Vijay Shah

Inspirational Drama

3  

Vijay Shah

Inspirational Drama

શરત જીત્યું કોણ ?

શરત જીત્યું કોણ ?

6 mins
7.3K


મંગુભાઈ એ દુઃખમાં માથુ ઘુણાવ્યું. “હા. એ સુશલી એમજ દુઃખી થઈને રહેવાની છે.”

હું મનુભાઈ અને સુશીલાને સારી રીતે જાણું તેથી મેં ધડાકો કર્યો.” જોજો મંગુભાઈ સુશીલા પાંચજ વર્ષમાં સુરેશને સુધારીને રહેશે. અને એ એના નામ પ્રમાણે ગુણ સિધ્ધ કરશે. બોલો લગાવવી છે શરત !“

       “હારી જશો નવનીતભાઈ કારણ કે તમે તો ખાલી મારી જ વાતો સાંભળી છે અને તે પણ અધકચરીજ…..”

       “તમે એમ કહ્યુને કે એ સુરેશને આગળ લાવવા બહુજ પ્રયત્ન કરે છે. એને એના ભૂતકાળ માંથી બહાર કાઢવા તનતોડ પ્રયત્ન કરે છે.”

       “હા. પણ પેલા જડસુને એની કયાં ખબર છે. અને તો જો એનું ચાલેને તો સુશીલા પાસે નોકરી પણ કરાવવી છે. અને ઘરમાં નોકરાણી જેવુ કામ પણ… રાતમાં અગીયાર બાર વાગે મિત્રોના ઠઠ્ઠામાંથી – જુગાર – રમીમાંથી હારીને આવીને ઘરે હુકમ ચલાવવા છે. રાતના પણ એને સુશીલા ગરમ ગરમ ખાવાનું કરીને જમાડે છતાં પણ – એમાં શું ? એ તો એની ફરજ છે – કહીને છૂટી પડે.”

       “એ ગમે તે હોય પણ એની સામે સુશીલા ને કયાં એનાં ભણતરનું , જ્ઞાનનુ, નોકરીનું ગર્વ છે ? જો એ ગર્વ હોત તો આ સતરમી સદીમાં જીવતા પતિરાજ સાથે કયારનુયે અચ્યુતમ કેશવમ્ થઈ ચુક્યુ હોત ! – પણ હજી સુધી નથી થયું એ શું બતાવે છે ? – એજ કે એમની જીવન નૈયા ને ખરાબો નડવાનો નથી કારણ કે સુશીલા સમજુ છે અને એના પતિને સુધારવાની ચેલેન્જ લઈને એને પરણી છે.”

       “પણ નવનીતભાઈ તાળી હંમેશા બે હાથે વાગે એક પૈંડે રથ દોડતો પણ કેટલે ? હું તો કહું છું – આ જોડુ એકજ વર્ષમાં છૂટુ પડી જશે.”

       “અને હું કહું છું સુરેશને સુશીલા સુધારીને રહેશે. બોલો લગાવવી છે શરત.”

       “હું કહું છું એકજ વર્ષમાં કે બહુ બહુતો દોઢ વર્ષમાં એ છૂટા પડશે – અને તમે કહો છો એ છુટા નહી પડે. ચાલો લાગી એ વાતની શરત.”

       “જો તમે હારો તો રોજ લંચ અવરમાં મારે તમને 120 નું પાન ખવડાવવાનું અને હું હારુ તો રોજ 5 સીગારેટ પીવડાવવાની કબુલ ?”

       “કબુલ !”

 ******* 

       મંગુભાઈ અને નવનીતલાલ બંને માધ્યમિકશાળા ના શિક્ષકો હતા અને સુશીલા નવનીતલાલ ના ગામની છોકરી અને મંગુભાઈ ની પડોશણ હતી.

       જયારથી હાલોલ નજીક સ્ટુડીયો ખુલ્યો હતો ત્યારથી સુરેશને નશીબ અજમાવવાની ચટપટી લાગી હતી. એનો ભૂતકાળ બહુ યાતના સભર હતો. માબાપના સાત સંતાનો માં એ સૌથી મોટો – અને એકના ડબલ ના ચસ્કામાં એના બાપની જેમ તે પણ અર્ધો પગાર ખોઈ બેસ તો એ ખોટ પુરી પાડવા સ્ટુડીયોમાં જુનીયર આર્ટીસ્ટ સપ્લાયર હરગોવિંદ સીંધને કાયમ કરગરતો રહેતો. મહીનો એક ચા પાણીના ખર્ચાબાદ એકાદ ફીલ્મના નાનકડા શોટમાં જુનીયર આર્ટીસ્ટ તરીકે પહોંચી જતો. અને ચાપાણીના ખર્ચેલા પૈસા બે એક ક્ષણ ચિત્રમાં દેખાવા પુરતા કાઢી લેતો.

       એક દિવસ હરગોવિંદ સિંધે મોટો રોલ આપ્યો એક વેઈટરનો જેને હિરોઈનને એક ચિઠ્ઠી આપવાની હતી. અને હિરોઈન ચીઠ્ઠીવાંચીને જવાબ આપે ત્યાં સુધી કેમેરા સામે એને ઉભા રહેવાનું હતુ કમસેકમ 25 રીટેક થયા પછી શોટ ઓકે થયો પણ સુરેશ તો હવામાં ઉડતાં થઈ ગયો હતો. હવે એ હીરો થઈ જ ગયો……

       શોટનાં મળેલા 50 રુપિયા માંથી 25 રુપિયા હરગોવિંદ લઈ લીધા. અને બાકીના 25 રુપિયા લઈ સુરેશ પાછો ફર્યો. સુશીલા એ આ વાત જાણી – અને શ્રધ્ધાથી એનો હાથ હાથમાં લઈ કહ્યું – સુરુ ! આપણુ નશીબ હવે ઝળક્યું છે. તારામાં થોડીક હિંમત ને ઘગશ હશે તો આપણે જરુર કયાંક સ્થિર થઈશું.

       સુશીલાનો ભાઈ દીલીપ – એક સમયનો નવનીતલાલ નો વિઘાર્થી હતો. તેની પાસેથી નવનીતલાલ સુશીલાના વલણ ને જાણતા થયા હતા 1969 માં જયારે સુશીલા એ સુરેશને પરણવા અચાનક હા પાડી ત્યારે દીલીપ સહીત તેમના ઘરમાં બધાને બહુ આંચકો લાગ્યો હતો. જૂના રીત રીવાજ પ્રમાણે બાળ લગ્નથી બંધાયેલા આ જોડાને સુશીલાને મા એ અવિધિસર તોડીજ નાખેલા કારણ કે સુરેશના બાપાએ એ જમાના માં ઠગવિધ્યા કરીને દેવાળું કાઢેલું પૈસા – વિશ્ર્વાસે લોકો પાસેથી ઉઘરાવીને એક ચીટફંડ શરુ કર્યું હતું. અને નામ પ્રમાણે ચીટફંડ વડે લોકોને ચીટ કરી ગયેલા પમ હરામના પૈસા ઝાઝું ટક્યા નહીં. રેસ અને સટ્ટાના શોખમા એ પૈસા આવ્યા એટલી જ…. બલ્કે એથી વધુ ઝડપે પગ કરી ગયા. અને સાથે સાથે થોડા ઘણા જે કંઈ સુરેશની માના ગાદીના હતા તે પણ ચાઉ થઈ ગયા.

       દીલીપની સુશીલા નાની બહેન. કૌટુબીક સબંધો સ્થપાયા. પણ નવનીતલાલને પહેલે થી જ સુશીલા ખુબ જ ચતુર અને બુધ્ધીશાળી લાગતી અને જયારે સુરેશને પરણવાની હા પાડી ત્યારે દીલીપના પ્રશ્ર્નનો બહુ સુંદર અને બુધ્ધિગમ્ય જવાબ આપેલો. સુરેશ ભલે અભણ જેવો છે. જડભરત છે. પણ મારો એ પતિ છે. એને નાનપણથી મારો દોસ્ત માનેલો છે. એનામાં રહેલી સુષુપ્તિને હું મારા પ્રેમાળ લાગણીશીલ વ્યક્તિત્વ વડે દૂર કરીશ. એને મારી નિષ્ઠાથી હું ચેતનવંત કરીશ.

       દીલીપે તે વખતે કહ્યું હતું “માસ્તર સાહેબ ! આ સુશીલા હાથે કરીને તેના પગે કુહાડો મારે છે. ભણતર છે કુશળતા છે. ઘાટ છે. અને ઉંમર છે. – યોગ્ય મુરતીયો મળે તેમ હોવા છતાં પેલા જડભરત ને સુધારવાની ઘેલછામાં ખાડામાં પડે છે. શું કરવું ?”

       નવનીતલાલ ત્યારે પણ મૌનજ હતા. પરંતુ અંદર ની કોઈક લાગણી એમ કહેતી હતી કે સુશીલાની શ્રધ્ધા જીતશે. ચોક્કસ જ જીતશે.

        સુરેશના નાનાભાઈ, નાનીબહેન, સુરેશની બા. બધાં એ સુશીલાને એક અવાજે વધાવી લીધી હતી. શરુઆતમાં એમ થતું હતું કે ચાલો પથરા જેવો દીકરો ઠેકાણે પડ્યો પછી એમ થયું કે ઘરમાં કમાતું માણસ આવ્યું પછી એમ થયું કે હવે ઘર કંઈક ઉચું આવશે. એક તો કમાવવાની ત્રેવડ અને કરકસરથી ઘર ચલાવાની આવડત જતે દહાડે બાપનું લાંછન દૂર કરી છોકરી પરણાવશે. કંઈક એવી અંગત ગણત્રીઓ વડે સુશીલા ઘરમાં ઓત પ્રોત થઈ ગઈ, પણ પીગળ્યા નહીં સુરેશ અને સુરેશના પિતા જમિયતપ્રસાદ. આમેય ખુબ સારા માણસો ખરાબ માણસો માટે ત્રાસદાયક જ હોય છે…. તેમ સુશીલા તેમના મન પર બોઝ બની ગઈ.

  ******* 

 “મંગુભાઈ ! કેમ છો ? – નવનીતલાલે બુમ પાડી અરે નવનીતભાઈ ! તમે કયાંથી અહીંયા ?”

“હમણાજ મારી બદલી કાલોલથી ડીસા થઈ છે. તેથી જોઈનીંગ પીરીયડ નું અઠવાડીંયું અહીં નાનાભાઈને ઘરે આવ્યો છું. પણ તમે અહીંયા કયાંથી ?”

“અમદાવાદથી તમારી બદલી કાલોલ થઈ અને હું બીજા જ વર્ષે આણંદ આવ્યો. અહીંતો મારા સાળાના દીકરાના લગ્ન માં આવ્યો છું.”

“ઘણો સમય થઈ ગયો, નહીં ! અમદાવાદ છોડયે ? કેમ છે ભાભી ? પેલી તમારી દિકરી-ટીકુ-હવે તો સ્કુલમાં જતી થઈ ગઈ હશે નહીં ?”

“હા શીલ્પા 6 ઠ્ઠામાં છે. મોટો રજની એનિજીનીયરીંગ ના પહેલા વર્ષમાં છે. શાંતિ છે.”

“હા મારો દીપક પણ બી. એનાં છેલ્લા વર્ષમાં છે. પછીનો જતીન આઈ.આઈ.ટીનું કરે છે. અને છેલ્લો કૌશિક આ વખતે હાયર સેકન્ડરીનું માટલું ફોડવાનો છે.”

“શું બીજા સમાચાર ? “

“ખાસ નહી.”

“તમે પેલી સુશીલાને ઓળખોને ?”

“પેલી ! અમદાવાદમાં મારી બાજુમાં રહેતી હતી તે ને ?

“હા તેજ.”

“તેનુ શું”

“ અરે હા. પછીતો એ બે જણ વચ્ચે બહુજ ઝઘડા થતા હતા. ખાસતો પેલી એનો પગાર પણ સુરેશને ઘરખર્ચ બાદ કરીને આપતી હતી. તેથી તે ખૂબજ ચીઢાતો અને એનો ગંજેરી બાપ – પણ છોકરાને બગાડવામાં પાછી પાની ન કરતો શું થયું તેમનુ પછી ?”

“ખાસ કશું નહી પણ….”

“બંને છુટા પડી ગયા ?”

“હા અને ના”.

“એવુ ગોળ ગોળ કેમ બોલોછો નવનીતલાલ?”

 “એની સહનશક્તિ અને ધીરજથી સુશીલાએ ધારેલા સિધ્ધ મેળવી તો ખરી, પણ એ પચાવી ન શકી”

“એટલે ?”

“એટલે આ સામે તમે જે ચિત્રનું બોર્ડ જુઓછો ને તેમા જે નાયક અંબરકુમાર છે તેને જરી ધારીને જુઓને ?”

“કંઈ ખબર નથી પડતી ?”

“સુરેશ જ અંબરકુમાર છે.”

“તેને અંબરકુમાર બનાવી ને સુશીલા છુટી પડી ?”

“ના અંબરકુમાર બનાવ્યાનું ગર્વ તે લઈ ન શકી.”

“આમ, વાતને ઉખાણામાં ન ફેરવો કંઈ સમજાય તેમ કહોને યાર”.

“બહુ લાંબી વાત છે. એમ કરોને ઘરે જ આવો.”

“તમે યાર ! વાત જાણવાની ઈન્તેજારી વધારીને ઠંડુ પાણી રેડો છો હં કે.”

“ચાલો એમ કરીયે હુ તમને ૧૨૦ નું પાન પહેલા ખવડાવી દઉં શરત હારી ગયો ને તેનુ ?”

“…….”

“કેમ ! મુંગા થઈ ગયા યાર !”

“શું બોલું ? મને એમ થતુ હતુ કે હું શરત હારુ તો સારુ !બે જણનો સંસાર બની રહેને !”

“બે જણનો સંસાર જરુર બની રહેત પણ…. જે ક્ષણથી સુરેશ સુધરવા માંડ્યો. તે ક્ષણથી સુશીલા બગડવા માંડી હતી.”

“એટલે ?”

“એટલે જે ક્ષણથી સુરેશને પોતાની પત્નિની મહત્વકાંક્ષાઓ સમજાવા માંડી હતી તેજ ક્ષણથી સુશીલાના મનમાં જીતનો ગર્વ જન્મવા માંડ્યો હતો.”

“એવુ બનીતો ન શકે…. ખરેખર સુશીલા નામ પ્રમાણે સુશીલજ રહી હશે.”

“પણ…. એની તપશ્ર્વર્યાનું ફળ મળતા પહેલાજ… સુરેશ અંબરકુમાર બનતા પહેલાજ… નમણી ગર્વ રહિત સુશીલા ગર્વીષ્ઠ બની ગઈ. અંબરકુમાર બનાવ્યાનો મદ તેમને લગ્નજીવનનાં ભંગાણ તરફ લઈ ગયો.”

“ચાલો ત્યારે તો મારે પણ તમને સીગરેટ પીવડાવવી રહી.”

“પણ કેમ ?”

“શરત તો હું પણ હાર્યોજ ગણાઉં”

“કઈ રીતે ?”

“મેં તો માન્યું હતું કે એમનાં લગ્નજીવનનું ભંગાણ સુરેશ ને કારણે બનશે. પરંતુ આ તો સુશીલાને કારણે બન્યું તેથી તો હું પણ શરત હાર્યોજ કહેવાઉં !”

“તો પછી શરત જીત્યું કોણ ?”

પ્રશ્નાર્થનો ભાર હવામાં તરતો તરતો આવતી એસ.ટી બસની બ્રેકમાં વિલીન થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational