The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dr.Pratik Nakum

Inspirational

4.3  

Dr.Pratik Nakum

Inspirational

લોકડાઉન એ કોઈ સજા નથી

લોકડાઉન એ કોઈ સજા નથી

3 mins
75


મિત્રો, જેવી રીતે તમે બધા જાણો જ છો કે કોરોના એ એક વૈશ્વિક મહામારી છે અને WHO એ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. તે મહામારી ને લઈ ને બધી જ જગ્યાએ લોકડાઉન રાખવામાં આવ્યા જેથી કોરોનાનો ચેપ વધુ ના ફેલાય અને કોરોના વાયરસનું સંક્રમણ થતા અટકાવી શકીએ.

ભારતમાં પણ 23 માર્ચના રોજ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સંબોધન કરીને દેશમાં લોકડાઉનનો નિર્ણય લીધો હતો. હવે લોકડાઉનમાં ઘરની બહાર પણ નીકળવાની મનાઈ હતી, ક્યાંય પણ ફરવા જવાનું નહિ, માત્ર ઘરમાંજ બેસી રહેવાનું ; હવે આવા કપરા સમયમાં લોકો માનસિક રીતે નબળા પડી જતા હોય છે અને માનસિક રીતે નબળા લોકો જ આત્મહત્યા ના શિકાર બનતા હોય છે.આવા સમયે હકારાત્મક રહેવું ખૂબ જ જરૂરી થઈ પડે છે.

હું મારી જ વાત કરું તો હું એક મેડિકલનો વિદ્યાર્થી છું અને મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. આ લોકોડાઉનથી શાળા તેમજ કોલેજો પણ બંધજ હતી તેથી અભ્યાસમાં વિક્ષેપ પડ્યો. આવા સમયે મેં મારા સમયનો ખૂબ જ સારી રીતે સદુપયોગ કર્યો. મને લેખનનો પણ શોખ છે, તેથી મેં ઘણું બધું લખ્યું, અવનવી કવિતાઓ, વાર્તાઓ, પ્રેરણાત્મક વાર્તાઓ તેમન વિવિધ વિષય પર મેં અભ્યાસ કર્યો અને મારું લખાણના ક્ષેત્રમાં જ્ઞાન વધાર્યું.

મેડિકલ નો વિદ્યાર્થી છું એટલે વાંચવાનો શોખ તો હોય જ ! એટલે આ લોકડાઉનના સમયમાં મેં જીવનમાં ઉપયોગી થાય તેવા પુસ્તકો વાંચ્યા, જેમ કે સ્વામીવિવેકાનંદ, ચાણકય વગેરે જેવા મહાન લોકો એ કિધેલી વાત વાંચી અને તેને જીવનામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો. તેનાથી હું વધુ હકારાત્મક બન્યો અને સમય નો સારો સદુપયોગ કરી શક્યો. લોકડાઉનના સમયમાં મારા મિત્રોને દરરોજ મળી તો ના શકતો પરંતુ આ આધુનિક યુગમાં ટેકનોલોજી ના માધ્યમથી અમે સંપર્ક માં રહેતા અને કાંઈ પણ મૂંઝવણ હોય તો તે એક બીજાને કહેતા અને તેનો ઉકેલ લાવતા.

લોકડાઉન થયું ત્યારે લાગતું હતું કે કઈ રીતે માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખસુ અને કઈ રીતે સમય પસાર કરશુ પરંતું  જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મને ખબર પડી કે આ એ જ સમય છે જેમાં આપણે આપણી જાતને સુધારી શકીએ અને પેલા કરતા વધુ સારી બનાવી શકીએ; તેમજ જે ક્ષેત્ર માં થોડી વધુ મહેનત ની જરૂર હોય તે ક્ષેત્ર માં સારો સુધારો કરી શકીએ.

મિત્રો,લોકડાઉન પછી જીવનને જોવાનો મારો નજરીયો જ બદલાઈ ગયો; પેલા કરતા વધુ સકારાત્મક બન્યો, મારામાં આત્મવિશ્વાસનો વધારો થયો અને હું ખાતરી સાથે કહી શકું કે પેલા કરતા મેં મારી જાતને ઘણી સુધારી લીધી છે અને જે મને આગળ જીવનમાં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.

આમ, હું એમ કહી શકું કે લોકડાઉન એ કોઈ સજા નથી પરંતુ જો એ સમયનો તમને સદુપયોગ કરતા આવડે તો જિંદગી નો સૌથી ઉત્તમ સમય છે; આમ મારા માટે તો લોકડાઉન એ "જીવનની શિખ" પુરવાર થઇ અને મેં ખૂબ જ સારી રીતે તે સમય પસાર કર્યો.

તો મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે જ્યારે તમારું ધારેલું કાર્ય ના થાય ને ત્યારે સમજવું કે હવે તે ભગવાનની ઈચ્છા મુજબ થશે અને ભગવાન તો ક્યારેય કોઈનું ખરાબ કરતો જ નથી. એટલા માટે જીવનમાં કોઈ દિવસ હતાશ થાય વગર પોતાને સુધારતાજ રહો અને તે જ વસ્તુ આગળ જતાં જીવનમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે. માટે  "સદા ખુશ રહો,સદા સ્વસ્થ રહો."


Rate this content
Log in

More gujarati story from Dr.Pratik Nakum

Similar gujarati story from Inspirational