The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dr.Riddhi Mehta

Drama

5.0  

Dr.Riddhi Mehta

Drama

સંગ રહે સાજનનો -૮

સંગ રહે સાજનનો -૮

4 mins
419


નિર્વાણના આવા શબ્દોથી નિવેશશેઠને થોડો આંચકો લાગે છે. એટલે નહી કે તે તેની પત્નીનો પક્ષ લઈને વાત કરી રહ્યો છે. તેઓ બહુ સમજુ છે તે વિરાટ પણ વિશાખાનો પક્ષ લઈને અલગ રહેવા ગયો છે . પણ તેમને ખબર છે કે નંદિની અત્યારે ખોટી છે એવું ખબર હોવા છતાં તેનો પક્ષ લઈ રહ્યો છે.

નિવેશશેઠ : બેટા નિર્વાણ તને અમારાથી કંઈ તફલીક હોય એવું લાગી રહ્યું છે. હું બિઝનેસમા તો તને હેલ્પ કરૂ જ છું પણ કદાચ હવે ઉમરને કારણે થોડી તને ઓછી હેલ્પ થતી હોય અને તારા પર કામનો વધારે ભાર આવી જતો હોય તો આપણે બીજા કોઈ વ્યક્તિ ને તેના માટે લઈ લઈએ.


નિર્વાણ કંઈ બોલાવા જતો હોય છે ત્યાં જ નંદિની તેને ના કહેવા ઈશારો કરે છે એટલે નિર્વાણ કહે છે , ના ના પપ્પા એની કોઈ જરૂર નથી. આમ પણ આવુ કામ આપણા પોતાના સિવાય કોઈના હાથમાં ના સોપાય. બીજું કોઈ આપણી પીઠ પાછળ કંઈ કરે તો પણ ખબર ના પડે.


નિવેશશેઠ : સારૂ બેટા કાઈ વાધો નહી.

બાકી કોઈ હવે કશું જ બોલ્યા વિના ચુપચાપ નાસ્તો કરીને ચાલ્યા જાય છે.


 ***


વિરાટ અને વિશાખા પોતાની નવી જિંદગીમા મસ્ત છે. વિરાટ પણ સારા સિન્ગર તરીકે ફેમસ થઈ ગયો છે. અને સાથે જ પોતાના જીવનમાં પણ. નિવેશ, ઈશાન, શ્રુતિ એ લોકો અવારનવાર વિરાટ ના ઘરે આવતા હોય છે.

હજુ સુધી તે બીજા પ્રોડ્યૂસર સાથે રહીને ગીતો ગાતો અને તેમના આલ્બમ અને મુવી બનતા હતા. હવે તે પોતાના સ્વતંત્ર આલ્બમ સોન્ગ બનાવવા માટે વિચારે છે. તેની સારા લોકો સાથે ઓળખાણો પણ થઈ ગઈ છે. એટલે તે અમુક સારા અનુભવી લોકોની સલાહ લે છે.


એક તેના ખાસ મિત્ર અને જે બહુ ફેમસ ડાયરેક્ટર પણ છે તેને કહયું તુ એવા આલ્બમ બનાવ જેમાં સારા હીરો હિરોઈન આવે. તો તે ફેમસ થતાં જરા પણ વાર નહી લાગે. એક વાર એક જોડી લોકોને પસંદ પડી જાય તો પછી તમારો આલ્બમ હીટ થતાં કોઈ નહી રોકી શકે.


વિરાટ આવીને વિશાખાને આ વિશે વાત કરે છે.તે કહે છે સારા ફેમસ એક્ટર શોધશુ તો મળી જશે પણ તેમની ફીસ તગડી હશે જે આપણા અત્યાર ના બજેટમાં નહી પોષાય.

વિરાટ : હુ પણ એ જ વિચારૂ છું. બીજો કોઈ આઈડિયા વિચારીએ.

બંને થોડી વાર વિચારે છે અને વિશાખા કહે છે, વિરાટ એક આઈડિયા છે મારી પાસે.

વિરાટ : તો બોલ જલ્દી.

વિશાખા : આલ્બમમાં તમે પોતે જ હીરો તરીકે કામ કરો તો ??

વિરાટ : તુ શું કહે છે મને થોડું આવડે છે એક્ટીંગ કરતાં ??

વિશાખા : કેમ નથી આવડતી. મે તમારા નાનપણના તમારા ફોટા અને વિડીયો જોયા હતા ત્યાં આપણા ઘરે પપ્પાએ બતાવ્યા હતા તમે બહુ સારો ડાન્સ અને એક્ટિંગ કરી શકો છો. અને આ માટે તમે નેશનલ લેવલ સુધી જઈ આવ્યા છો.


વિરાટ : પણ વિશુ એ વાત અને અત્યારની વાત એકદમ અલગ છે. એ વખતે આપણે આપણા ફ્રેન્ડસ સાથે કે સોલોમા પર્ફોમન્સ કરવાનુ હોય જ્યારે આ પ્રોફેશનલ વસ્તુ છે. એમાં કોઈ બીજી વ્યક્તિ સાથે સીન કરવાનો અને એમાં પણ અમુક થોડાક વધારે રોમાન્ટિક અને ઈન્ટીમ સીન કરો તો જ લોકોને આલ્બમ પસંદ આવે.


અને હું તારા સિવાય કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે એટલો રોમાન્ટિક અને એકબીજા મા ઓતપ્રોત ના થઈ શકુ......અચાનક કંઈક યાદ આવતા વિરાટ કહે છે, એક આઈડિયા છે વિશાખા મસ્ત...

વિશાખા : બોલો ને જલ્દીથી ??

વિરાટ : હુ આ આલ્બમમાં કામ કરવા તૈયાર છું પણ મારી સાથે એક હિરોઈન કામ કરવા થાય તો.

વિશાખા : કોણ છે એ ?? કંઈની તમે કરવા તૈયાર હોય તો હીરોની ફીસના પૈસા આપણે તેને આપીશું.

વિરાટ : પણ એ તૈયાર નહી થાય. એની ફીસ આપણ ને નહી પોસાય. તે મને બહુ ગમે છે. તેના સાથે હુ કોઈ પણ સીન કરી શકું.

વિશાખા : થોડી અચકાઈને.....અરે કંઈક મેનેજ કરીશું. વાત તો કરો એને અને પહેલાં એ તો કહો એ કોણ છે??એવુ હશે તો હુ એને વાત કરીશ અને મનાવીશ.


વિરાટ : તો પ્રોમિસ ને કે તુ એને આ આલ્બમમાં મારી સાથે એને હિરોઈન તરીકે કામ કરવા મનાવી લઈશ ??

વિશાખા : હા બકા... હા... પણ હવે તો નામ કહો એનુ.

વિરાટ હા કહુ છું હવે,

એટલામાં ફોનમા રીગ વાગે છે. અને વિરાટ કહે છે મારે એક અગત્યના કામ માટે ફોન આવ્યો છે હુ જઈને આવુ છું. આવીને હીરોઇન નુ નામ કહીશ... કહીને જતો રહે છે.


***


પ્રેમા : શ્રુતિ બેટા ક્યાં છે ?? હજુ તૈયાર નથી થઈ. મોડું થાય છે જવાનું.

શ્રુતિ : હા મમ્મીજી . હું આવુ છું.

પ્રેમાને શ્રુતિ સાથે ફાવતું કારણ કે તે આમ સરળ અને શાંત હતી. અને પ્રેમાની દરેક વાત માનતી અને તેનુ કહ્યું કરતી. સાથે શ્રીમંત પરિવારની હતી. તે ક્યાંય પણ બહાર જાય તો તેને લઈ જતી.

ત્યાં જ તે જલ્દીથી બહાર આવે છે અને તે શ્રુતિ ને લઈને એક જગ્યાએ જાય છે.

શ્રુતિ : મમ્મીજી ક્યાં જવાનું છે ?? એ તો કહો.

પ્રેમા : ચાલ મારી સાથે તને બધુ સમજાઈ જશે...

પ્રેમા શ્રુતિ ને ક્યાં લઈ જતી હશે ? અને વિરાટ ની હીરોઈન કોણ હશે ? કોઈ મોટી હસ્તી કે કોઈ નોર્મલ વ્યક્તિ ?


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama