Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Nirmita Vaishnav

Abstract Inspirational Others


4.8  

Nirmita Vaishnav

Abstract Inspirational Others


સમજ સેવા

સમજ સેવા

3 mins 386 3 mins 386

આજે ઓફિસમાં ઘણી મજ્જા કરી. ઇન્ટરનેશનલ વુમન'સ ડે સેલિબ્રેટ કર્યો. ખાસ વુમન એમ્પ્લોયીઝ માટે એક સ્પેશ્યલ બુકે, ગ્રીટિંગ કાર્ડ એન્ડ ચોકલેટ બોક્સનું હેમ્પર ગિફ્ટ કર્યું. ને વળી બધ્ધાંને લંચ પછી વહેલાં ઘરે જવા અને એન્જોય કરવાની ફ્રીડમ! બપોરે ૪ વાગ્યે, હું ઓફિસેથી ઘર તરફ નીકળી અને હજુ ૨૦૦ મીટર આગળ આવી ત્યાં જ સિગ્નલ રેડ થયું. મારી નજર બાજુનાં ડિવાઈડર પાસે ઉભેલી એક વ્યક્તિ ઉપર પડી. તેને જોઈને, ખબર નહીં કેમ, પણ તેને ગ્રીટ કરવાનું મન થયું! મેં વિન્ડો ગ્લાસ ડાઉન કર્યો એન્ડ તેને ચોકલેટ અને બુકે આપતા કહ્યું "હેપી વુમન'સ ડે"! એની આંખોમાં આશ્ચર્ય સાથે આભાર દેખાયો. અમે બંને કોઈ વાત કરી શકીયે એ પહેલાં સિગ્નલ ગ્રીન થયું અને પાછળથી આવતાં ઉતાવળાં હોર્નનાં ઘોંઘાટમાં એ ક્ષણ સરી ગઈ.

બીજા જ દિવસે ઓફિસની નજીક એક વેજિટેબલ સ્ટોર પર ખરીદી કરતાં, બાજુમાંથી પસાર થતી એ વ્યક્તિ મને જોઈને પરત વળી. હું પણ એક જ નજરમાં એને ઓળખી ગઈ. એક સ્મિતની સાથે એણે વાત કરવાની ઈચ્છા જતાવી. મેં પણ એક સ્માઈલ આપી અને શાક લઇને મારી કાર તરફ ચાલી. કાર પાસે આવતાં એણે મને કહયું "થેન્ક યુ.. કાલે તમે મને વિશ કરી ને ખરેખર ખુબ માન આપ્યું જે કદાચ આટલા વર્ષોથી એક સ્વપ્ન હતું. થેન્ક યુ!"

"વુમન'સ ડે ઉપર વુમન એક બીજાંને ગ્રીટ ના કરે એ તો કેમ ચાલે !" કહીને મેં એની વાત વધાવી અને કારનો દરવાજો ખોલી, જવા માટે નીકળી. બંને તરફ ફરીથી સ્મિતની આપ-લે પછી, એ પોતાના અને હું મારા રસ્તે ચાલી. પણ એની છાપ મારા મન પર ઘણે ઊંડે સુધી ઉતરી. એ રાત્રે વિચાર આવ્યો કે એને ફરી મળું. એનાં જીવન વિષે જાણું અને કશુંક એવું કરું જે કદાચ એના ભાવિને સાચા રસ્તે કંડારે.

બીજા દિવસથી ઓફિસે આવતાં-જતાં મારી આંખો એને, એ રસ્તા પર શોધવા લાગી. લગભગ ૩ દિવસ પછી એક સાંજે મારી નજર એના પર પડી. મોકો ના ચૂકતાં, હું ત્યાં ગઈ અને સ્મિત સાથે બાજુમાં આવેલી એક ચાની ટપરી પર મળવા ઈશારો કર્યો. ચા પીતાં પીતાં મેં એનાં જીવન વિષે જાણ્યું. એણે જણાવ્યું કે એ નજીકની વસ્તીમાં જ રહે છે અને પોતે ઓનલાઇન ભણે પણ છે. એક ડિસ્ટન્સ યુનિવર્સિટીમાં કોમર્સ ગ્રજ્યુએટ થઇ ને હવે ક્યાંક નોકરી શોધે છે. પણ, હજુ સુધી કોઈ જોબ એપ્લિકેશન ફોર્મમાં એના માટે 'ટીક' કરવાનું બોક્સ નથી. ધર્મ ભલે અર્ધ-નારીશ્વરની પૂજા કરાવે, પણ કર્મથી સમાજમાં સ્વીકારની ભાવના ક્યાંથી શોધવી!

એક જ ક્ષણમાં જાણે મારા મનમાં બધું જ ગોઠવાઈ ગયું હોય, એમ મેં એને પૂછ્યું કે એ પોતાનાં જ સમાજમાં એવાં કેટલાં લોકોને ઓળખે જે એની જેમ જ કશુંક કરવા માંગતા હોય અને લાયકાત પણ ધરાવતા હોય. આશ્ચર્ય સાથે ૧૨ નામ તો એણે ઊભાં ઊભ ગણાવ્યાં અને સ્માર્ટલી, આ પૂછવા પાછળ નું કારણ પણ પૂછી લીધું. મેં કહયું "તારાં અને તારાં ફ્રેંડ્સ માટે સ્વપ્ન પૂરાં કરવાનો એક પ્લાન છે, કાલે આ જ ટાઈમે બધાંને મળીને, હું નક્કી કરું એન્ડ પછી તને કહું"! બીજા દિવસે હું એ ૧૨ લોકો ને મળી. મારા એક્સપેરિએન્સના બળે, બધાંને સમજવાની કોશિશ કરી અને સિલેકશન ડિકલેર કર્યું, આખો પ્લાન સમજાવ્યો.

બીજાં દિવસે એક જૂનાં ફ્રેન્ડને કોલ કર્યો અને એના બંધ પડેલા બિઝનેસ પ્રોસેસીંગ યુનિટને ચાલુ કરવાની ઓફર કરી. વ્યસ્તતા અને સારા કર્મચારીઓના અભાવે તેણે પોતાનું યુનિટ, ગયા મહિને જ બંધ કરવાની વાત કરી હતી. નફામાં પાર્ટનરશીપ સાથે આખું યુનિટ સંભાળવાની જવાબદારી લઇને પેલા ૧૩ કર્મચારીઓ સાથે અમેં નવાં બિઝનેસનાં શ્રી ગણેશ કર્યાં. 

આજે ફરી પાછો એ જ દિવસ આવ્યો.. વુમન'સ ડે! આજે માત્ર બુકે અને ચોકલેટ જ નહીં, માન, ઓળખ, અધિકાર માટેની લડતમાં સાથ આપવાનો સંતોષ માણી રહેલી હું.. આ વીતેલા એક વર્ષને જાણે નજર સામે જોઈ રહી હતી! આજે ૨૫ વ્યક્તિઓની આ વર્કિંગ ટીમ, "ક્રેડિટ પ્રોસેસીંગ"માં પાવરધી છે. ૨ નવાં વિદેશી પ્રોજેક્ટ સાથે પ્રોફિટેબલ કમ્પનીમાં આજે પણ અમે ફોર્મ ભરાવીએ તો માત્ર એટ્ટીટ્યૂડ જોઈએ છીએ, જાતીયતા નહી. ને એટલે જ કદાચ આ ટીમ એ બધા ને અપનાવે છે જેને જોબ એપ્લિકેશનમાં પોતાની માટે ટીક માર્કનું ખાનું નથી મળતું.


Rate this content
Log in

More gujarati story from Nirmita Vaishnav

Similar gujarati story from Abstract