Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Dr.Riddhi Mehta

Drama Inspirational Others

5.0  

Dr.Riddhi Mehta

Drama Inspirational Others

સંગ રહે સાજનનો -૨૪

સંગ રહે સાજનનો -૨૪

4 mins
604


પ્રેમલતાને સવાર સવારમાં જ એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. તે હજુ નાહીને બહાર આવીને પુજા કરવા માટે તૈયારી કરી રહી છે... તે ફોન ઉઠાવે છે તો કોઈ છોકરીનો અવાજ છે, આન્ટી હુ વિરાટની ફ્રેન્ડ બોલુ છું. વિરાટ ત્યાં છે તેને ફોન આપશો ?

પ્રેમલતા : 'પણ તમે કોણ ? વિરાટ તો અહી નથી.એના નંબર પર ફોન કરોને ?'

છોકરી : 'તેનો ફોન નથી લાગતો એટલે જ તમારા પર કર્યો. પ્લીઝ એની સાથે વાત કરાવોને. કેમ એ તમારી સાથે નથી રહેતો ?'

પ્રેમલતા : 'ના.'

છોકરી : 'કંઈ વાધો નહી આન્ટી. સવાર સવારમાં તમને ડિસ્ટર્બ કરૂ છું પણ મને કોઈની મદદની જરૂર છે તમે મને મળી શકશો ?'

પ્રેમલતાને કંઈક ગરબડ લાગે છે એટલે પુછે છે, ના વિરાટ તો અમારી સાથે નથી રહેતો. પણ એવું શું કામ છે ? મારા ઘરે આવીને તુ મળી શકે છે.

છોકરી : 'પ્લીઝ આન્ટી એકવાર મળો તમારી ખુશી માટે જ કહુ છું. નહી તો બહુ મોટો પ્રોબ્લેમ થશે.'

પ્રેમલતા : સારૂ. ક્યાં એ બધુ પુછી લે છે.


પ્રેમલતા ફોન મુકીને વિચારે છે આવો ફોન કોણ કરી શકે ? અને હુ એકલી જાઉ કે કોઈને કહુ ! વિચારે છે.. નિવેશ, વિરાટ... વિશાખા...અને કંઈક ઝબકારો થયો હોય એમ એ એક ફોન કરે છે અને કહે છે ,સંયમ સોરી બેટા. સવાર સવારમાં ફોન કર્યો પણ તુ મને એક મદદ કરીશ. થોડીક વાત કરીને ફોન મુકી દે છે. થોડી વારમાં પૂજાપાઠ કરીને તે બહાર જવા નીકળે છે.


***


નિર્વાણ ઘરમાં આવતા જ નંદિનીના નામની બુમો પાડી રહ્યો છે. નંદિની... નંદિની... તે વિચારે છે. ઘરમા કોઈ લાગતું નથી . કદાચ હુ આજે ઓફિસથી વહેલો આવી ગયો છું એટલે. તે તેમના એક નોકરને પુછે છે, મમ્મી પપ્પા કે કોઈ નથી ઘરે ?'

નોકર : 'ના શેઠ શેઠાણી તો બહાર ગયા છે. ભાભી કદાચ હશે, પણ હમણાં જોયા નથી.


નિર્વાણ સારુ કહીને તેના રૂમ તરફ જાય છે ત્યાં કોઈના હસવાનો આવી રહ્યો છે. તેને એમ કે તેની કોઈ ફ્રેન્ડ આવી હશે. પણ ત્યાં અડધો દરવાજો ખુલ્લો હતો ત્યાં જોતા જ તેની આખે અંધારા આવી જાય છે. નંદિની કોઈ પુરૂષ ના ગળા ફરતે હાથ વીટાળીને બેઠી છે અને હસીને વાતો કરી રહી છે. તેને જોતા જ નિર્વાણ થી બોલાઈ જાય છે. આ માણસ... અહીં ? અને નંદિની ? નિર્વાણના મોઢામાંથી શબ્દ પણ નીકળતા બંધ થઈ જાય છે.


***


પ્રેમલતા એ છોકરીએ કહેલી જગ્યા પર પહોંચે છે. જગ્યા તો એક કોફીશોપ હતી એટલે એવું કંઈ અજુગતું થાય એવી ચિંતા નહોતી છતાં પણ તેને સંયમને પહેલાથી કહીને ત્યાં બોલાવી રીતે રાખ્યો હતો. તે બહાર ગાડીમાંથી એક છોકરીને આવતી જુએ છે અને તે જઈને પ્રેમલતા પાસે પહોંચે છે. આ વસ્તુ સંયમ જોવે છે પણ તેને મો પર બાધેલુ હોવાથી મો દેખાતુ નથી. પછી ત્યાં પહોચતા તે પોતાનું મો ખોલે છે અને સંયમ સાઈડમાથી જુએ છે અને કહે છે, 'મારો શક સાચો નીકળ્યો. પણ એને હવે આન્ટીનુ શું કામ હશે એને ? એમને પણ કોઈ રીતે ફસાવવા આવી છે કે શું ?

તે પ્રેમલતા પાસે આવતા જ કહે છે, 'આન્ટી આજે હુ તમારી સાથે ખાસ વાત કરવા આવી છું.'

પ્રેમલતા : 'મે તને ઓળખી નહી...'

આયુષી : 'મારૂ નામ ઈશા છે. હુ મિ.ધનરાજ નાયકની દીકરી છું. મને તમારો દીકરો વિરાટ મને ગમે છે એની સાથે લગ્ન કરવા ઈચ્છુ છું.'

પ્રેમલતા : 'પણ એના તો લગ્ન થઈ ગયા છે.'

આયુષી : 'હા પણ મને એ પણ ખબર છે કે એની વાઈફ કોઈ ગરીબ ઘરમાંથી આવે છે અને તમને એ મંજૂર નથી તેથી તમે એને તમારા કુટુંબની વહુ તરીકે સ્વીકારી નથી. એટલે એ તેને લઈને જુદો રહે છે. હવે તમને મારા જેવા ધનવાન તમારા મોભા મુજબની વહુ જોઈતી હોય તો તમે મને એને વિરાટની જિંદગીમાથી દુર કરવા મદદ કરો.'

સંયમ બહુ વધારે વાર થતાં તે પ્રેમલતાને ફોન કરે છે, 'આન્ટી આ આયુષી સાથે આટલી બધી શું વાત કરો છો ?'

પ્રેમલતા તો તેનુ નામ ઈશા કહેતા તે તેને બીજી કોઈ છોકરી સમજી હતી. પણ સમયસર સંયમનો ફોન આવતા તેણે બાજી સંભાળી લેતાં કહ્યું, 'એવું થાય તો તો સારૂ ને.... આમ પણ એ વિશાખા મને જરા પણ પસંદ નથી. એવા ગરીબ ઘરની છોકરીને હુ મારા ઘરે કામ માટે પણ ના રાખુ.'

આયુષી તેની જીત થઈ ગઈ હોય એમ એક મંદહાસ્ય કરીને કહે છે 'આન્ટી આગળનુ બધુ હુ તમને પછી જણાવીશ.' એમ કહીને ત્યાંથી નીકળી જાય છે.


***


આયુષી આજે સવારથી જાણે કંઈક ખુશ લાગી રહી છે વધારે જ. તેને એક પીન્ક કલરનુ વનપીસ પહેર્યુ છે તેના પર એક બ્લેક સ્ટાઈલિશ કોટી પહેરી છે. એકદમ છુટા સિલ્કી સ્ટ્રેટ કરેલા વાળ, હાથમાં એક મેચિંગ બ્રેસલેટ, હળવો મેકઅપ મેચિંગ આઈશેડો સાથે, અને છેલ્લે તેના એ ગુલાબી હોઠો પર એક પીન્ક કલરની લિપસ્ટિક લગાવતી તે પોતાની જાતને નીહાળી રહી છે અને મંદ મંદ હસી રહી છે. તેના એ આલીશાન આધુનિક રીતે મસ્ત ઈન્ટીરીયર કરાયેલા પોતાના રૂમમાં રહેલા વિશાળ અરીસામા પોતાની જાતને નિહાળી રહી છે અને કહે છે, 'આઈ લવ યુ આયુષી....' તે એક હાસ્ય કરીને કહે છે, અત્યારે આ લુકમાં તો હુ પોતાની જાતને આટલો પ્રેમ કરી બેઠી છું, તો વિરાટ તો શુ કોઈ સાધુ મહાત્માની પણ તાકાત નથી કે તે અત્યારે પોતાની જાતને મારી પાસે આવતા રોકી શકે !


ભલે સંસ્કારની મુરત છે વિરાટ, આદર્શ પતિ છે, પણ આખરે એક પુરુષ છે આજે તો હુ એવો દાવ રમીશ કે તે પોતાની જાતને મારી પાસે આવતા કોઈ પણ સંજોગોમાં નહી રોકી શકે. એમ બોલતી જ તે એક ફેન્સી મેચિંગ પર્સ લઈને રૂમમાથી બહાર નીકળી જાય છે.


કોણ હશે નંદિનીની સાથે એ વ્યક્તિ ?

તે નિર્વાણને પણ દગો આપી રહી હશે ?

સંયમ અને પ્રેમલતા વિરાટનુ લગ્ન જીવન બચાવવામાં સફળ થશે ?

શુ હશે આયુષીનો માસ્ટર પ્લાન ?

જાણવા માટે વાંચતા રહો, સંગ રહે સાજનનો - ૨૫


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama