Rajeshri Patel

Inspirational

4.5  

Rajeshri Patel

Inspirational

સાહસ એ જ સફળતા

સાહસ એ જ સફળતા

2 mins
342


"અસફળતા એક પડકાર છે એનો સ્વીકાર કરો, કમી શેની રહી ગઈ એ જોઈને સુધારો, જ્યાં સુધી સફળ ના થઈએ ત્યા સુધી નીંદ ચેનને ત્યાગી દો, સંઘર્ષનું મેદાન છોડીને ના ભાગો, કારણકે કઈ કર્યા વગર જય જય કાર નથી થતી, કોશિશ કરવા વાળાની કોઈ દિવસ હાર નથી થતી."

ઉપર ની પંક્તિના લેખક શ્રી હરિવંશરાય બચ્ચનજી આ પંક્તિ દ્રારા ઘણું બધું સમજાવી ગયા. ઉદાહરરૂપે સમજાવે છે કે સફળતા શું છે કેવી રીતે મળે. સફળતા માર્કેટમાં મળતી વસ્તુ નથી કે જઈને ખરીદી લઈએ. સફળતા માટે તો મથવું પડે, તપવું પડે. મહેનત કરવી પડે, લડવું પડે ત્યારે કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થાય છે.

બિહારમાં મનોજ નામનો એક યુવક રહેતો હતો. મનોજનો જન્મ એક સાધારણ પરિવારમા થયો હતો. ત્રણ બહેનો વચ્ચે આ એક જ ભાઈ હતો અને મનોજ સૌથી નાનો હતો તેના પિતા ખેતરમા મજૂરી કામ કરે અને તેની માતા ઘર કામ કરી પૈસા કમાતા. ઘરની પરિસ્થિતિ સાવ ખરાબ હતી. એક ઓરડીમાં પૂરો પરિવાર રહેતો હતો. ઘરમાં ટીવી, ફ્રીઝ કે પૂરતા વાસણ પણ નહીં, સુવા માટે પલંગ પણ નહીં નસીબ. જેથી જમીનમા પથારી કરી સૂતા. આખા ઓરડામાં એક નાની લાઈટ ટમટમતી. જેમ જેમ બાળકો મોટા થતા ગયા તેમ તેમ ઘરમા જરૂરિયાત પણ વધતી ગઈ તેથી ત્રણેય બહેન પણ કામે લાગી ગઈ. ત્રણેય બહેનો એક મનમા આશ લઈને બેઠી હતી કે અમે અમારા ભાઈને સારું ભણતર આપીશું અને મોટો અધિકારી બનાવીશું. 

મનોજે બિહારમા જ કોલેજ કરી અને સાથે સાથે આઇએએસ ઓફિસર બનવાની ઈચ્છા ધરાવતો હતો. તેથી ત્યાં ઘરે જ ભણતો બુક પેન પણ મિત્રો પાસેથી ઉધાર લેતો અને ઘરે લાઈટ ના હોય ત્યારે રોડ પરની સ્ટ્રીટ લાઇટમા બેસીને વાંચતો. સમય જતાં મનોજ પરીક્ષામા પાસ થઈ ગયો અને ઇન્ટરવ્યુ માટે દિલ્હી જવાનું થયું પણ ત્યાં સારા કપડા પહેરવા પડે બૂટ પહેરીને જવું પડે. તેથી મનોજના પિતા ગામના મુખિયા પાસેથી પૈસા ઉધાર લઈને મનોજને કપડા, બૂટ અને દિલ્હીની ટીકીટ લઇ દીધી. આ બધું કરતા તો હતા પણ મનમા એક બીક પણ હતી કે મનોજ નાપાસ થશે તો પૈસા કેમ ચૂકવીશું. ભગવાન પણ હિંમતવાળાને સાથ આપે છે.

મનોજનું ઇન્ટરવ્યુ સારી રીતે પતી ગયું અને એક મહિના પછી પરિણામ જાહેર થયું. મનોજ પૂરા બિહારમા પહેલા નંબર પર હતો. મનોજની તો ઠીક પણ સાથે તેના પરિવારની પણ કિસ્મત બદલી ગઈ . જેમ મનોજે હિંમત દાખવી તેમજ પોતાની પરિસ્થિતિને જોઈ કે હું કઈ નહીં કરું તો મારું પરિવાર આમ જ રહેશે. પોતાની મેહનતથી તેમજ પરિવારના સાથ સહકારથી મનોજ સફળ થયો.

આવી રીતે જે જે લોકો સફળ થયા છે જેને સંઘર્ષ કર્યો છે પોતાના સારા ભવિષ્ય માટે મેહનત કરી છે અને સૌથી મોટી વાત તો એ કે તેમનામાં સહન કરવાની શક્તિ સૌથી સારી હોય છે. કારણકે તમે જ્યારે સફળતા માટે નીકળો ત્યારે રસ્તામા અડચણ તો આવે જ. બસ એજ અડચણને આપણે રસ્તો બનાવી તેમાંથી પાર પાડવાનું હોય છે. બધાની સફળતાં પાછળ માત્ર તેમની મેહનત જ હોય છે. મેહનત વગર તો જીવન પણ નકામું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational