The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dina Vachharajani

Crime Others

3  

Dina Vachharajani

Crime Others

શાહીનું ટપકું

શાહીનું ટપકું

2 mins
893


લીપી આજે ખૂબ આનંદિત અને આતુર હતી. અને કેમ નહોય ? એણે હમણા જ અઢાર વર્ષ પૂરા કર્યા હતા અને આજે એ જીવનમાં પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં પોતાનો મત આપવા જઇ રહી હતી. મતદાન કેન્દ્ર પર જવું જ એને મન એક પર્વ હતું અને પછી સીધા મિત્રો સાથે મૂવી જોવા જવાનું હતું એટલે સરસ તૈયાર થઈ એ નીકળી.


થોડી પ્રતીક્ષા પછી મત આપતા એની આંગળી પર શાહીનું ટપકું થતાં જ એના અણુઅણુમાં રોમાંચ વ્યાપી ગયો એને લાગ્યું આ શાહીનું ટપકું એની સમજદારીનું સરનામું હતું. વર્ષોથી દૂર રહેતા પાપાની ગેરહાજરીમાં એ હવે હક્કથી મમ્મી અને ઘરનું ધ્યાન રાખી શકશે.


કેન્દ્રમાંથી નીકળતા જ યાદ આવ્યુ ફોન ઘરેજ અને એ પણ સાઇલંટ મોડી પર જ રહી ગયો છે. ઘરેથી નીકળતા મમ્મીએ તાકીદ કરેલ કે બધું લઇનેજ જાય. કારણ વધારાની ચાવી જેની ઘરે રહે છે એ નીતાઆંટી બહારગામ છે. અંકલ કામ પર ગયા છે એટલે ફક્ત એક ચાવી છે જેનાથી ઘર બંધ કરી મમ્મી દૂર રહેતા માસીને ઘરે જવાની હતી.


ઓળખીતાનો ફોન લઇ મમ્મીને ફોન કર્યો તો સ્વીચ ઓફ ! કદાચ મમ્મી મોડી થઇ હોય ? એ ઘર તરફ દોડી. દરવાજાની બેલ મારવા હાથ ઉઠાવ્યો ત્યાંજ અંદરથી એને કાને કોઇના હસવાનો બોલવાનો અને સીસકારાનો અવાજ કાને પડયો, કોણ હશે ? ધ્યાનથી સાંભળતા સમજાયું આ તો મમ્મી અને બાજુવાળા અંકલના અવાજ ! એને જોરથી દરવાજા હચમચાવી ચીસ પાડવાનું મન થયું પણ સમજદારી અને જવાબદારી એ એના હાથ અને મનને જકડી રાખ્યા.


પર્સમાંથી રૂમાલ કાઢી એણે સમજદારીનું પ્રતિક એવા, આંગળી પર રહેલ પેલા શાહીના ટપકાં પર જોરથી ધસ્યો પણ વ્યર્થ, એ નિશાન તો ન ભૂંસાયુ. એ દોડીને રસ્તા પર પહોંચી. એને લાગ્યું પેલું કાળું શાહીનું ટપકું પ્રસરતું પ્રસરતું એના સમગ્ર અસ્તિત્વ પર છવાઈ ગયું. જેને મિટાવવું પણ મુશ્કેલ અને અપનાવવું પણ ?


Rate this content
Log in

More gujarati story from Dina Vachharajani

Similar gujarati story from Crime