Anonymous Writer

Drama Thriller

4  

Anonymous Writer

Drama Thriller

સંઘર્ષ : જિંદગીનું બીજું નામ

સંઘર્ષ : જિંદગીનું બીજું નામ

6 mins
623


"બે જો આ.. વરુણ છે... તો આપણી શિવાની પણ ક્યાં શ્રદ્ધા કપૂરથી કમ છે" પાર્થ એ કહ્યું.

"હા.. આ બેની જોડી સુપરહિટ છે બાકી" રિંકા કહે છે.

"એ બધું તો ઠીક, હું પણ માનું છું કે તમારે બંનેનો પ્રેમ ૮માં ધોરણથી આજે સ્કૂલના છેલ્લા દિવસ સુધી એમને એમ જ છે પણ શિવાની.. શું તારા ઘરે બધા તારી ચોઈસથી સહમત થશે?" પૂજા એ કહ્યું.

શિવનીની માતા નાનપણમાં ગુજરી ગયા હતા અને તે મોટા પપ્પા સાથે રહેતી હતી. મોટા પપ્પાના વિચારો એટલાં જ જૂના હતા જેટલી એમની ઉંમર. ૮૦ વર્ષ.

૧૨મુ ધોરણ પતી ગયું હતું બધા રજાઓમાં મોજમાં હતા. પણ શિવની ના ઘરે તો તેને જોવા માટે દર બીજા દિવસે કોઈક ને કોઈક આવતું હતું.

"વરુણ આપણે જલ્દી કંઇક નહિ કરીએ તો મારા લગ્ન આ વર્ષે કોઈ બીજા સાથે પાક્કા જ છે" શિવાની એ વરુણ ને કોલ કરતા કહ્યું.

વરુણ : "તુ ચિંતા ના કરીશ મારી જોડે બધા જ પ્લાન છે. તુ બસ મને કાલે મળજે"


૬ મહિના પછી

શિવાની : વરુણ તુ ગાંડો થઈ ગયો છે. તને શું લાગે છે કે ૬ મહિના પહેલા જે સ્થિતિ હતી એ અત્યારે પણ એવીજ હશે? મારા ઘરના લોકો મારું મોઢું પણ જોવા માંગતા નથી"

વરુણ : "એમાં મારી શું ભૂલ? જો તે પેલી ઘરેણાં ની બેગ સંભાળી હોત અને ખોઈ ના હોત તો પરિસ્થિત કંઇક જુદી થઈ શકત. પણ તારી બેદરકારી ના લીધે આજે આપણે ઘરેથી ભાગ્યા પછી ફાફા જ મારી રહ્યા છીએ."

શિવાની : "હું માનું છું ભૂલ મારી હતી. પણ ૬ મહિના પહેલા ભાગી જવાનો પ્લાન કોણે બનાવ્યો હતો? "

વરુણ : "મારે કઈ સાંભળવું નથી. હું જાઉં છું."

શિવાની : "કેવી વાતો કરે છે જો તું જતો રહીશ તો હું આ અજાણ્યા શહેર માં કઈ રીતે ગુજરાન કરીશ? હું તને જવા નહિ દઉં"

વરુણ : "સારું ચલ બધું છોડ રાત ના ૧ વાગ્યા છે સૂઈ જા બીજું બધું કાલે વિચારીશું"


સવારે ૭ વાગે

"હું હંમેશા માટે જાઉં છું. પરિસ્થિતિથી હું હારી ગયો છું. મેં તારા થી પ્રેમ તો કર્યો પણ હું નિભાવી ના શક્યો. હું પાછો ઘરે પણ નથી જવાનો. હું ક્યાં જઈશ એ મને પણ ખબર નથી. જે થોડા ઘણાં પૈસા છે એ હું તારી જોડે જ મૂકીને જાઉં છું હું પ્રાર્થના કરીશ કે તુ હંમેશા ખુશ રહે..તારો વરુણ"

પત્ર વાંચીને શિવાની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જાય છે. તે આનંદપુર નામના નાનકડા શહેરમાં હવે સાવ એકલી હતી. તેની સામે બીજો કોઈ રસ્તો નહિ પરંતુ માત્ર સંઘર્ષ ની એક રાહ હતી.

હવે તેને ખબર પડી ગઈ હતી કે બહાર જઈને કમાવું પડશે કારણકે એટલા પૈસેથી વધારે દિવસ નીકળે તેમ નહોતું.

શિવાની એ કોલ સેન્ટર માં જોબ કરવા માટે વિચાર આવ્યો. તેને નજીક ના જ એક સેન્ટર માં વાત કરી અને તેને ત્યાં જોબ મળી ગઈ. પણ શિવાની માટે આ ખુશી વધારે દિવસની હતી નહિ. અમુક દિવસ પાછી કોલ સેન્ટર પર રેડ પડે છે અને તેના કાળા કોભાંડો બહાર આવે છે. જેમ તેમ કરીને શિવાની ત્યાં આગળ પોલીસના ચંગુલમાં આવતા બચી જાય છે.

સાવ એકલી, ભૂખી તરસી, પ્રેમ ના માયાજાળ માં ફસાયેલી, ઘર થી ભાગેલી શિવાની ચા ની લારી એ જઈને બાંકડા પર બેસે છે ને ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. ચા નો દરેક ઘુંટડો ઘણી બધી યાદોની ગરમાશ આપીને ગળેથી નીચે ઉતરે છે. ત્યાંથી તે ખાલી પેટે જ ઘરે જઈને સૂઈ જાય છે.

"દરવાજો ખોલો"

"કોણ?" શિવાની એ પૂછ્યું

"મકાન માલિક છું હું"

શિવાની એ દરવાજો ખોલ્યો

"તમારો એક મહિનો અહીંયા પૂરો થઈ ગયો છે હવે આ જો તમારે રહેવાની ઈચ્છા હોય તો આ મહિનાનું ભાડું આપી દો"

"હું આજ સાંજ સુધી અહીંયા થી જતી રહીશ કારણકે ભાડું ભરવાના પૈસા નથી મારી જોડે " શિવાની કહે છે.

શિવાની એક વાર ફરી નોકરીની તલાશમાં નીકળી જાય છે પરંતુ આખો દિવસ ફર્યા પછી પણ ક્યાંય ઠેકાણા પડતા નથી. શિવની કંટાળી સાંજે પાછી ફરે છે. શિવાનીના મનમાં રાત ક્યાં કાઢવી તેવા વિચારો ચાલુ થઈ જાય છે. એટલામાં જ ગાઢ વાદળો જાણે શિવાનીથી રિસાઈ ને ધોધમાર વરસે છે. શિવાની પર તો જાણે તકલીફોનું આભ ફાટ્યું હોય તેમ હતું. ત્યાં શિવાની એક ગલૂડિયાં ને જુવે છે ને એની પાછળ જાય છે અને છેલ્લે એક ખંડેર જેવા મકાનમાં શિવાની એ ગલૂડિયાં જોડે વરસાદથી રક્ષણ મેળવે છે. જેમ તેમ રાત કાઢ્યા પછી તે ફરી સવારે નીકળી જાય છે કામની શોધમાં. ત્યાજ તેને એક સાઈટ પર મજૂરીની તક મળે છે. અને ત્યાં તેને ₹૧૦૦ રોજેથી કામ મળી જાય છે.


એક દિવસ કામ કરતા કરતા અમુક ફિરંગી લોગો ત્યાં જઈને રસ્તો પૂછે છે. પણ કોઈને તેમની વાતો સમજાતી નથી. તેટલા માં જ શિવાની આવી ને સરળતાથી તેમની વાત સમજીને તેમને રસ્તો બતાવે છે. આ બધુ જ ઔડી કારમાં બેઠેલા કંપનીના સીઈઓ સંજય કુલકર્ણી જોઈ જાયે છે અને શિવાની જોડે જઈને કહે છે

"તમે તો મજૂર છો અને આટલી સરસ અંગ્રેજી! ક્યાંથી શીખી?"

શિવાની તેની બધી જ આપવિતી સંભળાવે છે.


થોડા સમય પછી

"બેન તમને પેલા સંજય સાહેબ એ આજે તેમના હોટેલના રૂમ પર આવવા કીધું છે" એક મજૂર આવીને શિવાની ને કહે છે.

શિવાની ને કંઇક દાળ માં કાળું લાગે છે ને કઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી જાય છે.

શિવાની ને હવે બીજા દિવસે પણ મજૂરી એ જતા બીક લાગે છે કે એને એની આપવિતી કહી ને ક્યાંક ખોટું તો નથી કરી દીધું. બધા જ વિચારો લઈને તે પેલા ખંડેરમાં જ રહે છે.

"શિવાની.. શિવાની.. કોઈ છે?"

સાંભળતા જ શિવાની બહાર આવે છે

"હું સંજય, કાલે કીધું હતું ને કાલે હોટેલમાં આવજો"

"તમે કેમ મારી પાછળ પડ્યા છો માનું છું હું કે મારી પરિસ્થિતિ નબળી છે પણ એનો મતલબ એવો નથી કે તમે એમાં તમારા ફાયદા માટે વિચારો"

"અરે પણ તમે વાત તો સાંભળો"

"મારે કઈ સાંભળવું નથી. હું તમારા જેવા લોકો ને બરાબર ઓળખું છું. મેં મારી વ્યથા કહીને જ ભૂલ કરી છે હવે તમે અહીંયાથી જતા રહો નહિ તો મારે પણ પોલીસ જોડે જાઉં પડશે"

બીજા દિવસે જ્યારે શિવાની ફરી સાઈટ ઉપર જાય છે તેને મેનેજર બોલાવે છે અને કહે છે કે જે સીઈઓને તે ગલત સમજી રહી છે તે એક બહુ સારા વ્યક્તિ છે અને એક અનાથ આશ્રમ પણ ચલાવે. તે માત્ર તમને એટલા માટે જ બોલાવતાં હતા કે તમે આ મજૂરી છોડીને ત્યાં શિક્ષિકા તરીકે નોકરી કરો બીજો એમનો કોઈ ઉદ્દેશ્ય નહતો.

"શું આજે સંજય સર આવ્યા છે?" શિવાની એ પૂછ્યું

"ના. એ હવે આજ થી બીજી સાઈટ સાંભળવા જશે" મેનેજર એ કહ્યું

"તો હું હવે એમને કઈ રીતે મળી શકું છું?"

"તમે એમના રૂમ પર જતા રહો એ ૧૨ વાગ્યા સુધી ત્યાજ હોય છે"

શિવાની ભારે મન સાથે ત્યાંથી રિક્ષા કરીને હોટેલ એ જાય છે.

કાઉન્ટર ઉપર:

"મારે સંજય કુલકર્ણી થી મળવું છે"

"શું તમારી જોડે અપોઇમેંટ છે?"

"ના પણ હું એમની સાઈટ ઉપર કામ કરું છું. એ મને ઓળખે છે"

"સોરી બેન હું તમને મળવા નહિ દઈ શકું"

"પણ મારે મળવું બહુ જરૂરી છે તમે મને એમની રૂમ નંબર બતાવો"

હોટેલ નો મેનેજર ગુસ્સે થઈને તેને ત્યાંથી બહાર જવા કહે પણ શિવાની સંજય ને મળવાની વાત પર આડી જાય છે. વધારે પડતાં હંગામો થાય છે અને વાત સંજય જોડે પણ પહોંચી જાય છે. તેઓ તરત જ નીચે આવે છે અને શિવાની પાસે જાય છે.

"મને તમારા વિશે કઈ જ ખબર ન હતી પણ આજે જ્યારે સાઈટ ઉપર મેનેજર જોડે વાત કરતા હું બધુ જાણી ગઈ છું. તમે મને નોકરી આપો કે નહિ એ તમારી મરજી છે પણ હું ફક્ત તમારી જોડે માફી માંગવા આવી છું." શિવાની રડતા રડતા કહે છે.

સંજય તેને રૂમમાં લઇ જાય છે અને પાણી આપે છે.

"માફી ની કઈ જરૂર નથી તમે મારા વિચારો ને સમજ્યા એ જ ઘણું છે"


૨ વર્ષ પછી

શિયાળાનો સમય, ૧૦ માં માળની બાલ્કનીમાં હું ઊભી છું. હાથ માં ચાનો કપ છે. આજુ બાજુ કોઈ અવાજ નહિ જાણે વાતાવરણ એ મૌન ધારણ કર્યું છે. ચા ના દરેક ઘૂંટ સાથે સંતોષ, પ્રેમ, આનંદ જાણે શરીરમાં સમાઈ રહ્યું હોય. એ ગલુડિયું જે મને મારા સંઘર્ષના સમયમાં મારી સાથે હતો આજે તે શેરુ મોટો થઈ ગયો છે. ક્યારેક લાગે છે જીવન કેટલું બધું બદલાઈ ગયું. લોકો આવે છે ને પળભરમાં જ છીનવાઈ જાય છે ને માત્ર રહી જાયે છે તો લાગણીઓ. એવી લાગણી, એવું એકલપણું, એક એવું દુઃખ જે કેટલા એ સુખી માણસની આંખો ભીની કરી દે છે.

વરુણ? હા એનો મને પણ ઘણી વાર વિચાર આવે છે પણ તે ક્યાં છે એની મને પણ ખબર નથી.Rate this content
Log in

Similar gujarati story from Drama