સાધના
સાધના
કોની કરું હું સાધના ? કોની કરું ઉપાસના ?
બસ કરું હું દિલથી શિવ-પાર્વતીની આરાધના,
કરો સૌના દુઃખ દૂર હરો સૌના મનના ડર,
સ્વીકારી મારી સાધના કરો પૂરી સૌની માનતા,
હું એક દુઃખી આત્મા કરું તમારી આરાધના,
હે ! શિવ સ્વીકારો મારી દિલથી કરેલી સાધના,
હર દેવ દેવીની કરું હું ઉપાસના, સૌની કરું હું આરાધના,
બસ દિલથી કરું હું શિવશક્તિની સાધના.
