પ્રેમના નામે પ્રપંચ
પ્રેમના નામે પ્રપંચ
મન, રાધા અને પ્રીત જોડે જ કંપનીમાં કામ કરતાં હતાં. મન રાધાને ચાહતો હતો. એક દિવસ મને રાધાની સામે પોતાના પ્રેમનો એકરાર કરી લીધો. રાધા અને મન આ વાત કોઈને જણાવતાં નથી. બંને ઓફિસથી છૂટયા પછી હોટેલમાં, થીયેટરમાં, બગીચામાં, મોલમાં એમ અલગ અલગ જગ્યાએ ફરવા લાગ્યા.
પ્રીત પણ રાધાને ચાહતો હતો. પ્રીતના પ્રેમનો રાધાએ અસ્વીકાર કર્યો હતો. એક દિવસ પ્રીતને રાધા અને મનના પ્રેમસંબંધની જાણ થઈ જાય છે.
મનને કંપનીના કામ માટે થોડા દિવસ બહાર જવાનું થાય છે. શરૂઆતમાં મન અને રાધા મોબાઈલના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા અને અચાનકથી રાધાનો ફોન સતત વ્યસ્ત આવવાં લાગ્યો.
મન ચિંતા કરતો કામ પતાવી પાછો આવ્યો. બીજા દિવસે કંપનીમાં પ્રવેશતાં મને રાધાને સિંદૂર ભરેલી માંગ સાથે જે વ્યક્તિ જોડે જોઈ, તે જોતાં જ મનની આંખો પહોળી થઈ ગઈ.
