Zalak bhatt

Inspirational

3.5  

Zalak bhatt

Inspirational

સાસુ મારી સખી

સાસુ મારી સખી

6 mins
437


‘ સાસુ મારી સખી ‘

•   મુખીયા – મધુસુદન

•   મુખીયાણી -ભૂમિકા

•   મોટો પુત્ર -સવન

•   સવનની પત્નિ - માલતી

•   નાનો પુત્ર – શૈલેષ

•   દિકરી – ઉમા

•   મુખ્ય પાત્ર -ગીતા

•   ગીતાના પિતા – જગદીશ ભાઈ

ધરાર ગામના શેઠ મધુસુદન લાલને તેને બે દિકરાને એક દિકરી, એમાં સવન મોટોને શૈલેષનાનો દિકરી ઉમાના લગ્ન થયાં હતા. ને છતાં એ રીસાઈને ઘર પર બેઠી હતી. મધુસુદનની પત્નિ ભૂમિકા જે શેઠાણીની જેમ જ પુરા ગામમાં રહેતી. હવે મધુસુદન અદાના મોટા દિકરાના લગ્ન થઈ ગયાં હતાં. ને તેની પત્નિ માલતી ખરેખર, માલતી હતી. એટલે કે ઘરમાં સાસુના રોફમાં તે તેમની સાચી -ખોટી બધી જ વાત માનતી હતી. નણંદની વઢ ભી માથે ચઢાવતી હતી. પણ સાસુને નણંદ સાથે રહીને તે પોતે પણ વળ ચઢાવવામાં માહિર થઈ હતી. ને બધી ખીજ પતિ પર ઉતારતી.

હવે, નાના દિકરા શૈલેષને પોતાના માટે એક ગામઠી હોય તો ભી ભલે પણ ભણેલી છોકરી જોઈતી હતી. ને મધુસુદન આ વાતની વિરુદ્ધ હતાં. કે મહિલાઓ નું સ્થાન ઘરની દહેરીજ પર જ હોય તેને ભણવાની શી જરૂર ? આ બાબત થી જ શૈલેષ પોતાના પિતાની ખિલાફ હતો. ને હવે પોતે ગ્રેજ્યુએટ થયેલો એટલે કમ સે કમ 7 ધોરણ ભણેલી કન્યાને શોધતો હતો. કામ એ બીલિંગ નું કરતો હતો પણ હવે આગળ કોમ્યુટર કોર્ષ કરવાનો વિચાર હતો. આજ બીલિંગ કરતી વખતે હર ઘરાક સાથે વાત થતી હતી. પણ કોઈ દિવસ કોઈ છોકરી વસ્તુ લેવા નહોતી આવી જ્યારે આજે એક ખૂબ જ સુંદર, કદમાં લાંબીને ગામડાના જ પણ સ્વચ્છને સુંદર ચણીયા-ચોળી પહેરેલીને પગમાં કડાંને હાથમાં આ શું ? છોરા ઓ નું કડું ?ને બિલ જ્યારે હાથમાં લીધું તો તરત આગળના વધી પહેલાં તેના પર નજર કરીને પછી તરત જ બોલી 

ગીતા : કામ કૈક બીજુંને ધ્યાન કૈક બીજે! મારુનામ ગીતા છે . . ગીતા . . હા, મહારાજ આ બીલમાં જે વધારા નો ઝીરો ઉમેર્યો છેને તે ઓછો કરો. અમે ભી ભણેલાં છૈએ હો ‘કે.

પછી બીલ પાછું લઈને શૈલેષ સુધારો કરે છે. ને વાતને હસીમાં ઉડાવે છે કે શૂન્ય લાગવા થી કે કાઢવા થી કેટલો ફર્ક પડી જાય છે હેને?

ગીતા : એ તો ભૈ આગળના આંકડા પર આધાર રાખે છે કે કિંમત કેટલી થશે બાકી ઝીરો જ આગળ હોય તો પાછળ ઝીરો લગાવવા થી શું ફાયદો ? આમ કહીને માલની બેગ લઈ જતી રહે છે.

થોડી દૂર જાય છે ત્યાં જ તેના પપ્પા સામે મળે છેને ગીતા એને થેલી આપી કહે છે લો, બાપુ કામ થઈ ગયુંને હવે બિલ કરનાર માણસને બદલો આ તો અહીં બેસીને ખાયકી કરે છે. જુઓ, સુધારો ન કરાવ્યો હોત તો જાત 100 એના ખિસ્સામાં.

બાપુ : શું બોલે છે ગીતા ખબર છે તને? આ આપણાં મધુસુદન અદા નોનાનો છોરો છે શૈલેષ આજે મને એકલો કામ કરતાં જોયો એટલે એ મારી મદદ માટે આવ્યો હતો. બાકી, એને શી જરૂર છે કામ કરવાની ?

ગીતા : હા, બાપાના પૈસે લેર કરતા હશે. ને 

બાપુ ગીતા. . . કહીને કાઈ બોલવા જાય તે પહેલાં જ ગીતા ભાગી જાય છેને બોલતી જાય છે કે ઘરે રસોઈ કરીને તમારી રાહ જોઉં છું . નહીં આવો તો હું નહિ જમુ.

જગદીશભાઈ હાથ જોડીને માફીમાંગે છે. કે માફ કરજો ભાઈ મારી છોરી હજુનાદાન છે શું છેને કેમાં નથી એટલે તેને સમજાવનારું કોઈ નથીને મારી એક જ છોરી એટલે મેં તેને છોરાની જેમ જ મોટી કરી છે. આ સાંભળીને શૈલેષ તરત જ કહે છે કે તો પછી જગદીશ ભાઈ વાત કરો છોરીની તેના જેવા છોરા સાથે .  

જગદીશ ભાઇ : શોધું તો છું ઠાકુર પણ આને ટક્કર દે તેવો છોરો મળવો મુશ્કેલ છે.

શૈલેષ : શું કાકા તમે પણ સામે બેઠો છેને કહો છો કે મુશ્કેલ છે !

જગદીશ ભાઈ : સમજ્યો નહિ કાંઈ શું કહેવામાંગો છો ?

શૈલેષ : બધું જાણીને અજાણ ન બનો કાકા હું મારી જ વાત કરું છું.

જગદીશભાઈ : શું આપ બોલો છો ક્યાં તમેને ક્યાં અમે ?

શૈલેષ: આવું મારા અદા વિચારે કાકા તમે નહિને કહો મારી સાથે ગીતા ખુશ નહિ રહે ?

જગદીશભાઈ : શું બોલો છો ? તમે તો ગીતાને શેઠાણી બનાવી દેશો જી પણ તેની મરજી ભી મારે પૂછવી રહી.

ને પછી જગદીશભાઈ ઘરે જાય છે જમતાં-જમતાં ગીતાને બધી વાત કરે છે ત્યારે ગીતા જરાનારાજ થાય છે કે તમે પણ બીજા બધાંની જેમ મારા થી છૂટવામાંગો છોને 

જગદીશભાઈ : નહિ, બેટા પણ એક દિવસ તો આ થવાનું જ છે તારે હજુ ઘણું જોવાનું બાકી છેને અહીં . . .  ગીતા:અધૂરું વાક્ય એ પૂરું કરે છે “મારે બધું સમેટીને જવાનું થશે” હેને ?

જગદીશભાઈ : તું નહિ સુધરે હવેનાની નથી રહી છોરી જરાં મોટી બન.

ને પછી શૈલેષ જ સામે થી જ ગીતા નું માગું કરવા માટે મધુસુદન અદાને કહે છેને શૈલેષ નો આ નિર્ણય અદાને યોગ્ય લાગે છે તેથી તેઓ થોડા દિવસમાં જ સગાઈને લગ્ન કરાવે છે. હવે ગીતા એક નવા જ માહોલમાં આવે છે. ને શૈલેષ , ગીતાને પોતાના ઘરના દરેક મેમ્બર નો પરિચય આપે છે. કે માહોલ અલગ લાગશે પણ દિમાગ લગાવીને શાંત રહીને રહેશું તો બધાં એક થઇને રહી શકીશું.

પછી, સવાર થતાંની સાથે જ ભૂમિકા મુખીયાણી નો સાદ પડ્યોનાની વહુ... ઓ નાની વહુ... ત્યારે હજુ ગીતા તૈયાર થઈને રૂમમાં અગરબત્તી કરતી હતી. શૈલેષે તેને શાંતિ થી જવાબ આપવા માટે ચેતવીને ગીતા બહાર આવીને મુખીયાણીને પગે લાગે છે. તેના હાથના કડલા જોઈને નણંદ ઉમા તુરંત જ કહે છે.

ઉમા: વાહ, ભાભી કડલા તો કંઈ ભરાવદાર છેને!આ હવે તમારા હાથમાંના શોભે કહી ગીતા નો હાથ પકડી કડલું કાઢવા જાય છે. ને ત્યાં જ ગીતા હાથને ઉપાડે છે તો ઉમા એક ખુણામાં પડી જાય છે . ત્યારે ગીતા કહે છે

ગીતા: નણંદ બા, આવા કડલા પહેરવા માટે આવા હાથ ભી હોવા જરૂરી છે. નહિ તો કડલાની કિંમત ઘટી જાયને?

 આ સાંભળી મુખીયાણી કહે છે. વાત તો સાચી કહી તમે વહુ પણ હવે ઘરની બહાર જવાના નથી તો આ કડલા જોશે કોણ? તેથી જ અમને આપી દો અમે સાચવીને રાખીશું. હવે, ગીતાને શૈલેષની વાત યાદ આવે છેને તે તરત જ કડલા આપી દે છે તેના બદલે સાસુ ગીતાને બંગળી આપે છે. ને કહે છે.

મુખીયાણી: લો, આ પહેરીને કામ કરવામાં સરળતા રહેશે.

ગીતા એ બંગળી પહેરતી નથી પણ ચૂંનીમાં ગાંઠ મારીને રાખે છેને કહે છે

ગીતા: તમે મારા કડલા સાચવો હું તમારી બંગળી સાચવીશ.

ગીતાને આવી રીતે જવાબ આપતી જોઈને માલતી ખૂબ જ ખુશ થાય છે. ને રસોડામાં ગીતાને કામ ભી કરવા દેતી નથી . ને જ્યારે ગીતા સલાડમાં જ્યારે મસાલો કરું એમ કહે છે તો માલતી સ્વભાવ પ્રમાણે તેને મીઠાની બદલે સોડાની ડબ્બી આપે છે. ને આજે સલાડ તો શૈલેષ ભાઈ નું ફેવરીટ હતું. એટલે એ માટે ગીતાને જ એ પીરસવા માટે કહેવામાં આવે છે . સલાડ ચાખીને સાસુ – નણંદની અવડી વાણી ગીતાને સાંભળવી પડે છે. ને માલતી ભી પોતાનો મોકો છોડતી નથી. પછી, રાત્રે જ્યારે ગીતા રૂમમાં બેસીને રડતી હોય છે ત્યારે શૈલેષ આવીને તેને નવા એ જ ટાઈપના પણ નવી ડિઝાઇનના કડા આપે છે. ત્યારે ગીતા ખુશ થાય છે.

સવારે જ્યારે તે ગાય પાસે હતી ત્યારે તેના હાથના નવા કડા જોઈને ફરી ઉમા બોલે છે કે વાહ ભાભી નવા કડા !મારા ભાઈ તમને તો બહુ સજાવે છેને ત્યારે તરત જ ગીતા કહે છે.

ગીતા :હા જી, નણંદ બા પણ મારા જીજાજી તો તમને નહીં સજાવતાં હોયને? એટલે જ તો આમ , ઘરે આવવાનો તમે નિર્ણય લીધો હશે હે!એ કામ શું કરે છે ?

 ઉમા ગુસ્સે થાય છેને તુરંત જ પોતાના વરને ફોન કરે છે કે મને અહીં થી લઈ જાઓ. હવે, વધારે દિવસ અહીં નથી રહેવું . આ સાંભળી જમાઇરાજને ખૂબ નવાઈ લાગે છે પણ , તેઓ શૈલેષ સાથે અચૂક વાત કરતાંને આ વાત ભી એણે કરી કે જે થયું હોય તે તું ગીતાને મારા વતી thanks કહેજે. જમાઈને ઘરે આવેલા જોઈ સાસુમા ભી ખુશ થાય છેને એનું આવવાનું કારણ ગીતા છે તે જાણીને તેઓ ફુલ્યા નથી સમાતા પછી તો દિકરી જમાઈને વળાવીને મુખીયાણી ખુદ ગીતા પાસે આવે છેને જે કાંઈ થયું તેની માફીમાંગે છેને કહે છે

ભૂમિકા બેન : આજ થી હું મારી વહુઓની સાસુ કેમાં નહિ પણ એક સખી બનીને રહીશ તેમની પ્રણાલી હું સ્વીકારીશને મારી ઠબ તેમને શીખવીશ ત્યાર બાદ મોટી વહુની ભી માફીમાંગે છેને પછી એ ઘર પ્રણાલીને પરંપરા નું એક ખાસ ઉદાહરણ બની જાય છે. ને આ રીતે ગીતા પોતાના સંસ્કાર થી પોતાની સાસુને સખી બનાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational