Bhavna Patel

Romance Inspirational

4.7  

Bhavna Patel

Romance Inspirational

પ્રેમપત્ર.

પ્રેમપત્ર.

2 mins
63


તા.૨૪/૭/૨૦૨૦

વા.શુક્રવાર

પ્રિયા પટેલ.


પ્રિય રાજ,

કેમ છે બકા ! જાણું છું તને પણ 

મારી જેમજ મારી યાદ સતાવતી હશે, તેથીજ તો મને થયું ચાલ તને શબ્દદેહે પત્ર સ્વરૂપે મળી લઉં. વળી વિડિયો કોલ અને વોટ્સએપનાં ઇમોજીમાં એ મજા કયાં જે આ પત્રમાં છે. જોને આ શબ્દો તો લડવા લાગ્યા અંદરોઅંદર એક કહે પહેલા મને લખ, બીજો કહે પહેલા મને!

કાંકરિયાની એ પાળે બેસીને વિતાવેલો એ સમય હાલનાં કપરા સમયમાં મલમનું કામ કરે છે. ખરેખર જીવનમાં જ્યારે પણ આવો સમય મળે ત્યારે એને ભરપૂર માણી લેવો જોઈએ જેથી એની યાદો આપણને કપરા સમયમાં સાચવી લે છે.

કોરોના એ ભલે આપણને દુરી આપી, પરંતુ હું તો એમ કહીશ કે એકબીજાને સારી રીતે સમજવાની ઉમદા તક મળી છે. આપણને જોને રોજ મળવું શક્ય હોત તો હું કયાં તને પત્ર લખવાની હતી ? અને જો જે જ્યારે તું આપણા પૌત્ર - પૌત્રીને ખોળામાં લઈને આ કાગળ વંચાવતો હોઈશ ત્યારે આપણી યુવાનીનાં દિવસો યાદ કરતાં આપણે ક્ષણિક યુવાન થઈ જઈશું એની ખાત્રી હું તને આપુ છું.

જો જીવનમાં સુખ અને દુઃખ તો આવતા રહેશે તું જરાય હિંમતનાં હારતો હું દરેક પરિસ્થિતિમાં તારી પડખે જ છું.

બીજુ તો શું લખું એહસાસ લખવા જઈશ તો આ કાગળ ભીંજાઈ જશે એ નક્કી છે. એવી કોઈ પળ છે જ નહિ જેમાં તું યાદ આવતો ન હોય, કદાચ શ્વાસ લેવાનું ભૂલી જાઉં પણ તને નહિ ભૂલું.

અંતે એટલું જ કહીશ કે કારણ વગર ઘરની બહાર જતો નહિ. મમ્મી પપ્પા નું ધ્યાન રાખજે એમની ભાવિ વહુ તરફથી પ્રેમ આપજે અને મારા પ્રણામ કહેજે.

લી. તારી અને માત્ર તારી જ

પ્રિયા.

સરનામું

રાજ જે પટેલ.

મું. દીલ નગર.

પોસ્ટ : પ્રિતમપુર,

તા. હદયનગર,

જી. હરખપુર.

પી.૧૪૩૧૪૩


Rate this content
Log in

Similar gujarati story from Romance