Dr.Pratik Nakum

Abstract

3.6  

Dr.Pratik Nakum

Abstract

સાચા અર્થમાં સ્વતંત્રતા

સાચા અર્થમાં સ્વતંત્રતા

2 mins
316


મિત્રો,

આપણો ભારત દેશ 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આજનું આપણું ભારત જે આખા વિશ્વ માં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. બધા જ ક્ષેત્ર માં પ્રગતિ કરી રહ્યું છે અને દિવસે અને દિવસે સફળતા પ્રાપ્ત કરતું જાય છે. અવકાશ સંશોધનમાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે પરંતુ શું ભારત દેશ સાચા અર્થમાં સ્વતંત્ર છે ?

શું દરેક નાગરિક સ્વતંત્ર રીતે પોતાનું જીવન સાચા અર્થ માં જીવી શકે છે ?

શું આપણાં દેશની સ્ત્રીઓ સાચા અર્થમાં સુરક્ષિત છે ?

આ પ્રશ્નો ના જવાબ તમને ખબર જ હશે , કે સાચા અર્થ માં ભારત સ્વતંત્ર નથી..

ભારત એ દેશ છે જ્યાં સ્ત્રીઓ ને લક્ષ્મી સમાન ગણવામાં આવે છે;

તેનું સન્માન કરવામાં આવે છે. ઘણા બધા દુઃખ જીવન માં સહન કરે છે અને જન્મ વખતે જે પીડા થાય તે ખૂબ જ અસહ્ય હોય છે છતાં પણ આવી વેદના સહી ને એક બાળક ને જન્મ આપે છે.

એક રિસર્ચ પ્રમાણે એકસાથે 20 હાડકાં તૂટે ત્યારે જેટલુ દર્દ થાય એટલું જ દર્દ બાળક ને જન્મ આપતી વખતે એક સ્ત્રીને થાય છે; હવે તમે વિચારી શકો છો કે તે કેટલુ ખતરનાક અને અસહ્ય હશે.

છતાં પણ સ્ત્રીઓ ને સન્માન મળતું નથી અને આ એક શરમજનક બાબત ગણી શકાય.

હાલના સમયમાં પણ સ્ત્રીઓ પર બળાત્કાર ના કિસ્સાઓ જોવા મળે છે, શારીરિક શોષણ, માનસિક શોષણ, ખરાબ વ્યવહાર અને ઘણા બધા અત્યાચારો તેના પર થાય છે.

તો શું આ એજ સ્વતંત્ર દેશ છે જેમાં સ્ત્રી ને લક્ષ્મી ની ઉપમાં આપવામાં આવી છે ?

ખરા અર્થ માં ત્યારે જ દેશ સ્વતંત્ર ગણાશે જ્યારે આપણા દેશ ની દીકરી રાત્રે પણ કોઈપણ ડર વગર બહાર એકલી નીકળી શકે. પોતાની રીતે સ્વતંત્રતાથી જીવી શકે અને પુરતું સન્માન મેળવી શકે.

આ ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશના યુવાનો સાચા અર્થમાં તેની વ્યથા સમજશે.

જ્યારે રાત્રે રસ્તા પર જતી એકલી સ્ત્રી મોકો નહિ પણ જવાબદારી છે એમ સમજશે ત્યારે આપણા દેશમાં એકપણ બળાત્કાર ના કિસ્સાઓ જોવા મળશે નહીં અને સ્ત્રીઓ કોઈપણ ડર વગર ઘર બહાર નીકળી શકશે.

આ આપણે એટલે કે નાગરિકો અને યુવાપેઢી જ સ્ત્રીઓ પર થતા અત્યાર રોકી શકશે ; અને જો આવું શક્ય બની જાય તો ખાતરી સાથે કહી શકું કે આપણો દેશ સાચા અર્થ માં સ્વતંત્ર છે કે જ્યાં સ્ત્રીઓનો ખુબ જ આદર સત્કાર કરાય છે અને કોઈપણ જાત ના અત્યારચાર તેના પર થતા નથી.

કોઈપણ સ્ત્રી પર અત્યાચાર કરતા પેલા એક વસ્તુ યાદ રાખવી કે 

"હેરાન ના કર એક સ્ત્રીને માનવી; પાપ થશે

એક દિવસ તું પણ એક દીકરીનો બાપ થશે."!

જો આવી સમજણ બધા માં હશે તો જ આપણો દેશ ખરા અર્થમાં સ્વતંત્ર છે એમ કહી શકાય અને પછી આપણા દેશ ને પ્રગતિના પંથેથી આગળ વધતા કોઈ જ રોકી નહીં શકે. કેમકે સ્ત્રી શાંત પણ રહી શકે છે અને જરૂર પડ્યે રણચંડી પણ બની શકે છે.

"એક ભારત, શ્રેષ્ઠ ભારત"


Rate this content
Log in

Similar gujarati story from Abstract