની સામે પોતાની કંપની ના ભાવ સાવ નીચા છે . એટલે સ્વાભાવિક વાત હતી કે રોયલ ગ્રુપ ઓફ મેમ્બર નિર્ભય ની કંપની ને જ આ કોન્ટ્રાક્ટ આપશે.પરંતુ નિર્ભય ને હવે ડર એ વાતનો હતો કે જ્યારે પ્રિયા ને ખબર પડશે કે પોતે બજાજ ગ્રુપ ઓફ કંપની નો માલિક છે અને આ એજ કંપની છે જે વર્ષો થી મળતા આવી રહેલા એમના કોન્ટ્રાક્ટ ને છીનવી રહી છે એ પણ ઓછી કિમત ના લીધે એટલે પ્રિયા ને એમજ થશે કે નિર્ભયે ટ્રેન માં પ્રેજેંટેશન બનાવતી વખતે કોહલી બ્રધર ની કિમત જોઈ ને પોતાની કંપની ના ભાવ ઘટાડી નાખીયા અને પ્રિયા જોડે છેતરપિંડી કરી .

       એટલે હવે નિર્ભયે એક વાત નો નિર્ણય કરિયો કે તે પ્રેજેંટેશન માં બદલાવ કરશે અને પોતાની કંપની ના ભાવ પ્રિયા ની કંપની ના ભાવ કરતાં વધારી નાખશે એટલે સહેલાઈથી આ કોન્ટ્રાક્ટ પ્રિયા ની કોહલી બ્રધર કંપની ને જતો રહે , જેથી પ્રિયા તેના માટે કહી પણ ઊલટું ના વિચારે.આ નિર્ણયની સાથે તે રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની મીટિંગ માં જવા નિક્ળયો.

       નિર્ભય મીટિંગ ના સ્થળ પર પહોચી ગયો તેણે જોયું કે મીટિંગ હૉલ માં અહેમદાબાદ , ગુજરાત અને ભારત ની ઘણી બધી કંપની ના લોકો આ કોન્ટ્રાક્ટ લેવા માટે પોતાની દાવેદારી આપવા આવિયાં હતા.આખા મીટિંગ હૉલ માં નિર્ભય પ્રિયા ને શોધી રહીયો હતો કારણકે તેણે નક્કી કરીયું હતું કે જ્યાં સુધી તેની કંપની નો વારો નહીં આવે તે ત્યાં સુધી પ્રિયા થી છુપાઈ ને રહશે.

       બધા લોકો પોતપોતાની જગીયા પર બેસી જાઓ આપણે થોડી જ વાર માં આ મીટિંગ શરૂ કરીશું , રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કોર કમિટી જે નક્કી કરશે કે આ કોન્ટ્રાક્ટ કઈ કંપનીને જશે તે બસ હમણાં આવી જ રહી છે.આ કમિટી માં કુલ ૩ જણા છે અને આ કમિટીની અધિયક્ષ એટલે શિવાની ગોયલ જેમણે હાલ માં જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ની અંદર પોતાની અદભૂત કામગીરી અને બાહર ના દેશો સાથે સ્પષ્ટ નીતિ થી બિજનેસ કરવા બદલ યૂથ આઇક્કોન ઓફ થ યર મેળવી ને આવેલા છે તે પણ હમણાં થોડી જ ક્ષણો માં આવી રહીયા છે ..જેવુ આવી આ સૂચન પતીયું એટલે નિર્ભયે જોયું કે પ્રિયા પણ ત્યાં આવી ગઈ છે અને તેણે પોતાનુ સ્થાન લઈ લીધું છે એટલે નિર્ભય તેની કંપની ના માણસો ની સાથે પ્રિયા થી થોડે દૂર જહી ને બેઠો કારણકે તેણે પ્રિયા નો સામનો નહતો કરવો.

       બધા લોકો જેની રાહ જોઈ રહીયા હતા એવા રોયલ ગ્રુપ ઓફ મેમ્બર મેમ્બરની કોર કમિટી આપણી વચ્ચે ઉપસ્થિત છે.એટલે દરેક જણ પોતાની જગીયા પર ઊભા થઈ ગયા. અને આવી રહેલી કોર કમિટી ને જોઈ રહીયા હતા એવામાં નિર્ભયે જોયું કે આ કોર કમિટીની અધિયક્ષ બીજું કોઈ નહીં પરંતુ તેણે બાંદ્રા રેલ્વે સ્ટેશન પર મળેલી અને તેની સાથે ટ્રેન માં સાથે આવેલી એ જ પીળા રંગ ના કુર્તા વાળી યુવતી છે જેનું નામ શિવાની ગોયલ છે.નિર્ભય ની આંખો તો બસ તેણે જ જોહી રહી હતી તેણે સમજાઈ નહતું રહીયું કે તે કઈ રીતે ભગવાનનો આભાર વ્યકત કરે.પીળા રંગ ના કુર્તા કરતાં આજે શિવાની ફુલ ફોરમલ કપડામાં વધુ સુંદર દેખાઈ રહી હતી.તે મીટિંગ હૉલ માં ઉભેલા દરેક વ્યકતી શિવાનીને જ જોઈ રહી હતી , શિવાની એક અલગ જ વલણ સાથે તે મીટિંગ હૉલ માં પ્રવેશી રહી હતી.આ બધા વચ્ચે નિર્ભય હવે વધુ ટેન્શન માં આવી રહીયો હતો કારણકે જો તેણે શિવાની સામે પોતાની છાપ પાડવી હોય તો કોઈ પણ ભોગે આ કોન્ટ્રાક્ટ લેવો પડશે.પરંતુ નિર્ભયે પેલા થી જ પોતાના પ્રેજેંટેશન માં બદલાવ કરી ચૂકિયો હતો એટલે હવે તેણે નક્કી કરીયુ કે જેવી ભગવાનની મરજી પોતે આ કોન્ટ્રાક્ટ પ્રિયા ની કંપનીને જ અપાવશે.

       મીટિંગ શરૂ થઈ દરેક કંપની વારા ફરતી પોતાનું પ્રેજેંટેશન બતાવી રહી હતી અને કોર કમિટી પણ દરેક પ્રેજેંટેશન ને બહુ જ ધ્યાનથી જોઈ રહી હતી.

       હા તો મિત્રો હવે વારો છે દરવખતે જે કંપની આ કોન્ટ્રાક્ટ લઈ જાય છે તે કંપનીનો એ એટલે કે કોહલી બ્રધરનો.કોહલી બ્રધર ની માલકીન પ્રિયા કોહલી હવે પોતાની કંપની નું પ્રેજેંટેશન આપણે બધા ને બતાવશે.નિર્ભય,રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કોર કમિટી,શિવાની અને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પ્રિયા નું પ્રેજેંટેશન નિહાળી રહીયા હતા.જેવુ પ્રેજેંટેશન પતીયું એટલે બધા બસ જોઈ જ રહીયા કારણકે પ્રેજેંટેશન એકદમ અદભૂત અને જોરદાર હતું ઉપર થી કોહલી બ્રધર ના ભાવ બધા કરતાં વ્યાજબી અને યોગ્ય હતા.એટલે હવે બધા ને લાગવા લગીયું હતું કે આ વખતે પણ કોહલી બ્રધર આ કોન્ટ્રાક્ટ લઈ જશે.પરંતુ અમુક લોકો બજાજ ગ્રુપ ઓફ કંપની ના પ્રેજેંટેશન ની રાહ જોઈ રહીયા હતા કારણકે જેવુ બજાજ ગ્રુપ ઓફ કંપની નું નામ છે તે એટલી સહેલાઈથી આ કોન્ટ્રાક્ટ કોહલી બ્રધર ને લેવા નહી દે.

       તો આ વર્ષ નું નું છેલ્લું પ્રેજેંટેશન એ એટલે કે બજાજ ગ્રુપ ઓફ કંપની જે અમેરિકા થી અહિયાં પોતાની દાવેદારી રજૂ કરવા આવી છે તેનું છે. બજાજ ગ્રુપ ઓફ કંપની ના માલિક એવા નિર્ભય બજાજ આ પ્રેજેંટેશન આપણી સમક્ષ રજૂ કરશે.જેવો નિર્ભય સ્ટેજ પર પોતાનું પ્રેજેંટેશન બતાવવા ઉપર ચડિયો પ્રિયાના તો મોતિયા જ મરી ગયા કારણકે નિર્ભય એ જ વ્યકતી હતી જેને પ્રિયા ને તેની કોહલી બ્રધર કંપની માટે પ્રેજેંટેશન બનાવી આપીયુ હતું.અને હવે પ્રિયા ને એ વાત ની ખાતરી થઈ ગઈ હતી કે આ કોન્ટ્રાક્ટ એના હાથ માથી ગયો કારણકે નિર્ભય તેની કંપનીની નક્કી કરેલી કિમત જાણી ગયો હશે , અને તેણે પોતાનું પ્રેજેંટેશન એ મુજબ જ બનાવીને એમાં એની કંપની કિમત કરતાં ઓછી કિમત રાખી હશે.પ્રિયા ને કઈ સમજાઈ નહતું રહીયું કે આ શું થયું એની જોડે , બે ઘડી પેલા એ બહુ ખુશ હતી કે આ કોન્ટ્રાક્ટ પાછો એને મળી ગયો અને હવે જ્યારે નિર્ભય સ્ટેજ પર આવિયો એટલે એને જોયેલા સપના જાણે ચૂર ચૂર થઈ ગયા એવું લાગીયું.

       નિર્ભયે પ્રેજેંટેશન આપવાની શરૂઆત કરી તેણે એક પણ વખત ભૂલ થી પણ પ્રિયાની સામે ના જોવાય તેનું ધ્યાન રાખીયું , અને આખું પ્રેજેંટેશન એને શિવાની ની સામે જોઈ ને આપીયૂ.શિવની પણ નિર્ભય ને જોતાં જ ઓળખી ગઈ કે આ એ જ યુવાન છે જે મારી જોડે મુંબઈ થી સુરત સુધી સાથે હતો.અંદર ને અંદર શિવાની પણ નિર્ભય ને જોઈ ને ખુશ હતી કે ભગવાને પાછા બંને ને મળાવી દીધા.પરંતુ શિવનીને પોતાને મન માં અને મન માં સમજાવી રહી હતી કે હમણાં તે કંપની ના કામ માટે બેઠી છે અને તેણે જે કોઈ પણ નિર્ણય લેવાનો છે તે કંપની ના હિત માં લેવાનો છે અને જેનાથી કંપની ને ફાયદો થાય એ નિર્ણય લેવાનો છે.

       નિર્ભય નું પ્રેજેંટેશન પૂરું થયું અને ત્યાં આવેલા દરેક લોકો,રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કમિટી,શિવાની અને અમુક અંશે પ્રિયા પણ આ પ્રેજેંટેશન ના વખાણ કરી રહી હતી.પરંતુ બધા ના મગજ માં એક જ સવાલ હતો કે આટલું સારું પ્રેજેંટેશન અને આટલા સારા દૂર ના વિચારો હોવા છતાં બજાજ ગ્રુપ ઓફ કંપની એ શા માટે પોતાની કિમત લગભગ બધા લોકો કરતાં વધારે રાખી છે.આ વાત થી બધા આશ્ચય માં હતા અને એક જ વ્યકતી હતી જે બહુ જ ખુશ થઈ રહી હતી એ એટલે કે પ્રિયા કોહલી.પ્રિયા ને અને ત્યાં બેઠેલા બધા ને હવે થઈ ગયું કે આ વખતે પાછો આ કોન્ટ્રાક્ટ કોહલી બ્રધર ને જ મળશે , કારણ હતું બજાજ ગ્રુપ ઓફ કંપની ની કિમત માં દેખાઈ આવતો બહુ જ વધારો.બધા લોકો હવે લંચ કરી લે પાછા મળીશું અને પછી જાણીશું કે આ વખતે આ રોયલ ગ્રુપ ઓફ મેમ્બર નો કોન્ટ્રાક્ટ કઈ કંપની ને જાય છે.           

       જમતી વખતે પ્રિયા નિર્ભય ને જ શોધી રહી હતી તેણે બસ એ જાણવું હતું કે શા માટે તેણે પોતાની કંપની ના ભાવ વધારે રાખીયા જ્યારે એ એની કંપની ના ભાવ જાણતો હતો , અને એ સહેલાઈ થી આ કોન્ટ્રાક્ટ મેળવી શકતો હતો તો પછી આ દરિયાદિલી બતાવનું કારણ શું હતું.

       શિવાની અને રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કમિટી હવે એ નક્કી કરવા બેઠા કે આ કોન્ટ્રાક્ટ કઈ કંપની ને આપવો . પ્રેજેંટેશન બધા ના સારા હતા પરંતુ હવે સ્પર્ધા ખાલી બે જ કંપની જોડે દેખાઈ રહી હતી એ એટલે કે બજાજ ગ્રુપ ઓફ કંપની અને કોહલી બ્રધર. રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કમિટી ના લોકો ને બને કંપની ના પ્રેજેંટેશન સારા લગીયા પરતું ક્યાંક ને ક્યાંક બજાજ ગ્રુપ ઓફ કંપની ની કિમત રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કમિટી ને વધારે લાગી રહી હતી જે એક માત્ર કારણ હતું જેમાં બજાજ ગ્રુપ ઓફ કંપની કોહલી બ્રધર ની સામે નીચે પડી રહી હતી.

       બધા લોકો ને હવે લગભગ લગભગ લાગી રહીયું હતું કે કોન્ટ્રાક્ટ આ વખતે પણ કોહલી બ્રધર નો જ છે. બધા પાછા પોતપોતાના સ્થાન પર બેસી ગયા હતા ,નિર્ભય ને પણ વિશ્વાસ હતો કે આ કોન્ટ્રાક્ટ પ્રિયા ની કંપની ને જ જશે.અને પ્રિયા ને પણ ખાતરી હતી કે આ કોન્ટ્રાક્ટ હવે એમની કંપની ને જ મળશે ખાલી બસ એક જાહેરાત થવાની રાહ હતી.

       તો રોયલ ગ્રુપ ઓફ મેમ્બર અહી આવેલી દરેક કંપની નો આભાર માને છે. રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કમિટી હવે નિર્ણય સાથે તૈયાર છે કે આ કોન્ટ્રાક્ટ કોને જશે.અહી આવેલી દરેક કંપની એ બહુ જ સરસ રીતે પોતપોતાના પ્રેજેંટેશન રજૂ કરીયા પરંતુ બે કંપની એવી હતી કે જેમણે પોતાના પ્રેજેંટેશન થી બધા ના દિલ જીતી લીધા એ એટલે કે કોહલી બ્રધર અને બજાજ ગ્રુપ ઓફ કંપની.બજાજ ગ્રુપ ઓફ કંપની એ પોતાની કિમત અહી આવેલી દરેક કંપની કરતાં વધુ બતાવી છે જ્યારે કોહલી બ્રધર એ પોતાની કિમત બધી કંપની કરતાં પોતાની કિમત ઓછી બતાવી છે એટલે સ્વાભિક છે કે આ કોન્ટ્રાક્ટ કોહલી બ્રધર ને જવો જોઈએ.


પરંતુ આ વખતે આ કોન્ટ્રાક્ટ બજાજ ગ્રુપ ઓફ કંપની ને આપવામાં આવે છે અને એનું કારણ છે બજાજ ગ્રુપ ઓફ કંપની ની દીર્ઘદ્રષ્ટિ . બજાજ ગ્રુપ ઓફ કંપની ના માલિક નિર્ભય બજાજએ પોતાના પ્રેજેંટેશન માં બતાવીયું કે કેવી રીતે આવનારા વર્ષો માં તે રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કંપની ને ફાયદો અપાવશે , કેવી રીતે એમની મદદ થી રોયલ ગ્રુપ ઓફ મેમ્બર પોતાનું નામ માત્ર ભારત માં જ નહીં પરંતુ વિશ્વના પ્રત્યેક ખૂણે પહોચશે . આમ તો દરવર્ષે આ કોન્ટ્રાક્ટ કોહલી બ્રધર ને આપવામાં આવતો હતો પરતું કંપની આ વખતે પરિવર્તન ના મૂડ માં છે અને કઇંક નવું જોવા , કરવા અને અપનાવવા માટે પ્રતિબ્ધ છે.આટલા વર્ષો થી કોહલી બ્રધર જેવી રીતે રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની સાથે જોડાયેલી હતી તે ખરેખર પ્રસ્નશીય છે અને આમરો બજાજ ગ્રુપ ઓફ કંપની ને પણ એ આગ્રહ છે કે તે કોહલી બ્રધર પાસે થી માર્ગદર્શન લે કારણકે પોતે મૂળ ભલે ભારત ના છે પરંતુ હમણાં તેવો વિદેશ માં રહે છે. રોયલ ગ્રુપ ઓફ મેમ્બર અહી આવેલા દરેક નો આભાર માને છે.અને હવે આ મીટિંગ ને અહી જ પૂરી કરે છે.

       જેવુ જ કોન્ટ્રાક્ટ નું પરિણામ આવીયું એટલે બધા ચકિત થઈ ગયા કારણકે જેવા ભાવ બજાજ ગ્રુપ ઓફ કંપની એ પોતાના પ્રેજેંટેશન માં રાખીયા હતા તેના પ્રમાણે તેમણે આ કોન્ટ્રાક્ટ મળવો એ ચમત્કાર જ કહી શકાય.પરંતુ ત્યાં આવેલા બધા ને રોયલ ગ્રુપ ઓફ મેમ્બર દ્વારા આપેલું કારણ ગળે નહતું ઉતરી રહિયું.કારણકે બજાજ ગ્રુપ ઓફ કંપની પહેલી વખત આ કોન્ટ્રાક્ટ માં પોતાની દાવેદારી આપવા આવીયું હતું અને એવામાં રોયલ ગ્રુપ ઓફ મેમ્બર નું કહેવું કે એમને બજાજ ગ્રુપ ઓફ કંપની ની દીર્ઘદ્રષ્ટિ પર ભરોશો છે અને આજ કારણ થી આ કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવી રહિયો છે તે થોડું અજીબ લાગી રહ્યું હતું.

       પ્રિયા ને પણ કહી સમજાય નહતું રહિયું કે થઈ શું રહિયું છે , સૌથી પેલા તો તેને એ સવાલ હતો કે જ્યારે નિર્ભય તેની કોહલી બ્રધર કંપની ના ભાવ જાણતો હતો તો શા માટે તેને પોતાની કંપની ના ભાવ ના ઘટાડીયા અને હવે આટલા બધા ભાવ ની સાથે તેને આ કોન્ટ્રાક્ટ પણ મેળવી લીધો . કઇંક ને કઇંક તો ગળબળ હતી અને હવે પ્રિયા ને આ ગળબળ કોઈ પણ ભોગે જાણવી હતી.પ્રિયા ની સાથે આવેલા તેની કંપની ના તેના સહકર્મચારી પણ વિચારમાં પડી ગયા હતા કારણકે કોન્ટ્રાક્ટ માટે થઈ ને પ્રિયાનો ઉત્સાહ , જોશ અને જુનુન એમને જોયો હતો પ્રિયા ને કોઈ પણ ભોગે આ કોન્ટ્રાક્ટ લેવો હતો.પણ હવે જ્યારે આ કોન્ટ્રાક્ટ નથી મળિયો ત્યારે તે જરા પણ ઉદાસ કે દુ:ખી નહતી દેખાઈ રહી.

       આ બધા ની સાથે નિર્ભય પણ અસમંજસ માં મુકાય ગયો હતો કે આ શું થઈ ગયું કારણકે જે રીતના ભાવ એને પ્રેજેંટેશન માં રાખીયા હતા તેના પ્રમાણે તેને આ કોન્ટ્રાક્ટ મળવો એ કઇંક ચમત્કાર હતું.અને ઉપર થી રોયલ ગ્રુપ ઓફ મેમ્બર નું કહેવું કે એમને બજાજ ગ્રુપ ઓફ કંપની ની દીર્ઘદ્રષ્ટિ પર ભરોશો છે અને આજ કારણ થી આ કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવી રહ્યો છે.

       આ બધા વચ્ચે નિર્ભય નું ધ્યાન સ્ટેજ પર ગયું તો તેને જોયું કે સ્ટેજ પર શિવાની ગોયલ નહતી દેખાઈ રહી , તે જલ્દી થી સ્ટેજ પાસે ગયો અને પૂછિયું કે શિવાની ગોયલ ક્યાં છે તો ત્યાં ઉપસ્તીથ લોકો એ કહિયું કે એમને એક મહત્વપૂર્ણ મીટિંગ માં જવા માટે થઇ ને મોડુ થઈ રહિયું હતું એટલે તેવો નીકળી ગયા છે.નિર્ભયે પોતાની સાથે આવેલા એક માણસ ને કહિયું કે તે શિવાની ગોયલ જોડે મીટિંગ ગોઠવે , આજે  કોઈ પણ ભોગે મારે શિવાની ને મળવું છે.

       નિર્ભય મીટિંગ હૉલ ની બહારે નીકળી રહિયો હતો એવા માં તેને પાછળ થી કોઇકે બૂમ પાડી , તેને પાછળ ફરી ને જોયું તો સામે પ્રિયા કોહલી ઊભેલી હતી.

અભિનંદન....!!! પાકા બિજનેસમેન છો તમે તો...!!! બધા કરતાં પોતાની કંપની ના ભાવ વધુ રાખીયા છતાં પણ વર્ષો થી મળતો આવતો અમારો કોન્ટ્રાક્ટ પણ લઈ લીધો.પ્રિયા એ નિર્ભય ને કહ્યું.

       નિર્ભય જાણે જાણતો હતો કે ગમે ત્યારે પ્રિયા જોડે તેનો સામનો થઈ શકે છે , પરંતુ હમણાં તે પ્રિયા ને કહી પણ જણાવી શકે એમ નહતો કારણકે તે પોતે જ નહતો જાણતો કે આ કોન્ટ્રાક્ટ એને કઇ રીતે મળી ગયો.અને જો હમણાં તે પ્રિયાને આ જણાવશે તો કદાચ પ્રિયા એની વાત પર ભરોશો પણ નહીં કરે . એટલે નિર્ભયે કઈ ખાશ કેહેવા કરતાં ધન્યવાદ કહી ને સંવાદ ને પૂરો કરવાની ઈચ્છા ધરાવી અને ત્યાં થી નીકળી જવાનું જ ઉચિત સમજીયું.

       ધન્યવાદ પ્રિયા...!!! કહી ને નિર્ભય ચાલવા લાગીયો.    

       પ્રિયા એ જ્યારે નિર્ભયનું આવું વર્તન જોવે છે ત્યારે તેને થોડું અજીબ લાગે છે જેથી તે નિર્ભય ને વધુ સવાલ જવાબ કરીયા વિના જવા દે છે.


હેલો રસિક કાકા છે.. નિર્ભયે હોટેલ પહોચીયા પછી તરત પોતાના રસિક કાકા ને ફોન કરિયો.

પરંતુ સામે થી જવાબ આવીયો કે રસિક ભાઈ હમણાં મીટિંગ માં છે અને એમને કહિયું છે કે થોડી વાર સુધી કોઈ પણ એમને ડિસ્ટર્બ ના કરે.

જેવા રસિક કાકા આવે એટલે એમને કહેજો કે નિર્ભય નો ફોન હતો આટલું કહી નિર્ભય ફોન મૂકે છે.

       બસ હવે નિર્ભય ગમે તેમ કરીને શિવાની ને મળી ને જાણવા માંગતો હતો કે શા માટે આ કોન્ટ્રાક્ટ એમની કંપની ને મળીયો.અને સાથે સાથે નિર્ભય શિવાની ને એ પણ જણાવવા માંગતો હતો કે તે શિવાની ને બહુ જ પસંદ કરે છે એના સાથે પોતાનું જીવન જીવવા માંગે છે જે શિવાની ને તે સફર માં મળીયો છે તેને તે હવે હમસફર બનાવવા માંગે છે.પરંતુ નિર્ભય શિવાની ને આજે જ મળવા માંગતો હતો કારણકે આજે રાત્રે એની અહેમદાવાદ થી મુંબઈ ની વિમાન ની ટિકિટ હતી , અને બીજા દિવસે મુંબઈ થી અમેરિકા ની ટિકિટ. જો આજે શિવની જોડે મુલાકાત નહીં થાય તો કદાચ તેના બધા સવાલો ખાલી સવાલો બની ને જ રહી જશે જેના જવાબ પછી કદાચ ક્યારે પણ નહીં મળે.

એટલે તરત એને પોતાના માણસ ને ફોન લગાડીયો અને પૂછિયું કે શિવાની ગોયલ જોડે મીટિંગ નક્કી થઈ...??

એટલે સામેના વ્યક્તિ એ કહિયું કે શિવાની ગોયલ હાલમાં બહુ જ વ્યસ્ત છે અને કોઈ ને પણ નથી મળી રહી , હાલ માં એમને મળવું બહુ જ મુશ્કેલ છે.

ઠીક છે પણ પ્રયત્ન કરતાં રહો અને જો શકય હોય તો આજે જ એમની જોડે મીટિંગ નક્કી કરો.આટલું કહી ને નિર્ભયે પોતાનો ફોન મુકિયો.

       નિર્ભય ને થયું આ અમેરિકા થી અહેમદાબાદ નો સફર ક્યાં જઈ રહિયો છે જે કોન્ટ્રાક્ટ માટે થઈને તે અહેમદાબાદ આવિયો હતો એ કોન્ટ્રાક્ટ એને મળી ગયો હતો છતાં પણ તે ખુશ નહતો . નિર્ભય ને બસ એક જ વિચાર આવી રહીયો હતો કે ગમે તેમ કરીને આજે શિવાની જોડે મીટિંગ નક્કી થઈ જાય અને તેના બધા જ સવાલો ના જવાબ મળી જાય.આની સાથે સાથે નિર્ભય ને એ પણ થઈ રહિયું હતું કે પ્રિયા હમણાં એના માટે શું વિચારી રહી હશે , નિર્ભય વિચારી રહિયો હતો કે તેને પોતાના પ્રેજેંટેશન માં પોતાની કંપની ના ભાવ ત્યાં આવેલી બધી જ કંપની કરતાં વધુ રાખીયા છતાં પણ તેને કોન્ટ્રાક્ટ મળીયો એમાં એનો શું વાંક.છતાં તેને એક વાત નું દુખ હતું કે તેને મીટિંગ હૉલ ની બહાર પ્રિયા જોડે બહુ જ ખરાબ રીતે વાત કરી.તે પ્રિયા ને બધુ જ જણાવવા માંગતો હતો પરંતુ ત્યાં ઊભી થયેલી પરિસ્થિતી ને લીધે કદાચ પ્રિયા ને તેની વાત પર ભરોશો ન બેશત.

       આ બધા વચ્ચે નિર્ભય ને યાદ આવીયું કે આમ પણ એની જોડે પ્રિયા નું કાર્ડ તો છે જ , જેવુ જ તે શિવાની ને મળશે અને જાણશે કે શા માટે એને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવીયો છે તે પ્રિયા ને ફોન કરી ને બધુ જ જણાવી દેશે અને એની માફી પણ માંગી લેશે , બસ હવે તે ભગવાનને પ્રાથના કરી રહીયો હતો કે ભગવાન એની મીટિંગ શિવાની જોડે ગોઠવી આપે.

       પ્રિયા પણ લગાતાર શિવાની ને મળવા માટે થઈ ને પ્રયાસો કરી રહી હતી , તેને જાણવું હતું કે આખરે ગળબળ થઈ છે ક્યાં. શા માટે રોયલ ગ્રુપ ઓફ મેમ્બર એ બજાજ ગ્રુપ ઓફ કંપની ને આ કોન્ટ્રાક્ટ આપીયો જ્યારે કે બજાજ ગ્રુપ ઓફ કંપની ના ભાવ ત્યાં આવેલી બધી જ કંપની કરતાં વધુ હતા.પરંતુ પ્રિયા ને પણ નિર્ભય ની જેમ એ જ જવાબ મળી રહીયો હતો કે શિવાની ગોયલ હાલમાં બહુ જ વ્યસ્ત છે અને કોઈ ને પણ નથી મળી રહી.


હેલો શિવાની ગોયલ ના લોકો સાથે વાત થઈ .. ? નિર્ભયે ફોન પર પોતાના માણસ ને કહિયું.

ના બસ અમે પણ એ જ પ્રયાસો માં લાગેલા છીયે , જો કોઈ વાત થાય તો તમને જણાવું છું.આટલું કહી ને નિર્ભય ના માણસે ફોન મુકિયો.

       નિર્ભયે ઘડિયાળ ની સામે જોયું તો ૫ વાગી રહિયા હતા તેને અને એનું વિમાન રાત્રે ૮ વાગે હતું એટલે તેને થયું કે જો આવનારા ૧ કલાક માં શિવાની ગોયલ જોડે મીટિંગ નક્કી ના થઈ તો તે એરપોર્ટ માટે નીકળી જશે. પરંતુ નિર્ભય ને ખબર નહતી કે આવનારો આ ૧ કલાક એના માટે યાદગાર બની ને રહેવાનો હતો .

       નિર્ભય પોતાના રૂમ ની બાલકની માં આવિયો અને ભાગી રહેલા અહેમદાબાદ ને જોઇ રહિયો , એવામાં એનો ફોન વાગીયોં.

હેલો થઈ શિવાની ગોયલ જોડે મિટિંગ નક્કી ..?? નિર્ભયે ફોન ઊપડતાં ની સાથે કહિયું.

હા ..!! સામે થી નિર્ભય ના માણસે કહિયું.

સરસ..બહુ જ સરસ..તો ક્યારે , કેટલા વાગે અને ક્યાં છે મિટિંગ.?? નિર્ભયે ખુશ ખુશ થતાં થતાં કહિયું.

સર મિટિંગ નક્કી જ નથી થઈ , શિવાની ગોયલ એક બહુ જ અગત્ય ની મિટિંગ મા છે અને તેવો કોઈ ને પણ નથી મળી રહિયા અને આજે એમને મળવું અશક્ય છે... નિર્ભય ના માણસે કહિયું.

શું..?? તમને કીધું હતું આપણે આજે કોઈ પણ ભોગે શિવાની ગોયલ ને મળવું છે. નિર્ભયે થોડા ગંભીર આવાજ માં પોતાના માણસ ને કહિયું.

સર અમે પૂરતો પ્રયાસ અને પ્રયત્ન કરિયા , ઘણા લોકો એમને મળવા માટે થઈ ને પ્રયત્ન કરી રહિયા છે પરંતુ શિવાની ગોયલ કોઈ ને પણ નથી મળી રહિયા. નિર્ભય ના માણસે કહિયું.

સારું..!! આટલું કહી ને નિર્ભયે ફોન મૂકી દીધો.

       નિર્ભય હવે એક જ વિચાર માં અને બહુ જ ટેન્શન માં હતો ,તે વિચારી રહિયો હતો કે હવે શું થશે , કહી રીતે તે શિવાની ને મળશે , કઈ રીતે તેને કહેશે કે તે તેને તેની હમસફર બનાવવા માંગે છે.નિર્ભય ને એ પણ જાણવું હતું કે શા માટે આ કોન્ટ્રાક્ટ બજાજ ગ્રુપ ઓફ કંપની ને આપવામાં આવિયો.અને પ્રિયા...પ્રિયા ને તે શું કહી ને માફી માંગશે.આ બધા વિચારો માં નિર્ભય ખોવાયેલો હતો એવામાં પાછો નિર્ભય નો ફોન વાગિયો , આ વખતે ફોન હતો રસિક કોહલી નો..

હેલો કાકા ક્યાં છો તમે , હું તમને ક્યારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહિયો છું ..?? નિર્ભયે ફોન ઊપડતાં ની સાથે જ કહિયું.

શાંત બેટા હું આપના કંપની ના કામ માં જ વ્યસ્ત હતો , તું આ બધુ છોડ કોન્ટ્રાક્ટ મળી ગયો એના પેડા અહેમદાબાદ થી લઈ આવીશ કે મુંબઈ માં લેશું.?? રસિક કોહલી એ ખુશ થતાં થતાં કહિયું.

કાકા તમને ખબર પડી ગયી કે કોન્ટ્રાક્ટ આપણ ને મળી ગયો છે , પણ કાકા ખરેખર ચમત્કાર થયો કહેવાય.તમને ખબર છે મે પ્રેજેંટેશન માં બદલાવ કરી ને આપણી કંપની ના ભાવ બદલીયા હતા , અને આપણાં ભાવ ત્યાં આવેલી દરેક કંપની કરતાં વધુ હતા.જ્યારે કોહલી બ્રધર જેમનું પ્રેજેંટેશન પણ એટલું જ સારું અને એમની કંપની ના ભાવ ત્યાં આવેલી બધી જ કંપની કરતાં ઓછા હતા.છતાં પણ કોન્ટ્રાક્ટ આપણી કંપની ને જ મળીયો . નિર્ભયે ઉત્સાહ ની સાથે આખી વાત રસિક કોહલી ને કહી રહિયો હતો.

બેટા કોઈ પણ ચમત્કાર નથી થયો , આ તારા રસિક કાકા અને તારા પપ્પા નો કમાલ છે.રસિક કોહલી એ નિર્ભય ને અટકાવતાં કહિયું.

તમારો અને પપ્પા નો કમાલ હું કહી સમજીયો નહીં..?? નિર્ભયે આશ્ચર્ય ની સાથે રસિક કોહલી ને પૂછિયું.

હા બેટા હું અને તારા પપ્પા છેલ્લા કેટલા સમય થી રોયલ ગ્રુપ ઓફ મેમ્બર ના બહુ જ અંદર મનાતા અને આમ કહી શકાય રોયલ ગ્રુપ ઓફ મેમ્બર ના કરતાં ધરતા એવા શૈલેષ રાઠોડ જોડે સંપર્ક માં હતા . આમ તો શૈલેષ રાઠોડ આવા નાના મોટા કોન્ટ્રાક્ટ માં માથું નથી મારતા પણ મને મળેલી માહિતી મુજબ જો કોઈ સાંઠ-ગાંઠ અને ઉપર ની મલાઈ શૈલેષ રાઠોડ ને મોકલવા માં આવે તો વાત બને એમ હતી. હું અને તારા પપ્પા એમની જોડે મળી અને એ ઈચ્છતા હતા કે કોઈ મિટિંગ કે સભા વગર આ કોન્ટ્રાક્ટ સીધો આપણી કંપની ને મળી જાય. આમ તો શૈલેષ રાઠોડ રોયલ ગ્રુપ ઓફ મેમ્બર માં બહુ મોટું નામ હતું અને એમની વાત પર કોઈ સવાલ કરી શકે એમ નહતું , શૈલેષ રાઠોડ જોડે અમારી બધી જ વાત થઈ ગઈ હતી અને તેઓ કોઈ પણ કંપની જોડે મિટિંગ કે એમના પ્રેજેંટેશન જોયા વિના આ કોન્ટ્રાક્ટ આપણી કંપની ને આપવા માટે રાજી થઈ ગયા હતા...પણ..

પણ.. પણ શું કાકા..? નિર્ભયે પૂછિયું.

પણ બેટા રોયલ ગ્રુપ ઓફ મેમ્બર ની કોર કમિટી ની અધ્યક્ષ જેનું નામ શિવાની ગોયલ છે તે આ ડીલ માં કોઈ પણ શરતે માનવા તૈયાર નહતી , શિવાની ગોયલ નું કહેવું હતું કે બજાજ ગ્રુપ ઓફ કંપની પણ બાકી બધી કંપની ની જેમ અહેમદાબાદ માં થવા વાડી સભા માં આવે અને પોતાનું પ્રેજેંટેશન રાખે જો એમનું પ્રેજેંટેશન અને ભાવ બને કંપની ને અનુલક્ષી ને હશે તો હું અને આખી કોર કમિટી ચર્ચા કરી ને આ કોન્ટ્રાક્ટ બજાજ ગ્રુપ ઓફ કંપની ને આપી દેશું. પરંતુ આવી રીતે આ કોન્ટ્રાક્ટ બજાજ ગ્રુપ ઓફ કંપની ને નહીં મળે.શિવાની ગોયલ એ રોયલ ગ્રુપ ઓફ મેમ્બર ની સાથે બહુ સમય થી જોડાયેલી હતી અને હાલમાં જ એને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ની અંદર યૂથ આઇક્કોન ઓફ થ યર મળેલો હતો એટલી એની વિરુદ્ધ જઈ ને શૈલેષ રાઠોડ કોઈ પગલું લેવા માટે રાજી નહતા.એટલે પછી અમે બીજા દરવાજે આ કોન્ટ્રાક્ટ લેવાનું નક્કી કરિયું...રસિક કોહલી એ કહિયું.

બીજા દરવાજે એટલે કાકા આ બીજો દરવાજો શું હતો ..?? નિર્ભયે પૂછિયું

તને યાદ છે મે તને કહિયું હતું કે મારે મુંબઈ માં થોડું કામ છે અને હું કામ પતાવી ને મુંબઈ આવીશ.રસિક કોહલી એ નિર્ભય ને કહિયું.

હા કાકા મને યાદ છે , અને મે તમને કહિયું પણ હતું કે હું પણ તમારી સાથે રોકાય જાઉં છું બને સાથે ભેગા અહેમદાવાદ જાશું પણ તમે મને ના પાડી અને કહિયું કે તું જઈ ને પ્રેજેંટેશન ની તૈયારી કર હું કાલે મિટિંગ પહેલા અહેમદાવાદ પહોચી જઈશ. નિર્ભયે જલ્દી થી પોતાની વાત પૂરી કરી અને રસિક કોહલી ને બોલવા કહિયું.

હા બેટા મુંબઈ માં મારી મિટિંગ શૈલેષ રાઠોડ જોડે જ હતી જે રોયલ ગ્રુપ ઓફ મેમ્બર ની મુખ્ય બ્રાન્ચ મુંબઈ માં બેસે છે , એમનું કહેવું એમ હતું કે બજાજ ગ્રુપ ઓફ કંપની પણ પોતાનું પ્રેજેંટેશન બધી કંપની ની જેમ અહેમદાબાદ માં આવી ને રજૂ કરે , અને જ્યારે રોયલ ગ્રુપ ઓફ મેમ્બર ની કોર કમિટી એ નક્કી કરવા બેસશે કે આ વખતે આ કોન્ટ્રાક્ટ કોને આપવો તો ત્યારે શિવાની ગોયલ સીવાય ના બધા કોર કમિટી ના લોકો તમારી કંપની ને જ મત આપશે , અને ત્યારે શિવાની ગોયલ કઈ પણ નહીં બોલી શકે.આમ પણ કોર કમિટી ના લોકો સાથે શૈલેષ રાઠોડ ની સારી એવી સેટિંગ હતી , પણ હા એમને કહિયું હતું કે હવે ખર્ચો થોડો વધુ લાગશે , કારણકે હવે કોર કમિટી ને પણ થોડી મલાઈ આપવી પડશે.તારા પપ્પા એ મને કહિયું કે હું મુંબઈ માં શૈલેષ રાઠોડ જોડે રહું જેથી તે કોઈ ગળબળ ના કરી શકે.બેટા શિવાની ગોયલ ના લીધે આપણે અહેમદાબાદ સુધી લાંબુ થવું પડિયું નહિતો આ કોન્ટ્રાક્ટ આપણને અમેરિકામાં બેઠા-બેઠા મળી ગયો હોત , અને આટલો ખર્ચો પણ ના થયો હોત.પણ ચલ કોઈ વાંધો નહીં આપણો વધુ થયેલો ખર્ચો તે જે પ્રેજેંટેશનમાં ભાવ વધારીયા એમાં કવર થઈ ગયો.રસિક કોહલી ખુશી ખુશી આ વાત નિર્ભય ને કહી રહિયો હતો.

કાકા...કાકા તમે લોકોએ આ શું કરિયું , અને આવી રીતે પૈસા આપીને આપણે કોન્ટ્રાક્ટ મળી ગયો તો પણ શું . તમને શું લાગે છે આ શૈલેષ રાઠોડ છે એ વિશ્વાશું માણસ છે.કાકા તમે વિચાર કરો જે વ્યકતી જે કંપની જોડે આટલા વર્ષો થી જોડાયેલો છે એ વ્યક્તિ એની કંપની જોડે વફાદાર નથી તો એ આપણી કંપની ને અને આપણ ને શું વફાદાર થવાનો...? તમે વિચારો કાકા કદાચ લોકો ને ખબર પડશે કે આપણે આવી રીતે પૈસા આપી ને કોન્ટ્રાક્ટ લઈએ છીએ તો બધા આપણી આટલા વર્ષો થી ચાલી રહેલી કંપની પર શું શું કહેશે.અને કાકા તમે અને પપ્પા એ આ બધુ ના કરિયું હોત તો પણ મને વિશ્વાસ હતો કે હું આ કોન્ટ્રાક્ટ બજાજ ગ્રુપ ઓફ કંપની ને આપવી ને રહેત . કાકા તમે અને પપ્પા આટલા વર્ષો થી બિજનેસ કરો છો જે વિચારો અતિયારે મને આવે છે એ તમને અને પપ્પા ને આવવા જોઈતા હતા.અને હા તમે જે શિવાની ગોયલ નું કહો છો ને એ શિવાની ગોયલ મારા જોડે મુંબઈ થી સુરત સુધી ટ્રેન માં હતી , આ તો મારી ટ્રેન સુરત ના પ્લૅટફૉર્મ માં છૂટી ગઈ એટલે નહતો મને આ આખી વાત ની જાણ કદાચ બહું પેલા થઈ ગઈ હોત....

શું તારી ટ્રેન છૂટી ગઈ હતી ..? પેલી શિવાની ગોયલ તારા જોડે ટ્રેન માં હતી , અને તને કઈ રીતે ખબર પડી કે એ શિવાની ગોયલ હતી.. શું તું શિવાની ગોયલ ને ઓળખે છે....રસિક કોહલીએ એક સાથે સવાલો ની જડી નિર્ભય પર લગાવી દીધી.

કાકા આ બધુ હું તમને મુંબઈ આવી ને કહીશ , અત્યારે તમે મારી વાત સાંભળો હું હમણાં જ રોયલ ગ્રુપ ઓફ મેમ્બર માં ફોન કરી ને કહું છું કે અમે આ કોન્ટ્રાક્ટ માથી પોતાનું નામ પાછું લઈએ છીએ અમને આ કૉન્ટૅક્ટ નથી જોઈતો તમે બીજી કોઈ કંપની ને આ કોન્ટ્રાક્ટ આપી દો.અને કાકા તમે પણ પેલા શૈલેષ રાઠોડ જોડે થયેલી સંપૂર્ણ ડીલ કેન્સલ કરો અને એના જોડે હવે કોઈ પણ જાત નો સંપર્ક ના રાખશો.નિર્ભય જાણે નિર્ણય ની સાથે રસિક કોહલી ને કહી રહિયો હોય એમ રસિક કોહલી ને લાગી રહિયું હતું.

પણ બેટા હવે તો કોન્ટ્રાક્ટ પણ આપણી કંપની ને મળી ગયો છે હવે આ પગલું લેવું ઉચિત નથી , અને તારા પપ્પા ને હું ઓળખું છું એ પણ આ નિર્ણય થી રાજી નહીં થાય. રસિક કોહલી એ કહિયું.

કઈ પણ હોઈ કાકા મારે હવે આ કોન્ટ્રાક્ટ નથી જોતો અને આગળ પણ જો આવી રીતે કોઈ કોન્ટ્રાક્ટ આપણી કંપની ને મળશે તો હું ના જ પડીશ. તમે પેલા શૈલેષ રાઠોડ જોડે સંપર્ક કરો અને હું રોયલ ગ્રુપ ઓફ મેમ્બર જોડે વાત કરું છું.. આટલું કહી ને નિર્ભયે ફોન મૂકી દીધો.

       હવે નિર્ભય કહી પણ સમજી નહતો રહિયો કે આ શું થઈ ગયું એના જ પપ્પા અને કાકા એ એની જાણ બહાર આટલી મોટી રમત રમી નાખી.તેને થયું શિવાની ગોયલ એના માટે શું વિચારી રહી હશે , જે શિવાની ગોયલ પોતાના સિધ્ધાતો પર આટલી કટિબદ્ધ છે અને એને જ્યારે ખબર પડશે કે પોતે એ કંપની નો માલિક છે જે પૈસા આપી ને કોન્ટ્રાક્ટ મેળવે છે.તો તે કદાચ ક્યારે પણ એની હમસફર બનવા રાજી નહીં થાય. અને પ્રિયા ને તે શું કહેશે કે , તેને પૈસા આપી ને આ કોન્ટ્રાક્ટ મેળવીયો છે .તો પ્રિયા પણ તેના માટે શું વિચારશે.આ બધા વિચારો માં નિર્ભય ખોવાયેલો હતો અને પછી તેને યાદ આવીયું કે તેને રોયલ ગ્રુપ ઓફ મેમ્બર જોડે વાત કરવાની છે.

       નિર્ભયે તરત જ રોયલ ગ્રુપ ઓફ મેમ્બર ના લોકો જોડે વાત કરી અને કહી દીધું કે એની બજાજ ગ્રુપ ઓફ કંપની આ વખતે મળેલા આ કોન્ટ્રાક્ટ માથી પોતાનું નામ પાછું લે છે અને તેઓ બીજી કોઈ પણ કંપની ને આ કોન્ટ્રાક્ટ આપી શકે છે અમને કોઈ પણ જાતનો વાંધો નથી.

       હવે નિર્ભય પ્રિયા એ તેને જે કાર્ડ આપીયૂ હતું એ શોધવા લાગીયો , જેવુ તેને એ કાર્ડ મળીયું એટલે તેને તરત જ પ્રિયા ને ફોન કરિયો અને કહિયું કે તેનું અહેમદાબાદ થી મુંબઈ નું વિમાન રાત્રે ૮ વાગે છે તેના મન માં આવતા દરેક સવાલ ના જવાબ જો એને જાણવા હોય તો તે ૭ વાગે અહેમદાબાદ એરપોર્ટ પર આવી ને એને મળે , આટલું કહી ને નિર્ભયે ફોન મૂકી દીધો.આમ પણ પ્રિયાને જાણવું હતું કે શા માટે નિર્ભયે પોતાની કંપની ના ભાવ વધારીયા અને આટલા ભાવ ની સાથે તેને કઈ રીતે આ કોન્ટ્રાક્ટ મળી ગયો , એટલે તેને પણ તરત જ નિર્ભય ને મળવા માટે હા કહી દીધું.

       નિર્ભય ને થયું પ્રિયા ને તો એ મળી લેશે અને એના મન માં નિર્ભય ને લઈ ને જે કઈ પણ શંકા અને ગલતફેમી છે તે દૂર કરી દેશે.પરંતુ શિવાની નું શું..? હવે કદાચ તે ક્યારે પણ શિવાની ને નહીં મળી શકે.અને તેને ક્યારે પણ નહીં જણાવી શકે કે તેને શૈલેષ રાઠોડ સાથે થયેલી ડીલ વિષે કોઈ પણ જાણકારી નહતી , આ દીલ તેની જાણ બહાર તેના કાકા અને પપ્પા એ કરી હતી.આ બધા વિચારો માં ખોવાયેલા નિર્ભયે ઘડિયાળ માં જોયું અને તેને થયું હવે તેને એરપોર્ટ માટે નીકળવું જોઇયે , એટલે પોતાનો સમાન લઈ અને નિર્ભયે હોટલ માથી ચેક આઉટ કરિયું.



નિર્ભય એરપોર્ટ પર પહોચીયો અને તેને પોતાની દરેક પ્રક્રિયા પૂર્ણ કરીને તેને પ્રિયા ને ફોન કરિયો

હેલો પ્રિયા ક્યાં છે તું હું એરપોર્ટ માં આવી ગયો છું..નિર્ભયે પ્રિયા ને ફોન પર કહિયું.

હું અહિયાં એરપોર્ટ માં જ છું અને એક કોફી શોપ માં બેઠી છું , તું પણ અહી કોફી શોપ માં આવીજા આપણે અહી બેસી જ વાત કરીયે..પ્રિયાએ નિર્ભય ને કહિયું.

સારું ચલ તો હું કોફી શોપ માં આવું છું..આટલું કહી ને નિર્ભયે ફોન મૂકીયો.

       પ્રિયા હું જાણું છું કે તારા મન માં ઘણા સવાલો છે મે તારા દરેક સવાલ ના જવાબ દેવા માટે થઈ ને જ તને અહી બોલાવી છે , પણ તું કહી કહે એની પેલા મારે તને એક વાત કેવી છે . મારે તારી માફી માંગવી છે , મે પેલી મિટિંગ હૉલ ની બહાર તારી સાથે બહુ જ ખરાબ વ્યવહાર કરિયું હતું.પણ પ્રિયા તે સમયે પરિસ્થિતી એવી હતી કે જો હું તને કોઈ પણ વાત જણાવત તો કદાચ તને મારી વાત પર વિશ્વાશ ના બેસત...આ બધુ નિર્ભય એકી સાથે પ્રિયા સામે બેસી ને બોલી ગયો.

       નિર્ભય તું મને સૌથી પેલા એ વાત જણાવ કે તું ટ્રેન માં પ્રેજેંટેશન બનાવતી વખતે કેમ ના બોલીયો કે તું બજાજ ગ્રુપ ઓફ કંપની નો માલિક છે..? અને બીજું કે તું મારી કંપની ના ભાવ જાણતો હતો છતાં તે તારી કંપની ના ભાવ કેમ ના ઘટાડીયા.અને આટલા બધા ભાવ ની સાથે તે કઈ રીતે આ કોન્ટ્રાક્ટ મેળવી લીધો..?? પ્રિયા હવે નિર્ભય ને સવાલ પર સવાલ પૂછી રહી હતી.

       પ્રિયા જ્યારે તે મારી આટલી મદદ કરી અને એના પછી મને તારી મદદ કરવાનો એક અવસર મળિયો તો હું એ અવસર જવા નહતો દેવા માંગતો અને મને ખબર હતી કે જો હું તને જણાવત કે હું બજાજ ગ્રુપ ઓફ કંપની નો માલિક છું તો કદાચ તું મારી મદદ નહીં લેશે.એટલે મે નિર્ણય લીધો કે હું તને પ્રેજેંટેશન બનાવી આપીશ અને મારા પ્રેજેંટેશન માં બદલાવ કરી ને તારી કંપની કરતાં મારી કંપની ના ભાવ વધારી નાખીશ એટલે સહેલાઈથી તને આ કોન્ટ્રાક્ટ મળી જાય.પરંતુ બધુ ઊંધું થયું મે ભાવ વધારીયા છતાં પણ કોન્ટ્રાક્ટ અમારી કંપની ને મળિયો...નિર્ભય દરેક વાત વિસ્તાર થી પ્રિયા ને જણાવી રહિયો હતો.

       મારે પણ એ જ જાણવું છે કે તારી કંપની ના આટલા વધેલા ભાવ હોવા છતાં પણ તને કહી રીતે આ કોન્ટ્રાક્ટ મળિયો.પ્રિયા એ નિર્ભય ને બોલતો અટકાવતાં કહિયું.

       જેવુ પ્રિયા એ આ સવાલ કરિયો એટલે તરત નિર્ભયે તેના રસિક કાકા તેના પપ્પા અને શૈલેષ રાઠોડ વાળી સંપૂર્ણ વાત પ્રિયા ને જણાવી અને કહિયું કઈ રીતે શિવાની ગોયલ ને મૂકીને બાકી ના બધા રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કોર કમિટી ના લોકો આ ડીલ માં જોડાયેલા હતા.અને સાથે કહિયું કે જ્યારે તેને પોતાને આ વાત ની ખબર પડી એટલે એને સીધો જ રોયલ ગ્રુપ ઓફ મેમ્બરની કંપની માં ફોન કરી ને આ કોન્ટ્રાક્ટ પાછો આપી દીધો છે અને કહી દીધું છે કે ભવિષ્ય માં પણ બજાજ ગ્રુપ ઓફ કંપની ક્યારે પણ રોયલ ગ્રુપ ઓફ મેમ્બર જોડે બિજનેસ નહીં કરે. એટલે હવે તે લોકો કોહલી બ્રધર ને જ સંપર્ક કરશે તો સહેલાઇથી આ કોન્ટ્રાક્ટ પ્રિયા ની કોહલી બ્રધર ને મળી જશે.આ આખી વાત નિર્ભય બહુ જ આત્મવિશ્વાસ થી પ્રિયા ને જણાવી રહિયો હતો.

હજુ તો નિર્ભય પોતાની વાત કરી રહિયો હતો એટલી વાર માં પ્રિયા ને તેના ઓફિસ ના માણસ નો ફોન આવિયો..

હેલો મેડમ એક ખુશ ખબર છે બજાજ ગ્રુપ ઓફ કંપની એ કોન્ટ્રાક્ટ માથી પોતાનું નામ પાછું ખેચી લીધું છે અને રોયલ ગ્રુપ ઓફ મેમ્બર હવે આ કોન્ટ્રાક્ટ આપણી કંપની ને આપવા માંગે છે...

તમે હમણાં રોયલ ગ્રુપ ઓફ મેમ્બર ને હા ના કહેશો હું આવું પછી નિરાતે આપણે આના પર વાત કરીયે આટલું કહી ને પ્રિયાએ ફોન મુકિયો.

       નિર્ભય ખરેખર જીવન માં દ્રષ્ટિકોણ નું કેટલું મહત્વ હોય છે તમે જેને જેવો સમજો છો જેના માટે તમે એક ધારણા મગજ માં બેસાડી દીધી છે તે વ્યક્તિ તેવો છે તેવું ના માની લેવું જોઇયે.મે પણ તને કેટલો નિચી કક્ષા નો ગણિયો હતો.જો હું આજે તને અહિયાં ના મળી હોત તો કદાચ જિંદગી આખી હું આજ ભ્રમ માં રહેત કે તે મારી સાથે ચિટિંગ કરી મને છેતરી અને મારી પાસે થી આ કોન્ટ્રાક્ટ પડાવી લીધો.પણ હું તારા દ્વારા લીધેલા તારા આ નિર્ણય નું સમર્થન કરું છું અને તેને સહારુ પણ છું ખરેખર આટલી મોટી કંપની દ્વારા મળતો આટલો મોટો કોન્ટ્રાક્ટ તે મળીયા પછી પણ ઠુકરાવી દીધો , આ એક અદભૂત વાત છે.અને તારા આ નિર્ણય થી પ્રભાવિત થઈ ને હવે હું પણ એક નિર્ણય લઉં છું કે અમારી કોહલી બ્રધર કંપની પણ આ વખતે આ રોયલ ગ્રુપ ઓફ મેમ્બર નો કોન્ટ્રાક્ટ નહીં લેશે અને ભવિષ્ય માં ક્યારે પણ રોયલ ગ્રુપ ઓફ મેમ્બર જોડે બિજનેસ નહીં કરે.પ્રિયા નિર્ભય ની સામે એક સ્વમાન ના ભાવ થી જોતાં બોલી રહી હતી.

       પ્રિયા ખરેખર મને હતું જ કે તું મારી આખી વાત સાંભળીશ અને મને સમજીશ , હું અમેરિકા થી અહેમદાબાદ આવિયો ભલે મને આ કોન્ટ્રાક્ટ ના મળિયો પણ પ્રિયા કોહલી જેવી અદભૂત મિત્ર મળી છે જે પોતે તો નીડર છે જ પરંતુ તેની નિર્ણય લેવાની અને નિર્ણય પર ખરી ઊતરવાની તૈયારી પણ છે અને ભવિષ્ય માં બજાજ ગ્રુપ ઓફ કંપની કોહલી બ્રધર જોડે મળી ને અહેમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ભારત માં ધૂમ મચાવશે.નિર્ભય બોલીયો.

       જરૂર નિર્ભય મને પણ બહુ જ આનદ થઈ રહિયો છે કે મને નિર્ભય બજાજ જેવો મિત્ર મળીયો જે પોતાના સિદ્ધાંતો ને બહુ જ માને છે , અને તેના પર ચાલવાની શક્તિ પણ ધરાવે છે.પ્રિયા એ કહિયું.

હવે બને એક બીજા ને આવજો , ધ્યાન રાખજો અને મળતા રહેશું ના વચનો સાથે છૂટા પડીયા.પ્રિયા પોતાના ઘર તરફ ચાલી અને નિર્ભય પોતાના વિમાન તરફ.

       નિર્ભય વિચારી રહિયો હતો કે ખરેખર આ સફર બહુ જ અદભૂત અને તેની જિદગીનો અત્યાર સુધી નો યાદગાર સફર બની રહિયો હતો.આ સફર માં કેટલા બધા ઉતાર-ચડાવ અને ઉચ-નીચ આવિયા પરંતુ છેલ્લે બધુ પાર પડી ગયું હતું.પ્રિયા ની ગલતફેમી , કોન્ટ્રાક્ટ ની મગજ મારી બધુ હવે એક ભૂતકાળ બની ગયું હતું.૨ ૩ કલાક પેલા જે વાતો એને ટેન્શન આપી રહી હતી નિર્ભય હવે તે વાતો ને યાદ કરી ને હસી રહિયો હતો.આ બધા વચ્ચે દુખ ની વાત એ હતી કે તેની હમસફર શિવાની ગોયલ ને તે ના મળી શકીયો.કદાચ શિવાની તેને પસંદ નહીં કરતી હોય પરંતુ તે એક વાર તેને મળી અને તેને બધી જ વાત કહેવા માંગતો હતો. તેને થયું કે મુંબઈ થી સુરત સુધી શિવાની જોડે વાત કરી લીધી હોત તો આટલી બધી મગજ મારી જ ઊભી ન થઈ હોત પણ પછી તેને વિચારીયું કદાચ શિવાની ને મળવું તેના નસીબ માં નહીં હોય.તેને વિચારીયું ભગવાન એવા લોકો ને મળાવે છે જ શું કામ જેમનું જીવન માં મળવાનું નથી હોતું.

આ બધા વિચારો માં ખોવાયેલા નિર્ભય ને એરપોર્ટ ની સૂચના સંભળાઇ “ અહેમદાબાદ થી મુંબઈ ના વિમાન માં જવા વાળા યાત્રી વિમાન માં પોહચે ” , એટલે નિર્ભય વિમાન તરફ ચાલવાનું શરૂ કર્યું.

       નિર્ભય પોતાની સીટ પર જઈ ને બેસી ગયો , નિર્ભય કાન માં ઇયરફોન નાખી , આંખ બંધ કરી અને આ આખા સફર ને તે પાછો જીવી લેવા માંગતો હતો . તે મુંબઈ ના એ બાંદ્રા સ્ટેશન થી અહેમદાબાદ ના એરપોર્ટ સુધી ની દરેક પળ ને પાછી જીવવા માંગતો હતો .તેને પહેલી વાર જોયેલી શિવાનીને અને મિટિંગ હૉલ માં છેલ્લે જોયેલી શિવાની ને મહેસુસ કરી લેવા માંગતો હતો.નિર્ભય આ બધા વિચારો માં ખોવાયેલો હતો એવા માં એક યુવતી નો અવાજ નિર્ભય ના કાન માં પડિયો બી – ૧૩ મારી સીટ નો નંબર છે.જેવુ નિર્ભયે આંખ ખોલી ને જોયું તો તેની સામે એક યુવતી ઊભી હતી જે નિર્ભય ને જોઈને હસી રહી હતી અને આ યુવતી બીજું કોઈ નહીં પરંતુ તેના સફર માં તેને મળેલી તેની હમસફર શિવાની ગોયલ હતી.



તમે મારી આવનારી વાર્તાઓ અને તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook અને Instagram દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.

મારો કોન્ટેક્ટ નંબર છે 9978004143


Rate this content
Log in

Similar gujarati story from Drama