STORYMIRROR

ALKA J PARMAR

Others

4  

ALKA J PARMAR

Others

મારા પપ્પા

મારા પપ્પા

2 mins
357

આજે હું માતાની મમતા ઉપર લેખન નથી કરવાની પણ આજે તો હું મારા પપ્પા પણ મારું લેખન કરવાની છું. આપણને ઘરમાં સૌથી વહાલી તો મમ્મી જ લાગે છે, કારણકે આપણી સાથે તો મમ્મી જ રહે છે. આપણને સાચવવાનું કામ તો મમ્મી જ કરે છે. સંસ્કાર આપવાનું, ખવડાવવાનું, ભણાવવાનું, ઘરના બધા કામ કરવાનું શીખવાડવાનું કામ તો મમ્મી જ કરે છે. આ બધામાં પપ્પા તો આવતા જ નથી તો આપણને સૌથી વહાલી તો મમ્મી જ લાગે ને? પણ મિત્રો આપણને જેટલા લાડ પ્રેમ મમ્મી કરે છે તેનાથી પણ વધારે લાડ પ્રેમ આપણને આપણા પપ્પા ઘરે છે. પપ્પા તેમનો પ્રેમ આપણને બતાવતા નથી અને આપણે પણ પપ્પાના પ્રેમને કદી સમજી શકતા નથી. હું માનું છું કે બધાના પપ્પા મારા પપ્પાની જેમ નોકરી કરતા નથી હોતા. કોઈના પપ્પા મજૂરી કરે છે તો કોઈના પપ્પા ખેતીકામ કરે છે અને પોતાની મહેનતના પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.

પપ્પા આખો દિવસ નોકરી ખેતી કે મજૂરી કરીને પૈસા કમાઈને લાવે છે અને પોતાની ઘરવાળીને એટલે કે મમ્મીને લાવીને આપે છે. છતાં પણ સૌથી સારી આપણને મમ્મી લાગે છે કારણકે આપણને જે જોઈએ તે મમ્મી લાવી આપે છે પણ પપ્પા ક્યાં ગયા ? જો કોઈ દિવસ મમ્મી પપ્પાનો ઘરમાં ઝગડો થયો હોય અને ઘરમાં જો દિકરો અને દિકરી એમ બે સંતાન તો પછી દિકરો તેની મમ્મીની અને દિકરી તેના પપ્પાની સાઈડ લેશે. એવુ નથી કે દિકરી પપ્પાની જ સાઈડ લે. જે બાપને ત્યાં નાનકડી હશેને દિકરી એટલે કે તે પારણામાં રમી રહી હશેને ત્યારથી તેના પપ્પા તેમની જિંદગીમાં જેટલી મહેનત કરતા હશેને તેનાથી વધારે મહેનત કરવાની શરૂઆત હડખે ને પડખે કરી દેશે અને જ્યાં સુધી તેમની લાડલીની ઉંમર લગ્ન સંબંધમાં બંધાવવાની થઇ જશે ત્યાં સુધી તેના પિતાએ તેમની આખી જિંદગીમાં કરેલી મહેનત તેની દિકરીના લગ્નમાં વેડફી નાખશે.

દિકરીના લગ્ન વખતે તો તે બાપ ખુશ હશે પણ જયારે દિકરીના વિદાયનો સમય આવશે ત્યારે તે પિતાના દિલમાં ખૂબ જ દુઃખ હશે. મા અને દિકરી તો એક બીજાને ભેટીને, રડીને પોતાનું દુઃખ વહેંચી લેશે પણ પિતા અંદર ને અંદર દુઃખી રહેશે. પોતાના કાળજામાં જ ખૂબ રડતો હશે.

એક પિતાની વેદના ના કોઈ સમજી શક્યું છે ના કોઈ જાણી શક્યું. મારા પપ્પા મારા ભગવાન. પપ્પા તમે જ્યાં પણ છો ત્યાં ખુશ રહેજો.


Rate this content
Log in