STORYMIRROR

kaushik nayak

Tragedy

3  

kaushik nayak

Tragedy

પુત્રપ્રાપ્તિની તરસ

પુત્રપ્રાપ્તિની તરસ

2 mins
227

ચારેક દશક પહેલાની વાત છે. સુખપુર ગામમાં એક દંપતિ રહે. પતિ મનસુખભાઈ અને પત્ની સવિતાબેન. આ દંપતિ સંયુક્ત પરિવારમાં રહે. લગ્નને થોડોક સમય વીતતાં સવિતાબેનને સારા દિવસો રહ્યા. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. સૌને પુત્ર પ્રાપ્તિની જ તરસ. પણ કહેવાય છે ને કે ધાર્યું ધણીનું જ થાય. સવિતાબેનની કૂખે દીકરી અવતરી. સૌના મોં પડી ગયા. પણ આ સ્થિતિમાં મનસુખભાઈ પોતાની પત્નીની પડખે જ રહ્યા.

આમ દિવસો ને વર્ષો વીતતાં ગયા ને પુત્ર પ્રાપ્તિની તરસમાં ને તરસમાં સવિતાબેને ચાર દીકરીઓને જન્મ આપ્યો. બિચારા ! સવિતાબેનનું માન સાસરીમાં દિવસે ને દિવસે ઘટવા લાગ્યું. હવે સવિતાબેન પણ પુત્ર પ્રાપ્તિની આશા છોડી ચૂક્યા હતા. પરંતુ પરિવાર અને કુટુંબીજનોના મહેણાં-ટોણાથી બચવા તેઓ પાંચમા બાળકને જન્મ આપવા તૈયાર થયા.

 આખરે એ દિવસ આવી ગયો, સવિતાબેન ને આજે પાંચમી પ્રસૂતિ માટે દવાખાને દાખલ કર્યા.સૌ કોઈ પુત્ર પ્રાપ્તિની રાહ જોઈ રહયા હતા, પણ વિધિની વક્રતા કહો કે નસીબનો ખેલ આ વખતે દીકરો તો જન્મ્યો પણ દિવ્યાંગ ! બંને હાથે વિકલાંગતા. જે પરિવારજનો દીકરો- દીકરો કરી રહ્યા હતા, તે બધા આ દીકરાને તેડવા પણ રાજી નહોતા. સૌના મોં પડી ગયા. સૌએ સવિતાબેન ને ખુબ ખરી-ખોટી સંભળાવી. સવિતાબેન બિચારા રડતાં રહ્યા.

આવાં કપરા સમયમાં સાથ ન છોડે તે જ સાચો જીવનસાથી કહેવાય. મનસુખભાઈએ સવિતાબેનને ખુબ જ સાંત્વના આપી. હવે બંનેના જીવનમાં એક તરસ જાગી કે દીકરાને ભણાવી ને મોટો સાહેબ બનાવવો. આ દંપતિ એ લોકોની વાતોમાં આંખ આડા કાન કરીને પોતાની તરસ પૂર્ણ કરવા પર ધ્યાન આપ્યું. બંને એ ખુબ જ મહેનત કરીને દીકરાને ભણાવીને ખૂબ મોટો સાહેબ બનાવ્યો, તથા ચાર દીકરીઓને પણ સારે ઠેકાણે પરણાવી.આ દિવ્યાંગ છોકરાને મોટો સાહેબ બનેલો જોઈ સૌ કોઈ મોંમાં આંગળા નાખી ગયાં. સૌ કુટુંબીજનો એ સવિતાબેન ને મહેણાં-ટોણા મારવા બદલ એમની ક્ષમા માંગી.

આ રીતે એક દિવ્યાંગ દીકરાને મોટો ઓફિસર બનાવીને પોતાની તરસ પૂર્ણ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy