JAYESH KUMAR BILINDRABHAI VARIA

Abstract Inspirational

2.5  

JAYESH KUMAR BILINDRABHAI VARIA

Abstract Inspirational

શીમળો

શીમળો

4 mins
2.3K


આ શીમળો! કેવુ ગજબનું ઝાડ છે. નાપણ મારા માટે તો એ એક વ્યક્તિ છે. બધા માટે એ ઝાડ હોઈ શકે, પણ મારા માટે તો ગજબનું વ્યક્તિત્વ રહ્યું છે. નાનપણમાં 'હું' અને 'પકો' {મારો નાનો ભાઇ} મારા ઘરના દરવાજાની બરોબર સામે, શીમળાવાળે ટેકરે જતા. બા પુછે, "અલા છોરાઓ!  શેંમળાના ફૂલનું શાક ખાશો? એટલે આ 'ગટું' -'પકું' ની જોડી બીજું કાંઈ જ સાંભળ્યા વિના, સીધી શીમળે હડિયાદોડ મુકે! શીમળો જાણે કે દાનવીર બનીને, ફૂલો પાથરીને જ બેઠો હોય. અમે ફૂલ વીણી લાવતા, પછી ખાટી છાસ સાથે શીમળાના ફૂલનું શાક બને. સાથે મકાઈનો રોટલો હોય પછી તો મોજ જ પડી જાય. વળી, કૂણાં કૂણાં ડોડવા લાગે એનુંયે શાક બને. એટલે શીમળાની શામત આવી સમજો ! અમે બે ભાઈ ડોડવા પાડવા માટે, એ બિચારાને ઝૂડી જ નાંખતા. નેબરોબર ઉનાળાનો બપોર તપ્યો હોય, વા‌‌‌‌‌-વંટોળિયોભૂત આવે, ડમરી ઉડાવતો. અને શીમળો જાણે, હિમવર્ષા ના કરતો હોય! એમ, નળિયે-નળિયે ધોળુંધબ રૂ પાંથરી દે'તો. એક તો, ભરઉનાળાનો તાપ તપતો હોયઅને શીમળાનુ રૂ. અમારી આંખો તો! અંજાઈ જ જતી. તોયે! અમે, રૂ ઉડ્યું લા!..રૂ ઉડ્યું..ની બૂમો સાથે શીમળાનું રૂ વિણતા. એવા ઉનાળું તડકે કાળઝાળ ગરમીમાં પણ, રૂ જાણે કે સફેદ બરફના આભાસથી ટાઢક આપતું. એમાંથી એના કપાસિયાં{બી} કાઢીને પોટલી ભરતા. જ્યારે પે'લું વરસાદિયું આવે, ત્યારે કપાસિયાં{બી} શેકીને ખાતા હોઈયે, ત્યારે પેલો ટેકરે ઉભો શીમળો! જાણે લીલું લીલું હસવા લાગતો. ત્યારથી જ કદાચ, આ શીમળો મારે માટે ઝાડ મટીને વ્યક્તિ બની ગયો.

એકવારની વાત છે. ‘હુંનેપકોબન્ને પહોચી ગયા, કોતરની પાછલી ધોહ વાળા શીમળે. મનહરિયો{બાળપણનો મિત્ર} જે ખોળી લાવેલો કે ‌“શેંમળાના કોંટા અને હાગડાના પોન સાવી જોજે! નર્યું પોન જ સાવે એવું જ્ લા!..બસ, અમે શીમળાના કાંટાને સાગના કૂળાં પાનનું ચાવણું કરતા બેઠા હતા, એય! આખુ મોઢું લાલચોળ લઇને, અમારા ઘર પાછળ વાવડીના ટોડલે. ત્યાં રંજિત્યો {બાળપણનો મિત્ર} આવ્યો,“હેં લા ! હું સાવો લા?” અમે રુઆબમાં જવાબ આપ્યો:‌“તું તારે જતી હોય તો જાને, અમે જે કરીયે તે તારે કેટલા ટકા?” પેલી કાલની ગિલ્લીદંડા વાળી હાર યાદ સે ને?  એટલે એતો લાલ પીળો થઈ ગયો! અને કેઃ“ભાળ હવેણ!” ..એ તો સીધો જ અમારા બાપાઓ જોડે જઇને કે:“ ભાળો જોઈ! પેલા હું સાવે?” આતો સીધા સુપ્રીમ કોર્ટમાં જ કેસ!  અમારા લાલ મોં સાબિતી પુરી રહ્યા હતા. પછી તો કેવા નું જ શું? પાક્કા! સ્વામીનારાયણ ધર્મના માનનારા અમારા બાપાઓ પાસેથી, જે થપ્પડોનો પ્રસાદ મળ્યો છે!! અમને અમારો પક્ષ પણ રાખવા ના મળ્યો.પછી હકીકત આગળ આવી કે આતો પાનની નકલ કરી છે

"બાબુડિયો{બાળપણનો મિત્ર} ખોળી લાવ્યો કે,“ શેંમળાનું બેટ ભારે અવળું બને લા!.” ક્રિકેટના શોખના કારણે, બેટ માટે શીમળો કાપવા ડુંગરે ગયેલા. તે સમયે નવા નિયુક્ત થયેલા, વનવિભાગના બીટગાર્ડ સામંતસાહેબ, ભારે કડક સ્વભાવના. એમના કડક સ્વભાવની આણ આખા ડુંગરે બોલાવા લાગેલી. એ ડુંગરેથી સુકી ડાળી પણ ના અડવા દે! જો કે એ પણ ક્રિકેટના શોખીન. એટલે અમને એમ, કે બેટ બનાવવા માટે, આ એક નાનુંક સરખું ઝાડ તો કાપવા જ દેશે નેઅમે ઝાડ કાપી રહ્યા હતા, ત્યારે જ બૂમ સંભળાઇ:“એ લા ! કીયો છે?”   બાબુડિયો કે: નાહિ પડો લા!’  અમે બધા જે પદ્દેડી મુકીને નાઠા!  બીજે દિવસે ફરી ગયા અને બેટ ઘડી નાખ્યું! અને એ બેટ રમવા લઈ ગયા, તો સાહેબ બેટ દેખીને કહે:હેં લા! આ નવું એ? અરે..! આ લીલું જ એ? હં..કાલે કાપવા વાળા તમે જ કે? ”બસ, અમે તો લે મારી દોટ!  મુઠ્ઠી વાળીને. સાહેબ તો બૂમો પાડતા રહ્યા, મારા હાળા!... એક બેટ હારુ, આખું ઝાડ કાપ્યું તમે? ઉભા રોતમે!.....તે દિવસેથી આજ સુધી હું’, ડુંગરે ઝાડ કાપવા તો શું! ડાળી કાપવા પણ ગયો નથી.એ થડથી કાપેલું મારું પેલ્લું ને છેલ્લું ઝાડ તે શીમળો!  ........ના  વ્યક્તિ.

આ શીમળા નામની વ્યક્તિની ગજબની છાપ પડી છે.  કેસૂડો અને શીમળો જો એના ફૂલો ખીલ્યાની મોસમમાં હોય ને! તો , દૂરથી તો ના જ પરખાય. એવા બે જોડિયા છે. અને હા, એટલે જ તો આપણા સહિત્યમાં પણ કેસૂડો જ કવિ- લેખકોને વધારે ઓળખાયો છે અને અળખામણો રહ્યો હોય તો આ શીમળો!  કોઈ એ ખોળી કાઢેલું કે, વસંતવિલાસ ફાગુકાવ્ય - મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક શૃંગારકાવ્ય છે. જેના રચયિતા કવિ કોણ છે?  એ હજી સુધી જાણી શકાયું નથી. મતલબએ કવિ અજ્ઞાત છે. જે વસંતના તમામ વૃક્ષોનું આ કાવ્યમાં વર્ણન કરે છે, પણ {શાલ્મલિ}શીમળાના વૃક્ષનું વર્ણન કરવાનું ભૂલી ગયા છે.  કદાચ કેસૂડો જ રમતો હશે,એ અજ્ઞાત કવિના મનમાં તો જ ને

                                               ‌        


Rate this content
Log in

Similar gujarati story from Abstract