રોકસ્ટાર
રોકસ્ટાર
નાનપણથી જ દેવ પોતાના પપ્પાને સંઘર્ષ કરતા જોતો આવેલો. તેના પપ્પાને ગાવાનો ખૂબ જ શોખ અને એ શોખ દેવમાં પણ આવેલો. ખૂબ ખરાબ પરિસ્થિતિમાં ભણવાની સાથે પોતાના પપ્પા સાથે ગીતો ગાવા પણ જતો.
સંઘર્ષ ભર્યું જીવન હોવા છતાં તેના પપ્પાએ દેવને ક્યારેય કોઈ વસ્તુની ઉણપ વર્તાવા નહોતી દીધી. દેવ માટે જો કોઈ સુપરમેન હોય દુનિયામાં તો માત્ર તેના પપ્પા જ હતા. પોતાના સુપરમેન સાથે ગાવાની વધુને વધુ પ્રેક્ટિસ કરવી અને સૂરો વિષે વધુ જાણવું જેના કારણે તે આજે એક મોટો રોકસ્ટાર બની ગયો હતો.
રોકીને આ વાતની બહુ ઈર્ષ્યા અને કોઈના કોઈ રીતે તે દેવને પછાડવા માંગતો હતો, આ સમય દરમ્યાન આ બંનેની વચ્ચે સમીર નામનો એક નવો જ રોકસ્ટાર આવ્યો. આ ત્રણેય રોકસ્ટારને એકબીજાથી થોડા ઘણા અંશે ઈર્ષ્યા હતી. જેને લીધે ત્રણે વચ્ચે શીતયુદ્ધ ચાલુ થઈ ગયું હતું.
ટૂંક જ સમયમાં આ ત્રણેય રોકસ્ટાર વચ્ચે એક સ્પર્ધા યોજાવાની હતી અને હવે ત્રણેય જાણે એકબીજાને પોતાના હરીફના બદલે દુશ્મન જ માનવા લાગેલા. દેવને પોતાના પર વિશ્વાસ હતો કે આ સ્પર્ધામાં તે જ વિજેતા બનશે.
સ્પર્ધાના દિવસે વહેલી સવારે જયારે રોકીના ઘરે એક લાશ જોવા મળી તો આજુબાજુના લોકો વિચારવા લાગ્યા અને રોકીએ જયારે આ લાશ જોઈ તો તે ત્યાં જ ઢળી પડ્યો.
