સંગ રહે સાજનનો -૨૦
સંગ રહે સાજનનો -૨૦
નિર્વાણ ઓફિસનો સમય પુરો થતાં તે એક મિટિંગ માટે રોકાય છે. તેમાં ફક્ત ત્રણ જણા હોય છે. એમાં તેના બે અકાઉન્ટન્ટ હોય છે. અને એક સિનિયર એક્ઝિક્યુટિવ છે. તે તેમને પુછીને પૈસા કઈ જગ્યાએ ક્યારે ટ્રાન્સફર થયા હમણાં ત્રણ મહિનામાં એનો રેકોર્ડ માગે છે. અને તેના પર કોની સહી છે એ પણ બધુ ડેટા સાથે માગે છે. એમાં થોડીક વિગતો એમની પાસે બાકીનું કંઈ હાજર નહોતું. બધા થોડા અવઢવમાં હતા કે શુ કહેવું ! કોઈની પાસે કોઈ સરખો જવાબ નથી.
નિર્વાણ : આટલી મોટી કંપનીમાં તમે લોકો આટલી સારી પોસ્ટ પર છો પણ તમને આવી બેઝિક વસ્તુઓ ખબર નથી. આ સાભળીને ત્રણેય જણામાથી કોઈ જવાબ આપી શકતુ નથી. એટલે નિર્વાણ બીજા દિવસે તેમને બધુ તૈયાર રાખવાનુ કહીને મિટિંગ પુરી કરીને ઘરે આવે છે. ઘરે આવે છે તો કોઈ ઘરે હોતું નથી. પુછતા ખબર પડે છે કે નિવેશશેઠ અને પ્રેમલતા શેઠાણી ઘરમાં નથી. નિર્વાણને થાય છે કે ક્યાંક કોઈના ઘરે ગયા હશે એમ વિચારીને તેને રૂમમાં જતો રહે છે.
***
વિશાખા કામ પતાવીને બેઠી છે. સાજના સાત વાગ્યા છે હજુ વિરાટ ઘરે આવ્યો નથી. તે તેની રાહ જોઈને એક બુક વાંચી રહી છે. એટલામાં જ ડોરબેલ વાગે છે. તે ઉભી થઈને જુએ છે તો તેના આશ્ચર્ય વચ્ચે પ્રેમલતા છે. વિશાખાને એમ કે પાછળ પપ્પાજી હશે સાથે એટલે તે પાછળ નજર કરે છે. પણ કોઈ હોતુ નથી તે એકલી જ હોય છે. વિશાખાને શું કહેવુ સમજાતુ નથી. એટલે પ્રેમલતા સામેથી કહે છે, 'અંદર આવવાનું પણ નહી કહે ?'
વિશાખાને તો કંઈ ખબર નથી પડતી તેને એમ થાય છે કોઈ આ સપનું છે કે હકીકત. આજ સુધી તેને એની સાથે એક પણ વાર આવી રીતે એકલામા વાત કરી નથી. અને આજે આટલી પ્રેમથી એ પણ ડાયરેક્ટ વિશાખા સાથે વાત.
વિશાખા : 'હા આવોને મમ્મીજી, તમારૂ જ તો ઘર છે.'
પ્રેમલતા અંદર આવીને બેસે છે. વિશાખા ને તો એમ કે એ વિરાટને મળવા આવ્યા હશે એટલે તે કહે છે 'વિરાટ તો હજુ આવ્યા નથી. હમણાંથી તેમને આવતા મોડું થાય છે એમ તેના કંઈ પણ પુછ્યા વિના જ કહી દે છે.'
પ્રેમલતા : 'હા કંઈ વાધો નહી આવશે. હુ બેસુ છું વાધો નહી.'
વિશાખાને એક ડર હતો કે કંઈ ઝઘડો થશે તો એ ટાળવા માટે તે વધારે વાત કરવાનુ ટાળીને તેમના માટે ચા બનાવવા જતી હોય છે ત્યાં પ્રેમલતા કહે છે, 'હુ તો આજે જમવાની છું અહીં. તુ ચામાં જ પતાવી દઈશ ?'
વિશાખા : 'અરે ના મમ્મીજી એવુ નથી. તમે તો રહોને અમારી સાથે જ રોજ મને તો કંઈ વાધો નથી.'
પ્રેમલતા : 'આજે હુ તારી વાત કરવા અને તને જ ખાસ મળવા આવી છું. આમ તો હુ વિરાટને પણ મળવાની જ છું પણ પહેલાં મારે તારી સાથે ખાસ વાત કરવી છે.'
એમ કહીને તે વિશાખાને પોતાની પાસે બેસાડે છે અને કહે છે, 'મને માફ કરી દે બેટા. આજે હુ ખરા દિલથી તારી માફી માગુ છું. પૈસા ના અહમ અને મારા ખુદના ઘમંડને કારણે મે તારા સંસ્કાર અને ગુણોની કદર ના કરી. તારૂ કેટલી વાર બધાની વચ્ચે અપમાન કરી દીધું. મે પૈસા ને સર્વસ્વ માની લીધું હતું. પણ ખરી ખાનદાની તો તારા સંસ્કારો અને સહનશીલતામા છે. તે ક્યારેય મારી સામે તને આટલું કહેવા છતાં એક શબ્દ પણ કહ્યો નથી. હુ તારી માફી માગવાને લાયક તો નથી છતાં પણ બે હાથ જોડીને તારી માફી માગુ છું.'
વિશાખા : 'અરે મમ
્મીજી તમે આ શું કરો છો. સંતાનોની માફી થોડી માગવાની હોય ? બસ આખરે મારો ઈતજાર પુરો થયો. હુ તો આ તમારી નફરત માટે તૈયાર થઈને જ આવી હતી કારણ કે પપ્પાજી અને વિરાટ એ મને લગ્ન માટે અમદાવાદ આવેલા ત્યારે જ બધુ જણાવી દીધુ હતું.'
પ્રેમલતા :( હસતા હસતા) 'બીજું શું શું કહ્યું હતુ મારા વિશે ?'
વિશાખા: 'કંઈ નહી..કે મમ્મી નો સ્વભાવ શ્રીફળ જેવો છે. બહારથી કડક અને અંદરથી નરમ. એકવાર તમને ગમાડી દે એટલે તમારા પર જાન કુરબાન કરી દે.'
પ્રેમલતા :'હમમમ... હવે બહુ વધારે થઈ ગયું. એમ કહીને બંને જણા હસે છે. ત્યાં જ વિશાખા હુ આવુ છું કહીને રસોડામાં જાય છે. અને પ્રેમલતા બહાર બેઠી હોય છે ત્યાં જ ડોરબેલ વાગતા તે જ દરવાજો ખોલે છે તો સામે વિરાટ હોય છે.
***
સંયમ સેટ પર વહેલા આવી જાય છે અને વિરાટને પણ ફોન કરીને વહેલા બોલાવે છે, આયુષી વિશે ખાસ વાત કરવા. આમ તો સમય બહુ વ્યવસ્થિત છે તેને બીજાની જિંદગીમા દખલ કરવામાં કોઈ રસ પણ નથી હોતો. પણ આ વાત વિરાટની છે તે તેના ભાઈ જેવું જ માને છે. અને વિશાખાને તો એ સગી બહેન કરતાં પણ વધારે રાખે છે. સમય આજે તો વિરાટને બધુ સાચુ કહેવાનુ નક્કી કરીને જ આવ્યો છે. એટલામાં જ વિરાટ ત્યાં પહોંચી જાય છે. અને તે હજુ શુટિંગની અડધો કલાકની વાર છે એટલે વિરાટની ઓફિસમાં જ બેસીને વાત કરવા માટે તેને ત્યાં લઈ જાય છે. અને પુછે છે, 'વિરાટ તુ આ ધનરાજ શેઠને ઓળખે છે ?'
વિરાટ : પર્સનલી નહી. તે મોટા બિઝનેસમેન છે અને તે હંમેશાથી અમારા શેઠ ઈન્ડસ્ટ્રીઝ સાથે હરિફાઇમાં હોય છે. બાકી હુ તો કોઈ દિવસ ખાસ ઓફિસમા ગયો પણ નથી અને એમાં રસ પણ દાખવ્યો પણ નથી એટલે મને ખાસ ખબર નથી. પણ તને અચાનક આવુ પુછવાનુ કેમ યાદ આવ્યું ?'
સંયમ : 'એ તો આયુષી છે ને..' બોલવા જ જાય છે ત્યાં તેની નજર એકદમ નજીક આવી ગયેલી આવી ગયેલી આયુષી પર પડતા જ તે વાત બદલીને કહે છે 'અરે આયુષી આજે તો ઓટો જલ્દી મળી ગઈ કે શું ? રોજ તો તને જલ્દી મળતી નથી એટલે પુછું છું.'
આયુષી જાણે તેની કંઈ ચોરી પકડાઈ ગઈ હોય એમ સંયમ સામે મોઢું બગાડીને કહે છે, 'હા રોજ મોડું થાય ને બધાનુ સાભળવુ એના કરતાં વહેલા આવી જવું સારું.'
એટલામાં વિરાટને કોઈનો ફોન આવતા તે વાત કરવા બહાર જાય છે ત્યાં જ આયુષીને પાછળ બહાર જતી રોકીને સંયમ કહે છે, 'ક્યાં સુધી એની પાછળ આમ ફરીશ ? એ બીજા કોઈનો પતિ અને હવે તો કોઈનો પિતા પણ બનવાનો છે, તને યાદ તો છે ને ?'
આયુષી આમ જાણે અચાનક સામે આવેલા શબ્દોના પ્રહારથી હચમચી જાય છે. તેને એ તો ખબર પડી જ જાય છે કે સંયમ ને હવે મારો ઈરાદો તો થોડો સમજાઈ ગયો છે છતાં પણ તે બેફિકરાઈથી જવાબ આપતા કહે છે, "જ્યાં સુધી મારો નહી થાય ત્યાં સુધી..."
એટલામાં જ વિરાટ આવીને કહે છે 'ચલો ફટાફટ શુટિંગ માટે જઈએ. જેથી જલ્દીથી પુરૂ થાય કહીને તે મેકઅપ રૂમ પાસે જાય છે. અને આયુષીને પણ તૈયાર થવા મોકલી દે છે. સંયમ ગુસ્સામાં ત્યાંથી જતો રહે છે.
શુ સંયમ આયુષીથી વિરાટને બચાવી શકશે ?
વિશાખા અને વિરાટનુ લગ્નજીવન મુશ્કેલીમા આવશે ?
નિર્વાણ કોઈ મોટી મુસીબતમાં મુકાશે ?
જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજનનો - ૨૧