અનિરૂધસિંહજી ઝાલા

Inspirational

3  

અનિરૂધસિંહજી ઝાલા

Inspirational

સંસ્કારી વહુની શોધ

સંસ્કારી વહુની શોધ

2 mins
741


નીમાબહેન પોતાના બંગલેથી મંદિર જવા નીકળી રહ્યા હતા અને બહાર તેમનો પુત્ર જયકિન અને તેમના પતિ વાતો કરી રહ્યા હતાં. નીમા બહેને પતિને કહ્યું,..

"હવે તો જયકિનને પરણાવી જ દેવો છે. આ ઘરનું ધ્યાન રાખનાર સંસ્કારી દીકરી શોધું છું પણ મળતી નથી."

રાજેશભાઈ મજાકમાં બોલ્યાં,.. " અરે તારાં કરતાં પણ સંસ્કારી પત્ની મળશે મારા જયકિનને."

 નીમા બહેન પાછું જોઈને બોલ્યાં,...

"એટલે હુ સંસ્કારી નથી એમ કહેવા માગો છોને આપ ?"

રાજેશભાઈ બોલ્યા,.. "અરે તું તો સદગુણોનો સાગર છે એટલે જ કહું છું તારાં કરતાં સારી વહુ ફક્ત તું જ શોધી શકશે. કેમ બેટા સાચું કહ્યું ને ? "

 જયકિન બોલ્યો,.. "સો ટકા સાચી વાત પાપા..! મને તો મારી મમ્મી પર પુરો ભરસો છે અને મમ્મી જે પણ છોકરીને પસંદ કરશે તેની સાથે હું લગન કરીશ."

નીમાબહેન ખુશ થઈને ચાલ્યાં દર્શન કરવા. શહેરથી થોડે દૂર એક ગામડામાં શિવમંદિરે જતાં રસ્તામાં ભરચક ટ્રાફિક જોવા મળતાં ડ્રાઈવરે ગાડી સાઈડ પર કરી બંધ કરીને કહ્યુંં,..

"બહેનજી અડધો કલાક જેટલો સમય લાગશે."

નીમાબહેન ગાડીમાંથી ઉતરીને બાજુના ખેતરમાં એક વડલા નીચે જઈને ઊભા રહ્યાં. તેમની સામે એક નાનકડી ઝુંપડીની બહાર ઓટલે બેસી એક સુંદર યુવતી ભરતગુંથણ કળામાં માહિર હોય તેમ ઊનનું સુંદર સ્વેટર ગુંથી રહી હતી અને તેના નાનાં ભાઈને લેશન પણ કરાવતી હતી. પ્રબળ ઈચ્છા થતાં તે ચાલીને પેલી યુવતી પાસે ગયાં, તેમને જોતાં જ તે યુવતીએ ઊભી થઈને પોતાનાં મહેમાન હોય તેવો મીઠો આવકાર આપ્યો.

 નીમાબહેન કાંઈક બોલવા જાય તે પહેલા જ યુવતી બોલી,..

"બા આપ ઘરમાં પધારો. આ ટ્રાફિક ખુલતાં વાર લાગશે ત્યાં સુધી આપ અમારા મહેમાન બનો."

ખુબ જ હેતથી તે ઘરમાં લઈ ગઈ. અંદર જઈને જોયું તો છાણથી લિંપેલી ભીતો અને તળીયું હતું અને ઘર તો અદભુત રીતે સજાવેલું સ્વચ્છ મહેકતું હતું. નિમા બહેન ખુશ થઈને બોલ્યા,.

 "વાહ કેટલુ સરસ સજાવેલ છે ઘર..! આ તોરણ. ઝુમ્મર અને માટીની કલાત્મક વસ્તુઓ મને તો ખુબ જ ગમ્યું."

એ દીકરીની મા બોલ્યા,..

 "બહેનજી આ મારી દીકરી રતને બધું જાતે બનાવી સજાવ્યું છે. તે કોલેજ કરે છે."

 ચા પીવડાવ્યાં બાદ પણ તાજાં લીંબુ તોડી લાવીને શરબત બનાવી રતને પીવડાવ્યું. નીમાબહેનને શરબત પસંદ આવતાં એક બાટલો ભરીને ઘરે લઈ જવા આપ્યું. નીમાબહેને વિદાય લેતાં પાંચસોની નોટ રતનનાં હાથમાં મુકી તો રતને હાથ જોડીને આગ્રહથી પાછા આપીને ભાવભરી વિદાય આપી.

ઘરે આવીને બોલ્યાં, "પતિદેવ તમારી વાત સાચી પડી અને મારાં કરતાં સંસ્કારી કન્યા મળી ગઈ.

મીઠા આવકારના કારણે પ્રભાવિત થયેલાં નિમાબહેને પછી રતનનાં મા બાપને વાત કરીને તેમની સહમતી લઈને જયકિનને રતન સાથે પરણાવી સાચું રતન મેળવી સહુ ખુશ થયાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational