પ્રેમ થઈ ગયો -2
પ્રેમ થઈ ગયો -2
અત્યાર સુધી જોયું કે દિયા ના ફોનમાં એક મેસેજ આવે છે, તે જોઈને દિયા ખુશ થઈ જાય છે.
દિયા મેસેજ જોઈ ને જોઈને ખુશ થઈ જાય છે, ખુશ કેમ ના થાય, ૧ મહિના પછી તેના બોયફ્રેન્ડને તેને મેસેજ આવ્યો છે.તે જેવો મેસેજ ખોલે છે તેમાં એક ફોટો હોય છે, તે ફોટો જોતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે.
"તારા જીવનમાં જો કોઈ બીજી વ્યક્તિ,ને જ રાખવી હતી તો તું મારી સાથે કેમ રયો"
આમ કઈને દિયા ફરી રોવા લાગે છે.
( મેસેજમાં તેના બોયફ્રેન્ડ એ એને કોઈ બીજી છોકરી સાથેનો ફોટો મુક્યો હોય છે, તે જોઈને દિયા ફરીથી તૂટી જાય છે, તેની ઉમીદ પણ હવે તૂટી જાય છે..પહેલા દિયા પાસે એક ઉમીદ તો હતી કે તેનો બોયફ્રેન્ડ પાછો આવશે પણ આ જોયા પછી તે સમજી ગઈ કે તેના જીવનમાં બીજું વ્યક્તિ છે...)
કહેવાય છેને નવી સવાર સાથે એક ઉમીદ પણ મળે છે. બસ એમજ થયું દિયા સાથે પણ ! તે બસ આ બધા થી થોડો સમય દૂર રેવા માંગતી હોય છે.
દિયાના ફોનની રિંગ વાગે છે.
"Hy, બોલો તમે આજે અમને કઈ રીતે યાદ કર્યા."
દિયા ફોન ઉપાડતા બોલી.
"એક ખુશ ખબર આપવી હતી."
સામે થી તેની ફ્રેન્ડ મિતાલી બોલે છે..
"હા, તો જલ્દી કેને."
દિયા ખુશ થઈને બોલે છે..
"મારા લગ્નની તારીખ જોવડાવી છે અને ૧ મહિના પછીની તારીખ આવી છે. "
મિતાલી ખુશી થી બોલે છે..
"અભિનંદન...મિતાલી.."
દિયા બોલે છે.
" જો તારે આવાનું જ છે એ પણ 4 દિવસ પહેલા."
મિતાલી, દિયાને કહે છે..
" હા, હું પાક્કું આવીશ."
દિયા બોલે છે.
" ચાલ હવે હું ફોન મુકું."
મિતાલી બોલે છે.
" હા, Bye."
દિયા બોલે છે.
"Bye.."
મિતાલી બોલે છે.
( દિયા ખુશ થઈ જાય છે મિતાલી જોડે વાત કરીને અને તેના મમ્મી પાસે જાય છે અને મિતાલીના લગ્નની વાત કરે છે...)
દિયા તેની ફ્રેન્ડ અહાના સાથે નીકળી જાય છે મિતાલીના લગ્નમાં..
( દિયા જૂનું બધું ભૂલવાની કોસીસ કરતી હોય છે, એને હવે તે તેની ફ્રેન્ડના લગ્નમાં જવા માટે નીકળી જાય.મિતાલી જે દિયાની નાનપણની ફ્રેન્ડ હોય છે, જે દિયા વિશે બધું જાણતી હોય છે.મિતાલીને તો પેલા થી જ દિયાનો બોયફ્રેન્ડ નથી જ ગમતો, તેને પેલા જ દિયાને ના પાડી હોય છે પણ દિયાની ખુશી જોઈને તે માની જાય છે.)
ત્યાં પોચીને અને તે મિતાલીને મળે, અને તેની સાથે ગણી બધી વાતો કરે છે.મિતાલી દિયાને આમ ખુશ જોઈને તે પણ ખુશ થઈ જાય છે.
દિયા એકલી બેઠી હોય છે, અને તેના વિચારોમાં ખોવાયેલી હોય છે, તે વિચારતી હોય છે, જો તે હજુ સુધી જોડે હોત,તો તેના જીવનમાં પણ આ દિવસ આવત.તેના સાથે જોયેલા સપના તેની આંખો સામે આવતા હોય છે.
તે તેના વિચારોમાં જ હોય છે અને તેમાં જ ત્યાં કોઈ નો અવાજ આવે છે..
"excuse me...તમે દિયા છો.?"
એક છોકરો તેની પાસે આવીને બોલે છે.
"હા, પણ તમે કોણ..?"
દિયા આશ્રય સાથે તે છોકરાને પૂછે છે.
"હું મિતાલી નો ભાઈ, મિતાલી એ તમને બોલવાનું કીધું છે.."
તે છોકરો દિયા સામે જોઈને બોલે છે.
દિયા આગળ કાય બોલે તે પેલા તે છોકરો ત્યાંથી જતો રહે છે.
દિયા જલ્દી થી મિતાલી પાસે જાય છે...અને તેની સાથે બેસે છે...
"હા, બોલ શુ થયું."
દિયા મિતાલી સામે જોઈને બોલે છે.
"થોડી વારમાં મારી મહેંદી પુરી થઈ જશે, પછી તું પણ મહેંદી મુકાવી લે."
મિતાલી બોલે છે.
દિયાને મહેંદી મુકાવી ખુબજ પસંદ હોય છે, અને તે પાછી તેના વિચારોમાં ખોવાઈ જાય છે..
દિયાની સામે એ દિવસ આવી જાય છે, જે દિવસે તે તેના બોયફ્રેન્ડ સાથે હોય છે, તેની હાથમાં મહેંદી મુકેલી હોય છે.તેનો હાથ તેના બોયફ્રેન્ડ ના હાથમાં હોય છે.તે તેને કહે છે કે જો હું તને કેટલો પ્રેમ કરું છું, એટલે જ જો તારા હાથની મહેંદી નો રંગ ગહેરો આવ્યો છે.
વિચારોમાં ખોવાયેલી દિયાને ખબર નથી રેતી કે દૂર કોઈ બેઠું બસ તેને જ જોવે છે.
મિતાલી જયારે દિયાની જોડે આવીને બેસે છે, ત્યારે દિયા એના વિચારો માંથી બારે આવે છે.
"મારે પાણી પીવું છે."
દિયા મિતાલીની સામે જોઈને બોલે છે.
"અરે બધા ના હાથમાં મહેંદી લાગેલી છે, હું કોને કહું ?"
મિતાલી આજુ-બાજુ જોઈને બોલે છે.
"અક્ષત.અક્ષત."
મિતાલી એ જ છોકરાને બોલાવે છે જે થોડી વાર પેલા દિયાને બોલવા આવ્યો હતો.
અક્ષત આવીને જ્યાં મિતાલી અને દિયા બેઠા હોય છે, ત્યાં આવીને ઊભો રહે છે.
"જા અક્ષત જઈને પાણી લેતો આવને.."
મિતાલી અક્ષતની સામે જોઈને બોલે છે.
અક્ષત થોડી વારમાં ૨ પાણી ના ગ્લાસ લઈને આવે છે, તે પેલા મિતાલીને પાણી પીવડાવે છે.અને બીજો ગ્લાસ દિયાની સામે કરે છે.
"તું જ પીવડાવી દેને એના હાથમાં તો મહેંદી લગેગી છે."
મિતાલી અક્ષતની સામે જોઈને બોલે છે..
અક્ષત દિયાને પાણી પીવડાવે છે, દિયાની નજરો જેવી અક્ષતની આંખો થી મળે છે.તો અક્ષત તેની આંખો બીજી તરફ કરી લે છે..
( અક્ષત એ મિતાલી ના કાકા નો છોકરો હોય છે, જયારે અક્ષત મિતાલી ના ઘરે આવ્યો હોય છે, ત્યારે તે ત્યાં દિયાને જોવે છે, તેને પહેલી વાર જોતા જ દિયા ગમી જાય છે. )
અક્ષત જયારે મિતાલીને કે છે, પણ મિતાલીને તો દિયાની દરેક વાત ખબર હતી, તે અક્ષતને બધી વાત કે છે કે દિયા ના જીવનમાં પહેલા કોઈ હતું પણ એની બધી વાત તેને કે છે, અને તે અક્ષતને ના પાડે છે, અને કે છે કે એના સિવાય દિયા બીજા કોઈ ના વિશે વિચારશે પણ નહીં.
"દિયા ને કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે તેને સાચવી શકે"
મિતાલી અક્ષતને કે છે.
"મિતાલી તું ચિંતા ના કર બસ એક વાર તું મારી વાત એના સાથે કરાવી આપ પછી એને ખુશ રાખવાની જીમેદારી મારી."
અક્ષત બોલે છે.
મિતાલી એટલે જ કોસીસ કરતી હોય છે, કે અક્ષતને દિયાની જોડે રાખી શકે અને કોઈને કોઈ કામમાં તે અક્ષતને દિયા જોડે રાખે છે, મિતાલી જઈને અક્ષતને કઈ દે છે, કે દિયા ક્યાં રંગ ના ડ્રેસ પહેરે છે, તો અક્ષત પણ એ જ રંગ ના કપડાં પહેરે છે.
ક્રમશઃ

