શાપિત વિવાહ -૧૨
શાપિત વિવાહ -૧૨


સરોજબા એકદમ ચિંતામા છે. બધા સાથે ઉભા છે ઉપર જ યુવરાજના રૂમ પાસે. નેહલ હજુ બેભાન અવસ્થામાં જ છે. વચ્ચે વચ્ચે તે જાગે છે અને કંઈક કહીને તે ફરી સુઈ જાય છે. હવે બધાને નક્કી એ તો કન્ફર્મ થઈ ગયું છે કે આ તેને કોઈ બીમારી કે શારીરિક તફલીક તો નથી જ કારણ કે બધા જ રિપોર્ટ નોર્મલ છે અને ત્રણ અલગ અલગ નિષ્ણાત ડોક્ટર ને બતાવ્યા પછી પણ કંઈ ફેર પડ્યો નથી.
આ બાજુ યુવાની ઉભી છે બધા સાથે ,પણ તેના ચહેરા પર એક ઉદાસીનતા છે. શિવમ ફક્ત તેની પાસે આવીને ધીમેથી તુ મને મળજે મારે તારી સાથે એક વાત કરવી છે ...તું આવો તારો ચહેરો ઉતારીને ના રહે કોઈને પણ તારા પર શંકા જશે...એ વાત સાંભળતા તેને પણ લાગ્યું કે જે થયું એમાં બંનેનો વાક હતો અને વધારે તો મારો જ...એટલે એ થોડી સ્ટેબલ થાય છે.
***
અનિરુદ્ધ બસ ચૂપ રહીને ગાડી ચલાવી રહ્યો છે...કંઈ જ વાત નથી કરી રહ્યો.અડધો પોણો કલાક નો રસ્તો પણ બહુ લાંબો લાગી રહ્યો છે, કારણ કે એક ચિંતા હતી આજ રાતની અને થોડો રસ્તો કાપ્યા બાદ એક સુમસામ રસ્તામાંથી પસાર થઈને એ બાવાજી પાસે પહોચવાનું હતું.
વિષ્ણુ બાજુમાં બેઠો એક બે વાર પુછે બેટા શું થયું તું કેમ આટલી ચિંતામા છે ?? અને આટલી રાત્રે આપણે ક્યાં જઈએ છીએ ??
અનિરુદ્ધ ફક્ત એટલું કહે છે આપણે પેલા અધોરી બાવાજી પાસે જવાનું છે. બાકીનું બધુ ત્યાં જઈને ખબર પડી જશે.
વિષ્ણુ સમજી જાય છે કે ખરેખર કંઈક ગંભીર વાત છે એટલે જ અનુ દીકરો આટલી ચિંતામા છે કારણ કે તે નાનો હતો ત્યારથી વિષ્ણુ અહી જ એમના ઘરે કામ કરે છે એટલે તે તેને બહુ સારી રીતે ઓળખતો હતો એટલે એ પણ ચુપચાપ બેસી જાય છે.
રસ્તામાં તેની ગાડી અચાનક બંધ થઈ જાય છે. ત્યાં સુમસામ રસ્તો અને વળી રાતનો સમય...કોઈ માણસ ફરકતુ ના જોવા મળે...જંગલી પ્રાણીઓ ક્યાંક ફરતા દેખાઈ જાય. તે બહુ મથામણ કરીને ગાડી શરૂ કરે છે ત્યાં જ સામે તેને નીલગાય દેખાય છે...જે એ વિસ્તારમાં રાતના સમયે સામાન્ય રીતે જોવા મળતી...એને જોઈને વિષ્ણુ કહે છે બેટા આની અડફેટે આવશુ તો જીવ લઈને જપશે એટલે તે જલ્દીથી ગાડી ભગાવે છે.
નેહલની ચિંતામા પોતાનો જીવ પણ જોખમમાં છે એ પણ ભૂલી જાય છે. આખરે હવે કાચો રસ્તો આવી જાય છે..ત્યાં બંને ગાડીમાંથી નીચે ઉતરી એ રસ્તે ચાલતા જાય છે. બીક લાગે એવો રસ્તો હતો. પ્રાણીઓની ગર્જના અને ત્રાડ સંભળાઈ રહી છે. થોડું ચાલતા ચાલતા વિષ્ણુ એની ઉમરને કારણે થાકવા લાગે છે...હવે જગ્યા એવી હતી કે તેને વચ્ચે રાખીને પણ એકલો આગળ ના જઈ શકે..
જેમ તેમ કરીને બંને આગળ વધે છે ત્યાં જ સામે એક ઝૂંપડી દેખાય છે. બહુ અજવાળું તો નહોતું પણ એક મશાલ ચાલુ હતી એવુ લાગતુ હતું અને ધીમો પ્રકાશ દેખાઈ રહ્યો છે. એટલે બંનેને થોડી હાશ થાય છે... પણ વિષ્ણુ કહે છે બેટા દિવસના અજવાળામા આ જગ્યા એટલી ભયંકર નથી લાગતી જેટલી અત્યારે આ અંધારામાં લાગી રહી છે. અને આજે તો વદ ત્રીજ હોવા છતાં આટલું અંધારું લાગી રહ્યું છે અહીં.
અને આગળ જતાં જ ત્યાં એક ઝાડ દેખાય છે ત્યાં એક છોકરી ઉધી લટકેલી હતી સફેદ કપડામાં છૂટા વાળ રાખીને અને અટહાસ્ય કરી રહી છે અને કહે છે આ બધુ છોડી દે નહી તો જીવથી જઈશ...મે એક વાર કહ્યું તું ને એ પરિવારની કોઈ દીકરી પોતાનો લગ્ન સંસાર નહી વસાવી શકે...આ બધી પોકળ કોશિષો છોડી દે !!!
આ બધુ ફક્ત અનિરુદ્ધ ને દેખાઈ અને સંભળાઈ રહ્યું છે...એટલે વિષ્ણુ કહે છે બેટા કેમ રોકાઈ ગયો ?? ચાલ આગળ વધીએ હવે પહોંચવા જ આવ્યા છીએ...
અનિરુદ્ધ ને થયું કે એ આ આત્માની જ માયાજાળ છે જે મને ત્યાં જવા રોકી રહી છે.... તેની સામે નેહલનો એક આજીજીવાળો ચહેરો દેખાય છે કે તે કહી રહી છે કે મને બચાવી લે !! એટલે એ પોતાના મનમાંથી ડર કાઢીને આગળ વધે છે...અને એ સ્ત્રી હજુ અટહાસ્ય કરી રહી છે.....
આખરે બંને બાવાજી પાસે પહોંચે છે તે ધ્યાનમાં હોય છે આજુબાજુ જુએ છે કોઈ વ્યક્તિ તો હોતુ નથી ફકત આખી ઝૂંપડીમાં ખોપરીઓ લટકતી દેખાય છે અને ભયાનક અવાજો આવી રહ્યા છે.
અનિરુદ્ધ થોડો ગભરાઈને તેમની પાસે જઈને બોલાવવાની કોશિષ કરે છે ત્યાં જ તેઓ કહે છે જય ભોલે !! દીકરા મને તારી સમસ્યા ખબર છે...અને તારા આવતી કાલે લગ્ન છે અને તારી મંગેતરનો જીવ જોખમમાં છે..અને હાલ તને રસ્તામાં સાતસો ડગલા આગળ એ આત્મા મળી હતી જે તને ગભરાવીને અહી આવતા તને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.
અનિરુદ્ધ ને ખરેખર લાગે છે કે આ બાવાજી જ્ઞાની છે અને સાચુ કહી રહ્યા છે રજેરજ...!!
અનિરુદ્ધ : તો આનો કંઈક ઉપાય તો હશે ને ? એ આત્મા શુ ઈચ્છે છે ? અને તેને આવુ આત્મહત્યાનું પગલુ શા માટે ભરવુ પડ્યું હશે ?
બચ્ચા મને ખબર છે કે આ વાત કોઈ જાણતુ નથી કે શું થયુ હતું ?? પણ એ વાત નક્કી છે કે આ માટે પૃથ્વી જરા પણ જવાબદાર નથી અને એને તો એ દિલોજાનથી પ્રેમ કરતી હતી અને એના આ પૃથ્વી સાથેના લગ્ન કરીને સુખી સંસાર માડવાના સપના રોળાઈ ગયા એક ઘટનાના કારણે એટલે જ હજુ સુધી તેની આત્મા ભટકી રહી છે.
પણ એ ઘટના તો કહો કે શું થયુ હતું એમની સાથે ??
બેટા એ વાતનો જવાબ એ જ તને આપશે એ પણ નેહલના મોઢેથી. આ વાત અહી સાભળીને સમયના બગાડ. તું ઝડપથી જા એને અત્યારે તારી વધારે જરૂર છે....
અનિરુદ્ધ : પણ એનો ઉપાય તો જણાવો...કે એની આત્મા મુક્ત કઈ રીતે થાય ....અને નેહલ અને તેના પરિવાર નો શાપ કઈ રીતે દૂર થશે ?? કંઈ ઉપાય તો હશે ને ??
બાવાજી : હું તને આ વિધિ કહુ છું એ કરવાની છે પણ એમાં કંઈ પણ ચૂક ના થવી જોઈએ નહી અને થોડી અગત્યની સૂચનાઓ આપે છે એ બરાબર અનુસરવાની છે નહી તો એ આત્મા સદાય માટે અમર થઈ જશે..
અનિરુદ્ધ : થોડો ગભરાઈ જાય છે અને કહે છે બાવજી તમે મારી સાથે ન આવી શકો ??
બાવજી : તારી ચિંતા હું સમજી શકુ છું પણ હું આ મારા સ્થાનકની બહાર ક્યારેય જતો નથી. જા ભોલેનાથનું નામ લેજે અને મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે.....અને એ સાથે જ અનિરુદ્ધ વિષ્ણુને લઈને ઝડપથી નેહલને ઘરે જવા નીકળી જાય છે.......
શું અનિરુદ્ધ આ વિધીથી નેહલની જિંદગી બચાવી શકશે ?? આટલા વર્ષોથી ભટકી રહેલી આત્મા એટલી સરળતાથી જશે ખરી ?
જાણવા માટે વાંચતા રહો, શાપિત વિવાહ