Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

પ્યારની અનુભૂતિ

પ્યારની અનુભૂતિ

1 min
7.2K


રોજ સવારે ફરવા નીકળે ત્યારે નેહા વિચાર કરે. આ પાર્કમાં માણસ ફરવા

આવે છે તેના કરતાં કૂતરા અધિક છે. એક તો બધા પાસે હોય. ઘણા પાસે

બે હોય!

જેમાંના કોઈક નાના ગલુડિયા તો વળી તેનાં કરતાં પણ મોટાં દેખાય તેવા.

મને કૂતરાં ગમે બહુ, માત્ર તેને પંપાળવાનાં. જો ચાટે તો મોઢું બગડી જાય.

મારી મિત્ર ‘પેટી’ તેના બે નાના કૂતરાં સાથે રોજ આવે. મળે એટલે તેની આખા

દિવસની દિનચર્યા ગમે કે ન ગમે સાંભળવાની.

પોતાનાં બાળક જેટલો પ્રેમ કૂતરાને આપે.

‘હે, ભગવાન આવતા જનમે મને અમેરિકામાં કૂતરો બનાવજે.' આવી પ્રાર્થના

કરી નેહા ખડખડાટ હસી પડી.

મેં તેને સામેથી આવતાં જોઈ.

“કેમ આટલું બધું હસે છે, નેહા?"

શું કહું આંટી ‘મેં ભગવાનને પ્રાર્થના કરી એટલે.'

વાંધો ન હોય તો જણાવ , મારી લાડલી નેહાએ ભગવાન પાસે શું માગ્યું?

પહેલાં ખાત્રી આપો તમે મારા પર હસશો નહી.

ઓ.કે

મારે આવતો જનમ અમેરિકામાં કૂતરાનો જોઈએ છે!

કેમ ભાઈ.

પ્રેમ મળે, એટલે.

નસીબની મારી નેહા, અમેરિકા પરણીને આવી અને તેનો વર કોઈ ધોળીના લફરામાં પડી

નેહાને ડિવોર્સ આપી બેઠો. ખૂબ સુંદર અને સ્માર્ટ નેહા મારી બાજુના એપાર્ટમેંટમાં રહે છે.

ત્યાંજ એક ગાડી જોરથી બ્રેક મારી અમારી સામે ઉભી રહી!

રસ્તો ક્રોસ કરતાં એક કૂતરું ગાડીની અડફટમાં આવી ગયું. તેનો માલિક દોડ્યો.

જોરથી રડી રહ્યો હતો. કોઈને હૉસ્પિટલ લઈ જવા વિનવી રહ્યો હતો.

ત્યાં કૂતરું તરફડિયા મારતું તેના માલિકના આંસુ લુછવાનો પ્રયાસ કરી રહ્યો અને

બંને આંખો ચાટી પ્રાણ છોડ્યા.

હું અને નેહા આ ધન્ય દૃશ્યને માણી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational