Rajeshri Patel

Inspirational

4  

Rajeshri Patel

Inspirational

સેવેલા સપનાં

સેવેલા સપનાં

2 mins
243


અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં એક એડવર્ડ જોનસન નામે વ્યક્તિ રહેતા હતા. અને પોતે ત્યાં ટેક્સી ચલાવી ગુજરાન ચલાવતા. તેના પરિવારમા તેનો એક દીકરો જેક અને તેની પત્ની સોફિયા જોનસન હતા. એડવર્ડ અને સોફિયા ગરીબ જરૂર હતા પણ દિલના બહુ ઉદાર હતા. પોતાના દીકરાને જીવથી વધુ સાચવતા અને ખુબ લાડકોડથી ઉછેરતા.

એક દિવસ એડવર્ડ, સોફિયા તેના દીકરા સાથે દીકરાના જન્મદિવસની પાર્ટીની ખુશીમાં નાની એવી રેસ્ટોરન્ટમાંથી જમીને ઘરે આવતા હતા. જેક પોતાના મોજશોખની વાતો કરતો હતો કે પપ્પા હું મોટો થઈશને ત્યારે હું તો મોટી કાર ચલાવીશ, કાર રેસીંગ પણ કરીશ. એક દિવસ જોજે માઁ હું દુનિયાનો મોટો કાર રેસર બનીને દુનિયામાં આગવું સ્થાન પ્રાપ્ત કરીશ. મમ્મી સોફિયા કહે બેટા તારી બધી ઈચ્છા ભગવાન પુરી કરશે જ, તું બસ હિંમત ના હારતો અને મન લગાવીને કામ કરજે. આમ બધા ખુશખુશાલ વાતો કરતા હતા. ત્યાં જ અચાનક ગાડીનું ટાયર ફાટી જતા અકસ્માત થયો અને બને પતિ પત્નિ ત્યાં જ મૃત્યું પામ્યા. પરંતુ જેકનો ચમત્કારીક બચાવ થયો. ટેક્ષીના માલિક માઈકલ ફેરાડ બહુ દયાળુ હતા. તેથી તેમની દફનવિધિ કરીને જેકને પોતાની પાસે જ રાખ્યો. આમ છતાં જેક માઁ બાપ વગર સાવ એકલો પડી ગયો હતો. પરંતુ દયાળુ માલિકના છાંયા નીચે જેક કયારે મોટો થઈ ગયો ખબર પણ ના પડી.

એક દિવસ માલિક માઈકલ ફેરાડે જેકને ઓફર કરી કે તું હવે મોટો થઈ ગયો છે તો ટેક્સી તું ચલાવ. જેકના લોહીમાં ડ્રાઈવિંગ પહેલેથી હતું તેથી તેને મનગમતું મળી ગયું. હવે જેક ટેક્સી ડ્રાઈવર બની ગયો. ડ્રાઈવિંગ બહુ સારુ ફાવતું તેથી કિસ્મતે એક નવો જ વળાંક લીધો.

એક દિવસ એક પેસેન્જર ઉતાવળે આવીને બેસી ગયા અને તેને જેકને કીધું તું મને જલ્દી એરપોર્ટ પહોંચાડી દે તો હું તને 100 ડોલર વધુ આપીશ. બસ આજ પળથી જેકની જિંદગી બદલાઈ ગઈ. જેકે એવી ગાડી ચલાવી કે તે ભાઈ જોતા રહી ગયા. અને તે ભાઈ દુનિયાની નંબર વન કાર રેસિંગ ફોર્મ્યુલા વનની એક વિંગમાં કામ કરતા હતા. તે ભાઈએ જેક ને ઓફર કરી અને કીધું કે તું અમારા વતી રેસમાં ભાગ લે. જેક પણ કંઈ વિચાર્યા વગર હા જ કહી દીધી. જેકે રેસમાં ભાગ લીધો અને કિસ્મતે પણ સાથ આપ્યો. ઘણી બધી રેસમાં ભાગ લેતા લેતા તે દુનિયાનો નંબર વન ફોર્મ્યુલા વનનો રેસર બની ગયો.

તમારી કિસ્મત ક્યારે બદલી જાય કંઈ ખબર હોતી નથી. એક સમયનો સામાન્ય ટેક્સી ડ્રાઈવર આજે દુનિયાનો નંબર વન ખેલાડી બની ગયો. કોઈ પણ સપનાને જો સતત જંખતા રહીએ તો આપણી મહેનત જરૂર એક દિવસ સેલિબ્રિટી બનાવી દેશે. મહેનતના ફળ હંમેશા મીઠાં જ હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational