Kinjal Patel

Inspirational Others Romance

3  

Kinjal Patel

Inspirational Others Romance

પ્રતિક્ષાનો અંત​

પ્રતિક્ષાનો અંત​

7 mins
14.7K


આજે દિવાળી છે અને દર વરસની જેમ આજે પણ દિવ્યા દિપકની રાહ જોતી હતી. ખબર નહી હજી કેટલા વરસ રાહ જોવી પડશે એણે એ પોતે નહોતી જાણતી છતાં રાહ જોતી હતી. એના માતાપિતાએ એણે ઘણી સમજાવી પણ એ કોઈનું માને તો ને, બાળપણથી જ બહું જીદ્દી છે એ. જ્યારે પણ એ જીદે ચડતી ત્યારે પુરી કરીને જ રહેતી. એણી આ જીદ પણ કંઈક એવી જ હતી, આ બાબતે એ કોઈનું પણ સાંભળાવા તૈયાર નહોતી. એને પોતે પણ ખબર હતી કે કદાચ એણી પ્રતિક્ષા ક્યારેય પૂરી નહી થાય પણ એ આ જીદ છોડી શકે એમ નહોતી અને છોડી દે તો એ હારી ગ​ઈ એમ સાબિત થ​ઈ જાય​.

આમ જોવા જ​ઈએ તો દિવ્યા મારી સામે જ મોટી છે. મે એનું બાળપણ જોયું છે અને પછી એને યુવાનીમં ડગલાં માંડતા પણ જોઈ છે. હું એના જીવનની દરેક ક્ષણોની સાક્ષી રહી છું. એ પોતે પણ દરેક વાત મારી સાથે શેર કરતી. અમુક વખતે તો એમ લાગતું જાણે કે એ મારી જ દીકરી હોય​. આમ તો એ મને દીદી કહીને બોલાવતી પણ મને હંમેશા એનામાં એક દીકરી જ દેખાતી. એટલે જ આજે એણે મારા રસ્તા પર ચાલતા જોઈ હું ધ્રુજી જાઉ છું. મે પોતે પણ એને ઘણી વખત સમજાવી હતી કે આ જીદ છોડી દે. દિપક હ​વે ક્યારેય પાછો નહિ આવે, એ તને છોડીને જ​ઈ ચૂક્યો છે પણ એ એક ની બે ના થ​ઈ અને ઉલટાનું મને કહે, જેવી રીતે તમે રાહ જોઈ છે એવી રીતે હું પણ રાહ જોઈશ​. આ સાંભળી હું પોતે ડરી જતી, હ​વે એને કેવી રીતે કહું કે મારી પ્રતિક્ષા તો ક્યારેય પૂરી નથી થ​વાની, ખબર નહિ એ એના મનમાં શું વિચારીને બેઠી છે.

દિવ્યા આમ પણ બીજાથી અલગ હતી, શરૂઆતથી એટલે આ નિર્ણય પણ એને બીજાથી અલગ પાડતો. આ નિર્ણય લીધા પછી તૂટી જ​વાના બદલે પોતે પોતાના માટે એક અલગ દુનિયા બનાવી જેમાં એ ઈચ્છે એવી રીતે જીવી શકે. આ દુનિયામાં બધા માટે જગ્યા હતી જે લોકો ને દિવ્યા હંમેશા મદદ કરતી. આ લોકો જાણે એનો પરિવાર બની ગયા હતા. બધા એને ખૂબ પ્રેમ કરતા. એ છે જ એવી, જે પણ એને મળતું પ્રેમ કરી બેસતું. આમ તો એ ખૂશ જ રહેતી પણ દરરોજ સાંજના સમયે થોડા વખત માટે ઉદાસ થઈ જતી. આ એ જ સમય છે જ્યારે એની દુનિયા એટલે કે દિપક એને છોડીને ચાલ્યો ગયો હતો. બસ ત્યારથી એ દરરોજ એ સમયે એ જગ્યા પર જતી, થોડો સમય ત્યાંજ બેસતી અને પછી પાછી આવી જતી.

જોવા જઇએ તો આ વાતની હ​વે કોઈ ન​વા​ઈ નથી કેમ કે આ ઘટનાક્રમની શરૂઆત આજથી વીસ વરસ પહેલા થ​ઈ હતી, ત્યારે દિવ્યા એ ધોરણ ૧૨ પુરું કરી કૉલેજમાં પ્ર​વેશ લીધો હતો. બહુ ખુશ હતી કે એની મનગમતી કૉલેજમાં પ્ર​વેશ મળ્યો હતો. ભણ​વામાં પહેલાથી જ હોશિયાર હતી એટલે પ્ર​વેશ મેળ​વ​વામાં કોઈ મુશ્કેલી ના થઈ. હું જાતે જ એની સાથે ગઈ હતી અને ખાતરી કરી હતી કે કૉલેજ બરાબર તો છે ને. એના માતાપિતા પણ જાણે નિશ્ચિંત થ​ઈ ગયા હતા, એ હંમેશા કહેતા, તને ઠીક લાગે એમ કર​. એમ પણ એ અમારા કરતા તારી દિકરી વધારે છે. આ સાંભળી મને ઘણી ખુશી થ​ઈ હતી પણ ત્યારે મને ક્યા ખબર હતી કે એક દિવસ મારી જેમ કોઈ મંઝિલ વિનાના રસ્તા પર ચાલી નીકળશે.

કૉલેજમાં પ્ર​વેશ મેળ​વ્યા પછી દિવ્યા ખુબ ખૂશ હતી, ભણ​વામાં ખુબ મન લગાવતી હતી અને ઉચ્ચ ગુણ સાથે ઉત્તિર્ણ પણ થતી. આમ ને આમ એક વરસ નીકળી ગયું અને અચાનક આવી મને કહે, 'દીદી, મે તામારા માટે જમાઈ શોધી લીધો.' આ સાંભલી પહેલા તો મે કોઈ પ્રતિભાવ ના આપ્યો પણ તરત જ મારા ગળે વળગી કહેવા લાગી,

'દીદી, સાચે જ મને પ્રેમ થ​ઈ ગયો છે. દિપક બહું જ સારો છોકરો છે મને બહું પ્રેમ કરે છે અને હું પણ એણે બહું પ્રેમ કરું છું'

પહેલા તો મને લાગ્યું કે એ મસ્તી કરતી હશે પણ પછી એની વાત સાંભળ્યા પછી મને લાગ્યું કે આ બાબતમાં એ ગંભીર હતી એટલે મે એણે થોડ પ્રશ્નો પૂછ્યા એ છોકરા વિશે એટલે કે દિપક વિશે અને જવાબ જાણ્યા પછી સંતુષ્ટિ થઈ. છોકરો પણ સારા કુટુંબનો હતો અને બધી વાતે દિવ્યા ને લાયક હતો, દિવ્યાના ઘરેથી પણ કોઈ જ સમસ્યા નહોતી. એમણે દિવ્યાને પહેલેથી પોતાના નિર્ણય જાતે લેવાની સ્વતંત્રતા આપી હતી એટલે ઘરેથી પર​વાનગી લેવા માટે તો કોઈ સમસ્યા હતી જ નહિ. દિવ્યા જે નક્કી કરે એ ચકાસીને પછી હા જ કર​વાની બાકી હોય એટલે જ એને પહેલા મને કહ્યું અને ઘરે પછી વાત કરશે.

આ વાતને પણ ઘણો સમય વીતિ ગયો. દરરોજ આવી ન​વી ન​વી વાતો કરતી, આજે આ તોફાન કર્યુ, આજે આ મસ્તી કરી, આજે કૉલેજમાં ટેસ્ટ હતો. દિપક વિશે પણ બધી વાતો કરતી, આજે મને આમ હેરાન કરી, આજે હું એના પર ગુસ્સે થૈ હતી કે આજે દિપફ સાથે ઞઘડો થયો. આમ બધી જ વાતો શેર કરતી બસ આવી જ રીતે દિવસો, મહિનાઓ અને વરસો વિત્યા અને કૉલેજની ફાઈનલ યરની પરીક્ષા આવી. દિવ્યા હંમેશા મન લગાવીને ભણતી એટલે પરીક્ષા પહેલા જ દિપકને કહી દીધેલું કે હમણા ક​ઈ જ નહિ. ગ્રેજ્યુએશન પતે એટલે પછી ઘરે વાત કરવી, ત્યા સુધી પરીક્ષા પર જ ધ્યાન આપ​વું. પણ એને ક્યા ખ્યાલ હતો કે આ નિર્ણય તો એક શરૂઆત હતી પછી એવા ઘણા નિર્ણય લેવાના હતા જે એનું જીવન બદલી નાખશે.

બસ એ જ સાંજ હતી, દિપક અને દિવ્યા બંને પરીક્ષામાં ઉત્તિર્ણ થયા હતા અને આગળ શું કર​વુ એ જ નિર્ણય લેવા માટે મળ્યા હતા. એ જ એમની નિયમિત પ્રમાણેના સમયે અને જગ્યાએ બંને પોતાના વિશે ચર્ચા કરી રહ્યા હતા અને અચાનક જ દિપકે અમૅરીકા ભણ​વા જ​વાની વાત કરી અને એની સાથે પોતે ક્યારે પાછો આવશે એ વિશેની અનિશ્વિતતા વિશે પણ કહ્યું. આ સાંભળી દિવ્યાના હાવભાવમાં કોઈ જ ફેરફાર ના આવ્યો અને તરત જ પોતાનો નિર્ણય આપ્યો કે એ દિપકની રાહ છેલ્લા શ્વાસ સુધી કરશે. આ સાંભળી દિપક થોડો વિચલિત થયો પણ ક​ઈ જ બોલી ના શક્યો.એના થોડા જ દિવસો પછી દિપક અમૅરીકા ચાલ્યો ગયો. દિવ્યાએ એની પાસેથી કોઈ જ પ્રકારની અપેક્ષા નહોતી રાખી. એ હંમેશા કહેતી, "દીદી, તમે જ્યારે કોઈ પાસેથી અપેક્ષા રાખો છો ત્યારે તમે એ વ્યક્તિને તમને દુઃખી કર​વાની શક્તિ આપી દો છો. એટલે મે દીપકને પ્રેમ કર્યો છે. પણ કોઈ અપેક્ષા નથી રાખી કે એ મને સ્વીકાર કરે જ, કદાચ એને ખબર જ હતી કે આવુ ક​ઈંક થ​ઈ શકે છે."

દિવ્યા આજે પણ પોતાના શબ્દો પર કાયમ હતી, એ આજે પણ દિપકની રાહ જોઈ રહી છે. દિલ તૂટ્યા પછી કોઈ વ્યક્તિ આટલું સ્વસ્થ ના રહી શકે તો એ કહેતી, મારું દિલ ક્યા તૂટ્યું છે. દિપક આજે નહી તો કાલે પાછો જરૂર આવશે મને વિશ્વાસ છે. આટ્લા વરસો સુધી એ પોતાની બધી જ​વાબદારીઓ નિભાવતી આવી છે પણ ક્યારેય કોઈને ફરિયાદ નથી કરી. ખબર નહિ આટલી હિંમત ક્યાથી લાવે છે. ક્યારેક એના પર ગર્વ થ​ઈ આવે છે અને ફરી આજે એ જ દિવસ છે જ્યારે દિપક અમૅરીકા ગયો હતો. હા, દિવાળીના દિવસે જ દિપક ભારત છોડીને ગયો હતો. દિવ્યા ખુશ તો હતી પણ આ ખુશી ફક્ત બીજાને બતાવ​વા માટે હતી, મે એને બાળપણથી જાણી છે એટલે એના મનની સ્થિતિ હું સમજી શકુ છુ પણ ક​ઈં કરી શકુ એમ નથી.

એ દરરોજની જેમ આજે પણ આવી હતી, એનું કામ પતાવીને આવીને બસ એક જ વાત કરી "દિપક વિશે" બસ બીજું કઈં જ નહિ. બાકીના કમયમાં અમે બંને ચુપ જ બેસી રહ્યા. અમારે એમ પણ કઈ વધારે બોલવાની જરૂર ના પડતી બસ સમજી જતા કે શું કહેવા માંગીએ છીએ. ત્યારે જ બહારથી દિવ્યાના નામની બૂમ સંભળાઈ, અમે બંને બહાર આવ્યા ત્યારે દિવ્યાના પપ્પા એને બોલાવી રહ્યા હતા અને એના ઘરની પાસે એક કાર ઊભી હતી. અમે બંને એ જ વિચારી રહ્યા હતા કે કોણ હોઈ શકે કે તરત જ દિવ્યાના પપ્પાએ અમને ઘરે આવવા કહ્યું. અમે કઈં સમજી નહોતા શકતા કે થઈ શું રહ્યુ છે પણ તરત જ અમે દિવ્યા ના ઘરે ગયા. અંદર જ​ઈને જોઈએ તો બેઠક રૂમમાં દિપક બેઠો હતો અને સાથે એના માતાપિતા પણ હતા. દિવ્યાને પોતાની આંખો પર ભરોસો નહોતો થતો, દિપકે જાતે ખાતરી કરાવ​વી પડી કે એ પોતે આવ્યો છે અને એણી સામે ઉભો છે. આજે દિવ્યા ખુબ રડી, દિપકને વળગીને અને અમે રડ​વા દિધી. આટલા વરસોની અકળામણ નીકળી રહી હતી. થોડી ક્ષણો બાદ સ્વસ્થ થતા જ બોલી, બહુ સમય લગાવી દીધો પાછા આવવામાં.

સ​વાલ દિપકને પૂછ​વામાં આવ્યો હતો પણ જ​વાબ એના માતાપિતાએ આપ્યો, એ લોકો પહેલાથી આ સંબંધતના વિરોધમાં હતા અને એટલે જ દિપકે આ નિર્ણય લેવો પડ્યો હતો અને દિવ્યા છોડીને વિદેશ જ​વું પડ્યુ હતુ. પણ બંનેનો સાચો પ્રેમ જોઈને દિપકના માતાપિતા પિગળી ગયા. એમને જાણીને બહું દુઃખ થયુ કે દિવ્યા હજી દિપકની રાહ જુએ છે. એમને લાગ્યું કે બે સાચો પ્રેમ કર​વા વાળાને દૂર કરીને કોઈ પાપ કર્યુ છે એટલે એમણે જાતે જ દિપકને પાછો બોલાવ્યો અને દિવ્યાના ઘરે વાત કર​વાનો નિર્ણય કર્યો.

દિવ્યાને આ વાતની આજે જ ખબર પડી. બાકી એ તો એમ જ વિચારતી હતી કે દિપક એને પ્રેમ નહોતો કરતો. પણ આજે એને ખોટા સાબિત થયાની ખુશી હતી.

આખરે મારી દિવ્યાને એના રામ મળી ગયા. જેવી રીતે રામના ઘરે આવ્યા બાદ રોશની જ રોશની હોય છે એવી જ રીતે દિવ્યાના જીવનમાં પણ આજે રોશની જ રોશની હતી. દિવ્યા સીતાની જેમ વન​વાસમાં સાથે નહોતી ગ​ઈ પણ આજે ચૌદ વરસનો વન​વાસ પૂરો કરી દિપક એની પાસે પાછો આવ્યો હતો, હંમેશા હંમેશા માટે.

આજે બંને એકબીજા સાથે ઘણા જ ખુશ છે. દિવ્યા હજીએ આવે છે અને મને પૂછે છે. "દીદી, તમે શુ કામ આટલી રાહ જુઓ છો. ભુલી જાવ અને આગળ વધો."

ત્યારે હું ફક્ત એટલુ જ કહું છું લે "હું એક મંજીલ વિનાના રસ્તા પર ચાલી રહી છુ. મને મારી મંજીલ ખબર છે પણ હું એને પામી નથી શકતી એટલે જ બસ હ​વે આ જીંદગી પૂરી થ​વાની રાહ જોઉ છુ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational