Bhanuben Prajapati

Inspirational

4.0  

Bhanuben Prajapati

Inspirational

રંગા રંગ જીવન

રંગા રંગ જીવન

2 mins
125


આપણું જીવન કોરા કાગળ જેવું હોય છે અને એમાં રંગો આપણે ભરવાના હોય છે. જ્યારે રંગોને આપણે આપણા જીવનમાં ભરવાના હોય છે ત્યારે લાલ રંગની પસંદગી કરવામાં આવે છે. પછી તે રંગ સફેદ હોય, લીલો હોય, લાલ હોય કાળો હોય કે કોઈ પણ હોય આપણા પોતાના મન અંદર કયા રંગના રંગોથી મન પ્રફુલ્લિત રહે છે અને જીવનમાં ક્યાં રંગો ખુશી પ્રફુલ્લિત કરે છે એના પર આપણી વિચાર શક્તિ હોવી જરૂરી છે.

જીવન સાગરમાં અનેક રંગો કુદરતી છે પરંતુ એની દિશા આપણે જ નક્કી કરવાની છે. આપણા જીવનમાં મેઘધનુષ્ય સ્વરૂપે રંગો પુરાય એવું દરેક લોકો ચાહતા હોય છે પરંતુ દરેકના જીવનમાં લાલ રંગ મહત્વનો હોય એવું પણ હોતું નથી અને દરેકના જીવનમાં કાળો રંગ મહત્વનો હોય એવું પણ હોતું નથી. ક્યારેક લાલ અને કાળા રંગના મિશ્રણ કરવાથી કંઇક નવો રંગ ઉભરી આવે છે. આપણું જીવન દરેક રંગોથી મિક્ષ હોવું જોઈએ. જીવનમાં કાળા રંગ અશુભ હોય એવું ના વિચારવું. શિક્ષણમાં સરસ્વતી જ્યાં વસે છે ત્યાં કાળા પાટિયામાં સફેદ રંગ ચિતરવામાં આવે છે અને ત્યાંથી જ એક નવા રંગથી મનુષ્યનું જીવન શરૂ થાય છે જેને ધનુષ્યના રંગો પૂરાય છે એટલે કે કાળા પાટિયામાં દરેકના જીવનની સફળતા શરૂ કરાય છે.

મનુષ્યની જીવનની શરૂઆત એ બંનેના મિશ્રણથી ઉજ્જવળ તક પ્રાપ્ત કરે છે.નવા શિખર સર કર્યા પછી એના લગ્ન થાય છે ત્યારે લાલ રંગથી જીવન શરૂ થાય છે. અને જ્યારે લગ્નજીવનની શરૂઆત થાય છે, ત્યારે વૃક્ષના લીલા રંગની જેમ જીવન પ્રજવલિત થતું હોય છે રંગોની દુનિયામાં દરેક મનુષ્ય કોઈ પણ રંગ હોય એના પ્રત્યે રુચિ રાખવી જોઈએ .દરેક શુભ હોય છે ફક્ત વિચારસરણી આપણી પોઝિટિવ હોવી જોઈએ. ઘણી વખત એવું જોવામાં આવે છે કે કાળા રંગને અશુંભ મનાય છે. પરંતુ કાળો રંગ તો દરેક વસ્તુમાં હોય છે. દરેક સપ્તરંગી રંગોમાં કાળો રંગ દીપી ઉઠે છે. બધા જ રંગો ગુણોથી ભરપુર માનવા જોઈએ આપણે આપણા જીવનને મેઘનુષ્ય રંગોની જેમ પ્રજવલિત કરવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational