Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dr.Riddhi Mehta

Drama Horror

3  

Dr.Riddhi Mehta

Drama Horror

શાપિત વિવાહ -૧૬(સંપૂર્ણ)

શાપિત વિવાહ -૧૬(સંપૂર્ણ)

5 mins
511


ચારેબાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ છે..કોઈ કશુ જ બોલતુ નથી. સહુની હાલત ખરાબ હતી. હવે વિધિ બંધ થતાં જ થોડી વારમાં સિદ્ધરાજસિહ પણ ભાનમાં આવી ગયા હતા.

તે કહે છે બેટા મારા કારણે આ બધુ થયું હુ વિધિ પુર્ણ ન કરી શક્યો...

અનિરુદ્ધ : ના પપ્પા એમાં તમારો પણ કંઈ વાક નથી. એ બધી એ આત્માની જ માયાજાળ હતી.

યુવરાજ : પણ હવે શું કરીશું જીજુ ?? મને તો બહુ ચિંતા થાય છે.

અનિરુદ્ધ : પપ્પા ભગવાન પર વિશ્વાસ રાખો કંઈક તો જરૂર થશે.અને બધા જ સાથે મળીને હનુમાન ચાલીસા બોલવાનું ચાલુ કરે છે સાથે...બધા લેડીઝ પણ અંદર આવી જાય છે.

એ સાથે જ થોડી વારમાં એક ચમત્કાર થાય છે... બધાની આખો બંધ હોય છે... થોડી વાર પછી આંખો ખોલે છે ત્યાં જ સામે એ જ્ઞાની બાવાજી હોય છે. બાકી કોઈએ તો તેમને જોયા નહોતા પણ અનિરુદ્ધ એ તેમને જોયેલા હોવાથી તે ખુશ થઈ જાય છે.


પણ એકાએક તેના મગજમાં ઝબકારો થાય છે કે આ કોઈ આત્માનુ નવુ સ્વરૂપ તો નહી હોય ને અમને ભટકાવવા માટે. અને એમને તો કહ્યુ હતુ કે તે ક્યારેય તેમના સ્થાનકની બહાર આવતા નથી . એટલે આ વાત તે કોઈને કહ્યા વિના ફરી હનુમાન ચાલીસા કરવા માટે જોડાઈ જાય છે.

જ્ઞાની બાબા આ વાત જાણી જાય છે અને કહે વત્સ હુ કોઈ આત્મા નથી...હુ એ બાબા જ છું જેમને તુ હમણાં જ મળ્યો હતો. તારો તર્ક સો ટકા સાચો છે કે હુ ક્યારેય મારા સ્થાનકેથી બહાર આવતો નથી. જેમ તમે હારીને ભગવાનની ભક્તિમા લીન થઈ ગયા. ત્યારે જ મને પણ મારા ભોળાનાથે તમારી સમસ્યા દૂર કરવાનો આદેશ આપ્યો. અને મારા ભોળાનાથની આજ્ઞા હુ કેવી રીતે ટાળી શકું. એટલે આજે મારે મારો બનાવેલો નિયમ તોડવો પડ્યો. બેટા તારા પ્રેમ ને જોઈ ઈશ્વર પણ માની ગયા અને એક આસુરી શક્તિની તાકાતને ચકનાચૂર કરવા મને નિમિત્તરૂપે મોકલ્યો છે.હજી પણ તને વિશ્વાસ ના હોય તો હુ મારી વિધિ શરૂ કરૂ છું.


તમને બધાને એ તો ખબર જ હશે કે આત્મા ક્યારેય ઈશ્વરનુ નામ ના લે....અને એ સાથે જ બાવાજી પોતે વિધિ શરૂ કરે છે તે એટલા પવિત્ર હતા કે તેમની વિધિમા બીજા કોઈની જરૂર નહોતી.

અને ધીરે ધીરે મંત્રો શરૂ થતા એ આત્મા ફરી આવીને ધમપછાડા કરવા લાગી. પણ આ વખતે એ જલ્દીથી વશમાં આવી ગઈ. થોડા તેને તેના રૂપ બદલવાનો નેહલને હેરાન કરવાનો પણ પ્રયત્ન કર્યો પણ તે ફાવી નહી કારણ કે એક સામાન્ય માણસની તાકાત કરતાં એક સંતની પવિત્રતા તો વધારે જ હોય....


અને અંતે એ આત્મા તરફડિયા મારવા લાગી...બહુ ઝઝુમી એ શેતાની શક્તિ... પણ આખરે એક દિવસ તો એ અસુરી શક્તિનો અંત થાય જ છે એમ એ આત્મા છેલ્લે બોલી નેહલ ધ્વારા કે અનિરુદ્ધ બેટા તારો ખુબ ખૂબ આભાર.... આ બધુ મારામાં આવેલી શેતાની શક્તિ મને કરાવી રહી હતી ....પણ આખરે તારા થકી મારા આત્માને હંમેશાં માટે મુક્તિ મળી ગઈ....અને એ સાથે જ નેહલના શરીરમાંથી કંઈક ધુમાડા જેવુ બહાર નીકળીને તે એક નાનકડું જંતુ બનીને ખુલ્લા આકાશમાં ઉડીને જતુ રહે છે અને સાથે જ ત્યાં એક પ્રકાશનો લિસોટો દેખાય છે.

બાવાજી કહે છે, પુત્ર હવે આ હવેલી અને અને આ પરિવાર જે દીકરીના વિવાહ માટે શાપિત હતો તે અત્યારે સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે....હવે તમે લગ્ન કરીને સુખી થાઓ એવા મારા આશીર્વાદ છે એમ કહીને એ બાવાજી હવામાં ગાયબ થઈ જાય છે.

અને બધાની ખુશી વચ્ચે નેહલ થોડીવાર પછી જાણે લાંબી નિંદર ખેંચીને ઉઠી હોય એમ આળસ મરડીને ઉઠે છે અને જુએ છે કે બધા જ પરિવારજનો તેની આસપાસ છે...તે હવે પહેલાં જેવી નોર્મલ થઈ ગઈ છે ફક્ત તેનુ શરીર થોડું અશક્તિ અનુભવી રહ્યું છે.તેને હજુ સુધી જે પણ કંઈ થયું તેને કંઈ જ યાદ નથી .

અને આખરે યુવરાજ કહે છે, વરરાજા હવે અહીંથી જ આપણે જાન કાઢવાની છે કે શું ?


એ લોકો ઘડિયાળમા જોતાં ખબર પડે છે કે આ બધામાં સવારના ચાર વાગી ગયા છે પણ આ બધામાં કોઈને ડરના માર્યા એક ઝોકું પણ નહોતું આવ્યું.

સિધ્ધરાજસિહ : હવે તમે લોકો પણ થોડી વાર અહીં જ સૂઈ જાઓ. હમણાં ફરી ઉઠવાનો સમય થઈ જશે.

સુરજસિહ : ના સિદ્ધરાજભાઈ હવે વેળાસર ઘરે જતાં રહીએ નકામું બધાને ખબર પડે અને ખોટી ચર્ચાઓ થાય. અમારા ઘરનાને તો અમે બધુ સમજાવી દઈશું.

એમની વાત સાચી લાગતા હવે તેમને કોઈ રોકાવાનું કહેતુ નથી અને એ લોકો ઘરે જાય છે.


સવાર પડતા જ આખી હવેલી ફરી રોનક રોનક થઈ જાય છે કારણકે હજુ સુધી આ બધામાં એક પણ ફંક્શન સારી રીતે થયા નહોતા. હવે બમણા જોશથી આ બધુ કરવા સૌ તૈયાર છે.

અને દસ વાગતા જ વરરાજા ઘોડી પર ચઢીને જાનૈયાઓ અને બેન્ડવાજા સાથે વાજતેગાજતે આવી ચઢે છે. બધા મન મૂકીને નાચે છે...અને એ સાથે જ ફરી એકવાર બે હૈયાઓ એકબીજા સાથે આકર્ષણ અનુભવી રહ્યા છે અને મન મુકીને ડાન્સ કરી કર્યા છે...એ છે શિવમ અને યુવાની...


આખરે રંગેચંગે આખો પ્રસંગ પતી જાય છે અને અનિરુદ્ધ અને નેહલ બંને એકબીજા સાથે સાત ભવોના પતિ પત્નીના પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે..!!! અને બધા માફી અને દુ:ખ સાથે બીજા દિવસે જયરાજસિંહની અંતિમયાત્રા અને બેસણું વગેરે કરે છે...પણ હજુ સુધી કદાચ કોઈ જાણી શક્યુ નથી કે આખરે લગ્નની આગલી રાતે હવેલીમાં શું શું તાંડવ થયા હતા !!! અને એ સાથે જ હવે હવેલીના બધા રૂમો ભયમુક્ત રીતે ખુલ્લા રાખી દેવામાં આવ્યા છે .


 ***


લગ્નના થોડા દિવસો હવે પછી..સિધ્ધરાજસિહ અને અવિનાશસિહનો પરિવાર ફરી અમેરિકા જવા માટે તૈયાર થઈ જાય છે... નેહલ અને અનિરુદ્ધ એકાદ મહિના પછી જવાના અહીં જ હનીમૂન પતાવીને... બધા સાથે રહીને...

એટલામાં જ અનિરુદ્ધ એકાએક ત્યાં આવે છે અને બધાને મળે છે બધાને વતન છોડીને આટલો સમય અહીં રહ્યા પછી જવાનું ચોક્કસ દુઃખ હતુ પણ બધા લાઈફમાં પ્રેક્ટિકલ રીતે તૈયાર પણ છે....પણ આજે ફક્ત ઉદાસ છે....યુવાની !!!

અને અનિરુદ્ધ પણ જાણે તેને જ સંભળાય એમ કહે છે , પપ્પા આવતા મહિને અમારી સાથે શિવમ પણ અમેરિકા આવે છે તેનો પણ આગળ સ્ટડી અને પછી ત્યાં સેટલ થવાનો વિચાર છે.

સિધ્ધરાજસિંહ : તો તો બહુ સારૂ ને કંઈ પણ જરૂર હોય તો અમારા ત્યાં આવે...

અને આખરે બધા ત્યાં પહોંચી જાય છે ત્યાં પણ યુવાની અને શિવમનો પ્રેમ પુરબહારમાં પાંગરે છે....આખરે નેહલ અને અનિરુદ્ધ ની એક પ્રેમાળ જોડીની સાથે બે વર્ષ પછી શિવમ અને યુવાનીની એક નવી જુગલજોડી બને છે અને સૌ પરિવારજનો તેમને હર્ષભેર વધાવી લે છે...અને એ જ સમયે નેહલ અનિરુદ્ધ અને તેના પ્રેમની નિશાની સ્વરૂપ એક સુંદર દીકરાને જન્મ આપે છે...!!! એક સરસ દામ્પત્ય જીવનની નવા મહેમાન સાથે શરૂઆત થાય છે !!

    

                              

સંપૂર્ણ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama