Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dr.Riddhi Mehta

Drama Inspirational Others

5.0  

Dr.Riddhi Mehta

Drama Inspirational Others

સંગ રહે સાજનનો -૨૮

સંગ રહે સાજનનો -૨૮

5 mins
309


એક દિવસ વિરાટના ઘરે બધા નાસ્તો કરીને બેઠા હોય છે. વિશાખા અંદર તેના રૂમમાં કંઈ કામ કરતી હોય છે. ત્યાં પ્રેમલતા પણ તેને મદદ કરાવતી હોય છે. કારણકે આજ સુધી આવુ કંઈ કામ તેને જાતે નહોતું કર્યું પણ જ્યારથી તેને વિશાખાને અપનાવી છે તેની સારી આદતો પણ અપનાવી દીધી છે. અચાનક અમસ્તા જ પ્રેમલતા પુછે છે કે 'તુ પાયલને દીદી કહેતી હતી તો એ તારાથી મોટી છે ? તારી સાથે એને સારૂ બનતુ લાગે છે.'

વિશાખા : 'હા એ મારાથી ત્રણ વર્ષ મોટા છે. તેમના મમ્મી પપ્પા બધા ગામડે રહે છે. તે હમણાં એક વર્ષથી જ અમદાવાદ જોબ કરે છે. એટલે અહીંયા રહે છે.'

પ્રેમલતા : 'કેમ તેના લગ્ન નથી થયા ?'

વિશાખા : 'ના મમ્મી, થયા તો હતા. પણ તેમના ડિવોર્સ થઈ ગયા છે.'

પ્રેમલતા : કેમ ? શું થયું હતું ?'

વિશાખા : 'તેમને એમ.એસ.સી પુરૂ કર્યું પછી તેમના માટેથી સારા ઘરના માગા આવતા હતા. તે સ્વભાવે તો મારા જેવા જ. અને દેખાવડા પણ હતા. એક દિવસ તેમના માટે એક અમીર પરિવારનુ માગુ આવ્યું. માણસો સારા હતા. અને પરિવારનો પોતાનો બિઝનેસ હતો. અને દીદી અને એ છોકરાને બંનેને ગમી પણ ગયું અને છ મહિનામાં લગ્ન પણ થઈ ગયા. લગ્ન પછી બે વર્ષ તો સારૂ ચાલ્યું બધુ પછી ખબર નહી જીજુને કોઈ ખરાબ દોસ્તોની સંગત લાગી ગઈ કે તે શરાબ, જુગારની લતે ચડી ગયા. દીદી ભણેલી હોવાથી જોબ કરવાનુ કહ્યું પણ તે પણ ના પાડતા. અને પછી તો તેના પર ખોટી શંકાઓ કરીને તેને મારતા પણ હતા.


દીદીમા અમારા પરિવારના સહનશીલતાના સંસ્કારો હતા તેથી તેને એક વર્ષ તો મુગા રહીને બધુ સહન કર્યું પણ છેવટે સહન ન થતાં અમારા ઘરે વાત કરી. અને છેલ્લે વડીલો સાથે પણ વાત કરી પણ કંઈ સુધારો ન થતા છેલ્લે તેમના ડિવોર્સ થઈ ગયા. એટલે જ મારા માટે પણ પપ્પા એ વિરાટની વાત કરી ત્યારે મારા પપ્પા અચકાતા હતા. આ પછી તેઓ છ મહિના ગામડે રહ્યા કાકા એ લોકો સાથે પણ ત્યાં ગામડામાં લોકો જાતજાતની વાતો કર્યા કરે એટલે પપ્પા એ તેમને અમદાવાદ જોબ માટે આવી જવા કહ્યું. અને હવે તે બસ જોબ કરે છે અમદાવાદમાં.

પ્રેમલતા : (હસીને )'મારો દીકરો બરાબર જ છે ને ?'

વિશાખા : 'મમ્મી બરાબર નહી પણ હીરો છે વિરાટ તો.'

પ્રેમલતા જાણે મનમાં કંઈ ઝબકારો થયો હોય તેમ કહે છે, 'ડાહી છોકરી લાગે છે.' અને પછી બંને હોલમાં જાય છે બધા સાથે.'

***


એક મહિના પછી,

આયુષી તેના ઘરે વાત કરે છે પણ તેની હરકતો અને વાતચીત બધુ રેકોર્ડ થયેલું હોવાથી તે કંઈ કરી શકતી નથી. અને છેલ્લે તે કંટાળીને પાછી ન્યુઝીલેન્ડ જતી રહે છે. નિવેશ શેઠ બધી તપાસ કરાવે છે તો ખબર પડે છે કે લંડનમા તેનો સ્વેપના બિઝનેસમા નંદિનીના ભાઈએ બહુ લોસ કર્યો છે. તેથી તે આ બધો બિઝનેસ બંધ કરાવી દે છે.

પ્રેમલતા : 'નિવેશ હુ જાણુ છું કે આપણને ધંધામાં કરોડોનો લોસ થયો છે પણ હવે ફરીથી આપણે આખી પોતાની રીતે શરૂઆત કરીએ. અમારી આખા જીવનની કમાણી હવે નહી કામમાં નહી આવે તો શું કામની ?'


નિર્વાણ હવે નંદિનીને તેના જીવનમાં ન રાખવાનો નિર્ણય કરે છે. અને નંદિની પણ નિર્વાણ કરતા તેને રવિરાજ માટે વધારે વિચારીને તે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરે છે. પ્રેમલતા નિર્વાણ અને નંદિનીના છુટાછેડા માટે બધુ તૈયાર કરાવી દે છે. બધાને આ થવાનું જરૂર દુઃખ છે પણ હવે જે સંબંધોમા કોઈ ભવિષ્ય ન હોય ત્યાં તાણીતુટીને સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી.


બસ થોડા જ સમયમા બંનેના છુટાછેડા થઈ જાય છે. પછી થોડો સમય તો નિર્વાણ પણ બસ મન લગાવીને બિઝનેસ કરવામાં અને તેને વધારવા માટે નિવેશશેઠ અને તેમના અનુભવ સાથે મચી પડે છે. તેમના બિઝનેસના સાથીદારો પણ તેમને બહુ મદદ કરે છે આ માટે જોતજોતામાં તો ફરી તેમની કંપની પહેલાંની જેમ ટોપ પર આવી જાય છે. વિરાટ પણ આયુષી જતાં જ તેના આલ્બમમા થોડું એડિટિંગ કરીને એક બીજી હીરોઈન તૈયાર કરાવીને પુર્ણ કરે છે.


નવ મહિના પુરા થતાં તે વિશાખા એક સુંદર દીકરાને જન્મ આપે છે. વિરાટ અને વિશાખા ના જીવનમાં એક સુંદર ચેમ્પ આવતા તેઓ બહુ ખુશ થઈ જાય છે. આટલો નાનો હોવા છતાં તે કોઈ પણ ગીતો કે મ્યુઝિક વાગતા જ તે જાણે ગાતો હોય એમ લેકા કરે છે. અને તેના પગ થનગની જાય છે. એટલે વિશાખા કહે છે એ પણ તારી જેમ બહુ મોટો સિંગર બનશે.


આ બધુ પતતા એક દિવસ બધાની સામે નિર્વાણના બીજા લગ્ન માટે વાત કરે છે. પહેલાં તો નિર્વાણ ના જ કહે છે પરંતુ પછી બધા વધારે 'કહેતા હા પાડે છે.

નિવેશશેઠ : આપણે હવે જલ્દીથી નિર્વાણ માટે છોકરી જોવાનું શરૂ કરવુ પડશે.'

પ્રેમલતા : 'એ બધુ કરવાની કોઈ જરૂર નથી મારા ધ્યાનમાં એક છોકરી છે જો બધાની હા અને તેની હા હોય તો...'

વિરાટ : 'એવું કોણ છે મમ્મી ?'

પ્રેમલતા : 'પાયલ.....'

વિશાખા : 'પાયલદીદી ?'

પ્રેમલતા : 'કેમ બેટા તને ના ગમ્યું ?'

વિશાખા : 'ના એવું નથી. પણ એ બંનેની ઈચ્છા પણ હોવી જોઈએ ને ?'

પ્રેમલતા : 'હા એતો પુછશુ જ ને. મે નિર્વાણને તો પુછ્યુ એણે તેને જોઈ હતી એટલે એને પણ હા પાડી. હવે તુ પાયલને પુછી જો પછી આગળ વાત.'

વિશાખા તેના મમ્મી પપ્પાને આ વાત કરે છે અને પાયલ અને તેના ઘરે વાત કરે છે. થોડું વિચાર્યા પછી એ લોકો માની જાય છે એટલે બધાની સંમતિથી તેમના લગ્ન થઈ જાય છે.

  

લગ્નના દોઢેક વર્ષમા નિર્વાણને બે ટ્વીન્સ દીકરો અને દીકરી આવે છે. ઈશાન પણ ફરી તેનુ પુનાનુ મિશન પુરૂ થઈ જતાં ફરી શ્રુતિ સાથે બોમ્બે આવી જાય છે. અને તેમને પણ એક ટેસ્ટટ્યુબ બેબીની અત્યારની આધુનિક પધ્ધતિથી તેને એક દીકરો જન્મે છે. વિરાટ અને વિશાખાનો દીકરો એકાદ વર્ષનો થતા જ પ્રેમલતા દાદી તેનુ બધુ સંભાળવાની હા પાડતા વિશાખા ફરી વિરાટ સાથે આલ્બમ કરતી થઈ જાય છે. અને સાથે જ તે લોકપ્રિય આલ્બમ સાથે એક સિન્ગર તરીકે ફેમસ થઈ જાય છે.


આજે બે વર્ષ પછી, આખો પરિવાર ત્રણ ભાઈઓના પરિવાર સાથે પ્રેમનિવેશ બંગલા પર બધા ખુશી ખુશી રહી રહ્યા છે. અને દાદા દાદી તેમની મુડી બહુ સંભાળી હવે વ્યાજને રમાડીને મોટા કરવાનો એક અદભુત આનંદ માણી રહ્યા છે !


(સમાપ્ત)


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama