PRAJAPATI TARLIKA

Inspirational Others

3  

PRAJAPATI TARLIKA

Inspirational Others

પ્રકૃતિ પ્રેમ

પ્રકૃતિ પ્રેમ

1 min
177


તમન્નાએ પોતાની ઓફિસની સામે ખુલ્લી જગ્યામાં એક નાનકડો લીમડાનો છોડ રોપ્યો હતો. તમન્નાને પ્રકૃતિથી ખૂબ પ્રેમ હતો, એટલે તે વૃક્ષ, ફૂલ-છોડ વગેરે રોપતી અને પ્રેમથી માવજત કરતી હતી. તે લીમડાનાં છોડને રોજ પાણી પીવડાવતી અને એ છોડનું પ્રેમથી જતન કરી રહી હતી. લીમડાનો એ નાનકડો છોડ નવી માટીમાં આસાનીથી ભળી ગયો હતો. 

તમન્નાની ઓફિસ રોડ ઉપર જ હતી ત્યાંથી ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં, ઊંટ જેવા પશુઓની અને લોકોની અવર-જવર હંમેશા ચાલું રહેતી હતી. એક દિવસ તમન્ના લીમડાનાં છોડને પાણી પીવડાવી રહી હતી ત્યારે ગામના કુસુમ બહેને કહ્યું કે, "બહેન તમે ખોટા થાકી રહ્યા છો અહીં આ પશુઓ અને માણસો તમારા લીમડાનાં છોડને ક્યારેય મોટો નહીં થવા દે." ત્યારે તમન્નાએ મનમાં જ વિચારી લીધું હતું કે, "હવે તો હું કોઈ પણ ભોગે આ લીમડાનાં છોડને એક મોટું વટવૃક્ષ બનાવીને જ રહીશ."

લોકો અંદરો અંદર વાતો કરતાં કે અહીંયા તો વળી લીમડાનું ઝાડ થતું હશે. ચોમાસા દરમિયાન એ લીમડાનો છોડ જે વધ્યો હતો એ આખો રસ્તા ઉપર નીચે નમી ગયો, ત્યારબાદ તમન્નાએ તે છોડને એમજ છોડી દીધો.

અચાનક ચાર, પાંચ વર્ષ પછી ગરમીઓના દિવસોમાં કુસુમબેન સખીઓ સાથે એક વટવૃક્ષનાં છાયડામાં બેસે છે. અચાનક વાતવાતમાં તેઓ વૃક્ષ ઉપર ઊંચે જુએ છે તો એમને કંઈક યાદ આવ્યું અને તેઓ સ્વગત બોલે છે, "અરે ! આ તો એ જ વૃક્ષ છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational