સહાય - સૃષ્ટિની આંતરિક ઘડિયાળ
સહાય - સૃષ્ટિની આંતરિક ઘડિયાળ
યુકે ઈંગ્લેન્ડમાં વસી રહેલ ભારતીય સમુદાય માટે મોકલવા ભારતમાં બનાવાયેલ કોવિદની રસીની બાટલીઓથી ભરેલું એક વિમાન ૨૦૨૦ના વરસમાં દરિયામાં તૂટી પડ્યું, અને એમાંના કેટલીક નવ મહિનાના સમય પછી ૭૦૦૦ નોટિકલ માઇલની મુસાફરી કરીને લંડન પોર્ટને કિનારે ઘસડાઈ આવી.
ધારી લઈએ કે એ બાટલીઓ પારદર્શક પેટ પ્લાસ્ટીની છે.
આપણે જાણીએ છીએ એ મુજબ:
પેટ બોટલનું પડ દરિયાના ખારાં પાણીની સામે અપરાજેય છે,
પણ સૂર્યના તાપ અને પ્રકાશ સામે નહીં !
માત્ર ધારણા કરી પૂછી શકીએ.
એની ઉપર મીઠાની -ખાર બાઝી, તે ઝાંખી પડશે કે નહીં ?
વસત્વમાં અહીં વિચાર મુદ્દો અલગ છે.
એમ કહેવા માંગું છું કે
આપણે અહીં સ્વાર્થ જોઈએ છે.
માનવ જીવન માટે:
સૃષ્ટિની આંતરિક ઘડિયાળ
અનાદીકાળથી
અનુમાનિત સમયઅંતરે
મળતી સહાય પર નિર્ભર છે,
પણ સહાય
હંમેશા
કંઈ એ સહજ નથી
કે જે કોઈપણ માટે
પ્રયોજવું પસંદ જ કરે.
ક્યારેક બે-મતલબની ઈચ્છા કરવી
અને નઠારી આશામાં તણાવું
બંને એકસમાન હોય છે.
સૃષ્ટિના દરિયાનું દરેક મોજું ખુદ,
સ્વયં પ્રારંભ અને અંત છે.
વાસ્તવમાં ધજાહીન સૃષ્ટિને નથી કોઈ
આંતરરાષ્ટ્રીય પાણી કે સરહદ:
સહાય માત્ર શબ્દ નથી
કોઈ કેમ તે જાણતું નથી ?
જેમણે કામના કરી,
તેને તે સહાય,
સરહદ ભૂંસી,
સમયે પહોંચશે ..કે .. નહીં... ?
સહાય શબ્દનો સિક્કો તો લાગ્યો,
પણ હાય 'નિયતિ' !
શું એના નામે તે નહતો લાગવાનો.?
શબ્દ વિચાર :- સહાય – એટ્લે દયા કે કરુણા
‘છે’ની દુનિયા ત્યજીને ‘હશે’ની દુનિયામાં વસવા વલખાં મારનાર માનવી જે જમીન પર જન્મ્યો છે, એ જમીન, એ ઘર, એ સમાજ, એ સંબંધો છોડીને-તોડીને બિલકુલ અણજાણ ભોમ પર જીવન વીતાવવા નીકળી તે કેટલો મોટો નિર્ણય લે છે, તે તેને જિંદગીમાં કયારેક નિયતિ સમજાવવાની છે !
