સાચા પ્રેમની પરખ ૨૧
સાચા પ્રેમની પરખ ૨૧
“જવા દે સોરી ન બોલ. મને નહીં ગમે. બધું ભૂલી જા.સીમી તું મારી જાન અને તું મારું અભિમાન છે.”
“ઓહ રામ હું શું બોલું મારી પાસે શબ્દો જ નથી કહેવા માટે”
“સીમી તું કાંઈ નહીં બોલ. તું મારી સાથે છે મારી માટે એટલું જ પૂરતું છે.”
“ભલે આજથી રામ જે પણ કહેશે એમ જ કરીશ. મારે રામને દુઃખી નથી જોવાે પણ બહુ ખુશ જોવાે છે.”
“ઓહો એમ પછી વિચારી લે હું કાંઈ પણ કહી શકું.” અને હસ્યો.
“મારે કાંઈ નથી વિચારવું રામ કહેશે એમ જ કરીશ.”
“પછી ના ન પાડતી તારે બધું કરવું પડશે.”
“હા,હા જરૂર કરીશ. રામ મારો પ્રેમ અને શ્વાસ છે.”
“ઓહ શું વાત છે સીમી. મને બહુ જ ગમ્યું.”
"અચ્છા રામ બોલ તારે શું જોઈએ છે?”
“મને તો માત્ર સીમીની ખુશી જોઈએ છે.”
“શું રામ મારી ખુશી તો તને બહુ ગમે મને ખબર છે. બીજું શું જોઈએ છે?”
“ફક્ત તારો પ્રેમ અને સાથ.” ને હસ્યો.
“ઓહો એ તો છે જ રામ.”
“ખુબ સરસ સીમી મારી સાથે ચક્કર મારવાની મજા આવી?” અને હસ્યો.
“હા હા રામ સાથે મને બહુ મજા આવી.”
“અરે વાહ સીમી બહુ સરસ હવે ઘરે જઈએ.”
“હા,હા રામ ચાલ ઘરે જઈએ. પછી આપણે એક સાથે બહુ મજા કરીશું.” અને હસી.
“ઓહો બહુ સરસ સીમી પછી તને મારી સાથે રહેવું પડશે તો મજા આવશે?”
“ઓહ રામ એમ એ તો રહીશ પછી તું ભણીશ ક્યારે?”અને હસી.
“સીમી એ હું ભણી લઈશ પણ મને તારી સાથે જ મજા આવશે. પહેલા મને ઘરે મજા આવતી ન હતી. તું અહીંયા આવી પછી મને બહુ મજા આવે છે.”
“ઓહો રામ બહુ સરસ. હું આવું છું થોડી વારમાં ત્યાં સુધી તું ફ્રેશ થઇ જા અને આરામ કરી લે.”
“ના,ના સીમી તું નહીં જા. મારે આરામ નથી કરવો.આરામ તો હું તારી સાથે કરીશ.” અને હસ્યો.
“શું રામ આમ ન કર. હું જમવાનું બનાવીને આવું છું.”
“ઠીક છે સીમી જલ્દી આવજે અને આપણે સાથે જ જમીશું.”
“હા,હા રામ જલ્દી આવું છું અને સાથે જ જમીશું . તને જોઈએ તો તું ત્યાં સુધી આરામ કરી લે.”
“ના,ના મારે આરામ નથી કરવો હું આરામ તો સીમી સાથે જ કરીશ.”
“ઓહ એમ રામ ઠીક છે. હું થોડીવારમાં આવું છું.”
“ભલે સીમી હું તારી વાટ જોઇશ.”
“એમ રામ. હા હું જલ્દી આવીશ.”
ત્યાર બાદ સીમી જમવાનું બનાવવા ગઈ.
પછી સીમી જમવાનું બનાવીને આવી ગઈ.
રામ બોલ્યો “અહીંયા આવે છે મારી બાજુમાં સીમી?”
“શું રામ પૂછવાનું નહીં સીધું કહેવાનું મારી બાજુમાં આવી જા.”
“ઓહો સીમી પછી તું ના પાડીશ તો?” અને હસ્યો.
“અરે હું રામને ક્યારે ના પાડી જ ન શકું.”
“જો પછી બધામાં મને હા પાડવી પડશે.” અને હસ્યો.
“હા, હા રામને બધામાં હા જ પાડીશ બસ.”
“અરે વાહ સીમી બધામાં રામની વાત માની જાય છે.”
“એ તો માનવી જ પડે.” અને હસી.
“ના,ના એવું કાંઈ નથી સીમી. તને ન ગમે તો ના પાડી દેવાની.” અને હસવા લાગ્યો.
“ના મને તો જે રામ કહે એ બધું જ ગમે છે.” અને હસી.
“ઓહો સીમી બીજી વાત છોડ. હવે આવી જા મારી બાજુમાં. આપણે થોડીવાર પછી જમીશું.”
“હા,હા આવું છું મારા શ્વાસ પાસે.” અને હસી.
“એમ સીમી આવી જા મારી જાન.” અને હસવા લાગ્યો.
“ઓહો રામ શું વાત છે?”
“મારી જાન તો તું છે જ ને હવે મને તારા વગર પણ નથી ગમતું.” અને હસ્યો.
“ઓહો એમ રામ?”
“હા,હા સીમી સાચું કહું છું.જ્યારથી તું મારા જીવનમાં આવી ત્યારથી મને જીવન જીવવાની અનેરી મજા આવે છે.” અને હસવા લાગ્યો.
“ઓહ હા મને ખબર છે. મને પણ જીવન જીવવાની અનેરી મજા આવે છે જ્યારથી રામ મારા જીવનમાં આવ્યો છે. તે બહુ સારો છે અને મને કેટલો પ્રેમ કરે છે.” અને હસવા લાગી.
“ઓહો સીમી મારા બહુ વખાણ થઇ ગયા. વખાણ છોડ અને આવી જા હું ક્યારની તારી વાત જોઉં છું.”
“હા,હા લે મારા શ્વાસ પાસે આવી ગયી.” અને હસી.
“અરે વાહ આખરે મારી જાન આવી ગઈ મારી પાસે.” અને હસ્યો.
“હા,હા એ તો આવેજ ને.” અને હસી.
“બહુ સરસ સીમી.”
“હવે તો હું મારા રામ પાસે આવી ગઈ છું. બોલ શું વાત છે?”
“બસ મને મન થયું મારી સીમી મારી બાજુમાં બેસે.” અને હસવા લાગ્યો.
“એવું બને જ નહીં.રામ એમ જ ન બોલાવે સીમીને જલ્દી બોલ.”
“સાચું કહું છું સીમી.”
“ના કાંઈ તો ચાલી રહ્યું છે તારા મનમાં. હું મારા રામને બરાબર ઓળખુ છું.”
“અરે વાહ સીમી જરા થાકી ગયો છું આપણે પછી જમીએ ચાલશે? મને આરામ કરવો છે પણ સીમી સાથે જ.”
“હા,હા મને ચાલશે મેં તો તને ક્યારનું કહ્યું હતું રામ.”
“હા પણ મને મારી સીમી જોડે જ આરામ કરવાે છે તો જ મારો થાક ઉતરશે.” અને હસ્યો.
“ અચ્છા રામ બસ એટલી જ વાત. આવી જા મારા ખોળામાં.”
“ના,ના પછી મારી સીમી થાકી જશે.”
“ના, ના રામ તારી સીમી નહીં થાકે. ચાલ જલ્દી આવી જા કાંઈ નહીં બોલ.”
“ઠીક છે સીમી કહે છે એટલે આવું છું.”
“હા આવી જા રામ થોડીવાર આરામ કરી લે મારા ખોળામાં.”
“લે આવી ગયો મારી સીમીના ખોળામાં.”
“બહુ સરસ રામ હવે કાંઈ પણ બોલ્યા વગર સુઈ જા.”
“ના મને આમ સીમી સાથે વાતો કરવાની મજા આવે છે.”
“ઓહો રામ પણ તું થાકી ગયો છે એનું શું?”
ક્રમશ:

