શાળાના બાળકોને પત્ર
શાળાના બાળકોને પત્ર
*શબ્દ વાવેતર એક પરિવાર*
*ટીમ 🅰️ શ્રેષ્ઠ ગદ્ય વિભાગ*
*નામ:-*અલકા પરમાર*
*ઉપનામ:-*મૌસમ*
*પ્રકાર:-* પત્ર લેખન
*શીર્ષક:-*શાળાના બાળકને પત્ર*
*શબ્દ સંખ્યા:-*180*
*તારીખ:-*09/07/2024*
*રચના.......*
અલકા જે. પરમાર
વડોદરા
તા. 09/07/2023
પ્રિય,
વ્હાલા બાળકો
આજે તમારા બધાથી છૂટા પડે મને એક વર્ષ થવા આવ્યું તમે બધા કેમ છો?? લાગે છે તમે બધા મને ભૂલી ગયા પણ હું તમને ખૂબ જ યાદ કરું છું. મારા વહાલા બાળકો મને તમારી બહુ જ યાદ આવે છે. હવે આ મોબાઇલની દુનિયા થઈ ગઈ છે. મોબાઈલ દ્વારા તો આપણે જાણે રોજ મળીએ છીએ એવું લાગે છે.પણ એકબીજાને મળે કેટલો સમય થઈ ગયો. હું તમને મળવા આવવા વિચારી રહી છું. તમે પણ મને મળવા જરૂર રાહ જોતા હશો.
તમે લોકો જ્યારે મને યાદ કરીને ફોન કરો છો તો મને બહુ જ સારું લાગે છે. આ શાળાના બાળકો મને બહુ જ વ્હાલ કરે છે પણ છતાં તમારી લોકોની બહુ જ યાદ આવે છે. તમે અને તમારા માતા-પિતા ગામના લોકો બધા મને યાદ કરે છે એ જાણીને મને બહુ જ ખુશી થઈ.
આશા રાખું છું કે તમે બધા સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપતા હશો. હું કોશિશ કરીશ કે જલ્દી તમને મળવા આવી શકુ. બધા પોતાનું ધ્યાન રાખજો. તમે હંમેશા ખુશ રહો અને તંદુરસ્ત રહો એવી પ્રભુને પ્રાર્થના.
લી.
તમારી પ્યારી મેડમ
✍️ *હું અલકા પરમાર "મૌસમ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
