Nirmita Vaishnav

Drama Fantasy

4.7  

Nirmita Vaishnav

Drama Fantasy

કનેક્ટિંગ ધ લવ્ડ વન્સ

કનેક્ટિંગ ધ લવ્ડ વન્સ

5 mins
549


 દિવાળીની આગલી રાતે રોજની માફક ઘરની લાઈટો બંધ કરી, દરવાજો વાસીને હું બેડરૂમમાં ગઈ. હજી આંખ લાગી જ હતી ત્યાં અવાજ આવ્યો "દિવાળીની તૈયારી કરી લીધી?" જોયું તો દિવ્ય મુખ અને પ્રકાશિત આભા સાથે શ્રી કૃષ્ણ ડાઈનિંગ ટેબલ પર બેઠેલા. અરે ! શું વાત છે, અહિયાં ક્યાંથી ! - મેં કહ્યું.


 કૃષ્ણ: બસ,વાતો કરવાનું મન થયું અને લાગ્યું કે આ દિવાળીમાં કાંઈક સ્પેશ્યલ કરવું છે. તો માર્કેટિંગવાળા લોકો કદાચ આઈડિયા આપે ! ! (ચોકલૅટ બોક્સ સામે જૉતાં)

હા હા હા, આ ચોકલૅટ છે હો. તમારૂં માખણ, મિસરી તો નહિ મળે, પણ આ તો ચોક્કસ ઓફર કરીશ - મેં આખું કેડબરી સેલિબ્રેશનનું બોક્સ ઓફર કર્યું. 

કૃષ્ણ : ચોકલૅટ સાથે કંઈ ચિપ્સ જેવું હોય તો (કાનુડા સ્પેશ્યલ નટખટ સ્માઈલ સાથે)

હું: હા હા, ચાલો મીડ નાઈટ મંચીસ તો હાજર જ હોય ને ! 

ચિપ્સ એન્ડ ખાખરા ખાતાં ખાતાં અમે વાતો શરુ કરી. 

હમ્મ, તો તમે હવે કામ ની વાત કરો. આ "દિવાળી સ્પેશ્યલ સ્કીમ" શું કરવાનાં?

કૃષ્ણ : લોકોને દિવાળીમાં કાંઈક સ્પેશ્યલ આપવું હોય, તો તારા મતે કઈ સ્કીમ રાખવી? 

જુઓ, દિવાળી એટલે ખાસ તહેવાર. સ્પેશ્યલ નાશ્તા,મીઠાઈઓ, નવાં કપડાં, ૧૨ મહિને એક વાર ફરવા અથવા ફિલ્મ જોવાનો મોકો ! - આ હતી અમારી ૧૯૮૦ થી ૧૯૯૦ની દિવાળી. પછી આવ્યાં પોસ્ટકાર્ડ્સ, દિવાળી ગ્રીટિંગ્સ, રંગોળી, ભાત ભાતનાં ડેકોરેટેડ દીવા, અને સાથે જ હેલ્થની ચિંતા ! ગળ્યાં શક્કરપારાનો ડબ્બો હવે ખારા શક્કરપારા એ ભર્યો, પણ ભર્યો ખરો ! ૨૦૦૧ થી લઈને ૨૦૧૦ જાણે કે ફટાફટ નીકળી ગઈ. ગ્રીટિંગ કાર્ડ્સની જગ્યા એસએમએસ ખાઈ ગયું. સગાંની વિઝિટ બાદ થઈ પણ વહાલાંને "હેપ્પી દિવાળી" એન્ડ ન્યૂ યેર વિશ કરવા, ખાસ મળવા જતાં. હજુ અવનવા ફટાકડાં પણ પર્યાવરણની પરમિશન સાથે માણતાં ! ડાયેટ કોન્સિયસ કવીન્સ માટે સ્પેશ્યલ સુગર ફ્રી મીઠાઈઓતો તરલા દલાલની બૂક્સમાંથી જોઈ જોઈ ને પણ, બનતી ! ફ્રેન્ડ્સ ફેમિલી સાથે મળીને ટીવી ઉપર ફિલ્મો જોવાનો શોખ પણ પૂરો થયો.

કૃષ્ણ: હા, એ સાચું. તમે લોકો ઘણાં આગળ નીકળી ગયાં. 

હું : હા, અને વળી ૨૦૨૦માં તો તમે પૂછશો જ નહીં ! જિંદગી ૩૬૦ ડિગ્રી ફરી ગઈ. ૨૦૨૦ સુધીમાં, તો જાણે દુનિયા મુઠ્ઠીમાં જ છે. ફાઈવ જી, એ આઈ, વિડિઓ કોલ્સ, બધું જ વર્ચુઅલ અને બધું જ ઓનલઈન !

આ બધાં ની સાથે એક નવો જ અનુભવ લાવ્યો - કોરોના !

કોરોનાએ લોકોને લોકડાઉંન અને ઈસોલેશન સમજાવ્યાં ! હવે દિવાળીની રાહ જોયા વિનાં જ ઘર ની સફાઈ, સજાવટ, નવી વાનગીઓ, નાશ્તા , વેકેશનની ઘરમાં રહેવાની ઈચ્છાપૂર્તિ, અઢળક ફિલ્મો અને વેબ સિરીઝ નું એન્ટરટેઈન્મેન્ટ, આ બધું જ દિવાળી પહેલા જ મળી ગયું. ૩ડી ટૂરથી દુનિયા પણ ફરી લીધી ! ! 

બધું જ છે પણ એ ઉત્સાહ, ઉમંગ અને દિવાળીની સ્પેશ્યલ રાહ જોવાતી દ્રષ્ટ્રિ નથી. 

કૃષ્ણ: હા એ તો ખરું. કોરોના કાળમાં દરેક વ્યક્તિએ અમને ભગવાનને પણ બહુ પૂજી લીધાં ! પણ, એ તો કહે કે હવે શું કરીયે જેથી માનવ જાતને - તમને સૌને કૈંક દિવાળી જેવું સ્પેશ્યલ લાગે !

હું: એક સ્કીમ ખરી મારા મનમાં. પણ એક જ શરતે કહું, પૂરી કરવી પડશે. હોં !

કૃષ્ણ : માર્કેટિંગનું કામ ભૂલી ગઈ ? પ્રોપોઝલ તો આપ. જોઈએ કેટલીક પ્રોફિટેબલ રહે ! 

હું: મને ખબર જ છે, આ પાક્કો સેલુ માણસ, ખર્ચાળ કામ ન કરે. પણ આ પ્રોપોઝલનો મોકો હું પણ જવા ન દઉં !

તો વિચારો, તમને એક દિવસ વાંસળી અને રાધા સાથે સ્પેન્ડ કરવા મળે તો? એક દિવસ આખું ગોકુળ ગામ અને સુદામા-બલરામ બધા જોડે ગેંડી દડો રમવા મળે તો? પેલા નાનપણના કિસ્સાઓ, બાજુમાં બેસીને નંદજી વાગોળે અને મમ્મી માથામાં તેલ નાખી આપે તો !?

કૃષ્ણ: આહલાદક ! વિચાર માત્રથી મન પ્રફુલ્લિત થઈ જાય ! પણ સમજ્યો નહીં, સ્કીમ શું છે?

હું: માર્કેટિંગ, એટલે જે ફીલગુડ કરાવે અને વૅલ્યુ સમજાવે ! એક દિવસ એવો આપો કે જે લોકો આજે આ પૃથ્વી પર નથી, એ બધાને બોલાવીએ. મળીએ અને એમનો સાથ માણીએ. કદાચ, એ લોકોને મળવાથી, એની સાથે ટાઈમસ્પેન્ડ કરવાથી બાળકોને સાચી દિશા મળશે. કઈં નહિ તો ૧૨ મહિને એક વાર મન ભરીને વાતો, ક્યાંક ભાવતાં ભોજન અને ક્યાંક માથામાં તેલ માલિશ મળશે. ક્યાંક તો વીતેલા સમય નો રિવ્યૂ પણ લેવાશે ! ક્યાંક મોટા ભાઈ બહેનને વઢવાની સિફારિશ અને ક્યાંક વળી "તને હું યાદ જ નથી આવતી" ની ફરિયાદો પણ થશે.

કૃષ્ણ: એટલે, તું એમ કહે છે.. કે જે... સ્વર્ગ સિધાવી ગયા છે, એ લોકો ને દિવાળી કરવા મોકલીએ? (અવાચક થઈ ને) 

હું: હા તો વળી ! એમાં સૌથી વધારે ફાયદો તમને જ છે. ૧/૨ દિવસની આ "કનેક્ટિંગ લવ્ડ વન્સ" ડ્રાઈવમાં તમને અધધધ આશીર્વાદ મળશે ! અને હા, આટલાં વર્ષોની રીસ અને "ભગવાન મારી સાથે જ ખરાબ કરે છે" - ની દરેક ફરિયાદો સૉલ્વ કરી શકાશે. (એક્સસાઈટમેન્ટ માં)

કૃષ્ણ : એ કઈ રીતે? 

જો, ત્યાં થી જે આવશે એ તો તમારાં જ પ્રતિનિધિ રહેવાના ! એ બદ્ધાં ગુડ વર્ડ ઓફ માઉથ સ્પ્રેડ કરશે, તમારાં જ બ્રાન્ડ એમ્બેસેડર્સ ખરાંને ! અને આનાથી વધુ સરસ બ્રાન્ડ બિલ્ડીંગ શું હોય !

કૃષ્ણ: આઈડિયા તો સારો છે, પણ...

બસ બસ, જો આઈડિયા સારો છે તો કરો લોન્ચ. દિવાળીમાં કૈંક સ્પેશ્યલ તો લાગવું જ જોઈએ ! 

કૃષ્ણ : (થોડું વિચારી ને) હા, પણ અત્યારે સ્થિતિ બહુ નાજુક છે. કોરોનાને લીધે ઓપેરશનલ ચેલેન્જ પણ ઘણા છે. મારે પણ એક્સટ્રા ડ્યૂટી કરવી પડે છે ! ક્યાંક ડૉક્ટર થઈને, ક્યાંક નર્સ કે મેડિકલ સપોર્ટ થઈ ને. દિવસે બેંકમાં પણ અને રાત્રે પેલા વપરાયેલા માસ્ક ઉપાડવા જતા - સ્વીપર માં પણ. તમે માનવ જાતિએ એવો તો વાયરસ બનાવ્યો છે જેને જાણી ને સ્વર્ગ લોકમાં પણ ચિંતા નું વાતાવરણ છે. આવા સમયમાં કોઈ સ્વજનને અહીં ધરતી પર બોલાવી ને મળવાનું યોગ્ય રહેશે?

હું: (ઉત્સાહનાં ઉભરામાંથી બહાર આવીને) વાત તો ખરી છે. તો એક કામ જ કરો આ વખતે દિવાળીમાં બધાંનાં મન શાંતિ અને આશાથી ભરી દ્યો. વસ્તુગત કઈ ઘટતું નથી હવે, માત્ર તમે સાથ આપો અને કોરોના કાળને ભૂતકાળ બનાવો. સ્વજનો સાથે "કનેક્ટિંગ લવ્ડ વન્સ" બીજી દિવાળીએ કરાવજો. 

કૃષ્ણ: વાહ ! કેટલી સમજુ છો તું ! હવે એક ફિલ્ટર કોફી પણ પી નાખીયે. 

હું: મનની વાત સાંભળી ને પાછું ઈચ્છાઓનું ફિલ્ટરેશન કરાવી લો - તમે, અને સમજુ હું !? ! ચાલો, ફિલ્ટર કોફી બનાવું. 

કીચનમાં હાથ ધોવાં નળ ખોલ્યો અને ડોરબેલ સંભળાણી. આંખો ખુલી ! એક જ સેકન્ડમાં ખ્યાલ આવ્યો કે સ્વપ્ન પણ, સ્વ સાથે વાતચીતનો જ એક પ્રકાર હશે ! દૂધ લઈ ઘરમાં આવી, ટેબલ પર ખાલી ચિપ્સનું પેકેટ અને ડેરી મિલ્કના રેપર્સ !

દિવાળી સ્પેશ્યલ માર્કેટિંગ સ્કીમ આપી દીધી છે, ક્યારેક અપ્પ્રરૂવ થઈ જાય તો આપણે બધાં ફરી પાછા, આખું વરસ, દિવાળીની રાહ જોતાં થઈ જશું. હેપ્પી દિવાળી !


Rate this content
Log in

Similar gujarati story from Drama