Neeta Chavda

Inspirational Others

2.9  

Neeta Chavda

Inspirational Others

પ્રોમિસ ડે

પ્રોમિસ ડે

2 mins
143


હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યાં છે.‌ રોજેરોજ નવાં નવાં દિવસોને લોકો મોજે મોજથી સેલિબ્રેટ કરી રહ્યાં છે. જેમાં એક પ્રોમિસ ડે નામનો પણ દિવસ આવે છે.

જીવનમાં પ્રોમિસ માત્ર એવાં જ કરાય. જેને આપણે નિભાવી શકીએ. કારણ કે પ્રોમિસ આપ્યાં પછી જો તેને નિભાવી નાં શકાય. તો જેને પ્રોમિસ કરીને આપણે જેનું દિલ તોડ્યું હોય. તેને તો દુઃખ થાય જ છે. સાથે-સાથે આપણને પણ પ્રોમિસ તૂટ્યાનો પસ્તાવો રહે છે.

અમુક લોકોની ખુશી અને જીવન માત્ર એક પ્રોમિસ પર ટક્યું હોય છે. જ્યારે એવાં લોકોને કરેલું પ્રોમિસ તૂટે ત્યારે તેને કેટલી તકલીફ થતી હશે ? તેનો અંદાજો લગાવવો જ મુશ્કેલ છે. તેમની દુનિયા અચાનક જ બદલી જતી હોય છે. તેમની પાસે આગળ વધવાનો કોઈ રસ્તો જ નથી રહેતો. અમુક લોકો તો આત્મહત્યા કરવા જેવાં વિચારો પણ કરી લે છે.

જેઓનું દિલ તૂટે. તેને આપણે કહેતાં હોઈએ છીએ. કે બધું ભૂલીને આગળ વધી જા. પાછળ ફરીને જોવાનો કોઈ મતલબ નથી. સમય તારી રાહ નહીં જુએ. તારે જ સમય સાથે ચાલવું પડશે. પણ આ બધું આપણને બોલવું અને બીજાને કહેવું જેટલું સરળ લાગે છે ને ! તેટલું બીજાએ તેનું અનુકરણ કરવું, કે આપણે ખુદ તેનું અનુકરણ કરવું સરળ નથી.

જેમ બીજાંની તકલીફ બીજાં નાં સમજી શકે. એમ જ બીજાંને આપેલી સલાહોનુ અનુકરણ આપણે નથી કરી શકતાં હોતાં. એટલે બીજાનો સહારો બનવું. પણ તેને ક્યારેય આગળ વધવા પ્રેશરાઈઝ નાં કરવાં.

પ્રોમિસ કરવું. તો નિભાવવું પણ જોઈએ. આજકાલ લોકો સમય અને સંજોગો હેન્ડલ નાં કરી શકે. ત્યારે ઘણી વખત બીજાંને સમજ્યાં વિચાર્યા વગર જ પ્રોમિસ કરી દેતાં હોય છે. પછી ફરી સમય અને સંજોગો બદલાતા તે એ પ્રોમિસને પૂરું નથી કરી શકતાં. પરિણામે ઘણાં લોકોનાં દિલ તૂટે છે. તો ઘણાંને આર્થિક નુકશાન પણ વેઠવું પડે છે.

આપણે ભલે આપણું કોઈ પણ કાર્ય સમજ્યાં વિચાર્યા વગર કરી દેતાં હોય. પણ બીજાંને પ્રોમિસ આપતી વખતે હજાર વખત વિચાર કરવો જોઈએ. કેમ કે કોઈકને પ્રોમિસ કરતી વખતે એ પ્રોમિસ માત્ર આપણાં જ નહીં. અન્ય ઘણાં લોકોનાં જીવન સાથે જોડાઈ ગયું હોય છે. તો એ બધાં લોકોને વિચાર પણ આપણે જ કરવો રહ્યો.

પ્રોમિસ શબ્દ નાનો છે. પણ તેની અસર બહું મોટી હોય છે. તેનાંથી કોઈને ખુશી મળે છે. તો કોઈને દુઃખ, કોઈને જીવન મળે છે. તો કોઈને મૃત્યુ, એટલે પ્રોમિસને માત્ર શબ્દનાં આધાર પર નાં આપી દેવું. પ્રોમિસનું મહત્વ અને તેની પાછળ જોડાયેલી લાગણીઓનાં આધારે પ્રોમિસ આપવું.

પ્રોમિસ આપતાં પહેલાં કરજો હજાર વખત વિચાર

તેનાં થકી ખુલે છે સુખ-દુ:ખ ને જીવન-મરણના દ્વાર!!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational