પરવરીશ ગુણિયલ વહુ
પરવરીશ ગુણિયલ વહુ


આજ ખૂબ મજા આવી ગઈ નહિ? હા હો આ સંવાદ કોલેજના કમ્પાઉન્ડમાં ઉભેલા છોકરા અને છોકરીઓ વચ્ચે થઈ રહ્યો હતો. આપણા મીરાં બેન કેટલું વ્યવસ્થિત રીતે ભણાવે છે રોજ કઈક નવો ટોપિક ને સાથે ચર્ચા કરવામાં મજા પડી જાય છે. આજ કયો ટોપિક હશે?
નમસ્તે મેડમ; નમસ્તે બેસો બધા મેમ આજ કયો ટોપિક લેશો?
આજ! વિચાર કરી ને. અરે સ્થિતિ? તું કેમ ચુપચાપ છે? અરે મેમ એના લગ્ન નક્કી થઈ ગયા છે વાહ સરસ. પરંતુ તું કેમ ઉદાસ લાગે છે? મેમ થોડો ડર લાગે છે. કઈ બાબત? મેમ લગ્ન પછી હું એ ઘરના સભ્યો સાથે જીવી શકીશ ? એટલે કે મારો સ્વભાવ રહેણીકરણી? ચલો સ્ટુડન્ટસ આજનો વિષય લગ્ન પછી વહુ માંથી બનતી ગુણિયલ વહુ.
તમારા અભિપ્રાય મુજબ વહુ કેવી હોવી જોઇએ?
છોકરાઓ: સીધીસાદી ઓછું ભણેલી ઘરરખું. મીરાં મેમ. . . બસ ?
પરિઘ(વિદ્યાર્થી); મેમ મારા વિચાર થોડા અલગ છે.
મીરાં મેમ:કઈ રીતે?
પરિધ:છોકરી લાંબી પતલી થોડી મોર્ડન પરંતુ વધારે સમજદાર.
છોકરીઓ:; આઝાદ ખ્યાલ વારી સ્વતંત્ર વિચાર શ્રેણી વારી.
મીરા મેમ :; સારું પરંતુ હવે એક સવાલ એ સ્વતંત્રતા અથવા સીધુસરલ રહેવા માટે કોણ છૂટ આપે છે? તમારા માતા પિતા
એ માતા પિતા જ છે જે તમને હમેશા છાંયો આપી સંસ્કાર નું ઘડતર કરે છે. દરેક માતા પિતા પોતાના સંતાન માટે ગજા થી ઉપર જઈને પોતાના સંતાન માટે સારું જીવનધોરણ ઘડે છે.
કહેવાય છે કે દરેક પિતા ને દીકરી વધારે વ્હાલી હોય છે કારણ? એ પિતા એની દીકરી મા એક માં બેનને મિત્ર ની છબી નિહાળે છે જ્યારે પિતા થાકી ઘરે આવી પાણી નો ગ્લાસ પીવે છે ત્યારે એને એની મા ને બહેન યાદ આવી જાય છે. વગર બોલ્યે જયારે એ દીકરી પિતાના ઉદાસ થયેલા ચહેરો જોઈ પરિસ્થિતિ પામી જાય ત્યારે મિત્ર યાદ આવી જાય છે.
એ માતા પિતા એ જયારે એ સંતાન ને ઉછેર કરવામાં કોઈપણ પ્રકારની કચાશ ન રાખી હોય અને એ સંતાન ઉંમરલાયક થતા માતા પિતા ને શિક્ષણ ને સમજૂતી ના પાઠ સમજાવવા લાગે ત્યારે એ માતા પિતાને કેવું લગી રહ્યું હોય છે? વિચાર કરજો.
આજ એક વાત કહું
માતંગી એક સરળ વ્યક્તિવ ધરાવતી છોકરી એના માતા પિતાની એકની એક દીકરી વ્હાલ ને સંસ્કારો મા ઉછરેલી ભણવામાં હોશિયાર પરંતુ રંગ થોડો શ્યામ. પરંતુ ભણતર એટલું સરસ કે તે ડોક્ટર બની. આ માતંગી સમય થતા ધનાઢય પરિવારમાં લગ્ન થયા: લગ્ન પછી એના જીવનમાં 3 સંતાન પ્રાપ્તિ થઈ એ 3 સંતાન મા એક જ સંતાન જીવિત રહ્યું અને એ પણ અસાધ્ય બીમારી ગ્રસ્ત. આવા સંતાન ને કારણે પતિ એ એને તરછોડી ને બીજું લગ્ન કર્યું. સમય જતાં માતંગી એ એના સંતાન અને એવા બીજા બાળકો માટે આશ્રયસ્થાન બનાવ્યું આવા બાળક માટે પોતાના કામ ને વફાદારી પૂર્વક નિભાવવાની સાથે એ એક જ નહીં પરંતુ એના જેવા બીજા બાળકોની સાર સંભાળ રાખવી અને સાથે સાથે અક્ષરજ્ઞાન દેવું એ બાળકોની સાથે એમની અંદર રહેલી વાત ને શબ્દો મા વર્ણવી એ ખૂબ મહેનત માંગી લે તેમ હતું છતા પણ માતંગી એ હાર ન માની. અને એ મહેનત એક દિવસ રંગ લાવી. એક દિવસ તેના કહેવાતા ધનાઢય સાસુ સસરા માતંગી ને મળવા આવ્યા અને કહ્યું અમને અહીં આશ્રય મળશે બેટા? ત્યારે તે અસાધ્ય બીમારી ગ્રસ્ત બાળક બોલ્યું દાદી દાદા મારી સાથે રહેશો? ત્યારે માતંગી એટલું બોલી જરૂર.
સાર- કહેવાનો અર્થ એટલો જ કે પરવરીશ કરોડપતિના ઘરની હોય કે ગરીબના ઘરની પરંતુ જો સંસ્કાર સારા નહીં હોય તો બધું નકામું.