kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

શોખ

શોખ

2 mins
556


સમીરને નાનપણમાં ચિત્રનો ખૂબજ શોખ હતો. તે ખૂબજ સુંદર ચિત્રો બનાવતો. શાળામાં ડ્રોઈંગ સ્પર્ધામાં નંબર પણ આવતો, પરંતુ જેમ મોટો થતો ગયો તેમ અભ્યાસક્રમ વધતા ચિત્ર દોરવાનો સમયજ ન રહેતો. વળી ઘરમાં બધા તેને ભણવામાં ધ્યાન આપવાનું કહેતા. આથી ધીમે ધીમે તેનો શોખ વિસરાઈ ગયો.!

મોટો થતાં ભણીને નોકરી મેળવવા ખૂબ પ્રયત્નો કર્યા પણ નોકરી મળતી ન હતી. તે ડીપ્રેશનમાં રહેવા લાગ્યો. એક વખત તેનો મિત્ર તેને મળવા આવ્યો. તેણે સમીરને કહ્યું' ''અરે! તારે ચિંતા કરવાની જરૂર નથી. તને તો સરસ ડ્રોઈંગ આવડે છે. તું ફરીથી ડ્રોઈંગ ચાલુ કર વધારે શીખવા ક્લાસ જોઈંટ કરી દે અને પછી તારા ચિત્રો દ્વારા તું સારી કમાણી કરી શકીશ અને ટ્યુશન કરીને પણ આવક મેળવી શકીશ. અને તારું ગમતું કામ છે. અને તારા શોખનો વિષય છે એટલે તને આનંદ પણ મળશે."

સમીરને પણ આ વાત ગળે ઉતરી ગઈ. તેણે ફરીથી ડ્રોઈંગ ચાલુ કર્યું. ખૂબ સુંદર ચિત્રો બનાવવા લાગ્યો. આર્ટ ગેલેરીમાં તેના ચિત્રો લોકોને ખૂબ પસંદ પડવા લાગ્યા. ધીમે ધીમે ખૂબજ કામ પણ મળવા લાગ્યું. આજે સમાજમાં તેને ખૂબ માન પણ મળે છે. અને પોતાને ગમતું કામ હોવાથી આનંદ પણ મેળવે છે. હવે તેને સમજાયું. ફક્ત ડિગ્રી મેળવવાથી બધાને નોકરી મળી જતી નથી, અને નોકરીનોજ આગ્રહ શા માટે?

ગમે તેટલા સારા પગારની નોકરી હોય પણ જો ગમતું કામ ન હોય તો એ અંતે ઢસરડો બની જાય છે. અને જે કામમાં આવડત હોય તે આવડતને વિકસાવવાથી જીવન નિર્વાહ તો થાયજ છે. પણ શોખનો વિષય હોવાથી એ તમને ખરો આનંદ આપી શકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational