Dr.Riddhi Mehta

Drama

5.0  

Dr.Riddhi Mehta

Drama

સંગ રહે સાજનનો -૩

સંગ રહે સાજનનો -૩

5 mins
455


નિવેશશેઠ અમદાવાદ વિરાટ ને લઈ વિશાખા ના ઘરે ગયા. ત્યાં તેમના બાળપણ ના મિત્ર નુ ઘર હતુ એટલે રહેવામાં કોઈ સંકોચ નહોતો. અને સાથે તેમના સંબંધો આજે પણ એવા ઉષ્માભર્યા છે જેવા બાળપણમાં હતા.

તેઓ જ્યારે અમદાવાદ કોઈ પણ કામ માટે આવવાનું થાય તો દિલીપભાઈ ના ઘરે અચુક આવતા. અને આવે ત્યારે વિશાખાના મમ્મી પાસે બાજરીના રોટલા અને ઓળો જરૂર બનાવડાવતા. તેમને વિશાખા અને તેના ભાઈ સાવન ને મોટા થતા જોયા છે. ભણતર, ઘડતર, ચારિત્ર્ય, અને સંસ્કારોનો મેળાવડો એટલે જ દિલીપભાઈ નો પરિવાર.

નિવેશને તો પહેલેથી જ વિરાટ માટે વિશાખા પસંદ હતી. પણ અત્યાર ના જમાના પ્રમાણે બાળકોને કોણ ગમે અને તેમને તેમનુ જીવનસાથી પસંદ કરવાની પુરી છુટ મળવી જોઈએ એટલે તેમને આ વાત હજુ સુધી કોઈને કહી નહોતી.

પણ હવે બંને સંતાનોને મોટા થયા પછી જોતાં એવુ લાગ્યું કે જાણે બંને એકબીજા માટે જ બન્યા છે. વિશાખા પહેલેથી જ રૂપાળી તો હતી જ પણ તે યુવાનીમાં આવતા જ તેનુ રૂપ સોળે કળાએ ખીલ્યું છે. અને સાથે લાબા કાળા વાળ , મધ્યમ ઉચાઈ અને બાંધો, સ્વભાવે ઠરેલ, ઘરકામ અને અન્ય પ્રવૃત્તિમાં પણ એકદમ કુશળ.

આ બાજુ વિરાટ પણ કંઈ કમ નથી. તે મધ્યમ બાધો, ઉચી હાઈટ, એકદમ એક સંગીતકાર ને શોભે એવી પર્સનાલિટી, રૂપાળો વાન, અને ભણતર તો ખરૂ જ પણ મુખ્ય વસ્તુ તો એ કે આટલા ઘન વૈભવમા ઉછરેલો હોવા છતાં, સરળ, હસમુખો, અને કોઈ પણ પ્રકારના વ્યસન મુક્ત છે.


એક દિવસ દિલીપભાઈના ઘરે વિરાટ સાથે રહીને તેમણે દિલીપભાઈને વિશાખા માટે વિરાટના સંબંધની વાત કરી.

દિલીપભાઈ એ કહ્યું એમ તો તારૂ ઘરને તારો દિકરો છે એટલે મને વાધો નથી. પણ તારૂ અને અમારૂ ઘર....આર્થિક રીતે જમીન આસમનનો ફરક !!

આટલું બોલતા જ નિવેશ બોલે છે એક જ સમાન છે.આપણે એક જ ફળિયામાં રમીને મોટા થયા છીએ. અને જો પૈસાને તો હું હાથનો મેલ માનુ છું. આજે અહીંયા તો કાલે બીજે ક્યાંક.

લક્ષ્મીજી કાયમી કોઈ એક જગ્યાએ રહેતા નથી. આ તો કદાચ મારા નસીબ હશે કે મારા સસરા એ મને ભણાવવાની જવાબદારી લીધી અને વડીલોના આશીર્વાદ કે આજે હુ આટલી સારી પોઝિશન પર છું. તેમનું રૂણ તો હુ ક્યારેય ના ચુકવી શકુ છતાંય મે તેમને એક એક પાઈ એમના ના કહેવા છતાં ચુકવી દીધી છે.


છતાં પણ તને વિશ્વાસ ના આવે તો કહુ કે હું આટલી જાહોજલાલી વચ્ચે પણ સરળ અને સાદુ જીવન જ જીવુ છું. મારો આ બિઝનેસમાં પણ એક રૂપિયો પણ અનીતિનો નથી.

અને આ મારો વિરાટ એટલે તેને બીજો નિવેશ સમજી લે. એમાં તને કોઈ પ્રશ્ન હોય તો કહે.

દિલીપભાઈ : દોસ્ત એતો હું તને જાણુ જ છું. પણ શું ભાભી આ સંબંધ સ્વીકારશે ?? તેઓ એક ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવ્યા છે અને જ્યાં સુધી હું તેમને ઓળખુ છું એ ક્યારેય આ લગ્ન માટે તૈયાર નહી થાય અને મારી વિશાખાને વહુ તરીકે નહી સ્વીકારે. કારણકે તેમની પસંદગી મુજબ તારી બે મોટી વહુઓ પૈસાદાર પરિવારની છે.


નિવેશ : હા. તારી વાત સો ટકા સાચી છે. પણ કોઈ પણ વસ્તુ એવી ના હોય કે જે જીવનભર સમાન રહે. તેની પણ લાગણી બદલાશે તેના માટે જ્યારે તેને પણ વિશાખામાં બીજી બે વહુઓ કરતાં લાખ દરજ્જે સારી હોવાનો પોતાને અનુભવ થશે. આ વસ્તુ તેને કહેવાથી નહીં સમજાય.

જો તમારા લોકોની ઈચ્છા હોય તો હુ એ બંને ને એકવાર મળીને વાત કરાવવા ઈચ્છુ છું.

દિલીપભાઈ : અમને બીજો કોઈ વાધો નથી. પણ અમારી વિશાખા ભણેલી ગણેલી, ઘરકામમાં પણ નિપુણ છે, બીજી બધી વસ્તુઓમાં પણ કુશળ છે પણ તે એકદમ શાંત છે. અમે હજુ સુધી ક્યારેય તેને ગુસ્સે થતા જોઈ નથી. તે કદાચ અમારી સામે પણ ઉચા અવાજે ક્યારેય બોલી નથી. તે તમારા એ પરિવારમાં અને આવનારી મુશ્કેલીઓ કે જે થોડો સમય તો નકકી જ છે તેનો સામનો કરી શકશે કે નહી ? એની અમને ચિંતા છે.

એ ગમે તેટલી પરિસ્થિતિ વિકટ હશે રસ્તો તો જરૂર કાઢશે પણ અમને કદી એના વિશે જણાવશે પણ નહી.

નિવેશ : એની જવાબદારી મારી. આજથી જો તે આ સંબંધ માટે તૈયાર હોય તો હુ એને મારી દીકરી બનાવીને લઈ જઈશ...અને દરેક વિષમ સંજોગોમાં હું અને વિરાટ તેની સાથે હોઈશું.

દિલીપભાઈ : સારૂ તેને પુછીએ એ જેમ કહે તેમ કરીએ. પણ એકબીજી વાત અમે લગ્ન માં એટલું તેને કરિયાવરમાં આપી શકીશું નહી તમારા ઘર મુજબ. કારણકે મારી આ સરકારી એક નોકરી છે અને મારો નાનો દીકરો હજુ ભણવાનું પતાવી બે મહિનાથી એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી એ લાગ્યો છે.

નિવેશ : તુ ગાડો થઈ ગયો છે કે શુ ?? તુ મને ઓળખતો નથી. આટલી બધી વાતો થયા પછી તુ આ બધી નાહક વાતો કરે છે. હું તો કંકુકન્યા લેવા આવ્યો છું.....મને તો તારી આ સંસ્કારો ની પુજી જોઈએ છે તારી !!!

એક મહત્વની વાત તો કહેવાની રહી ગઈ કે વિરાટ ને મારા ધંધામાં કોઈ રસ નથી. તે મોટો સંગીતકાર બનવા માગે છે. તે એમાં સારો એવો આગળ પણ વધ્યો છે પણ તેના આપબળે. અને એ આ બિઝનેસમાં આવવા પણ ઈચ્છતો નથી.

વિશાખાના મમ્મી : આ તો બહુ સારી વાત છે ને .તો તો અમારી વિશાખા ગીતો લખશે અને વિરાટ ગાશે.....!!

 

***


આખરે વિરાટ અને વિશાખા એકબીજાને પસંદ કરી લે છે. અને એક મહીના પછી સાદાઈથી લગ્નનુ નક્કી કરીને નિવેશ અને વિરાટ બોમ્બે આવી જાય છે.પણ આ વાતની જાણ પ્રેમલતા ને કરતાં નથી.

સદનસીબે તેના લગ્નની નિર્ધારિત તારીખ પહેલા અમદાવાદમાં એક સંગીત માટે ઓડીશન હોય છે તેમાં વિરાટ ને જવાનું નકકી થાય છે એટલે તેની મમ્મી સાથે ખોટું બોલીને જવાનું પણ થતુ નથી. આ વાતની જાણ એ બે સિવાય ઈશાનને ખબર છે.

નિવેશ તેની મહત્વની મિટિંગ પણ કેન્સલ કરી અમદાવાદ તેની સાથે જવા નીકળે છે. ઓડીશન પણ તેનુ સરસ જાય છે . અને એક પ્રતિષ્ઠિત ડાયરેક્ટર ના એક ગીતમાં તેને ગાવાનો ચાન્સ પણ ભવિષ્યમાં મળશે એટલે એ બહુ ખુશ થઈ જાય છે.


આ બધુ પત્યા પછી નિર્ધારિત તારીખે બહુ ઓછા લોકોની હાજરીમાં વિરાટ અને વિશાખા એક પવિત્ર લગ્ન ના બંધનમાં બંધાઈ જાય છે. અને બહુ દુઃખ સાથે વિશાખા તેના મહિયર ને છોડી પારકાને પોતાના બનાવવા જવા માટેની એક નવી સફર શરૂ કરે છે !!

બીજા દિવસે વહેલી સવારની ફ્લાઈટમાં એ લોકો ત્રણેય બોમ્બે જવા નીકળી જાય છે અને વહેલી સવારે નવપરણિત દંપતી સાથે તેઓ "પ્રેમનિવાસ" બંગલા પર પહોંચી જાય છે....!



Rate this content
Log in

Similar gujarati story from Drama