સાચા પ્રેમની પરખ - ૧0
સાચા પ્રેમની પરખ - ૧0
“તું ચિંતા ન કર રામ આ નાની આગાસી છે. ચાલ તને લઈ જાઉં .”
“સરસ રામ ચાલ ફટાફટ.”
“સીમી ધીરેથી બોલ લે આપણે આવી ગયા. જલ્દી લઈ લે તારો સામાન. બધું બરાબર લઈ લેજે. હમણાં એમજ બધો સામાન નાખી લે પછી આપણે ઘરે જઈએ ત્યારે ગોઠવી લેજે. આપણે ઘડી ઘડી અહીંયા આવી નહીં શકીએ.”
“હા, હા રામ હું જલ્દી સામાન લઈ લઉં. રામ મેં બધું લઈ લીધું છે.રામ એક વાર પાછું બધે જોઈ લઉં કાંઈ રહી નથી ગયું. ચાલ રામ બધું લઈ લીધું જલ્દી જઈએ કોઈ પકડશે તો મુશ્કેલીમાં પડી જઈશું.”
“હા ચાલ સીમ હવે ખુશ ?આપણે હવે મારા ઘરે જઈએ. કાકા કાકી ફોન કરશે તો શું કહીશ ?”
“હા બહુ જ ખુશ રામ. કાકા કાકી ફોન કરશે નહીં એમને મારી પડી નથી. અગર કદાચ કરશે તો ત્યારે જોઈશું શું કહેવું. આપણા લગ્ન થઈ ગયા હશે ત્યાં સુધી પછી તો કોઈ પ્રશ્ન રહેશે નહીં.”
“સરસ સીમી આપણે હવે મારા ઘરે જઈએ.”
“હા,હા રામ ચાલ જઈએ. તું આમ મારી સાથે રહીશ સીમી તો લોકો શું કહેશે ?”
“એમાં શું થયું રામ એમ પણ આપણે લગ્ન કરવાના છીએ તું મારી ચિંતા ન કર.”
“એમ સીમી તું લગ્ન કરીશ મારી જોડે કે આમ જ રહેવાની.” અને હસ્યો.
“તું કહીશ એમ જ કરીશ રામ.” અને હસી.
“અરે વાહ સીમી હું કહું એમ જ કેમ કરીશ ? ” અને હસ્યો.
“મને ગમે છે તું કહે એમ કરવાનું.” અને હસી.
“ઓહો સીમી બહુ સરસ. હવે તું જ કહે લગ્ન કેવી રીતે કરીશું ?”
“રામ તને સમય મળશે એટલે કરી લેશું. તું ચિંતા ન કર તારા ભણવામાં હું ખલેલ નહીં પહોંચાડું.”
“હા મને ખબર છે સીમી પણ હવે મારું ભણવામાં ધ્યાન નહીં લાગે એનું શું ?” અને હસ્યો.
“એવું કેમ રામ તો હું ચાલી જાઉં બસ.”
“ના,ના તું ન જતી હવે મને તારા વગર નહીં ગમે.”
“હું ક્યાં જવાની રામ. હું તો મજાક કરતી હતી.”
“સીમી મને ક્યારે છોડીને ન જતી હું પણ તને બહુ જ પ્રેમ કરું છું.”
“ઓહો રામ મને બહુ ગમ્યું. હું ક્યાં નહીં જાઉં. આપણે જલ્દી લગ્ન કરી લેશું તો મારા કાકા કાકી પણ કાંઈ કરી નહીં શકે.”
“હા,હા સીમી હું કાંઈ કરું છું. હું પૈસા ભેગા કરું છું પછી આપણે લગ્ન કરીશું. થોડા દિવસમાં તને ચાલશે આમ રહેવાનું.”
“હા, હા રામ મને ચાલશે. જ્યાં સુધી આપણા લગ્ન નહીં થાય ત્યાં સુધી હું અલગ રૂમમાં રહીશ.” અને હસી.
“હા,હા સીમી બરાબર છે.”
“ચાલ હવે રામ તે નાસ્તો નથી કર્યો. આપણે ભેગા નાસ્તો કરીએ.”
“સીમી તને મારી એટલી બધી ફિકર કેમ છે ?”
“રામ જેમ તને છે મારી ફિકર છે એવી રીતે.”
“ઓહો સીમી સરસ.”
“આજે મને ગાર્ડનમાં લઈ જઈશ રામ.”
“હા પણ હવે તું મારા પર ન પડતી સીમી નહીં તો હવે હું તને બધાની સામે તેડી લઈશ.” અને હસ્યો.
ના,ના નહીં પડું પણ મને મજા આવે છે તારા પર પડીને રામ એમ પણ હવે તું મારો જ થવાનો છે. તું તેડી લઈશ તો પણ મને કાંઈ વાંધો નથી.” અને હસી.
“ અચ્છા સીમી તને એવી શું મજા આવે છે મારા પર પડીને. હું તને તેડીશ એ પણ તને ગમશે."
“મને અનેરી ખુશીનો અહેસાસ થાય છે રામ.”
“હવે તો હું તને તેડીશ સીમી તે હા પાડી દીધી.”
“સરસ તેડી લેજે મને કશો વાંધો નથી પણ હવે તું મને આગળ જ એક સીટ પર જ બેસાડીશ. મને બધું ફાવશે સમજ્યો.” અને હસી.
“હા,હા લગ્ન પછી બેસાડીશ.”
“ના,ના મારે આજે બેસવું છે.”
“એમ કેમ કરે છે સીમી. આવી રીતે સારું ન લાગે લગ્ન પહેલા.”
“સીમી મને ચાલશે પછી તું કેમ ના પાડે છે ?”
“ઠીક છે સીમી તારી બહુ ઈચ્છા છે તો ના નહીં પાડું.”
“સરસ રામ હવે તું પણ કહી દે તારી કોઈ ઈચ્છા હોય તો ?”
“સીમી હમણાં મારી કોઈ ઈચ્છા નથી. લગ્ન પછી તને કહીશ.” અને હસ્યો.
“ઓહો એમ હું વાટ જોઈશ.”
“ચાલ રામ હવે તું આરામ કરી લે પછી કાલથી તને પાછી ભાગ દોડ કરવી પડશે.”
“ના,ના સીમી મારે આરામ નથી કરવો મારે તારી સાથે વાતો કરવી છે.”
“હું ક્યાં નથી જવાની રામ. તું પછી જેટલી વાતો કરવી હોય કરી લેજે સમજ્યો.”
“મને કાલથી તારી સાથે બહુ સમય નહીં મળે એટલે હું તો આરામ નહીં જ કરું.”
“શું રામ હજી અર્ધો દિવસ પડયો છે.પછી મારી જોડે વાતાે કરી લેજે.”
“ના,ના મને એક એક પળ તારી સાથે જીવવું છે પછી મને ક્યાં આ મોકો મળશે ?”
“ઠીક છે રામ તને જેમ ગમે.”
“ચાલ રામ હવે જમવાનું સમય થઈ ગયું આપણે જમીએ.”
“મને ઈચ્છા નથી સીમી.”
“મને બધી ખબર છે રામ સીધું બોલ્યો હોત કે હું તને જમાડું. હવે તો આપણે એક થવાના છીએ.”
“શું સીમી તને કેવી રીતે ખબર ?”
“મને ખબર પડે જ ને .હવે બીજી વાર આમ ન કરતો રામ સીધું કહી દેવાનું." અને હસી.
ક્રમશ:

