Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

BINAL PATEL

Inspirational Others


3  

BINAL PATEL

Inspirational Others


રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૩

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૩

6 mins 467 6 mins 467

વિકીને હોશ આવે છે એ સમયાંતરમાં શાનયા અને જેકી એની સાથે નથી. જેકી હૅલનને શોધવા બહાર આવે છે અને શાનયા જેકીને બોલવવા માટે બહાર જાય છે ત્યારે ઈંસ્પેક્ટર સાહેબ વિકી સાથે વાતચીત કરવા ડોક્ટર્સ પાસેથી પરમિશન લઈને અંદર જાય છે. હૅલન કોઈ સાથે ફોનમાં વાત કરે છે હવે આગળ.


'હૅલન, વાત તો તારી સાચી છે. વિકિનો એમાં કોઈ વાંક નથી અને આવી મુસીબતમાં એ સપડાયો એની જવાબદાર તું જ છે. હવે એક વાતની સો વાત. પોલીસના ચક્કરમાં મારે પડવું નથી. મને જલ્દીથી મળવા આવ એટલે આ વાતની આપણે પુર્ણાહુતી કરીએ.', ફોનમાંથી કોઈ વ્યક્તિ હૅલન સાથે વાત કરે છે.


'હૅલન, તમે અહીંયા શું કરો છો ? વિકીને હોશ આવી ગયો છે. ડોક્ટર્સ બોલાવે છે અને તમે ક્યારના અહીંયા છો ? શું થયું છે તમને ? કોનો ફોન આવી ગયો છે ? ટેન્શનમાં લાગો છો ? શું થયું છે ? ઓલ ઓકે ?' જેકી આવીને જલ્દીમાં બોલ્યો.


હૅલન ફોન કટ કરીને જેકી સાથે અંદર આવે છે.

'અરે! એક ફ્રેન્ડનો કોલ હતો. વિકી કેમ છે ? સોરી હું થોડી વાતમાં બીઝી થઇ ગઈ હતી. શાનયા અને તું વિકીને મળ્યા ? શું કહે છે ડોક્ટર્સ ?' હૅલન ચિંતામાં બોલી.

'ડોક્ટર્સ એને તપાસી રહ્યા છે અને ઈંસ્પેક્ટર સાથે વાતચીત ચાલુ છે એટલે પહેલા એમની સાથે વાત થઇ જશે પછી જ આપણને મળવાની પરમિશન આપશે.', જેકી અને હૅલન રૂમની બહાર વાત કરતા પહોંચ્યા.

ડોક્ટર્સ અને ઈંસ્પેક્ટર સાથે રહીને વિકીને વાતચીતમાં પરોવી લીધો છે. વિકી થોડો સારી રીતે વાતચીત કરી રહ્યો છે એવું કાચમાંથી જેકી, હૅલન અને શાનયા જોઈ રહ્યા છે અને પોતે ક્યારે વિકી સાથે વાત કરશે એ સમયની વાટ જોવે છે.


'તમારું નામ શું છે ? તમે ક્યાં રહો છો ? તમને કેવું ફીલ થઇ રહ્યું છે અત્યારે ?' ઇંસ્પેક્ટરે સવાલ કર્યા.

'ઈંસ્પેક્ટર સાહેબ, જસ્ટ કૂલ ડાઉંન. શાંતિથી પેશન્ટ સાથે વાત કરો. એમના મગજને આટલો વધારે સ્ટ્રેશ આપવો યોગ્ય નથી.' ડોક્ટર્સે કહ્યું.

'હા. આઈ એમ વિકી( વિક્રાંત). મને અહીંયા કેમ લાવ્યા છે ? શું થયું છે ? આંખ ખોલું વધારે તો મને માથામાં દુ:ખાવો થાય છે સર અને તમે અહીંયા ? જેકી અને હૅલન ક્યાં છે અને...' વિકી થોડું ભાનમાં આવી બોલ્યો.

'યેસ. ધે આર હીઅર. હમણાં એમને બોલવું છું ? અને તમે બીજા કોને યાદ કરતા હતા ? જેકી અને હૅલન તો અહીંયા જ છે. બીજું કોણ તમને મળવા આવાનું હતું મિસ્ટર વિકી ?'

'શાનયા. મારી દોસ્ત. હું એને મળવા જતો હતો. એની સાથે વાત કરવી છે. એ ઠીક તો છે ને ? આહ... મારું માથું... ડોક્ટર્સ મને બહુ વધારે પેઈન થાય છે.' વિકી બોલતા અટક્યો..


ડોકટર્સ થોડા કલાક માટે વિકીને અંડર ઓબઝર્વેશન રાખે છે અને પછી ઈંસ્પેક્ટર આવે છે. શાનયા અને વિકી બહાર બેઠા છે. હૅલન વિકીને મળવા વધારે ઉત્સુક છે.


'સર. હવે તમે વિકી સાથે વાતચીત કરી શકો છો. બટ, બી કેરફૂલ. વધારે સ્ટ્રેશ એમના હેલ્થ માટે સારો નથી.' ડોક્ટર્સે કહ્યું.

'યેસ ડોક્ટર્સ. થેન્ક યુ.'

'વિકી, બોય.. હવે કેવું છે ? તમે પૂછેલા સવાલના જવાબ હું પહેલા આપી દઉં. તમે કાર ડ્રાઈવ કરી રહ્યા હતા અને અચાનક તમારો એકસીડન્ટ થયો અને અમે તમને અહીંયા લઈને આવ્યા છે. જેકી અને હેલન રૂટિન ચેક અપ માટે આવ્યા અને સંજોગોવસાત અમારી મુલાકાત થઇ એમાંથી એમને જાણ થઇ કે આ તો અમારો દોસ્ત છે અને અહીંયા આવી હાલતમાં છે. બંને ૩ દિવસથી અહીંયા જ છે. શાનયા પણ અહીંયા છે. તમારા ફોનમાં શાનયાનો કોલ આવ્યો અને જેકી સાથે વાત કરી એટલે એમને પણ આ પરિસ્થિતિની જાણ થઇ છે. બધા બસ તમારી હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા છે. હવે તમારા જવાબો તમને મળી ગયા હશે મિસ્ટર વિકી.', ઈંસ્પેક્ટર સાહેબે ખુલાસો કર્યો.

'થેન્ક યુ સર. હું બધાને મળવા માંગુ છું. પ્લીઝ એમને અંદર બોલાવી આપો.', વિકી બોલ્યો.

'હા, સ્યોર. એ પહેલા મારા થોડા સવાલો છે મને એના સાચા જવાબો આપો એવી આશા છે. તમને કેવી રીતે એકસીડન્ટ થયો એ કઈ યાદ છે ? તમારી સ્પીડ કદાચ વધારે જ હતી. તમે કોઈ ટેન્શનમાં આવીને કાર ડ્રાઈવ કરી રહ્યા હતા ? તમે એટલી વધારે સ્પીડથી કોને મળવા જઈ રહ્યા હતા ? તમે કઈ કેહવા માંગો છો ? શું તમને અમારી પોલીસ પ્રોટેકશનની જરૂર છે ? તમારી કોઈ સાથે દુશ્મની કે કોઈ અનબન થઇ છે ? તમે બધી જ માહિતી અમને આપી શકો છો.' ઈંસ્પેક્ટર સાહેબે સવાલ કર્યા.


'સર. હું જેકી અને હેલન એ રાતે સાથે હતા અને હું જેકી હેલનના ઘરે જ રોકાયા હતા. સવારે ઉઠીને હું શાનયાને મળવા નીકળ્યો અને જેકી-હેલન રૂટિન ચેક અપ માટે ગયા. હા, રોડ વધારે સારો અને ક્લીન હતો એટલે મેં મારી કારની સ્પીડ વધારી હતી અને અચાનક જ એકસીડન્ટ થયો અને પછી હું ક્યાં પડ્યો અને શું થયું એ તો તમને ખબર જ છે. અને મને આ બાબતે કોઈ વ્યક્તિ પર શક નથી. સર, અત્યાર સુધી તમે મારી બધી જ માહિતી મેળવી લીધી હશે. હું કેટલા સમયથી અહીંયા છું, ક્યાં જોબ કરું છું, ક્યાં રહું છું, મારા સગા-સંબંધી કોણ છે અને વગેરે.. બધું જ જાણતા હોવા છતાં હું તમને એટલું ચોક્કસ કહીશ કે મારે કોઈ સાથે કોઈ દુશ્મનાવટ થઇ નથી. હું મારી લાઈફ નોર્મલ માણસની જેમ સ્વમાન અને પ્રામાણિકતાથી જીવું છું. આ બધું એક ઘટના જ કહી શકાય.' વિકીએ ચોખવટ કરી.


'ગુડ મિસ્ટર વિકી. અમે આપણી વાત સાંભળી અને નોંધી છે. આગળ અમને કંઈક આપણી મદદની જરૂર લાગશે તો અમે ચોક્કસથી જણાવીશું. નાઉં, યુ ટેક કૅર. હું જેકી-હેલન અને શાનયાને અનાદર મોકલું છું.

'થેન્ક યુ સો મચ સર.'


ઇસ્પેકેટર બહાર જાય છે. ડોક્ટર સાથે થોડી ચર્ચા કરે છે અને પછી રજા લે છે. એક ઓફિસર હજી ત્યાં જ રોકાય છે.

'વિકી, મેરા ભાઈ. શું કરી લીધું તે આ ? કેવું લાગે છે તને હવે ? હાથ-પગ તોડે નહિ ત્યાં સુધી તો તું મને નહિ ને પાછો... અહીંયા બધા કેટલા ટેન્શનમાં આવી ગયા હતા. હેલન શાનયા તો રડવા સિવાય કઈ કર્યું જ નથી. બંને તને મળવા અને વાત કરવા વધારે ઉત્સુક છે.' જેકી થોડી મસ્તીમાં બોલ્યો.


'સોરી, શાનયા. હું મારુ કમિટમેન્ટ પૂરું ના કરી શક્યો. હું તને સેફ જોવા માંગતો હતો એટલે હું જલ્દીથી તારી પાસે આવવા માંગતો હતો. અને એ જલ્દી આવવાના ચક્કરમાં હું જ ફસડાઈ પડ્યો. તું ઠીક તો છે ને ? હેલન, તમને પણ મેં બહુ હેરાન કરી લીધા. સોરી, પરંતુ હું એ સમયે તમને કઈ કેહવાના મૂડમાં નહતો. મારે જલ્દીથી શાનયા પાસે પહોંચવું જરૂરી હતું.' વિકી બોલ્યો.


'વિકી, તને હું શું કહું ? હવે જલ્દીથી તું સાજો થઇ જા પછી જ તારી વાત છે. અત્યારે હોસ્પિટલના માહોલમાં તારા પર ગુસ્સો કરવો સારો નહિ ને ! આપણે પછી વાત કરી આ વિષય પર. તે મને જેટલું રડાયું છે ને એનો હું હિસાબ લઈશ. બસ, તું યાદ રાખ જ.' શાનયા પ્રેમથી ગુસ્સામાં બોલી.


'વિકી, માય બોય. ગોડ બ્લેસ યુ. તું અને જેકી મારા માટે શું થઇ ગયા છો એ વાતની તને જાણ તો છે ને ? હું જિંદગીના દરેક સ્ટેજ પર કંઈક ગુમાવતી આવી છું. મારે હવે અંતે કઈ ગુમાવીને આંખો નથી મિચાવી. તમને બનેંને દગીના રંગીન મેઘધનુષમાં પ્રેમથી જીવતા જોઈને આંખો મીંચી ચાલ્યા જવું છે. બસ એ જ વાતનો સંતોષ રાખીને હું દુનિયામાંથી વિદાય લેવા માંગુ છું એટલે પ્લીઝ પોતાની જાતને મુસીબતમાં મુક્ત પહેલા મારો વિચાર તમે બંને કરજો એવી ઈચ્છા છે. શાનયા, હવે તો તું પણ દીકરી સમાન છે. આ બંનેનું ધ્યાન તારે પણ એટલું જ રાખવાનું છે.' હેલન થોડું ઇમોશનલ થઈને બોલી ગઈ.

'યેસ હેલન, વી વિલ ટેક કૅર ઓફ અસ એન્ડ યુ ઓલ્સો. તમે હવે નિરાંતે બેસો. ડોક્ટર્સને કહીએ ક્યારે રજા આપશો ? મારે ઘરે જવું છે હવે...' વિકી બોલ્યો.


હેલન, શાનયા અને વિકી વાતો કરે છે ત્યાં જેકી ડોક્ટર્સ પાસે જાય છે અને ડિસ્ચાર્જ માટે વાત કરે છે.

ક્રમશ:Rate this content
Log in

More gujarati story from BINAL PATEL

Similar gujarati story from Inspirational