Mehul Baxi

Abstract Inspirational Others

2  

Mehul Baxi

Abstract Inspirational Others

સફર - નિષ્ફળતાથી સફળતા સુધીની

સફર - નિષ્ફળતાથી સફળતા સુધીની

2 mins
82


જીવન એક એવી સફર છે જેની શરૂઆત પડવાથી થાય છે, પડવું ઊઠવું ને ફરી પડવું એજ જીવન છે પણ પડ્યા પછી હિંમતથી ઊઠવું એજ સાચી સફળતા છે. જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધી એવા કેટલાય બનાવો બને છે જેનું વર્ણન કરવું કઠિન છે પણ એ સફર જ જીવનની સફળતા નક્કી કરે છે. 

આ સફર જન્મતા જ શરુ થઈ જાય છે નાનપણથી મોટા થવા સુધીમાં ઘણી વાર પડીયે છીએ ને ઊભા થઈએ છીએ પરંતુ ઊભા કરવા માટે માં બાપ ને ઘણા સગા સંબંધીઓ સાથ આપે છે પરંતુ એક કડવી હકીકત એ છે કે આ બધામાંથી જયારે જીવનની એક એવી સફર પર ઊભા હોઈએ છે જયારે આપણે ને સાચા સાથની જરુર હોય છે ત્યારે માં બાપ તો હોય છે પણ આપણે જેને આપણા ગણિયે છે એ આપણને ક્ષણે ક્ષણ પાડવા માંગતા હોય છે એમાં થી કોક જ હોય છે જે ખરેખર આપણી સાથે ઊભા હોય છે આપનો હાથ ઝીલી ને જે ઈચ્છે છે કે આપણે પણ ત્યાં પહોંચીએ જ્યાં આપણે પહોંચવાની જરૂર છે.

આ સફર માં આપણને કરોડો નિષ્ફળતાઓ મળે છે ને સફળતા એ મળે છે પણ સફળતાનો સ્તંભ તો નિષ્ફળતા જ હોય છે. ઘણીવાર આપણે નિષ્ફળ થવાથી ડરી જઈએ છે પણ જો અખંડ વિશ્વાસ હોય ને હાર ના માનવાની મજબૂત મનસ્થિતિ હોય ત્યારે સફળતા મળે જ છે ને ત્યારે એજ નિષ્ફળતાને લીધે થઈએ છે જે જીવનનું સાચું સત્ય છે. 

કેટલી એ વ્યક્તિ છે જેણે નિષ્ફળતાનો સ્વાદ પેલા ચાખ્યો છે પછી એ સાયન્ટિસ્ટ હોય કે પછી કોઈ સ્પોર્ટ્સમેન હોય કે પછી કોઈ વ્યાપારી હોય દરેક ક્ષણ ક્ષણે એલોકો એ પણ નિષફળતા ચાખી છે પણ પછી એવા ઊભા થયા છે કે આખી દુનિયાની કાયા પલટ કરી નાખી છે.

એલોકો પણ આપણી જેમ જ સામાન્ય માણસ જ છે તો જો એલોકો નીચે પડ્યા પછી ઊંચાઈ પર પોચી શકે તો અપને કેમ નહિ કેમ કે એલોકો એકલા પર વિશ્વાસ મુક્યો ને એલોકો ના વિશ્વાસ પર એલોકોએ પણ વિશ્વાસ મુક્યો જે મુસીબત ના સમય માં એલોકો ને પડખે ઊભા રહ્યા ને એમનો સાથ લઈ ને જીવન માં આગળ વધ્યા છે. 

માટે જ નિષ્ફળ થવું જરૂરી છે કેમ કે જો નિષ્ફળ નઈ થઈ એ તો સફળતા નો સ્વાદ માનવ નઈ મળે.

આ જીવન ની સફર જ એ છે કે સફળ માણસ તો સફળ થાય જ છે પણ નિષ્ફળ માણસ જો ધારે તો સફળતા ને આકાશ આંબી શકે છે જે કોઈ એ વિચાર્યા ના હોય. 

પોતા ની જાત પર વિશ્વાસ, ભગવાન પર વિશ્વાસ ને એવા લોકોનો સહકાર જે જરૂર પડે ત્યારે હાજર હોય એજ છે સફર નિષ્ફળતાથી સફળતા સુધીની.


Rate this content
Log in

Similar gujarati story from Abstract