સફળતાની ચાવી
સફળતાની ચાવી
જે ઘરમાં બાળપણથી જ શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવે છે ત્યાં ક્યારેય કોઈ પણ મુશ્કેલી આવે હંમેશા તેમના ઉકેલ ગોતવા માટે હંમેશા તૈયાર હોય છે.
બાળક ભણી ગણી ને મોટું થાય ત્યારે સફળતાની સીડી ચડવામાં ગમે એટલી મુશ્કેલી આવે પણ તે હસતા હસતા સામનો કરતા કરતા આગળ વધતો જાય છે. આ જ સફળતા તેની ક્યારે દેશનું ગૌરવ બની જાય છે ખુદ ને પણ ખબર હોતી નથી. દરેક માણસ મહેનત તો કરે જ છે પણ એ જો ગણતરથી કરવામાં આવે તો સફળતાનું શિખર જલ્દી સર કરી લે છે.
જેના તન મન મા શારદા વાસ કરે એને પોતાની મુઠ્ઠીમા દુનિયા કરતા વાર નથી લાગતી.
