STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Thriller

4  

Kalpesh Patel

Drama Classics Thriller

સીમા ~એક માં ની લાગણી.

સીમા ~એક માં ની લાગણી.

3 mins
35

ડિસ્ક્લેમર: પ્રસ્તુત વાર્તા સીમા, એ સમુદ્રની એક કલ્પિત લહેર છે, જે શબ્દોમાં કિનારો શોધે છે. તેમાં વર્ણવાયેલા પાત્રો, અવાજો અને ઘટનાઓનો વાસ્તવિક જગત સાથે કોઈ સીધો સંબંધ નથી. જો વાંચતા વાંચતા તમને દરવાજા પર ધીમો ટકોરો સાંભળાય… તો એ માત્ર સંયોગ હશે.

સીમા (એક માં ની લાગણી)

(સસ્પેન્સ-હોરર વાર્તા)

આજે રવિવાર હતો. ઘરમાં નીરવ શાંતિ હતી, ફક્ત રસોડામાં તવી -તાવેથાના અવાજ અને રાઈ મરચા ના વઘારનો તડતડાટ.

ઊર્મિલાબેન ચા ઉકાળતાં ઉકાળતાં થેપલા શેકી રહ્યા હતાં.ઘરની હવામાં, લીલા મરચા ધાણા-જીરું અને ગરમ ઘીના  અને આદુ  અને લીલી  ચ્હા ની સુગંધ ફેલાઈ ગઈ હતી.

ત્યાં તેમને હોલમાંથી દીકરા જયનો અવાજ આવ્યો.

“મમ્મી, નાસ્તો લાવો ને… ટીવી સામે રાખી દો.”

ઊર્મિલાબેને વળતો જવાબ આપ્યો, “હા બેટા, બે મિનિટ, ચા ઉકળી જાય.એટલે ચ્હા સાથે ગરમ થેપલા સાથે રાખું છુ ” પણ તું બ્રશ તો કરી લે ગગા..

બે મિનિટ પછી ફરી  પાછો એજ અવાજ
“મમ્મી, જલ્દી કરો, મે બ્રશ પતાવી લીધું છે, અને… આ ઓલમ્પિક સી સ્વિમિંગ ફાયનલ રાઉન્ડની ગેમ પણ ચાલુ થઈ છે.”

ઉર્મિલાબેનના હર્ષની સીમા નો કોઈ પાર નહતો,ભાઈ તું ભારે ખેલાડી, લે આ તારો "નાસ્તો - કુસ્તો", ઊર્મિલાબેન હસતાં હસતાં થાળી તૈયાર કરી ત્રણ ગરમ થેપલા, બટેટાનું શાક અને લીંબુનું અથાણું લઇ
તેઓ હોલમાં આવી રાખી ગયા. જય ટીવી સામે બેઠો હતો, હાથમાં ગેમ કંટ્રોલર. સ્ક્રીન પર સમુદ્ર કિનારો દેખાતો હતો,  ઓલેમ્પિકની ગેમ મા એક ગ્રુપ તરતું હતું.

મમ્મીએ થાળી મૂકી કહ્યું  “લો, સાહેબ ગરમ છે, સાવધાન.” જય બોલ્યો જ નહિ, તેની નજર ફક્ત સ્ક્રીન પર મંડયેલી હતી.
ઊર્મિલાબેન પાછા રસોડામાં ગયા

ખાલી થાળી અને અજાણ્યા નિશાન

બે મિનિટમાં તેઓ ગરમ ચ્હા નો મગ  મૂકવા તેઓ ફરી હોલમાં આવ્યા, ત્યારે
થાળી એમની એમ ભરેલી જ હતી. નાસ્તો અથાણું શાક બધું એમજ અકબંધ ઠંડુ ઠીકરુ થઈ પડેલું, અને દીકરોજય ક્યાંય નહોતો.

“અરે, જય? ક્યાં ગયો?” બુમ મારતા તેઓ
બધે ફરી વર્યા,રસોડું, બેડરૂમ, બાથરૂમ. ક્યાંય જય નો પત્તો લાગ્યો નહીં.ઘર નો
દરવાજો અંદરથી બંધ હતો. જયનો મોબાઇલ પણ ટેબલ પર પડેલો હતો.

ઊર્મિલાબેનના હૃદયની ધડકન વધી ગઈ.
તેમણે નાસ્તાની થાળી તરફ જોયું થાળીના કિનારે નાની-નાની પાણીની બૂંદો પડી હતી… બૂંદો ઠંડા સમુદ્રના પાણી જેવી ખારી સુગંધ ધરાવતી હતી.

ત્યારે એક નાનો અવાજ આવ્યો
દરવાજા પર ધીમો ટકોરો થયો.અને પાછળથી  અવાજ આવ્યો “મમ્મી… નાસ્તો લાવો…”

આ અવાજ તો જયનો હતો… પણ તે દરવાજાની બહારથી કેમ આવતો હતો?
ઊર્મિલાબેન ગભરાઈને દરવાજા તરફ ગયા, દરવાજા નો અંકડી ખોલવા હાથ લંબાવ્યો… પણ તેમનો હાથ અટકી ગયો.

કારણ કે તેમને યાદ આવ્યું,ગયા મહિને , જય તેમના પતિ દશરથ, બન્ને સાથે દરિયાકિનારે યોજાયેલી તરણ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતાં .સમુદ્ર તરણ સ્પર્ધા દરમ્યાન અચાનક મોજાં ઉંચા થયા, પવન વેગવાન થયો… અને બંને સમુદ્રમાં ક્યાંક ગાયબ થઈ ગયા હતા.ચારેક દિવસ સુધી શોધ ચાલતી રહી, પણ દશરથ અને જયનો પત્તો નહતો લાગ્યો.અને બન્ને ને મૃત જાહેર કરી દીધેલા હતાં.

ઊર્મિલાબેનના કાને ફરી એ નો એ જ અવાજ  સતત ગુંજી  નાસ્તા ની ગુહાર લગાવતો રહ્યો.
“મમ્મી… નાસ્તો…”

હવે તો એ અવાજ ભીનાશભરેલો, જાણે પાણીની અંદરથી આવતો હોય એવો થતો ગયો.
ઉર્મિલાબેન દરવાજો ખોલવાની હિમ્મત ન કરી શક્યા. અંતે દરવાજાની નીચેની ફાંટમાંથી ઠંડું ખારું પાણી અંદર વહેવા લાગ્યું… અને હોલના મધ્યમાં થાળી પાસે અટકી ગયું.

ઊર્મિલાબેનના હાથમાંથી ચ્હા ના મગની ટ્રે છૂટી ગઈ.
ઘરનો દરવાજાની અંકડી ધીમે ધીમે  એની મેળે ખુલી રહી હતી …

અને પછી —
કોઇ ન જોઈ શકે તેવી ઠંડી લહેર નું મોજું ઘરમાં પ્રવેશી ગયું,. ભલે સમુદ્ર તેની સીમા પાર નથી કરતો, પરંતુ અત્યારે તો ઉર્મિલાબહેન લગભગ અચેતન અવસ્થા મા જરૂર હતાં, પણ પતિ અને પ્રાણપ્યારા જયની યાદ મા તેમની આંખમા સમુદ્રથી મોટા મોજા ઉછળી, સીમા ઓળંગી વહી રહ્યા હતાં.
----
🙏🏻વાર્તા નું મૂલ્યાંકન જરૂર કરજો. આપનો પ્રતિભાવ એજ મારો ઉપહાર. 🙏🏻



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama